zankhna in Gujarati Short Stories by Pinky Patel books and stories PDF | ઝંખના

Featured Books
Categories
Share

ઝંખના

બહાર ઝરમર મેહ વરસી રહ્યો છે અંદર ઝૂંપડામાંથી ધનજી ની બૈરી મણી ને પ્રસુતીની વેદના દર્દ અને ચીસો બહાર સંભળાઈ રહી છે
ધનજીબહાર પલળતો ઊભો છે બીજે ક્યાંય જાય એક કલાકથી વેણ ઉપડ્યું છેે. પીડાખાઇ મણીને હવે તાકાત નથી રહી...
એટલે દાયણ બહાર આવી ઘણી કોશિશ કરી પણ કેમેય કરીને તેનો છુટકારો થાય એમ લાગતું નથી, તેને જલ્દીથી દવાખાને પહોંચાડવીપડશે ..
દવાખાને આટલી રાતે સાધન ક્યાંથી મળશે! સાધન મળી જાય તો પૈસા! પણ મણીને અને બાળકનો જીવ તો બચાવવો પડશે ને તે દોડતો ગામમાં ગયો...
ગામમાં એક જ ગાડી હતી, સદનસીબે ગાડી ઘર આંગણે પડી હતી,
તેને જઈને વાત કરી ગાડીવાળો ભાઈ આમ તો રાતે ખાસ પાસે બહાર નીકળતો નહીં પણ તે આવી ડીલેવરી ના કેસ ના ન પાડતો ને તે તરતજ તૈયાર થઈને નીકળ્યો.. ધનજી ગાડીમાં બેસી ગયો મણીને ગાડીમાં સુવાાડી ગાડી બાજુના શહેરની સિવિલ હોસ્પિટલમાં જઈ ઊભી રહી ...
તાબડતોડ તે ભાઈ ગાડીમાંથી ઈમરજન્સી કેસ કઢાવી તરત જ મણીને સ્ટ્રેચરમાં લીધી ડોક્ટર આવી ગયા.. પણ આ શું ?મણીને જોઈ તરત ડૉક્ટર બહાર નીકળીીને બોલ્યાા આમન સાથે કોણ છે, ધનજી તરત ઊભો થયો હુંં સાહેબ
મણીબેન નું ઓપરેશન કરવું પડશે , એક ફોર્મ ભરવાનું છે...
તે ભરીઆવું .. ફોર્મ શું ખબર પડે અંગૂઠો નીચે મારી દીધો..
ઓપરેશન પૂરું થયું પણ આ શું મણી બચી ગઈ પણ ડોક્ટરો બાળકને બચાવી ના શક્યાઅને અધૂરામાં પૂરું મળી હવે ક્યારે ફરી માં નહીં બની શકે તેવું ડોક્ટરે જણાવ્યું ..
"હાથમાં આવેલો કોળિયો જતો રહ્યો "હવે શું ધનજી ભલે અભણ હતો પણ મણીનેખુબ પ્રેમ કરતો હતો.. તેની પાસે ગયો મણી તેને ને જોઈ ને ધ્રુસકે ધ્રુસકે રડી પડી , અરે ગાડી રડે છે શું કુદરતને આવુંમંજુર હશે! તુુ જીવતી છે તે મારે માટે તો ઘણું છે તું જો મને છોડીને ચાલી ગઈ હોત તો મારું શું થાત,
ભગવાને ધાર્યુ તો આપણને સંતાન આપશે મણીને સાંત્વના આપવા ધનજી આ વાક્ય બોલી ગયો પણ અંદરથી હચમચી ગયો. પણ જો આ વાત મણીને ખબર પડશે તો તે કદાચ સહન નહીં કરી શકે..

દરેક સ્ત્રીનું સૌથી મોટું સુખ એ માતૃસુુુખ છે.. જો તે તેનાથી વંચિત રહેતો તે ભલે ઉપરથી ખુશ દેખાય પણ અંદરથી તો આખી જિંદગી વલોવાતી જ રહે છે..
પછી તે સ્ત્રી ગરીબ હોય કે અમીર ..
ઘણા દુઃખ સાથે ધનજી મણી એ તેમના ઘરે પરત ફર્યા જે ઘરમાં નાના બાળક ની કિકિયારી સાંભળવા મળત ત્યાં મણીના ડુસકા સંભળાતા હતા..
ધનજીમણીને ખૂબ જ સાચવતો હતો જ્યારે જ્યારે મણી બાળકની વાત કરતી ત્યારે ધનજી તેને ટાળી દેતો હતો કે હમણાં હમણાં તારુ શરીર સારૂથવા દે એમ કરતાં થોડાંક વર્ષો વિત્યા હશે અને એક દિવસ જાળીમાંથી એક નાના બાળકના રડવાનો અવાજ સંભળાયો ધનજી અને મણિ અવાજ સંભળાવા થી જાગી ગયા તે જાળી તરફ દોડ્યા જોયું તો એક સરસ મજાની બાળકી જાળીમાં રડી રહી હતી ..
મણીનું માતૃૃત્વ છલકાયુ અને તરત જ તેને ઉચકી અને તેને છાતી સરસી ચાંપી દીધી ધનજીને મણી કહ્યું ધનજી ચાલ આપણેઅઆને આપના ઘરે લઈ જઇએ મારે તો હજુ બાળક થતું નથી , આ કોઇ માની મજબૂરી હશે કે આવુ ફૂલ જેવું બાળક ત્યજી દીધું હશે ... મણી તે બાળકીીને છાતી સરસી ચોપી ચાલી જાણે ક્યાય સુધી તેને કોઇના ડુસકાા સંભળાતા રહ્યા....
આપણે હવે આ ગામ છોડીને થોડાક મહિના માટેજતું રહેવું પડશે ધનજી અને મણી થોડેક દૂર બીજે ગામ ચાલ્યા ગયા ..હવે તો તેમના જીવનની નવી શરૂઆત થઈ ગઈ ....
આજે મણીની મા બનવાાની ઝંખના પૂૂરી થઈ. પણ બીજી તરફ એક મા એ પુત્રી નો ત્યાગ કરી માતૃત્વ ની ઝંખનાા અધુરી રહી