મંજીત
પાર્ટ : ૬
પાછળથી મોન્ટીને ગળામાં વિશ્વેશે પકડી પાડ્યો. વી આકારનાં સ્નાયુબંધ વિશ્વેશના હાથમાં મોન્ટીની ડોક ફસી ચૂકી હતી. ત્યાં જ સારા ને શું સુજ્યું!! એ પણ મોન્ટીની હેલ્પ કરવા આગળ આવી ગઈ અને રીતસરની એ છોકરાથી છોડવાનો પ્રયત્ન કરવા લાગી. અબ્દુલ પણ એ પકડને છોડવા લાગ્યો. પણ બધું નકામું. મોન્ટીને એમ જ લાગ્યું કે એનું ગળું હવે રૂંધાતું જાય છે. એને તે જ સમયે સમગ્ર શક્તિથી બંને હાથેથી ગળું છોડાવ્યું પણ વિશ્વેશના હાથને એવી રીતે જ મજબૂતાઈથી પકડી રાખ્યા હતાં. તે ઝડપથી ઊંધો વળી ગયો અને વિશ્વેશને જમીન પર પછાળ્યો. વિશ્વેશ જોરથી પટકાયો હતો એને શરીરમાં માર લાગ્યો હતો. એને એમ લાગ્યું કે કમર જ તૂટી ગઈ હશે..!! એને ઉઠવાનો પ્રયત્ન કર્યો નહીં. વીરે પણ લાગ જોઈને ચૂપ રહેવાનું મુનાસીબ સમજ્યું. એ પણ ત્યાં જ ઊભો રહ્યો.
મોન્ટીએ ઝડપથી બુલેટને ચાવી લગાવી, “ઓહઃ મેડમ અબ તો બૈઠ જાઓ.”
એક સેંકેન્ડનો પણ વિલંબ વગર સારા મોન્ટીનાં પાછળ બેસી ગઈ. બુલેટ રફતારથી ગલીમાં ભાગવા લાગ્યું.
“અબે અંધે..!! દેખ કર ચલા.” બેગ મારીને જીન્સ પેન્ટ પર જતી માનુનીએ કહ્યું.
“એહ હે હે. ક્રિસ્ટી. તું જોઇને ચાલ.” એટલું કહીને મોન્ટી રફતારથી ઝુંપડપટ્ટીનાં ગલીમાંથી બહાર નીકળ્યો અને એણે રસ્તો પકડ્યો. પરંતુ ક્રિસ્ટી નામની છોકરી ત્યાં જ ઉભી રહી ગઈ અને મોન્ટી તથા પાછળ જતી છોકરીને જ્યાં સુધી બુલેટ દેખાતું બંધ નાં થયું ત્યાં સુધી જોતી રહી. એણે ઝડપથી પગલા માંડ્યા અને ઘર તરફ આવવા માટે રસ્તામાં જ અબ્દુલ દેખાયો. એણે બૂમ મારી, “ એ અબ્દુલ. જરા રુક રે.”
અબ્દુલ છટકવાં માંગતો હોય તેમ ક્રિસ્ટીની બૂમને ન સાંભળી હોય તેમ નીકળી ગયો. ક્રિસ્ટી એણે પકડવા દોડી. અબ્દુલે પણ પાછળ જોયું અને એ પણ ભાગ્યો. પણ આખરે ફાસ્ટ દોડીને ક્રિસ્ટીએ પાછળથી ધબ્બો મારતાં હાંફતા કહ્યું, “ અરે મિયા કહા ભાગ રહે હો?”
“બેન તમે થોડી શ્વાસ લઈ લો.” અબ્દુલે કહ્યું.
“રહેમ દેખાડવાની જરૂર નથી. મને પહેલા એ કહે...!! મોન્ટીનાં પાછળ એ છોકરી કોણ હતી??” ક્રિસ્ટીએ મોટા અવાજમાં ગુસ્સાથી કહ્યું.
“બેન પણ એમાં ગુસ્સો શું કામ કરો છો? શાંત થાવ થોડા.” એટલું બોલીને અબ્દુલ ત્યાંથી છટકવા માંગતો હતો.
“અબ્દુલ. મારો જવાબ આપવા વગર ગયો છે તો જોઈ લેજે.” અબ્દુલની બાય પકડતાં ક્રિસ્ટીએ કહ્યું.
“એવું હોય તો જવાબ પછી મોન્ટી પાસે જ માંગી લે.” અબ્દુલ એટલું કહીને ત્યાંથી ભાગ્યો.
“છટકયો....!!” ક્રિસ્ટીએ દાંત ભીડતા કહ્યું.
♦♦♦♦
“કહા લેના હૈ મેડમ? એડ્રેસ તો યાદ હૈ નાં?” મોન્ટીએ બુલેટ ચલાવતા જ પૂછ્યું.
સારા જયારે હોશમાં આવી ત્યારે તો મોન્ટીથી નફરત કરતી હતી. પણ અત્યારે મોન્ટીથી કાફી ઈમ્પ્રેસ થઈ ગઈ. એણે એમ જ લાગી રહ્યું હતું કે એણી ઘટના તો મુવીમાં બનતી ઘટનાની જેમ જ ચાલી રહી હતી. મોન્ટી એને અત્યારે મુવીનો કોઈ હિરો લાગી રહ્યો હતો.
“અરે બહેરી ભી હો ક્યાં? હાઈવે સે લે લું યા કહાં સે લેના હૈ?” મોન્ટીએ થોડું પાછળ જોઇને કહ્યું.
“જ્યાં લઈને જવાનું હોય ત્યાં લઈ લો.” એ મોન્ટીને જોઇને કહી રહી હતી. સારાને એવું જ લાગી રહ્યું હતું કે એ લોંગ ડ્રાઈ પર નીકળી હોય. એ આ સમયને માણવા માંગતી હતી. કેમ કે એને ખબર જ હતું કે આવી રીતે એને ફરી ક્યારે પણ રખડવા મળશે નહીં. અને આ મોન્ટી નામનો આદમી પણ હવે ક્યારે પણ દેખાવાનો નથી.
“અરે ફ્રી મેં બૈઠા હું ક્યાં?” મોન્ટીએ કહ્યું અને સારા હસવા લાગી.
“મેડમ હસો નહીં. તને ચુપચાપ બેસવા કીધું ત્યારે બેસ્યા નહીં. ખાલી ફોકટકા લોચા હુવા કી નહીં વહા? વો છોકરે લોગ કે સાથ છતીસ કા આંકડા. મેં કીસી સે ભી ડરતા નહીં. પર કહી તુજે હી ઉઠા કર ઉનલોગ લે કર જાતે તો...?”
“તો....” સારાએ ખૂબ જ મીઠાશ સ્વરે પૂછ્યું.
(વધુ આવતા અંકે..)