Pratibimb - 35 - last part in Gujarati Horror Stories by Dr Riddhi Mehta books and stories PDF | પ્રતિબિંબ - 35 - છેલ્લો ભાગ

Featured Books
Categories
Share

પ્રતિબિંબ - 35 - છેલ્લો ભાગ

પ્રતિબિંબ

પ્રકરણ - ૩૫

(છેલ્લો ભાગ)

પાયલનાં પગ એકદમ બંગલાનાં ગેટ પાસે મોટી સાંકળ લઈને ઉભેલા પ્રયાગને જોઈને થંભી ગયાં. એ થોડી ગભરાતાં ગભરાતાં આવી ને બોલી, " શું થયું ?? કેમ અહીંયા ઉભો છે બેટા ?? "

પ્રયાગ હસતાં હસતાં બોલ્યો, " બસ મોમ હવે તો આજે મને ખબર પડી ગઈ છે કે મારે ફક્ત વિચાર કરવાનો છે બાકી અમલ તો મારાં ભાઈ દ્વારા થઈ જ જશે..."

પાયલ : " કોઈએ કહ્યું ને તે માની લીધું ?? તારો કોઈ ભાઈ જ નથી તો ?? આવું તો કંઈ થતું હશે ?? એની તારી મજાક ઉડાવી હશે ?? મને તો આવી કંઈ જ ખબર નથી.."

પ્રયાગ : " તો પછી હોટેલમાં હું પહોંચું ત્યારે મને હું ગયો પણ ન હોઉં તો પણ અજીબ અજીબ સવાલો કેમ પૂછે છે ?? "

પાયલ : " એ તો બધાં ત્યાં ગેરજવાબદાર છે કોઈને કંઈ ખબર હોતી નથી કોઈ કંઈ પણ કહે અને માની લે છે.."

પ્રયાગ : " એ જે હોય તે...મારો ભાઈ હોય કે ના હોય, જીવતો હોય કે ના હોય મને કંઈ ફરક નથી પડતો...બસ મને તો મારે જોઈએ એનાંથી ફરક પડે..."

પાયલ : " હવે તને શું જોઈએ છે ?? "

પ્રયાગ : " ઈતિ...ખુશીથી મારી પાસે આવી જાય તે..‌"

પાયલ : " બસ આટલી વાત તે મને ક્યારેય કહીં નહીં ચાલ આજે ઇતિને સામેથી તારી પાસે લઈ આવવાની જવાબદારી મારી બસ..."

પ્રયાગને ક્યારેય પાયલ પર અવિશ્વાસ થયો નથી...કારણ એની દુનિયામાં મા સિવાય એનો કોઈ સાથે એકદમ નિકટનો સંબંધ પણ રહ્યો નથી.

પ્રયાગ : " મોમ, તું સાચે કહે છે પ્રોમિસ ?? "

પાયલે હા કહેતાં એ લવ યુ કહીને બેટી પડ્યો ને એને ઘરમાં લઈ ગયો..‌‌!!

******

અન્વયને લોકો હવેલી પર આવ્યાં. બસ એક જ દિવસ અને એક રાતનો સમય છે...હવે બધાંએ જલ્દીમાં જલ્દી પરફેક્ટ પ્લાન કરવાનો છે. એમાં કંઈ પણ જો ચૂક થઈ તો આત્મા હંમેશા માટે અમર થઈ જશે....

આરવ : " નાની તમારી અહીં ઓળખાણ હોય એ મુજબ કાલે રાતે કામકાજ માટે ઓછામાં ઓછાં પચાસેક કારીગર જોઈએ છે..."

નિયતિ : " એ તો એક જ વ્યક્તિને હું ફોન કરું છું થઈ જશે.."

નિયતિએ ફોન કર્યો ને વાત કરી તો કદી ના પાડનારા વર્કરનાં લીડરે કહ્યું, " માફ કરશો ચાચી પણ કાલે તો અમાસ છે અમે તો ઠીક કોઈ પણ વ્યક્તિ એમાં પણ રાત્રે કામ કરવાં માટે નહીં તૈયાર નહીં થાય. પછી હોય તો કહેજો."

બીજાં પણ ઘણી જગ્યાએ ફોન કર્યાં પણ કોઈ તૈયાર ન થયું. આખરે નિયતિને યાદ આવ્યું કે એક વ્યક્તિ ક્યારેય એને ના નહીં પાડે. એને સૌમ્યકુમારનાં એક ખાસ મિત્ર છે એ પણ એમની ઉંમરના જ છે એ પોતે નથી આવતાં પણ કંઈ પણ કામ હોય ક્યારેય ના ન કહે..

આખરે નિયતિને એમની સાથે વાત કરતાં હા પાડી દીધી. પણ કાલે રાત્રે નહીં પણ આજે રાત માટે...કાલે તો નહીં જ...

નિયતિએ થોડીવારમાં જવાબ આપવાનું કહીને ફોન મુકી દીધો.

આરવ : " આજે તો તૈયાર છે ને હજું આપણી પાસે સમય છે...જો આપણે એમનાં માણસો તૈયાર હોય તો રાત્રે જ કામ પતાવીએ..."

અપૂર્વ : " પણ હોટેલમાં હાજર માણસોનું શું ?? એમને કે કઈ રીતે બહાર મોકલીશું ?? "

અર્ણવ : " એક આઈડિયા કહું...પણ એમાં નુકસાન થાય.."

અન્વય : " હા બોલ ને..."

અર્ણવ : " હોટેલમાં આપણે જાતે જ અમૂક ભાગમાં આગ લાગે એવું કરીએ...ને જેથી લોકો આપોઆપ જતાં રહે એવું કંઈ થઈ શકે ?? "

આરાધ્યા : " હા એ શક્ય છે...પણ જે લોકો હાજર રોકાયેલા હોય એ ન જાય તો..."

લીપી : " કોઈ નજીકમાં હોટેલ હશે આલીશાનની?? "

કોઈ જોખમી બાબત બતાવીને ત્યાંના લોકોને ત્યાં શિફ્ટ કરવામાં આવે અત્યારે અને એવું હોય તો એમને એકવાર તગડું ડિસ્કાઉન્ટ આપી દેવાય તો બધાં તૈયાર થઈ જાય..."

આરવ : " યસ..‌ઈલેક્ટ્રીસીટીને ઉડાડી દેવાય...ધેટ્સ બેસ્ટ આઈડિયા..તો તો અત્યારનાં જમાનામાં કોઈની અંધારામાં રાત કાઢવાની તાકાત નહીં હોય.."

અન્વય : " પણ પછી આપણે કેવી રીતે કામ કરીશું ?? "

આરવ : " આપણે બેક અપમાં તૈયાર રાખવાનું બધું.. જેથી ઝડપથી કામ થાય..."

નિયતિએ એ મુજબ સૌમ્યકુમારનાં એ મિત્રને ટીમ સાથે તૈયાર રહેવા કહી દીધું. પાયલને પણ આખો પ્લાન સમજાવી દીધો.

આરવ : " એક મોટામાં મોટું જોખમી વસ્તુ જે ઇતિએ કરવાની છે..."

અન્વય : " શું ?? એણે પ્રયાગ પાસે એટલો સમય રહેવું પડશે..."

અપૂર્વ : " આ શું બોલી રહ્યો છે તું ?? ઇતિને એક ક્ષણ માટે પણ પ્રયાગની સાથે એકલી રાખવી એટલે... તું સમજી રહ્યો છે ને કે હું શું કહેવા માંગું છું..."

આરવ : " હું બધું જ સમજી વિચારીને કહી રહ્યો છું...પણ આપણે એને એકલીને નથી મોકલવાની સાથે હિયાન અને અર્ણવ જશે..."

લીપી : " પણ પ્રયાગ એમને થોડો અંદર જવાં દેશે ?? "

આરવ : "સોરી પણ એ માટે એમણે પણ છોકરીનો વેશ કરવો પડશે..."

હિયાન : " રે સોરી શાનું ?? અમારી દીદીની જિંદગીનો સવાલ છે છોકરી તો શું જોકર પણ બની જઈશું..."

આખરે બધું નક્કી થઈ ગયું...આને પાયલને પણ બધું જ આજની રાત માટે સમજાવી દેવામાં આવ્યું.

પાયલે પ્લાન મુજબ ત્યાંથી નીકળતાં પહેલાં ઇતિને બને એટલું જલ્દી બંગલા પર પહોંચવા કહ્યું. હવેલી પરથી ઈતિ અર્ણવ અને હિયાન સાથે બંગલા પર જવાં નીકળી ગઈ.

પાયલ એક સામાન્ય રીતે વિઝીટ માટે ગઈ અને આ બાજું આરવ પણ પોતાનો વેશ બદલીને હોટેલ પહોંચ્યો. અચાનક થોડી જ વારમાં લાઈટ્સ જતી રહી‌. આરવે પ્લાન મુજબ હોટેલનું મેઈન બોર્ડ નહીં પણ મેઈનલાઈનમાંથી બંધ કરી દીધું. ત્યાંનાં માણસોએ ઘણીવાર મથામણ કરી પણ ચાલું ન થઈ.

અચાનક સરદારજી બનીને આવેલાં અપૂર્વએ આઈડિયા આપ્યો કે બાજુમાં નજીકમાં જ હોટેલ છે ત્યાં બધાંને મોકલી દો..

પહેલાં તો બધાંને વાત કરતાં ઘણાં લોકો હા ના કરવાં લાગ્યાં. ત્યાં જ પાયલે કોઈ સાથે વાત ફોન પર વાત કરતાં કહ્યું, " ઓહો સવાર તો થશે જ રિપેરિગમાં એમ ને ?? મોટો શોર્ટ થયો છે એમ ને ?? બધું ખોદીને ચેક કરવું પડશે એમને ?? કંઈ નહીં હું કંઈક કરું છું ,"કહીને ફોન મુકી દીધો.

થોડું વિચારીને એણે કહ્યું કે, " અમારે લીધે તમારે પ્રોબ્લેમ થયો હોવાથી આ બીજી હોટેલમાં બધાં જતાં રહો તમારે આ હોટેલનો કે બીજી હોટલ કોઈનો ખર્ચો નહીં ચૂકવવો પડે.... અહીં રહેશો તો આખી રાત અંધારું અને વળી પૈસા તો ભરવા જ પડશે‌.."

આ સાંભળીને બધાં જ તૈયાર થઈ ગયાં અને પોતપોતાની ગાડીઓ સાથે રવાનાં થવાં લાગ્યાં.‌..એક બે જણાં પાસે પોતાનાં સાધનો નહોતાં એમને બીજી ગાડી દ્વારા મોકલી દેવામાં આવ્યાં.

પાયલે ત્યાં રહેલા રાતનાં ચાર પાંચ જણાને કહ્યું હવે અહીં કોઈ નથી તમે પણ ત્યાં એ જ હોટેલમાં જતાં રહો... એનું ભાડું હું ચુકવી દઈશ..માત્ર એણે ત્યાંનો એક જાણકાર જેને હોટેલનો આખો નકશો એટલે પાયાથી માંડીને બધું જ ખબર છે એને વિશ્વાસમાં લઈને રાખ્યો. અને એક વોચમેન....

થોડી જ વારમાં આખી ટીમ આવી ગઈ. થોડાંક ઈલેક્ટ્રીકનું કામ કરનાર અને થોડાં બધું ખોદનાર... ફટાફટ ત્યાં ટેમ્પરરી લાઈટીગ શરું કરાયું જેથી કોઈને શક ન જાય...આમ તો એને એક જગ્યાએ ચોક્કસ ખોદીને વિશાલના મૃતદેહને બહાર કાઢી શકાય પણ હોટલ બન્યાં પછી હવે એને પણ ચોક્કસ જગ્યા ખબર રહી નથી...આથી થોડાં વધારે વિસ્તારમાં કામ શરું થયું..‌...

ઘણું બધું ખોદ્યુ બધાં થાકવા લાગ્યાં...પણ હજું એ લાશનો કોઈ પત્તો ન લાગ્યો...ચા નો આખાં મોટાં મોટાં ત્રણ જગ ભરવામાં આવ્યાં છે એ પણ ખાલી થવાં આવ્યાં. પણ હવે આરવે ફરી હિંમત આપતાં કહ્યું, "ચાલો હવે..બસ થોડું જ પછી કંઈ ને મળી જશે...ને ફરી બધાં તગડા પૈસા મળવાની લાલચે ફરી જોશથી કામ કરવાં લાગ્યાં...."

******

ઈતિ પ્રયાગનાં બંગલામાં પ્રવેશી જ્યારે ત્યાં જ પાયલે આપેલી બીજાં સાઈડ ડોરની બીજી ચાવી મળતાં જ અર્ણવ અને હિયાન અંદર પહોંચી ગયાં..

આ બાજું ઇતિને સામેથી સુંદર તૈયાર થઈને આવેલી જોઈને પ્રયાગ તો ખુશખુશાલ થઈ ગયો..

પ્રયાગ : " પણ તું અચાનક અહીં કેવી રીતે ?? "

ઈતિ : "એ બધું છોડ...એક કામસર અહીં નજીકમાં આવ્યાં હતાં ને અનાયાસે આન્ટી મળી ગયાં ને વાતવાતમાં ખબર પડી કે એ તો તારાં મમ્મી જ છે...એમણે મને તારી વાત કરી કે તું મને બહું જ પ્રેમ કરે છે...તો હું અહીં તને સ્પેશિયલ મળવાં આવી ગઈ. "

પ્રયાગની તો ખુશી સમાતી નથી એ બોલ્યો, "પણ તું અને આરવ એકબીજાને પ્રેમ કરતાં હતાં ને ?? "

ઈતિ : " તું એનું નામ લઈને મારો મૂડ ન બગાડ.... જવાં દે ને... હું તો એની મીઠી મીઠી વાતોમાં ફસાઈ ગઈ... અહીં આવીને ખબર પડી કે એને તો કોઈ એક છોકરીમાં રસ નથી એ તો કેટલાંયને લઈને ફરે છે... મેં તો અહીં આવીને એની સાથે બધું જ ખતમ કરી નાખ્યું. તને હું શોધતી હતી પણ તારો નંબર પણ નહોતો મારી પાસે...પણ ભગવાનની મરજી અને આપણે મળી ગયાં..."

પ્રયાગે ઈતિના હોઠ પર હાથ રાખતાં કહ્યું, "બસ હવે આપણે એને યાદ નથી કરવો...બસ હવે તો આપણે બે હંમેશાં માટે એક થઈ જઈશું....પછી કોઈ આપણને અલગ નહીં કરી શકે..."

ઈતિએ કહ્યું, " હા..બસ..પણ એ દિવસે તને છોડીને જવા માટે હજું સુધી મને પસ્તાવો થાય છે... સોરી..."

પ્રયાગ : " મેં કહ્યું ને બધું જ ભૂલી જા..‌.‌એક નવી શરૂઆત કરીએ...બસ મને તું જોઈએ..‌તારી આ સુંદર કમનીય કાયા એમાં મારે તારી સાથે રાતોને રાતો પસાર કરવી છે..."

ઇતિએ હવે થોડી આડીઅવળી વાતો કરવાની શરું કરી...એણે કહ્યું, " આન્ટી ક્યાં છે મારે એમને આપણને મળવાં માટે થેન્કસ કહેવું જોઈએ.."

પ્રયાગ : " માય મોમ ઈઝ ગ્રેટ..આપણને આ બંગલામાં ખાસ પ્રાઈવસી આપવાં એ આજે રાત્રે એની ફ્રેન્ડનાં ઘરે જતી રહી..!! "

ઈતિ સહેજ હસીને પોતાની સુંદર આંખોને નચાવતાં બોલી, " તો મતલબ આખાં બંગલામાં આપણે બે જ છીએ એમને..."

ઈતિએ આમ તેમ કરીને ઘણો સમય પ્રયાગ સાથે વાતોમાં વીતાવી દીધો...પણ હવે લાગ્યું કે હવે પ્રયાગ કોઈ પણ ઇતિને દૂર રાખશે નહીં.. ત્યાં ઈતિ બોલી, " મને બહું ભૂખ લાગી છે કંઈ મળશે ?? "

પ્રયાગે કહ્યું, "તું અહીં જ રહે હું હમણાં જ તારાં માટે કંઈ લઈ આવું છું.... " પ્રયાગ જેવો રસોડાં તરફ ગયો ત્યાં જ દબાતે પગલે હિયાન અને અર્ણવ આગળનાં વાર માટે તૈયાર થઈ ગયાં. ઈતિ માટે સમોસા બનાવેલા લઈ આવ્યો. પછી બેસીને પ્રેમથી ઇતિને પોતાનાં હાથથી ખવડાવવા લાગ્યો... ઈચ્છા ન હોવાં છતાં ઈતિએ ખાવાં લાગી....પછી એ બોલ્યો, " મેં તારી બધી જ ઈચ્છા પૂર્ણ કરી હવે તું મારી એક વાત તો માનીશ ને ?? "

ઇતિએ કહ્યું, " હજું વાર છે‌..બસ થોડીવાર મારી સાથે પ્રેમથી વાત તો કર..." કહીને થોડો વાતમાં ઉલઝાવા લાગી... થોડીવાર એ પણ ચાલ્યું...આખરે પ્રયાગની ધીરજ ખૂટી ગઈ અને ઇતિની એકદમ લગોલગ આવીને ઉભો રહી ગયો...!!

******

બહું ખોદાયુ ને હવે તો એક અસહ્ય વાસ આવવાની શરું થઈ...મતલબ કે લાશ હવે બહુ નજીકમાં જ છે... બધાં પોતાનાં નાક બંધ કરવાં લાગ્યાં... બધાં એકબીજાને પૂછવા લાગ્યાં..કે આ શાની વાસ છે‌ ?? કોઈ મરી ગયું હોય એવી...!!

આરવે બધાંને કહ્યું કે થોડીવાર થશે એટલે આપોઆપ ઓછી થશે વાસ...એમ કહીને બધાંને થોડીવાર બહાર મોકલ્યાં. પછી અપૂર્વ, અન્વય અને આરવે આ ખોદવાનું કામ શરૂઆત કર્યું.... થોડું ખોદતાં જ એક નાનાં હાથ જેવું લાગ્યું...ને પછી તો થોડીવારમાં વિશાલનો દટાયેલો નાનકડો દેહ મળ્યો...જાણે આટલાં વર્ષો પછી પણ હમણાં બે દિવસ પહેલા જ કોઈ મર્યું હોય એવો જરાં પણ કોહવાયા વિનાનો દેહ છે...જાણે એવું જ લાગે કે હમણાં ઉઠીને કંઈક કહેશે....!! પાયલની આંખમાં આંસું આવી ગયાં. એણે એ મૃતદેહને એકવાર પ્રેમથી સ્પર્શી લીધો.

આરવ: "અહીં જ આપણે એનાં અગ્નિ સંસ્કાર કરવાં પડશે...એ સાથે સાથે લવાયેલી અગ્નિદાહ માટે સામગ્રી ભેગી કરીને બસ તૈયારી જ છે ત્યાં અચાનક એકાએક વિશાલની આત્મા સક્રિય બનતાં બોલી, "નહીં ઈતિ તું મને ના ન કહી શકે...બસ નહીં તો પરિણામ સારું નહીં આવે..."બધાં તો ગભરાઈને આ શું થઈ રહ્યું છે એ જોતાં જ રહ્યાં ‌ !!

******

આરવ લગભગ ઈતિની એકદમ નજીક આવી ગયો...એણે એને દૂર કરવા બહું તરકીબો કરી...પણ પ્રયાગ હવે ઈતિનું કંઈ સાંભળવા તૈયાર નથી...

જેવો પ્રયાગ નજીક પહોંચ્યો કે ત્યાં જ અર્ણવે પોતાની પાસે છુપાવીને રાખતાં બે જંગલી ઉંદર રૂમમાં મોકલ્યાં ‌.એ સાથે જ પ્રયાગ ગભરાયો...

ઈતિ તો ગભરાઈને બેડ પર ચઢી ગઈ...પ્રયાગે કાઢવાની કોશિષ કરી એમ એ વધારે કુદવા લાગ્યો...છેવટે પ્રયાગે એક બારી ખોલીને એને ભગાડી દીધાં...

હજું સુધી હા પાડી રહેલી ઇતિને પ્રયાગ પોતાનાં બે અધરોને ઇતિની નજીક લઈ જતાં જ ઈતિથી બૂમ પડાઈ ગઈ ને પ્રયાસને દૂર હડસેલી લીધો....

એ સાથે જ પ્રયાગ થોડો ગુસ્સે થઈ ગયો...ને કહ્યું, " ઈતિ તું મારી વાત નહીં માને તો પરિણામ સારું નહીં આવે..."

એ મુજબ પ્રયાગને ફરીથી ખુશ કરવા ફરી એકવાર એનો બહું નજીક આવી ગઈ......

એ સાથે જ વિશાલની લાશ ફરીથી શાંત પડી ગઈ ‌અને ઝડપથી કામ શરું કરીને વિશાલની આત્માને બહું દુઃખ સાથે પાયલે પોતાનાં હાથે અગ્ન સંસ્કાર કર્યા....ને જોતજોતામાં સાથે જ અમૂક મંત્રો પણ શરું થયાં...ને છેલ્લે કંઈ પણ વિધ્ન વિના વિધિ પૂર્ણ થઈ અને એક પ્રકાશનું પૂંજ એ જગ્યાએથી નીકળીને હવામાં એક તેજ સાથે હવામાં ઉપરની તરફ ગયું...ને ચોમેર અજવાળું ફેલાઈ ગયું....!! એ સાથે જ હિયાનને મેસેજ આવતાં જ એણે ફરી બે ઉંદર મોકલ્યાં...પરાણે પ્રયાગની ચુંગાલમાંથી માંડ માંડ બચાવાનો પ્રયત્ન કરી રહી છે ત્યાં જ એને હિયાન તરફથી ગ્રીન સિગ્નલ મળતાં ઇતિએ પ્રયાગને એક ધક્કો માર્યો....ને ઉભી થઈ ગઈ...આને પાછળનાં ખુલ્લાં દરવાજાની બાજુએથી એ ભાગી ગઈ અને હાંફતા હાંફતા બંગલાની બહારની બાજુએ એક જગ્યા પાસે એ હિયાન અને અર્ણવની પાસે આવીને છુપાઈ ગઈ. પ્રયાગે બહું શોધ્યું પણ ઈતિ ન મળી. વળી વિશાલની આત્માની મુક્તિ સાથે માનસિક અને શારીરીક રીતે બહું જ પોતાની જાતને અશક્ત મહેસુસ કરવાં લાગ્યો. થોડીવારમાં ઈતિ બે ભાઈઓની સાથે પ્લાન મુજબ ત્યાંથી બીજાં રસ્તે પલાયન થઈને હવેલી પર આવી પહોંચ્યાં.

પ્રયાગ ગુસ્સામાં વસ્તુઓનો ઘા કરતો રહ્યો ને ઇતિને માટે બહું ગુસ્સે થઈ રહ્યો પણ કદાચ આ એનાં ગુસ્સાને ઓપ આપનાર એનો ભાઈ સદાયને માટે મુક્ત થઈ જતાં પ્રયાગ એક સાવ સામાન્ય માણસ બની ગયો...એની બધી જ શક્તિઓ છીનવાઈ ગઈ.... એનું અમરત્વ છીનવાઈ ગયું...!!

*******

આરવે કામ પતતા જ હોશિયારીથી બધા વર્કરને પાછાં અંદર બોલાવી દીધાં...આને વાયરિગનો કંઈક સોર્સ બતાવ્યો ને ફરી એ અંધકારમાં જ પાછળ પહોંચીને એ ઈલેક્ટ્રીસીટીનાં કનેક્શનને જોડી આવ્યો....એ સાથે હોટેલમાં અજવાળું થઈ ગયું...એમણે બધાં જ લોકોને સારાં એવાં પૈસા આપીને ખુશ કરી દીધાં. ને પછી થોડાક જ દિવસોમાં સમયમાં ફરી આ જ રીતે બધું સરખું કરવાં માટે પણ મનાવી લીધાં...ને પછી એ લોકો પણ પરત ફર્યાં..

ઘરે પહોંચ્યાં તો બધાં જ મંદિર પાસે બેસીને જરાં પણ અખંડ દીવા સાથે હનુમાન ચાલીસા અને કેટલાંક મંત્રો બોલી રહ્યાં છે...આખરે ઈતિ અને આરવ બધાંને સુખ-શાંતિ પૂર્વક ઘરે આવેલાં જોઈને બધાં જ ખુશ થઈ ગયાં..

ઈતિ તો આરવને જોઈને બધાંની સામે જ દોડતી પહોંચીને હગ કરતાં બોલી, " હવે મને કદી એ પ્રયાગ પાસે નહીં મોકલે ને ?? મને કેટલી બીક લાગતી હતી ખબર છે ?? મેં માંડ માંડ મારી જાતને બચાવી છે આજે...

આરવ : " એમાં એકવાર તે ના પાડી દીધી હતી ને ?? "

ઈતિ : " હા...યાર એ મારો એટલો નજીક આવી ગયો કે મારાંથી એને ધક્કો મરાઈ ગયો પણ પછી મેં બાજી સંભાળી લીધી..."

આરવ : " હમમમ... હવે પ્રોમિસ..." કહીને ઇતિએ બધાંની વચ્ચે અન્વય અને તેનાં પરિવાર સામે ઇતિનો હાથ માગ્યો...

અક્ષી : " ભાઈ હાથ માગીને શું કરીશું?? ઉઠાવી લે મારી ભાભીને હવે અહીંથી જ સીધી... કંઈ અમદાવાદ જવાની જરૂર નથી..."

એ સાથે જ બધાં ખડખડાટ હસી પડ્યાં...

હિયાન : " આટલે દૂર સુધી દીદીને મોકલીએ છીએ તો ખાતરી આપનાર પણ જોઈશે ને જે ખાતરી આપે કે અમારી બહેન ત્યાં ખુશ રહેશે‌.‌.."

હેયા : "એવું કરી શકાય કે એમનાં પરિવારનું એક સદસ્ય અહીં આપણાં ઘરે લાવવું પડે..‌.!! "

હિયાન : " બસ હવે હેયા..." કહીને હિયાને અક્ષી સામે એક પ્રેમભરી નજર નાખીને જોઈ લીધું.

બસ આજે એક ફરી શુકુનની શાંતિ મળી સાથોસાથ આ મંત્રોની તાકાત સાથે કૌશલ્યના એ ફોટાને પણ હવેલીમાંથી કાયમ માટે બહાર કાઢીને બાળી દેવામાં આવ્યો...એ પછી આ પરિવાર કે નિયતિ સંપૂર્ણ રીતે ભયમુક્ત બની ગયાં.

પ્રયાગને જાણે અજાણે એની શક્તિઓ છીનવાઈ જતાં એ પાગલ બની ગયો...ને એણે એક પાગલખાનામાં રાખવામાં આવ્યો...પાયલે બહું મન મજબૂત રાખીને પોતાની પાછલી જિંદગી નિયતિ એટલે કે એની ઓરમાન સાસુ સાથે પસાર કરવાં આવી ગઈ...!!

થોડાં જ સમયમાં આરવનાં ઘરે નિયતિએ અને આરવે પણ જાણ કરી... બધાં એકબીજાંને અને ઇતિને પણ મળ્યાં. બંને સુંદર સમોવડિયા પરિવારમાં બધું જ નક્કી સહેલાઈથી થઈ ગયું..!!.

થોડાં જ સમયમાં બંનેની સગાઈ અને એક વર્ષ બાદ શાહીઠાઠમાઠ સાથે લગ્ન થઈ ગયાં.‌‌.કદાચ આ સમયે એક નવાં પ્રેમનાં બીજ પણ રોપાઈને છોડ બની ગયાં છે એ છે હિયાન અને અક્ષી...!!

આજે બહું લાંબા ઈંતજાર પછી હવે ઈતિ અને આરવ એક પ્રેમભર્યા સપ્તપદીનાં સંબંધમાં બંધાઈ ગયાં..ને આરવે એક સુંદર દુલ્હન બનીને આવેલી ઇતિને પોતાની બાહોમાં સમાવી લીધી ને જાણે ચુંબનોથી નવરાવી દીધી...ને ઈતિનાં એ સૌમ્ય કોમળ દેહને અનાવરિત કરતાં કરતાં બંને પોતાની મધુરજનીની એક સુંદર દુનિયામાં ખોવાઈને સદાયને માટે એક થઈ ગયાં !!!

" સમાપ્ત "

ડૉ.રિધ્ધી મહેતા "અનોખી"