love in Gujarati Love Stories by Amit Hirpara books and stories PDF | પ્રેમ

Featured Books
Categories
Share

પ્રેમ

પ્રેમ શબ્દમાં જ આખી દુનિયા સમાઈ જાય એટલો વિશાળ અને એના અનુભવની સાંકળ પણ એટલી ગાઢ, એકવાર ડૂબે એ તરતા શીખી તો જાય ભલે અનુભવોનાં મેદાનનો નબળો ખેલાડી હોય.અને વાત કરીએ પહેલી નજરના પ્રેમની તો અત્યાર સુધી તે વ્યક્તિના મનમાં જે અનુભવ ક્યારેય ના થયો હોય એના મંડાણ થવાની શરૂઆત.

ડોકિયું કરો પ્રેમમાં અને ડોકિયા માત્ર કોઈ ને તમે જાણી શકો એની અંદર તમારી જાત ને માણી શકો. આ સંબંધ નિભાવવા જરૂર પડતાં બધા પ્રબંધ તમે પળવારમાં કરી શકો એટલે તમે ખરેખર આ પ્રેમમાં ઓતપ્રોત અને પ્રેમ તમારામાં. ખૂલે આંખ અને ચહેરો એમનો ઝાંખપમાં પણ તમે નિહાળી શકો એટલે આ પ્રણય નો ખરો બંધ તમે બાંધી શક્યા એ વાત પાક્કી.
જ્યારે એક વ્યક્તિ કે જેને એ જુએ આંખથી આંખ મળે, જગમાં એના માટે શૂન્યવકાશ સર્જાવા લાગે કુદરત પણ એને વધારે રંગીન લાગવા લાગે. વિચારોના રણ મેદાને કોઈ એકનો હક થવા લાગે, બધું અણગમતું પણ ગમવા લાગે કેમકે એ બધું બીજા કોઈને ગમતું હોય એટલા માટે. દુનિયા માટે વિચારવાનો અભિગમ શિથિલ થઈ જાય, મનના આંગણે એક અદ્ભૂત લાગણીઓનો છોડ વિસ્તાર પામવા લાગે, ધીમે ધીમે એ છોડને અન્ય વ્યક્તિની માવજત પણ મળવા લાગે, કોરા કાગળમાં આપોઆપ પ્રણયની કલમ ચાલવા લાગે, અને એ વ્યક્તિ વિશેષ બનવા લાગે એના માટે શેષ સમય એને મળવા લાગે, અને એની હાજરી વગર વિચલિત થવા લાગે એના દૂર હોવા છતાં હૈયું એના ભીતર ભારોભાર જીવવા લાગે. એક ક્ષણ જ્યારે વિતાવી મણ જેવી લાગે ત્યારે એ પહેલીવારનો પ્રેમ એણે પોતાની બાહોપાશમાં લઈ ચૂક્યો હોય છે. એની કોઈ રજૂઆત કે જગ મહી રીત નથી બસ પ્રીત હોય ત્યાં એનું ચિત્ત હોય છે.
અને આ લાગણીઓનો ઉમળકો કંઈ કોઈના થકી ના થાય એ તો આપોઆપ બંને તરફ પોતાનું સ્થાન કરી જ લે છે. અને પ્રેમનો છોડ વટવૃક્ષ બની જાય છે. અને આ પ્રેમ આપોઆપ થાય છે. જગતનો કોઈ વ્યક્તિ પ્રેમ કરવા માંગતો હોય તો કરી શકે જ નહીં કેમકે આ ભાવો આપોઆપ ઉત્પન્ન થાય છે. અને જે વ્યક્તિને કોઈ ની સુંદરતા જોઈને પ્રેમ કરવાની વાત કરતો હોય તો એ પહેલી નજરનો પ્રેમ નહીં મનની અંદર ઉગતી એક વાસના છે.

પ્રેમમાં આલિંગન શબ્દોનું હોય મન લાગણીઓ ભમતું હોય તો જ પ્રેમ તનનો ઓડકાર આવે તો સમજી લો વાસના તમારો આંટો લઈ ગઈ પ્રેમ નામશેષ હવે બની જશે. અને બે પાત્રમાં વિશ્વાસના બાંધેલા શ્વાસ હવે ઓક્સિજન માટે તડપીને મરી જશે.
જગ મહી પ્રેમ દુનિયાની સૌથી પવિત્ર અનુભૂતિ છે. પણ કેટલાક લોકો પોતાની વાસના સંતોષવાનો સરળ રસ્તો સમજે છે. એટલે ક્ષણિક આનંદ રૂપી લાલસા આપી તમારી જિંદગી ખરડી નાખે એવા લોકો થી ચેતીને રહેજો. તમારા મનમાં પણ પ્રેમની અનુભૂતિ હોય તો જ પ્રેમના ઊંડાણમાં પ્રવેશ કરજો નાણાં ભૌતિક સુખ અને કોઈના દેખાવમાં ફસાય ને પ્રેમ નામના શબ્દની છબી ખરાબ ના કરતાં. કેમકે આમેય આજે પ્રેમને એક જાળ સમજી ને છેતરામણી કરવા લોકોની કમી નથી. તમને એકવાર આવો વિશેષ અનુભવ થશે પણ ત્યાં સુધી શેષ સમય પોતાના લક્ષ્ય પાછળ વિતાવતા રહો અને આનંદની અનુભૂતિ સાથે દરેક દુઃખ ને પણ સુખમાં બદલતા રહો.

ક્યારેક એકલતાના આંગણે નિરાશા આંટો મારી જાય તો પોતાની જાતને પ્રેમ કરવા લાગજો જીવન તમને ખરેખર જીવવા જેટલું મજેદાર અને રસાળ લાગશે. પ્રેમ હોય અને એકલતા આવી પડે તો સમજો કે પ્રેમ અનંત છે નાશ પામતો નથી. બસ થોડો થાક લાગ્યો હશે ને સામે વાળા વ્યક્તિને વિસામો જોતો હશે. એટલે વિસામાંથી આગળ વધી જીવનમાં પ્રેમનું સંવર્ધન કરતાં રહેજો. કોઈ તો વિસામાં સમો આરામ છોડી તમને આલિંગન આપશે જ. બાકી જીવન થી વિશેષ પ્રેમ તમને કોઈ કરી શકશે જ નહીં.