mouli in Gujarati Short Stories by Parul books and stories PDF | મૌલી

The Author
Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

Categories
Share

મૌલી

કમળા ની બીમારીમાંથી સ્વસ્થ થઈ ને મૌલી આજનાં ન્યૂઝ પેપર માં નોકરી માટે ની જાહેરાતો વાંચી રહી હતી.કમળો થવા પહેલા એક નાનકડી ઓફિસ માં કામ કરી રહી હતી,પણ અચાનક કમળા ની બીમારી માં સપડાઈ ગઈ😔 હતી.ડૉક્ટરે એક મહિના માટે આરામ કરવાની સલાહ આપી માટે એ નોકરી છોડવી પડી હતી.એક મહિના ના લાંબા આરામ બાદ આજે ફરીથી ન્યૂઝ પેપર માં નોકરી માટે ની જાહેરાતો વાંચી રહી હતી.મૌલી સોફ્ટવેર એન્જિનિયર થઈ હતી.ત્રણ -ચાર જગ્યાએ તેણે અરજી કરી.કમળાની બીમારી ને લીધે શરીરમાં થોડી નબળાઈ જણાય રહી હતી છતાં ય આરામ કરીને હવે કંટાળી ગઈ હતી.😒
અરજી કર્યા ને એકાદ દિવસ બાદ જવાબ આવવાની રાહ જોવા લાગી.અચાનક એક બપોરે ડોર બેલ વાગી.દરવાજો મમ્મી એ ખોલ્યો સામે એક માણસ હાથ માં એક એન્વલપ લ‌ઈને ઉભો હતો."મિસ મૌલી દેસાઈ છે?" એણે પૂછ્યું.સામે મમ્મી એ પૂછ્યું,"આપ કોણ?" એ માણસે નમ્રતા થી જવાબ આપ્યો,"હું વર્લ્ડ વિઝન માંથી આવું છું." મમ્મી એ મૌલી ને બોલાવી.મૌલીએ એન્વલપ લીધું અને આભાર માની દરવાજો બંધ કરી અંદર આવી.😃 ઉતાવળી થઇ ને એન્વલપ ખોલવા લાગી.લેટર વાંચીને એકદમ ખુશ થઈ મમ્મી ને બૂમ પાડી.મમ્મી રસોડામાંથી હાથ લૂછતી-લૂછતી બહાર આવીને પૂછ્યું, "શું કામ છે?" 😮
"મમ્મી મારા માટે ઇન્ટરવ્યૂ કૉલ આવ્યો છે.કાલે સવારે દસ વાગ્યે જવાનું છે." હરખમાં આવીને મૌલી એ કહ્યું.☺️મમ્મી પણ આનંદિત થઈ ગઈ."ચાલ હવે આપણે જમી લ‌ઇએ." થા‌ળી પીરસતાં પીરસતાં મમ્મી એ કહ્યું.જમી અને કામ પરવારી મૌલી કાલની તૈયારી કરવા લાગી ગઈ.😄બીજા દિવસે સવારે મૌલી સાડા નવ વાગ્યે તૈયાર થઈ ગઈ."મંદિરે થઈ ને જજે." મમ્મી બોલી.મૌલી પર્સ લઈ, ફાઈલ લ‌ઈ સ્કૂટી પર રવાના થઈ.પહેલા મંદિર જ‌ઈ ભગવાન ને પ્રાર્થના કરી.😌એકઝેટ નવ વાગ્યા ને પંચાવન મિનિટે ઓફિસ પહોંચી.ઘણા કેન્ડિડેટ્સ હતાં.મૌલી થોડી નર્વસ થઈ.સોફા પર જ‌ઈને બેસી ગ‌ઈ.વારા ફરતી બધાં જ લોકો નાં ઈન્ટરવ્યૂ લેવાયાં.પોતાનો નંબર આવ્યો એટલે મૌલી અંદર ગ‌ઈ."મે આઈ કમ ઇન,સર?"મૌલી એ દરવાજો ખોલી ને પૂછ્યું."યસ કમ ઇન પ્લીઝ."બોલતાં બોલતાં મિ.શાહે મૌલી પર નજર કરી.પીળા રંગના ડ્રેસમાં મૌલી ઘણી જ સોહામણી લાગતી હતી.મિ.શાહ દ્વારા પૂછવામાં આવેલ બધાં જ સવાલોના જવાબ મૌલી એ સ્માર્ટલી આપ્યાં.મિ. શાહ ને મૌલી નો અંદાજ ખૂબ જ ગમવા લાગ્યો.વાત કરવા ની છટા,ગોરો સુંદર ચહેરો, ગુલાબી,પતલા હોઠો પર કાયમ રહેતું સ્મિત, નિર્દોષ, ભોળી આંખો.મૌલીની પર્સનાલિટી થી મિ.શાહ ઘણા જ પ્રભાવિત થયા."સિલેક્શન નું પરિણામ બે-ત્રણ દિવસમાં જણાવીશું." એમ કહી બધાં જ કેન્ડિડેટ્સ ને રવાના કરવામાં આવ્યાં.મિ.શાહ ની આંખો સામે વારે ઘડીએ મૌલી ની જ ઝલક તરી રહી હતી.☺️
સાંજે મૌલી ઘરે આવી."કેવું રહ્યું ઈન્ટરવ્યૂ?"મમ્મી એ પૂછ્યું." "સારું રહ્યું" મૌલી એ જવાબ આપ્યો."નોકરી મળી ગઈ?" મમ્મી એ પૂછ્યું.મૌલી એ કહ્યું ,"જવાબ હજી કાલે મળશે." "સારું ત્યારે ફ્રેશ થઈ જા.જમવા નું પીરસુ છું." મમ્મી બોલી.☺️રાત્રે પથારીમાં સૂતા સૂતા મૌલી ઈન્ટરવ્યૂ વિશે જ વિચારતી રહી.વિચાર કરતાં કરતાં જ સૂઇ ગ‌ઈ.😑બીજા દિવસે સવારે અગિયાર વાગ્યે ફોન ની રીંગ વાગી.મૌલી એ જ ફોન ઉપાડયો હતો."હલો" મૌલી બોલી."હલો, કૂડ આઇ સ્પીક ટૂ મિસ.મૌલી પ્લીઝ?"સામે થી અવાજ આવ્યો."યસ સ્પીકિગ" મૌલી એ વળતો જવાબ આપ્યો. "તમને નોકરી મળી ગઈ છે,કાલ થી તમે જોઇન્ટ કરી શકો છો,થેન્ક યૂ." સામે થી અવાજ આવ્યો."ઓ.કે. માય પ્લેઝર." એમ બોલી ને મૌલી એ ફોન મૂકી દીધો."મમ્મી ઓ મમ્મી" મૌલી એ મમ્મી ને બોલાવી."શું છે? એવું પૂછતાં મમ્મી રસોડામાંથી બહાર આવી."ખુશખબરી છે."મૌલી એ કીધું."મને નોકરી મળી ગઈ છે.કાલથી હાજર થવાનું છે." 😄"અરે !વાહ." મમ્મી પણ ખુશ થતી બોલી.મનપસંદ નોકરી મળવાથી મૌલી ઘણી જ ખુશ હતી.😃
સ્ટોરી વાંચવા બદલ આભાર.🎎