Siddhi Vinayak - 8 in Gujarati Fiction Stories by Nidhi Thakkar books and stories PDF | સિદ્ધિ વિનાયક - 8

Featured Books
  • चाळीतले दिवस - भाग 6

    चाळीतले दिवस भाग 6   पुण्यात शिकायला येण्यापूर्वी गावाकडून म...

  • रहस्य - 2

    सकाळ होताच हरी त्याच्या सासू च्या घरी निघून गेला सोनू कडे, न...

  • नियती - भाग 27

    भाग 27️मोहित म्हणाला..."पण मालक....."त्याला बोलण्याच्या अगोद...

  • बॅडकमांड

    बॅड कमाण्ड

    कमांड-डॉसमध्ये काम करताना गोपूची नजर फिरून फिरून...

  • मुक्त व्हायचंय मला - भाग ११

    मुक्त व्हायचंय मला भाग ११वामागील भागावरून पुढे…मालतीचं बोलणं...

Categories
Share

સિદ્ધિ વિનાયક - 8

સિદ્ધિ વિનાયક

આપણે આગળ જોયું કે પરેશ વિનાયક ને જણાવે છે કે રિદ્ધિ ની ખરાબ હાલત પાછળ સિદ્ધિ જવાબદાર છે અને આ વાત ને વિનાયક સ્વીકારવા તૈયાર નથી. હવે આગળ...


વિનાયક અને પરેશ ગાર્ડનમાંથી સીધા તેમના ઘરે જાય છે બીજા દિવસે સવારમાં વહેલા ઉઠી ને વિનાયક સીધો રિદ્ધિ ને ફોન કરે છે .તેની તબિયત વિસે પૂછે છે રિદ્ધિ જણાવે છે કે તેના બધા રિપોર્ટસ નોર્મલ આવ્યા છે અને તેના હાથ નું ફેક્ચર પણ ઠીક થઈ ગયું છે પણ પગ માં ઠીક થતા થોડો સમય લાગશે. વિનાયક રિદ્ધિ ને આરામ કરવાનું કહે છે અને ફોન મૂકે છે.

રિદ્ધિ તેના ઘરે રૂમના એક ખૂંણે બેઠી બેઠી એક મહિના પહેલાં જે બન્યું હતું તે વિચારી રહી હોય છે તેની સામે તે ઘટના આજે પણ દેખાઈ આવે છે.

રિદ્ધિ નાં જન્મદિવસ ની રાત્રે

તે દિવસે તે કેટલી વધારે ખુશ હતી રાત્રે ખૂબ જ સુંદર રીતે પાર્ટી પતી પછી વિનાયક અને પરેશ અને સાથે આવેલા રિદ્ધિ ના બીજા ફ્રેંડસ પણ ધરે જવા નીકળેલા અને લાસ્ટ માં રાત્રે સાડા બાર વાગે રિદ્ધિ એ તેના ઘર ની બહાર ખરતો તારો જોયેલો અને તે વિષ માંગવા માટે તરત જ ઘરની બહાર નીકળી ગયેલી.

રિદ્ધિ જ્યારે ઘર ની બહાર આવી ત્યારે આસપાસ નીરવ શાંતી હતી. ચારેય તરફ થી ઠંડી હવાની લહેરખીઓ તેને સ્પર્શી ને નીકળી જતી . શેરી ના કુતરાઓ પણ નિરાંતે સુતા હતા અને ચારેય તરફ ચંદ્રમાં ની રોશનીનો પ્રકાશ ફેલાયેલો હતો અને તે ચાંદ ની આસપાસ અગણિત તારાઓ ની શોભા હતી. તારાઓ પણ ચાંદ સાથે એટલે જ આવ્યા હશે કે અડધી રાત્રે તેમનો સુંદર ચાંદ ક્યાંય ચાલી ના જાય ને એટલે બધા મળીને ચાંદ ને પહેરો આપીએ અને આકાશ ની શોભા વધારીએ.

રિદ્ધિ રાત્રી માં સોળેય કળાએ ખીલેલું કુદરતનું આ રૂપ જોઈ રહી હતી. મનમાં એ પણ કહી રહી હતી કે આટલું સુંદર દ્રસ્ય જોવા મળવુ તે તેની બેસ્ટ બર્થડે ગિફ્ટ છે.રિદ્ધિ ત્યાં ઘર પાસે ઉભા ઉભા વિચારી રહી હતી કે હમણાં એક તારો ખરે એટલે એ વિષ માંગીને પછી ઘરમાં જતી રહેશે.

રિદ્ધિ વિચારી રહી હતી કે આ વખતે તારો ખરશે એટલે એ એનો અને વિનાયક નો જીવનભર નો સાથ માંગશે. સાથે સાથે એ એમ પણ વિચારી રહી હતી કે એ અને વિનાયક બહુ ઓછા સમયથી એકબીજાને ઓળખે છે છતાંય બંને એકબીજાને જાણે વર્ષો થી ઓળખતા હોય ને તેવું લાગે છે કઈંક અલગ જ આકર્ષણ છે તેના માં તેનો ખ્યાલ આવતાની સાથે જ મોં પર સ્માઈલ આવી જાય છે.

રિદ્ધિ એકદમ વિનાયક ના ખ્યાલો માં જ ખોવાયેલી હોય છે ત્યાં જ આસમાન માંથી એક તારો ખરે છે અને રિદ્ધિ તેને જોઈ રહી હોય છે ત્યાં જ પાછળ થી તેને કોઈ એકધારું જોઈ રહ્યું હોય તેવો તેને આભાસ થાય છે એક જ પળ માં ગલીમાં શાંતિ સર સુતેલા કુતરાઓ જોર જોર થી ભસવા લાગે છે.

કોઈ મોટું તોફાન આવવાનું હોય તેવું લાગે છે ઝોર ઝોર થી પવન ફૂંકાવા લાગે છે અને એ જ ઝોર ઝોર થી ફૂંકાતા પવન માં હવાનું એક ગોળ ગોળ વ્યૂહ રચાય છે જોત જોતામાં એ વ્યૂહ મોટું રૂપ લઈ લે છે અને રિદ્ધિ ની નજીક આવે છે અને તેને હવામાં ઉછાળે છે થોડી વારમાં તો રિદ્ધિ હવા સાથે વાતો કરતી થઈ જાય છે તે કંઈ બોલી નથી શકતી . તેનું મો કોઈ અદ્રશ્ય શક્તિ દ્વારા બંધ કરી દેવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું હતું.

રિદ્ધિ ને ખૂબ જ ડરેલી હતી અચાનક જ પવનનું તે વંટોળ તેને નીચે પાડી દે છે અને રિદ્ધિ જોરથી નીચે પડે છે પળવારમાં કોઈ અદ્રશ્ય શક્તિ તેનો વાળ ને જોરથી પકડે છે અને તેને ઘસેટે છે ખૂબ જ ઉપરથી પડવાના કારણે રિદ્ધિ ના પગમાં ખૂબ જ દુખાવો થતો હોય છે તે ઢસડાતા ઢસડાતા તેના ઘરની નજીક આવે છે.

ચારેય તરફથી આવતા તીવ્ર પવનમાં ચાંદની રોશનીનો પ્રકાશ પણ અમાસ ના અંધકારમાં પરોવાઈ જાય છે રિદ્ધિ તેના ઘરની નજીક પહોંચે છે અને ધીરેથી દરવાજા પર ટકોરા મારે છે તેના પપ્પા તરત જ બહાર આવે છે અને જોવે છે ત્યારે રિદ્ધિ ના માથા ઉપર થી લોહી વહેતુ હતું અને તે બેભાન થઈ ગઈ હતી તેમને આજુબાજુ નજર કરી પણ કોઈ દેખાયું નહિ વાતાવરણ માં આવેલું વાવાઝોડું અને ઊડતી ધૂળ ની ડમરીઓ આંખો ખુલવા જ નતી દેતી.

રિદ્ધિ ના પપ્પા તેને ઘરમાં ખસેડે છે ત્યાં તેની નાની બેન પણ આવી જાય છે તે પણ રિદ્ધિ ની આવી સ્થિતિ જોયી ખૂબ જ ડરી જાય છે રિદ્ધિ ના પપ્પા ઘરનો દરવાજો બંધ કરવા જ જતા હોય છે ત્યાં જ લાલ અક્ષર થી તેમને હવામાં એક નામ લખેલું દેખાય છે "સિદ્ધિ" તેમને રિદ્ધિ ની વધારે ચિંતા છે એટલે તેઓ તેને હોસ્પિટલમાં લઈ જાય છે.


રિદ્ધિ તેના ભૂતકાળ ના વિચારો માં જ ખોવાયેલી હતી ત્યાં કોઈ પાછળ થી તેની આંખો બંધ કરે છે એટલે રિદ્ધિ વર્તમાન માં પાછી આવે છે.રિદ્ધિ તે હાથ નો સ્પર્શ ઓળખી જાય છે અને કહે છે
"વિનાયક મારી આંખો શું કામ બંધ કરી કોઈ સરપ્રાઈઝ આપવાની ઈચ્છા છે"

વિનાયક:(આંખો પરથી હાથ હટાવતા) હું આવ્યો એ કોઈ મોટી સરપ્રાઈઝ થી કમ છે કાંઈ...

રિદ્ધિ:ના પણ તોય મને થયું તું કઈંક લાવ્યો હોઈશ

વિનાયક:હું તારા માટે ચોકલેટ લાવ્યો છું જો તારે ખાવી હોય તો...

રિદ્ધિ:અને જો હું ના પાડું તો......

વિનાયક:તો કીટ કેટ મારી ફેવરિટ છે જ ને

રિદ્ધિ:એય લાવ એ મારી ફેવરિટ ચોકલેટ છે...

વિનાયક:હું તને ચોકલેટ તો આપું પણ આપણે બહાર ફરવા જઈએ...

રિદ્ધિ:મારો હાથ જ સાજો થયો છે પગ માં હજુ પણ ફેક્ચર છે જ....આપણે દૂર ના જઈ શકીએ..

વિનાયક:અહીં નજીકના જ ગાર્ડન માં ફરવા લઈ જઈશ તને....થોડી ખુલ્લી હવા લે તો મન શાંત થાય...

રિદ્ધિ:ઠીક છે જઈએ પણ પેલા તું મારી કીટ કેટ આપ

વિનાયક રિદ્ધિ ને ચોકલેટ આપે છે અને બને ઘરની નજીક આવેલા ગાર્ડન માં જાય છે ....

વિનાયક:રિદ્ધિ એક વાત પૂછું....

રિદ્ધિ:એક નહિ બે પૂછ...

વિનાયક:પરેશ કહેતો હતો કે તારો અકસ્માત થયો તેની પાછળ સિદ્ધિ નો હાથ છે પણ એ કઈ રીતે બની શકે સિદ્ધિ ના અંતિમ સંસ્કાર માં હું ગયો હતો અને તેને મારા ખોળા માં જ અંતિમ શ્વાસ લીધા હતા મરેલા માણસો થોડી કાંઈ પાછા આવે.......?

રિદ્ધિ:જો મને એ તો નહીં ખબર કે તે રાત્રે ત્યાં કોણ હતું પણ કોઈ અદ્રશ્ય શક્તિ હતી તેવું કહી શકાય....

વિનાયક:તું ભૂત પ્રેત માં માને છે...

રિદ્ધિ:ના હું નતી માનતી પણ બર્થડે પછી આવું કંઈક હોતું હશે તેવો વિશ્વાસ છે...

વિનાયક: મારી સામે જો આવું ભૂત આવે ને તો હું એને મારી નાખું...

રિદ્ધિ:(હસતાં હસતાં) મર્યા પછી જ માણસ ભૂત બને તું મરેલા ને કઈ રીતે મારવાનો....

વિનાયક:તું છોડ એ બધું મને એમ કે તું મારી સાથે આવીશ....

રિદ્ધિ:ક્યાં જવાનું છે....

વિનાયક:સરપ્રાઈઝ છે....

રિદ્ધિ:ઓકે જોઈએ તું ક્યાં લઈ જાય છે.....

વિનાયક:હાલ તો આપણે તારા ઘરે જઈશું...

રિદ્ધિ:આટલી જલ્દી ઘરે...?

વિનાયક:તારી દવા નો ટાઈમ થઈ ગયો છે ને એટલે .....


વિનાયક રિદ્ધિ ને ઘરે મૂકીને તેના ઘરે જાય છે જોઈએ વિનાયક રિદ્ધિ ને ક્યાં લઈ જશે...

બવું જલ્દી મળીએ નવા ભાગ માં....