Pratibimb - 34 in Gujarati Horror Stories by Dr Riddhi Mehta books and stories PDF | પ્રતિબિંબ - 34

Featured Books
Categories
Share

પ્રતિબિંબ - 34

પ્રતિબિંબ

પ્રકરણ - ૩૪

આરવની પાસેની સીટમાં જ ગાડીમાં પાયલ બેસી ગઈ. આરવને મનમાં થયું કે એ પોતાની અસલી ઓળખ આપે કે કોણ છે ?? આમ જોવાં જોઈએ તો પાયલ એની મામી થાય. પણ એને ઉતાવળ કરવાનું યોગ્ય ન લાગ્યું.

બંને થોડીવાર સુધી ચુપચાપ બેસી રહ્યાં. હવે એક ચાર રસ્તા જેવું આવતાં જ પાયલે એને ગાડી રાઈટ સાઈડે લઈ જવાં કહ્યું.

હજું સુધી ચૂપ રહેલો આરવ બોલ્યો, " આન્ટી શું તમે પણ ઈચ્છો છો કે તમારો દીકરો તમારાં પતિની જેમ લોકોની જિંદગી ખરાબ કરે ?? "

પાયલ : " મતલબ ?? તું શું કહેવા ઇચ્છે છે ?? "

આરવ : "મતલબ કે તમને ખબર છે કે તમારો દીકરો પણ કેટલાંય લોકોની જિંદગી ખરાબ કરશે સાથે એ પ્રતિબિંબ આગળની પેઢીઓમાં પણ વધારશે...તો તમે શા માટે ચૂપ છો ? કેમ કંઈ કરતાં નથી ?? "

પાયલ : " મને એક વાત કહે છે કે તું શું જાણે છે મારાં અને પ્રયાગ વિશે ?? "

આરવ : " કદાચ તમે જે જાણો છો એ બધું જ... તમારાં બીજાં દીકરાનું આલીશાન હોટલમાં મૃત્યુ...એની આત્માનું ત્યાં જ ભટકવું...પ્રયાગની છૂપી ઈચ્છાઓનો એનાં દ્વારા અમલ...અને કદાચ એની આત્માને મુક્તિ નહીં મળે તો ખબર નહીં એ કેટલાંય લોકોની જિંદગી નર્ક બનાવી દેશે..."

પાયલ : " અત્યારે કોણ કઈ રીતે હેરાન થઈ રહ્યું છે મને જણાવીશ ?? "

આરવ : " જો હું તમને જણાવું તો તમે મને મદદ કરશો ?? "

પાયલ : " કદાચ..."

આરવ : " તો પછી કદાચ વિશ્વાસે હું તમને કંઈ કહી ન શકું..."

પાયલ : " ના પણ બેટા આજે તે એક ભૂલ કરી દીધી છે આથી મેં તને કદાચ... કહ્યું. "

આરવ : " કંઈ ભૂલ?? મને સમજાયું નહીં..."

પાયલ : " એ જ પ્રયાગ ની સામે કહ્યું કે એ ઘણી શક્તિઓનો સ્વામી છે અને એ જે ઈચ્છે છે એ એનાં ભાઈની આત્મા દ્વારા થાય છે...એ જ...હવે એ કોઈને છોડશે જ નહીં..."

આરવ : " એટલે હજું સુધી એને કંઈ જ ખબર નહોતી ?? "

પાયલ : " ના મેં એને જાણ નહોતી થવાં દીધી હજું સુધી..." ત્યાં જ એક મોટો વિશાળ બંગલા પાસે પાયલે ગાડી ઉભી રખાવી."

આરવ અને પાયલ બંને નીચે ઉતર્યાં.

આરવને થયું કદાચ આ પેલો બંગલો હશે જ્યાં સંવેગ ગયો હતો ??

આરવ : " આ તમારો બંગલો છે આન્ટી ?? "

પાયલ : " હા...પણ એની પ્રયાગને જાણ નથી. આ બંગલો હંમેશાં બંધ રહે છે આથી હું તને અહીં લઈ આવી છું..."

આરવે બંગલાનાં ગેટ પાસે જોતાં કહ્યું, " આન્ટી પણ આ બંગલાનો દરવાજો તો ખુલ્લો જ છે. "

પાયલ : " શું ખુલ્લો કેવી રીતે હોય ?? એની બંને ચાવીઓ તો મારી પાસે છે.."

પાયલે ખરેખર જોયું તો બંગલો ખુલ્લો છે. બંને અંદરની તરફ ગયાં તો બંને અવાક્ થઈ ગયાં... જાતજાતની માળાઓ, કપડાંનો , કેટલીય ખોપરીઓ, દોરા ધાગા... વચ્ચે ધગધગતો અગ્નિ ને અસ્થિઓ...!!

પાયલ : " આ બધું શું છે??"

આરવ : " કદાચ આત્માની શક્તિ મેળવવાનું સ્થાન હોઈ શકે ?? "

એટલામાં જ સંવેગે જે કપડાં પહેર્યાં હતાં એ પણ દેખાયાં.

પાયલ : " પણ મને તો આવી કંઈ જાણ જ નથી. હમણાં ઘણાં સમયથી હું અહીં આવી જ નથી."

બંનેએ આખાં બંગલામાં બધું જોયું કોઈ માણસ કે એવી આત્મા ન દેખાઈ.

પાયલ : " હવે શું કરશું મને તો કંઈ જ સમજાતું નથી કે આ બધું શું છે ?? "

ત્યાં જ એક આત્મા એકાએક પડછાયા સ્વરૂપે દિવાલ પર ફરતી દેખાઈ...!!

પાયલ : " કોણ ?? શું જોઈએ છે તને ?? આ બધું તારી જ માયાજાળ છે ને ?? "

એક નાનાં બાળક જેવો અવાજ આવ્યો, " મા તું મને ભૂલી ગઈ...મને ઓળખી ન શકી ?? એ સાથે જ નાનકડો વિશાલ જે મૃત્યુ સમયે હતો એ દેખાયો.

આ દ્રશ્ય આરવ પોતે પણ જોઈ શક્યો...

પાયલ પોતાનાં બાળકને જોતાં જ એકદમ દુઃખી થઈ ગઈ...આ બધું જ મારું છે હું અહીં મારી શક્તિઓ એકત્રિત કરીને મારાં ભાઈની ઈચ્છાઓ પૂર્ણ કરું છું...

પાયલ: "પણ શું કામ એની ઈચ્છાઓ તું પૂરી કરી રહ્યો છે ?? "

વિશાલ :" ખબર નહીં મારું મન એ દિશામાં જ કામ કરી રહ્યું છે એ માટે જ એટલી નાની વયમાં એનાં દ્વારા જ મારો જીવ પણ લેવામાં આવ્યો હતો.."

મેં હજું સુધી ઘણાંયને માર્યાં છે ઘણાં લોકોને હેરાન કર્યાં છે અને હજું પણ કરી રહ્યો છે એ પણ મારાં ભાઈનાં મનમાં ચાલતાં બંધ ઈરાદાઓને કારણે..."

પાયલ : " તું હજું જીવનભર આ જ કરીશ ?? "

આરવ : " હવે ભવિષ્યમાં કોને શિકાર બનાવવાનો છે એ પણ તને ખબર હશે જ ને ?? "

વિશાલ અટહાસ્ય કરતાં બોલ્યો, " તું..."

પાયલ : " એ કેમ ?? "

વિશાલ : " મારાં ભાઈને ઈતિ જોઈએ છે અને ઈતિને તું. "

પાયલ : " તો તું હવે એને પણ મારી નાખીશ ?? "

વિશાલ : " મારે તે ભાઈની ઇચ્છા મુજબ જ કરવું પડે છે...મારી પાસે કોઈ રસ્તો નથી.. હું બાકીની કોઈ દુનિયા સમજી શકતો નથી."

પાયલ : " તું આ બધું બંધ કરી દે તો હું ખુશ થઈશ.."

વિશાલ : " આ બધું બંધ કરવું હોય તો તારે મને મુક્તિ અપાવવી પડશે‌.."

આરવ : " હા...પણ એ માટે તું શું ઈચ્છે છે ?? મુક્તિ અપાવવા તારી કોઈ અતૃપ્ત લાગણીઓને સંતોષવી પડશે ને ?? "

વિશાલ : " મારી કોઈ ખાસ અપેક્ષાઓ નથી મારા મૃતદેહને જ્યાં દાટ્યો હતો ત્યાંથી કાઢીને વિધિસર બાળી દેવું પડે....આ કામ રાત્રિનાં સમયમાં કોઈને ખબર ન પડે એમ થવું જોઈએ. એમાં એક પણ વ્યક્તિ આ વાતનો વિરોધ કરશે તો મારી આત્મા ફરી વર્ષો સુધી ભટકતી રહેશે..."

પાયલ : " પણ રાત્રિનાં સમયમાં કોઈને ખબર ન પડે એ કેમ શક્ય છે ?? અને હવે તો પ્રયાગ આ વાત જાણી ચૂક્યો છે એ તો જમીન આસમાન એક કરશે પણ આ નહીં થવાં દે..."

વિશાલ : " એનાં કોઈ પણ વિચારોનું હું પાલન કરતો હોઈશ તો આ શક્ય નહીં બને..."

આરવ : " મતલબ એનાં વિચારોને લગામ...એ એક જીવિત વ્યક્તિમાં કેવી રીતે શક્ય બને કે એનાં મગજમાં કંઈ પણ વિચાર ન આવે...અને એમાં પણ પ્રયાગ જેનું મગજ બસ ખરાબ વિચારોનું રણમેદાન છે ત્યાં આ વસ્તુ કરવી બહું જ મોટી ચેલેન્જ છે...."

પાયલ એક મક્કમ અવાજે બોલી, " જો નયન આટલું મોટું કામ કરી શકતો હોય પોતાનાં એક પ્રતિબિંબ માટે તો શું આપણે આ નહીં કરી શકીએ ?? મને એમાં સફળતા મળવી બહું અઘરી છે છતાં કરીશ‌...બેટા તારાં આત્માને હું મુક્તિ અપાવીશ‌..."

આ સાંભળીને જ વિશાલ એક માસુમ સ્મિત સાથે હસતો હસતો ગાયબ થઈ ગયો...!!

*****

આરવ : " આન્ટી વિશાલની આત્મા ક્યાં દાટવામાં આવી છે ?? "

" આલીશાન હોટેલની એકદમ વચ્ચે પાયાનાં ભાગમાં અને એ પણ ચાર ફુટ ઉંડે..."

આરવ : " શું ?? હોટેલનાં પાયાનાં ભાગમાં ?? એનાં માટે હોટેલનો ઘણો બધો ભાગ તોડવો પડે..."

પાયલ : " હા...અને પ્રયાગ હવે ત્યાં જ દરરોજ જાય છે... ઘણીવાર ત્યાં સૂઈ પણ જાય છે...એ લોકો વિશાલની આત્માને પ્રયાગ જ સમજે છે...એટલે પ્રયાગ સમજીને એની સાથે સામાન્ય વ્યવ્હાર કરે છે‌.‌.."

આરવ : " પહેલાં આ હોટેલને થોડાં દિવસ માટે બંધ કરાવીને દરેક સ્ટાફને રજા આપી દેવી પડે..."

પાયલ : " હા...પણ એનાં માટે પ્રયાગને ક્યાંક દૂર મોકલી દેવો પડે...એ સમય દરમિયાન એનામાં ફક્ત પોઝિટિવ વિચારો જ આવવાં જોઈએ તો જ આ શક્ય છે."

આરવ : " મારી પાસે એક આઈડિયા છે...થોડો જોખમી છે પણ કદાચ અસર કરે તો બધું જ સોલ્વ થઈ જાય. કદાચ તમારે આર્થિક નુકશાન પણ ભોગવવું પડશે. "

પાયલ : " શું છે મને કહે..."

આરવ : " પહેલાં અહીંથી બહાર જઈએ પછી કહું..."

આરવ બહાર આવીને જોવાં લાગ્યો તો અન્વય એ લોકોની બે ગાડીઓ ત્યાં બહાર પડી છે પણ કોઈ દેખાયું નહીં...એણે આજુબાજુ નજર કરી.

તેણે તરત જ ઈતિને ફોન લગાડ્યો...ફોન નોટ રિચેબલ આવ્યો. પછી એકદમ એની મેસેજ પર નજર ગઈ કે અન્વયનો ટેક્ષ્ટ મેસેજ વાંચ્યો, " અમે તે મોકલેલા લોકેશન પર પહોંચી ગયાં છીએ પણ હવે આગળ કંઈ જ બતાવતું નથી...અમે ત્યાં નજીક એક જગ્યાએ તારી રાહ જોઈશું..."

આરવે મેસેજ વાંચીને આજુબાજુ જોયું. ત્યાં એક નાનકડું બેઠક જેવું દેખાયું...અને કદાચ માણસો પણ..

પાયલ : " શું થયું ?? તું કંઈ શોધી રહ્યો છે ??

આરવ : " હા મારી સાથે ચાલો...!! આપણને મદદ કરશે એ લોકો...અને પ્રયાગને કંટ્રોલમાં રાખવાનો આઈડિયા પણ..."

બંને જણાં એ તરફ ઝાડ પાસે પહોંચ્યાં તો અન્વય અને ઈતિ સહિત બધાં જ હાજર છે.

પાયલ : " આ બધાં કોણ છે આરવ ?? "

ઈતિ : " આન્ટી અહીં ?? "

આરવે બધાંની ઓળખ આપી. પછી એણે ઝડપથી બધી જ વાત પાયલને કરી.

અન્વય : " પણ તમે પ્રયાગની શક્તિઓ છીનવાઈ જશે એનાં માટે તૈયાર છો ?? "

પાયલ : " આ વસ્તુ મારે વર્ષો પહેલાં કરવાની હતી પ્રયાગની જિંદગીને ટુકાવીને...પણ એક સમયે હું સ્વાર્થી બની ગઈ હતી...પણ આજે હું એ ભૂલ સુધારવા માગું છું...મારો પણ સ્વાર્થ છે કે મારાં વિશાલની આત્માને મુક્તિ મળે સાથે જ કેટલાય નિર્દોષ લોકો આનો ભોગ ન બને... કદાચ એની હવસનો ભોગ હું મા થઈને પણ બની ચુકી છું એકવાર..."

લીપી : " શું એણે પોતાની મા ને પણ નથી છોડી ?? હદ થઈ કહેવાય..."

પાયલનાં મુખ પર એક ગાઢ દુઃખ ઉભરાઈ આવ્યું. એક વેદના જે કદાચ કોઈને કહી પણ ન શકાય...

અપૂર્વ : " તમે ચિંતા ન કરો...અમે બધાં જ તમારી સાથે છીએ... ફક્ત આવતીકાલની રાત... બધું જ બરાબર થઈ જશે. "

બધાંએ સાથે મળીને એક યોજના નક્કી કરી. યોજના જોખમી છે પણ એનાં સિવાય કોઈ વિકલ્પ નથી...ને પછી એ મુજબ બધાં છૂટાં પડ્યાં.

થોડીવારમાં પાયલ પોતાનાં બંગલામાં પાછી ફરી ત્યાં જ પ્રયાગ ગેટ પાસે એક મોટી સાંકળ લઈને ઉભો છે એ જોઈને પાયલનાં મનમાં એક અમંગળનાં એંધાણ વર્તાઈ ગયાં...ને પગતળેથી જાણે ધરતી ખસી ગઈ...

પ્રયાગ શું ઈરાદા સાથે ઉભો હશે ?? એને પાયલની યોજનાની કંઈ જાણ થઈ ગઈ હશે કે શું ?? શું હશે આરવે બનાવેલી યોજના ?? તેઓ આ યોજનામાં સફળ થશે કારણ નહીં ?? કે પછી વિશાલની આત્મા વર્ષો સુધી અમર બની જશે ?? જાણવા માટે વાંચતા રહો, પ્રતિબિંબ - ૩૫

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે