Chalo Thithiya Kadhia - 3 in Gujarati Comedy stories by Shailesh Joshi books and stories PDF | ચાલો ઠીઠીયા કાઢીએ - ભાગ - 3

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

ચાલો ઠીઠીયા કાઢીએ - ભાગ - 3

ટીકીટ ચેકરને રૂપિયા 500 આપી મામા, અળવીતરાને લઇને બસ સ્ટેન્ડની બહાર નીકળી રહ્યાં છે,
ત્યાંજ,
પેલા ફ્રુટવાળા મામાના મિત્રની નજર, દૂરથી આવતાં લક્ષ્મીચંદ અને એમનાં ભાણા પર પડે છે.
મામા ને આવતા જોતાં
ફ્રુટવાળાભાઈ : લક્ષ્મીચંદ આવી ગયા તમારા ભાણાભાઈ ?
મામા હજી ગુસ્સામાં હતાં પરંતુ હાલ ગુસ્સો દબાવી થોડા સ્વસ્થ થઈ ફ્રુટવાળા તેમનાં મિત્રને
લક્ષ્મીચંદ : હા, આવી ગયા હો ભાઈ.
ત્યારબાદ લક્ષ્મીચંદ તેમના ફ્રુટવાળા મિત્રને ભાણાની ઓળખાણ કરાવવા ભાણાસામે જેઈ
મામા : જુઓ ભાણા ભાઈ, આ મારા મિત્ર છે.
આ વખતે અળવીતરો, ખભે મોટો થેલો ભરાવીને ટિકિટ ચેકર સામે જોતો ઊંધોજ ઊભો હતો. મામાનો અવાજ સાંભળીને તે જેવો સીધો થવા જાય છે,
ત્યાંજ ફ્રુટવાળાનો સફરજનનો ટોપલો, એના ખભે ભરાવેલ થેલા સાથે અથડાતા, સફરજનનો ટોપલો ઊંધો થઈ જાય છે, અને રોડ પર ચારે બાજુ સફરજન-સફરજન થઈ જાય છે.
દુકાનદાર લક્ષ્મીચંદ સામે અને લક્ષ્મીચંદ અડવીતરા સામે જુએ છે
અળવીતરા : સોરી મામા, મને ધ્યાન ના રહ્યું.
હવે જે સફરજન રોડ ઉપર ઢોળાઇ રગડી રહ્યાં હતા, એ બધા સફરજન રગડતા-રગડતા રોડની સામેની બાજુ જઈ રહ્યાં છે.
એક સફરજન ઉપર સામ-સામેથી આવતા બે વ્યક્તિની એક સાથે નજર પડે છે.
બંને એકસાથે વિરૂદ્ધ દિશામાંથી દોડી સફરજન લેવા જતા બંનેના માથા ટકરાય છે.
બીજા એક ભાઈ બસ પકડવા દોડી રહ્યા હતા, તો નીચે પડેલ એક સફરજન પર એમના બુટની એડી વાગતા સફરજન ઉછળીને આગળ જતાં બીજા એક ભાઈના બરડામાં વાગે છે.
તે ભાઈ પાછા વળી પેલા ભાઈ સાથે ઝગડો કરે છે.
કેટલાક સફરજન પેસેન્જરોની રાહ જોઈને ઉભી રહેલ રીક્ષાના પાછળના વ્હીલ પાસે આવીને એવી રીતે ભરાઈ જાય છે કે,
રીક્ષામાં પેસેંજર આવતા રીક્ષાવાળો રીક્ષા ચાલુ કરી રીક્ષા ગેરમા તો નાખે છે,
છતાં રિક્ષા આગળ જઈ રહી નહી હોવાથી, રીક્ષાવાળો અંદર બેઠા-બેઠાજ થોડો નીચો નમીને પાછળના વ્હીલ તરફ જુએ છે.
તો એ રીક્ષા ના પાછળના વ્હીલમાં 2/3 સફરજન ભરાયેલા જુએ છે. રીક્ષાવાળોતો ખુશ થઈ ફટાફટ નીચે ઉતરી તે સફરજન લઈ લે છે.
પેસેન્જર : શું થયું ભાઈ ?
(રીક્ષાવાળો એક સફરજન ખાતા-ખાતા પેસેંજરને)
રીક્ષાવાળો : કંઈ નહીં એપલ ફસાઈ ગયું હતું વ્હીલમાં.
(બીજું એપલ પેસેંજરને આપતા) લો ખાવું છે ?
લક્ષ્મીચંદ અળવીતરો અને ફ્રુટવાળા ભાઈ આ બધો ખેલ જોઇ રહ્યાં છે.
(લક્ષ્મીચંદ પોતાના ખિસ્સામાંથી 1000 રૂપિયા કાઢીને ફ્રુટવાળાને આપતા)
મામા : લો આ પૈસા રાખીલો, તમારા બધાજ સફરજન વેરાઈ ગયા છે.
અળવીતરો અત્યારે પોતાને ખભે જે મોટો થેલો લટકાવીને ઉભો હતો, તેનો હાથ અચાનક તેની પીઠ પાછળ લટકી રહેલ થેલા પર જાય છે.
તો એ બેગની ઉપર ટોપલાને જ્યારે થેલો અથડાયો હતો ત્યારે જ 2/4 સફરજન થેલામાં ભરાઈ રહ્યા હતા તેનાં પર તેનો હાથ જાય છે.
ત્યાં જ એક ગ્રાહક આવે છે અને આવીને ફ્રુટવાળાને
ગ્રાહક : સફરજન છે ?
ફ્રુટવાળો : ના નથી.
અળવીતરો : (ડાયરેક્ટ ગ્રાહકને) કેટલા જોઈએ છે ?
મામા ગુસ્સામાં એની સામે જુએ છે.
ગ્રાહક : 500 ગ્રામ.
અળવીતરો પેલા થેલામાં ભરાયેલા ત્રણ-ચાર સફરજન કાઢી દુકાનદારને આપતા
અડવીતરો : લો અંકલ 500 ગ્રામ થઈ જશે.
મામા વહેલી તકે ભાણાને લઇને
અહીંથી પાર્કિંગમાં સ્કુટર લેવા જાય છે.
મામા તેને બાજુમાં ઊભા રહેવાનું કહી, સ્કૂટર લેવા તો જાય છે, પરંતુ અચાનક લક્ષ્મીચંદની નજર પડે છે કે, પાર્કિંગમાં તેમનું સ્કૂટર પડી ગયું છે, અને તેની ઉપર એક એક્ટિવા અને બાઇક પણ પડ્યું છે.
પાર્કિંગનાં વોચમેન, એક ઘરડા કાકા ત્યાં બેઠા હતાં.
મામા તેમની સામે જુએ છે.
પાર્કિંગવાળા કાકા : હા સાહેબ, પેલા ભાઈના બાઈકનું સ્ટેન્ડ નમી ગયું, અને તે બાઇક એકટીવા ઉપર પડયું, અને તે એક્ટિવા અને બાઇક બન્ને તમારા સ્કૂટર પર પડ્યા.
લક્ષ્મીચંદ : કંઈ વાંધો નહીં કાકા, આવુ તો થાય કોઈ વાર.
આ જોઈ સાંભળી
અળવીતરો : મામા રહેવાદો, લો આ થેલો પકડો તમે હું સ્કૂટર કાઢી આપુ.
લક્ષ્મીચંદ થેલો લઈને થોડા દુર ઊભા રહે છે.
અડવીતરો પહેલા બાઈક ઉભુ કરે છે, પછી એકટીવા અને પછી મામાનું સ્કૂટર ઊભું કરી સાઈડમાં લઈ જઈ સ્ટેન્ડ કરે છે.
પછી અડવીતરો એકટીવા જેમ પડયું હતું તેમ પાડી દે છે. પાર્કિંગવાળાકાકા અડવીતરાની આ હરકત જોઈ જતા.
કાકા : કેમ ભાઈ ? એક્ટિવા કેમ પાડ્યું ?
અડવીતરો : કાકા એક્ટિવાતો પહેલેથી પડેલું જ હતું ને ?
પછી એક્ટીવા ઉપર બાઈક જેમ પડેલું હતું તેમ પાડી દે છે. અડવીતરાની આ હરકત જોઇ
કાકા : તુતો જબરો માણસ છે ભાઈ.
અડવીતરો સ્કુટર ચાલુ કરવા જાય છે,
ત્યાં જ પેલા નીચે પાડેલ એકટીવામાં કંઈક તૂટવાનો અવાજ આવે છે.
બાઈકનું સ્ટેરીંગ એકટીવાની લાઈટ પર આવી ગયુ હોવાથી એક્ટિવાની હેડલાઇટ તૂટી જાય છે.
પાર્કિંગવાળા કાકા દોળીને
કાકા : ભાઈ આ એક્ટિવાનો ખર્ચો આપતો જા.
અડવીતરો કંઈ બોલતો નથી, અને સ્કૂટર ચાલુ કરે છે.
પેલા કાકા સ્કૂટરની વચ્ચે બે હાથ લાંબા કરી તેને રોકે છે.
દુર ઊભેલા મામા આ જોઇ જતા નજીક આવી પાર્કિંગવાળા કાકાને
મામા : શું થયું કાકા ?
કાકા પૂરી વાત મામાને કરે છે, અને લક્ષ્મીચંદ એકટીવાના ખર્ચા પેટે 400 રૂપિયા આપે છે.
પછી ગુસ્સામાં તેમનાં ભાણાને
મામા : શું કરે છે તું, એ જ ખબર નથી પડતી. 10/20 મિનિટમાં તો તે મારી હાલત ખરાબ કરી નાખી. અળવીતરો ધીમા અવાજે અને શાંતિથી
અડવીતરો : લાવો મામા સ્કૂટર, તમે શાંતિથી પાછળ બેસો, હું સ્કૂટર ચલાવી લઉં છું. અળવીતરો મામા પાસેથી સ્કૂટર લઈ આગળની સીટ પર બેસી સ્કૂટર ચાલુ કરે છે, અને મામાને પાછળ બેસી જવા કહે છે.
મામાને આ રીતે પાછળથી પગ ઊંચો કરી સ્કુટર પર બેસતા નહીં ફાવતું હોવાથી, ભાણો નીચે ઉતરી મામાને આગળથી બેસવા કહે છે.
મામા સ્કુટરની પાછળની સીટમાં બરાબર બેસી, સ્કૂટરની આગળની સીટ બન્ને હાથથી પકડી લે છે.
અડવીતરો ફરી ઊભા-ઉભા કીક મારી સ્કૂટર ચાલુ કરે છે.
સ્કૂટર ચાલુ થતા જેવો તે સીટ પર બેસે છે,
મામા ચીસ પાડે છે.
સ્કૂટરની આગળની સીટનાં જમ્પર જુના હોવાથી આગળની સીટ પૂરેપૂરી દબાઈ જતા મામાના બન્ને હાથ ભાણાનાં વજનથી દબાઈ જાય છે.
ભાણો મામાની ચીસ સાંભળી નીચે ઉતરી જાય છે.
મામાને એટલો દુઃખાવો થઈ રહ્યો છે કે, મામાને ખબર નથી પડી રહી કે તેઓ કયા હાથથી કયા હાથને પંપાળે ?
ભાણો સોરી-સોરી કરી રહ્યો છે.
મામા હવે સ્કુટરનું પાછળનું સ્પેર વ્હીલ પકડીને બેઠા છે.
ભાણાએ પહેલા ઓફર આપેલી કે તેઓ ભાણાને પકડીને બેસે, પરંતું મામાતો અત્યારે ભાણાનો પડછાયો પણ પોતાના પર ના પળે, મામા એટલાં દુર સ્કુટરનાં સ્પેર વ્હીલ પાસે બેઠા છે.
સ્કુટર યોગ્ય ગતિએ જઈ રહ્યુ છે.
અત્યારે સ્કુટરનાં વ્હીલ ની ગોળ ફરવાની ગતી કરતા 10 ગણી ગતિએ મામાનું મગજ ફરી રહ્યુ છે.
સામે ચાર રસ્તા પરનું સિગ્નલ બંધ થવાની છેલ્લી 5 સેકન્ડ બતાવી રહ્યુ છે. અડવીતરો જેવો દુરથી ટ્રાફિક સિગ્નલમાં પોતાની લાઇન બંધ થવાની છેલ્લી 5 સેકન્ડ જુએ છે.....
વધુ આવતાં ભાગમાં