dil ka rishta - 23 in Gujarati Love Stories by Tinu Rathod _તમન્ના_ books and stories PDF | દિલ કા રિશ્તા - 23

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

દિલ કા રિશ્તા - 23

( મિત્રો આપણે આગળ જોયું કે વિરાજ આશ્કા સામે એના પ્રેમનો એકરાર કરે છે. આશ્કા પણ એનો સ્વીકાર કરે છે. અને બંને ખૂબ સારી રીતે એમનું હનીમૂન પૂરું કરે છે. અને પાછાં ઘર તરફ જાય છે. બધાં ગાડીમાં ખુશ થઈને એકબીજાના હાથ પકડીને બેસીને એકબીજાનું સાન્નિધ્ય માણતાં હોય છે કે એક ઘડાકો સંભાળાય છે અને એ લોકોની આંખો વચ્ચે અંધારું છવાય જાય છે. હવે જોઈશું આગળ શું થાય છે. )

ધીરે ધીરે એ આંખો ખોલે છે. પોપચાં પર જાણે મણ મણનો ભાર હોય એમ એને અનુભવાય છે. એક આહ સાથે એના હોઠોમાથી વિરાજનું નામ નિકળે છે. નર્સ એની પાસે આવે છે અને એને તપાસીને ડોક્ટરને બોલાવવા બહાર જાય છે. ધીરે ધીરે એની આંખો પરનો ભાર ઓછો થતાં એ ચારે તરફ નજર કરે છે. આજુબાજુ જોતાં એને સમજાય છે કે એ હોસ્પિટલમાં છે. અને એને યાદ આવે છે કે એ લોકો જ્યારે હનીમૂન પરથી પાછા આવતાં હતાં ત્યારે એમનું એકસીડન્ટ થાય છે. એ વિરાજ વિશે વિચારે છે કે વિરાજને કંઈ થયું તો નહી હોય ને. ત્યાં ડોક્ટર આવે છે અને એને તપાસે છે.

ડોક્ટર : how are you.. mrs Ashka..? How's u feeling naw.

આશ્કા : ડોક્ટર વિરાજ ક્યાં છે ? એમને કંઈ થયું તો નથી ને ? સમર્થભાઈ અને કાવ્યા ક્યાં છે ?

ડોક્ટર : relax mrs. Ashka.. they all are fine.

આશ્કા : મારે વિરાજને જોવું છે. અને એ ઊભી થઈને બહાર જવા લાગે છે. ત્યાં જાનવી ત્યાં આવે છે અને આશ્કાને પકડીને ફરીથી બેડ પર બેસાડે છે.

આશ્કા : જાનવીભાભી મહેરબાની કરીને મને વિરાજ પાસે લઈ જાઓ મારે એમને સહી સલામત જોવા છે.

જાનવી : શશશશ... તું પહેલાં આરામના કર. હું તને લઈ જઈશ.

આશ્કા : ના મને પહેલાં કહો કે વિરાજને કંઈ નથી થયું. અને સમર્થભાઈ અને કાવ્યા કેમ છે ?

જાનવી : આશ્કા તું શાંતિથી સાંભળ. તમારી ગાડીને ખૂબ મોટો અકસ્માત નડ્યો હતો. ભગવાનની મહેરબાનીથી તમે બધાં બચી ગયાં. ડ્રાઈવરનું તો ત્યાં જ ડેથ થઈ ગયું હતું.
કાવ્યા અને સમર્થને વધારે નથી વાગ્યું. તને પણ વધારે હાનિ નથી થઈ. પણ વિરાજ...

આશ્કા : શું થયું છે વિરાજને ? આશ્કાના હ્રદયમા ફાળ પડે છે. અને એ બેડ પરથી ઉતરી ફરીથી બહાર જવા કરે છે.

જાનવી : આશ્કા તને પણ હજી હમણાં જ હોશ આવ્યો છે. તુ પહેલાં આરામ કર હું તને પછી વિરાજ પાસે લઈ જાઉં છું. Actually.. તમારામાંથી વિરાજને જ વધારે વાગ્યું છે. એના માથામાં ઈજા થવાને કારણે એ કોમામાં ચાલ્યો ગયો છે.

આશ્કા : જાનવીભાભી હું તમારાં હાથ જોડું છું મને વિરાજ પાસે લઈ જાઓ મારે એમને એક નજર જોવું છે.

જાનવી ડોક્ટર તરફ જુએ છે. ડોક્ટર સંમતિ આપે છે. અને એ આશ્કાને આઈ.સી.યુ.માં લઈ જાય છે. આઈ.સી.યુ. મા વિરાજના મોઢે ઓકિસજન માસ્ક લગાવેલું હોય છે. અને બાજુંમાં વેન્ટીલેટર લગાવેલું હોય છે. વિરાજની આવી હાલત જોઈને આશ્કા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે. જાનવી એને સાંત્વના આપે છે.

આશ્કા : મમ્મી ક્યાં છે ? એમની તબિયત તો સારી છે ને ?

જાનવી : હા આન્ટીની તબિયત સારી છે. સાચી એમની સાથે જ છે. ઘણું કહેવા પછી તેઓ ઘરે ગયાં છે.

આશ્કા આંખોમાંથી આવેલાં આંસુ સાફ કરે છે અને પોતાને સંભાળે છે. અને પોતાને જ સમજાવે છે કે, આશ્કા તારા આમ તૂટી જવાથી કંઈ નથી થવાનું. તુ જ જો આમ પડી ભાંગશે તો મમ્મીને કોણ સંભાળશે.અને વિરાજ.. વિરાજની દેખભાળ કોણ કરશે. અને એ પોતાનું મન મક્કમ કરીને વિરાજ પાસે જાય છે.

આશ્કા જી જાનથી વિરાજની સેવા કરે છે. ભલે વિરાજ કોમામાં હોય છે છતાં પણ એ એની સાથે વાતો કરે છે. એને સ્પંજ કરવું એના કપડાં ચેન્જ કરવા બધું જ એ જાતે કરે છે
કાવેરીબેનને પણ એ સંભાળી લે છે. આશ્કાની હિંમત જોઈને કાવેરીબેનને પણ વિશ્વાસ થઈ જાય છે કે વિરાજને કંઈ થશે નહીં. વિક્રમ, રાહુલ, સાચી, જાનવી બધાં જ એમની પડખે હોય છે. સમર્થ અને કાવ્યા પણ રિકવર થાય છે અને એમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પણ આપવામાં આવે છે.

આશ્કાની મહેનત,ડોક્ટરની દવા, કાવેરીબેનની દુઆ અને મિત્રોના સાથથી વિરાજની હાલતમાં ખૂબ સુધાર આવે છે. આશ્કા રોજ ભગવાનને પ્રાર્થના કરે છે. અને એની પ્રાર્થના રંગ પણ લાવે છે. વિરાજ હોશમાં આવે છે. વિરાજની હાથમાં થોડી હલચલ થાય છે જે આશ્કા જુએ છે અને એ ભાગતી જઈને ડોક્ટરને બોલાવી લાવે છ. ડોક્ટર આવીને એને તપાસે છે. અને બધાને શુભેચ્છા આપે છે કે વિરાજ હવે સેફ છે.

વિરાજ હોશમાં તો આવી જાય છે પણ હજી એને પરિસ્થિતિનો ખ્યાલ નથી હોતો. ડોક્ટર બધાને બહાર જવાનું કહી વિરાજને આરામ કરવા દેવાનુ કહે છે.

આશ્કા દોડતી જઈને ભગવાનના ચરણોમાં પોતાનું મસ્તક નમાવે છે. અને કહે છે, ભગવાન તમારો ખૂબ ખૂબ આભાર તમે મારી દુવા કબૂલ કરી. હું પણ હવે મારું વચન પાળીશ અને વિરાજની જીંદગીમાંથી હંમેશા માટે ચાલી જઈશ.

કાવેરીબેન : આશ્કા તું આ શું કહી રહી છે !!

આશ્કા : આશ્કા ચોકીને કાવેરીબેન તરફ જુએ છે અને કહે છે, હા મમ્મી હું વિરાજના જીવનમાંથી હંમેશા માટે દૂર થઈ જઈશ.

કાવેરીબેન : તું શું કહે છે એનું તને ભાન છે ?

આશ્કા : હા મમ્મી મે સાચે જ અપશુકનિયાળ છું. જેની પણ સાથે જોડાઉ છું એનું હંમેશા નુકસાન થાય છે. હું મારા સ્વાર્થ માટે હું વિરાજની જાન ખતરામા ના મૂકી શકું.

કાવેરીબેન : પણ આશ્કા...

આશ્કા : મમ્મી પ્લીઝ મને ના રોકશો. અને વિરાજનું ધ્યાન રાખજો. આટલું કહી એ દોડતી જઈને હોસ્પિટલની બહાર ચાલી જાય છે.

કાવેરીબેન એને જતાં જોઈ રહે છે અને કહે છે આશ્કા તને વિરાજ જ સમજાવી શકશે.

થોડાં દિવસ તો વિરાજ દવાની ઘેનમાં હોવાથી એને એની આજુબાજુની પરિસ્થિતિનો ખ્યાલ નથી હોતો. પણ જેયારે રિકવર થાય છે ત્યારે એ આશ્કાને શોધે છે. પણ આશ્કા અને ક્યાંય પણ દેખાતી નથી. એ કાવેરીબેનને પૂછે છે પણ કાવેરીબેન એને આમતેમ સમજાવી દે છે.

આશ્કા રોજ ભગવાન પાસે વિરાજ માટે દુર માંગે છે. એ કાવેરીબેનને ફોન કરી રોજ વિરાજની તબિયત વિશે પૂછે છે.

પૂરા એક મહિના પછી વિરાજને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવાંમા આવે છે. વિક્રમ અને રાહુલ એને લઈને ઘરે આવે છે. આશ્કાના હોસ્પિટલમાં ના દેખાતા વિરાજને થોડો તો ખ્યાલ આવી જ જાય છે કે ક્યાંક તો કંઈક ગડબડ છે. ઘરે પહોંચી આરામ કરી એ કાવેરીબેનને આશ્કા વિશે પૂછે છે. કાવેરીબેન પણ એને બધું સત્ય કહી દે છે.

વિરાજ રાહુલ અને વિક્રમને અપનાઘર લઈ જવા કહે છે. વિરાજની હાલત જોઈ એમને પણ વિરાજ અને આશ્કા એકબીજા સાથે દિલ ખોલીને વાત કરી લે એવું લાગે છે. અને એ બંને વિરાજને અપનાઘર આશ્રમ લઈ જાય છે.

આશ્કા બારી બહાર જોતી હોય છે. એની આંખોમા ગેહરી ઉદાસી છવાયેલી હોય છે. આશ્કા.... એના કાને વિરાજનો અવાજ આવે છે અને એ પાછળ ફરીને જુએ છે. ત્યાં વિરાજ દરવાજા પાસે ઉભો હોય છે. આશ્કા દોડતી દોડતી જઈને વિરાજને વળગી જાય છે.

આશ્કા : વિરાજ તમે ઠીક તો છો ને. તમને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ ? પણ તમે અહીં કેમ આવ્યા ? તમારે આરામ કરવો જોઈએ.

વિરાજ : પહેલાં મને એ કહે કે,તું અહીં કેમ આવી ગઈ ? અને તુ મારી આટલી પરવા કરે છે તો મને આમ એકલો મૂકીને કેમ આવી ગઈ.

આશ્કા : વિરાજ હું તમારે લાયક નથી. હું સાચે મનહૂસ છું.પહેલાં નાનપણમાં બાળપણના પતિના મૃત્યુનું કારણ બની અને હવે તમારી સાથે જોડાઈ તો તમારી જાન પણ ખતરામા મૂકી દીધી. એના કરતાં બહેતર છે કે હું તમારાથી દૂર થઈ જાઉં. તમે મને તલાક આપી દો.

વિરાજ : સારુ ચાલ અત્યારે જ વકીલ પાસે જઈએ. અને ડિવોર્સ લઈ લઇએ.

આશ્કા આશ્ચર્યથી વિરાજ તરફ જુએ છે.

વિરાજ : હા હું ડિવોર્સ આપવા તૈયાર છું. પણ પહેલાં તું મને એ વાતની ગેરેંટી આપ કે તને ડિવોર્સ આપ્યાં પછી મને કોઈ દિવસ મોત નહી આવે. અને હું અમર જ રહું.

આશ્કા : વિરાજ આ કેવી રીતે શક્ય છે.

વિરાજ :તો પછી તું એ કેવી રીતે માની લે છે કે તારા કારણે જ હું મોતનાં મુખમાં ગયો. એવું પણ બને ને કે તારા મારા જીવનમાં આવવાથી મારા જીવનમાં આવેલી આ ઘાત દૂર થઈ હોય.

વિરાજ આશ્કા પાસે જાય છે અને એનાં ચેહરાને પોતાની હથેળીમાં લે છે અને કહે છે, આશ્કા હું આ શુકન અપશુકનમા નથી માનતો. છતાં પણ એવું બની શકે કે તારા મારા જીવનમાં આવવાથી મારી મોત પાછળ ઘકેલાય ગઈ હોય. આશ્કા હું જેટલું પણ જીવું તારી સાથે જીવવા માંગુ છું. તારા વગરનું જીવન મારા માટે મોત બરાબર છે. વિરાજનું આમ કહેતાં જ આશ્કા એના મોઢા પર હાથ મૂકે છે અને કહે છે,

આશ્કા : વિરાજ કોઈપણ દિવસ મરવાની વાત ના કરતાં.

વિરાજ : તો તું પણ મને છોડીને જવાની વાત ના કરતી.

આશ્કા : હા વિરાજ હવે હું તમને છોડીને ક્યારેય નહી જાઉં.

વિરાજ આશ્કાને પોતાનાં આલિંગનમા લે છે. બંને જણાં એકબીજા સાથે આમ જ આલિંગનમાં હોય છે અને ત્યારે જ રાહુલ અને વિરાજ આવે છે અને કહે છે,

રાહુલ : હવે બે પ્રેમીઓનું મિલન થઈ ગયું હોય તો હવે આપણે ઘરે જઈશું ?

વિક્રમ : હા ચાલો ઘરે આન્ટી પણ રાહ જોતાં હશે.

આશ્કા અને વિરાજ ખુશી ખુશી પોતાનાં ઘરે જાય છે. કાવેરીબેન પણ એમનું આરતી ઉતારી સ્વાગત કરે છે.

બેડરૂમમાં જઈ વિરાજ આશ્કાને પોતાની બાહોમા લે છે. અને એના હોઠો પર પોતાના હોઠ મૂકી દે છે. અને આશ્કા પણ વર્ષોથી પ્યાસી ધરતી જેમ પહેલાં વરસાદને પોતાના મા સમાવી લે તેમ એના હોઠોના આવકારે છે. અને બંને જણાં પોતાનાં નવા જીવનની શરૂઆત કરે છે.

** ** **

સમાપ્ત

મિત્રો આ સાથે મારી આ વાર્તા અહીં જ પૂરી થાય છે આશા છે આપ સૌને આ સ્ટોરી પસંદ આવી હશે. હવે ફરીથી મળીશું બીજી કોઈ કહાની લઈને. ત્યાં સુધી તમારું અને તમારી સાથે જોડાયેલા બધાનું ધ્યાન રાખજો. અને સ્વસ્થ રેહશો. મિત્રો અત્યારની વિકટ સ્થિતિમાં આપણે ધૈર્યથી કામ લેવાનું છે. સરકાર એમનું કામ કરે જ છે. પરંતુ આપણે પણ આપણી ફરજ નિભાવવાની છે. તો જ્યાં સુધી આ બિમારી ટળે નહી ત્યાં સુધી આપણ સરકારને સહકાર આપતાં રહેવાનુ છે. ઘરમા રહો. સુરક્ષિત રહો.


Tinu Rathod - Tamanna