hoy purush chhe ne in Gujarati Moral Stories by પ્રથમ પરમાર books and stories PDF | હોય પુરુષ છે ને!

Featured Books
Categories
Share

હોય પુરુષ છે ને!

એ એક વરસાદી સાંજ હતી.એ વરસાદી સાંજે પશુ અને પક્ષીઓ પણ પોતાના માળામાં બેસીને પ્રકૃતિના કંઈક અંશે ભયાનક અને કંઇક અંશે સુંદર એવા આ વાતાવરણને જોઈ રહ્યા હતા.રસ્તા સુમસામ હતા અને એના પર એક જ વસ્તુ ખળ ખળ વહી જતી હતી અને એ હતું પાણી!

આવા સમયે પ્રકૃતિ કોઈને ચિત્કાર કરી કરીને બોલાવતી હોય એમ એક માનવદેહની આકૃતિ એ રસ્તા પર દેખાઈ.સૂર્ય જ્યારે ઉગે ત્યારે પહેલા તો તેનું પીળું તેજ જ દેખાય ને પછી આખો સૂર્ય આંખને જોવા મળે છે બસ એમ જ આ માનવ દેહ જેમ જેમ આંખોમાં ઉગતો ગયો તેમ તેમ ખબર પડી કે તે કોઈ અર્ધનગ્ન છોકરી હતી.બસ હવે રસ્તા પર બીજું કોઈ જ નહોતું.માત્ર અમે બે-હું અને પેલી છોકરી!

એ છોકરીની હાલત જોઈને અંદાજ આવતો હતો કે તે છોકરી કોઈ હવસ પિશાચીની તરસનો શિકાર બની હતી.એ મારી જેમ જેમ મારી નજીક આવતી ગઈ એની આકૃતિ મારી આંખો અને પછી એ આંખો થકી મારા મનમાં સ્પષ્ટ થતી ગઈ.ખબર નહિ કેમ એ મારા ઘર તરફ જ આવતી હતી.અને આ શું?એ મારા ઘરમાં જ પ્રવેશી.

ખબર નહિ કેમ પણ બધા એને મારી 'બહેન' તરીકે સંબોધતા હતા.મને સહાનુભૂતિ થઈ,એમ પણ થયું કે પોલીસ રખેવાળોને જઈને ફરિયાદ કરું,સમાચારમાં મારી બહેનનું નામ ઉછાળુ પણ કંઇ અંદરથી મને એના માટે કોઈ જ લાગણી થતી નહોતી.

પછી એના પિતા તરીકે ઓળખાતા એક માણસ બહાર આવ્યા અને કહેવા લાગ્યા,"એવું તો અહીં ચાલ્યા કરે!એની ફરિયાદો ન હોય અને એના તો આપણને આ રૂપિયા મળે છે.થાય એ તો પહેલી વખત હોય એટલે!"ત્યાં એના જેવી જ એક કાયારચના ધરાવતું શરીર બહાર આવ્યું અને બહાર આવેલા આંસું અને ડૂસકા અંદર ગળી ગયું અને જેવી પેલી છોકરીના પિતા તરીકે ઓળખાતા પુરુષની કરડી નજર એના પર પડી કે તરત જ કદાચ ગભરાહટમાં પેલી બોલી,"આ કર્મ તો મેં પણ કર્યું છે.તે મારી કુખે જન્મ લીધો છે એટલે એ તારે કરવું જ પડશે.હોય કદાચ થોડીક રાક્ષસ વૃત્તિ, પુરુષ છે ને!સહન કરતા શીખવાનું આપણે, સ્ત્રીઓ છીએ ને-પુરુષની તૃપ્તિ માટે સુંદર દેહના લોચાને અપાયેલું સંસ્કારી નામ એટલે-સ્ત્રી!"

હું આ બધું જ સાંભળતો રહ્યો.કારણ કે હું હતો જ ક્યાં?મારુ અસ્તિત્વ જ ક્યાં હતું?હું તો 'સમાજ' નામના શિષ્ટ શબ્દથી ઓળખાઉં છું.અંતે એટલું જ કહેવું છે કે,

"સ્ત્રીઓને શું જોઈએ છે?
હું ઇચ્છું છું એક લાલ ડ્રેસ.
હું ઇચ્છું છું કે એ પાતળો અને સસ્તો હોય,
હું ઇચ્છું છું એ ખૂબ તંગ હોય, હું ઇચ્છું છું એ પહેરવા
જ્યાં સુધી કોઈ એને મારા પરથી ચીરી ન કાઢે.
હું ઇચ્છું છું કે એ સ્લીવલેસ અને બેકલેસ હોય,
આ ડ્રેસ, જેથી કોઈએ અનુમાન ન કરવું પડે
કે અંદર શું છે. હું ઇચ્છું છું ચાલવા
શેરીમાં કલામંદિર અને હાર્ડવેરની દુકાનની
ચમકતી ચાવીઓ ભરી બારી પાસે થઈને,
મિ. અને મિસિસ વૉંગ પાસે થઈને જેઓ એક દિવસ જૂના ડૉનટ્સ
એમના કાફેમાં વેચી રહ્યા છે, કાસિમ બ્રધર્સ પાસે થઈને
જેઓ ટ્રકમાંથી અને લારી પર બકરાં લટકાવે છે,
ચીકણાં મુખાગ્ર ખભા પર ઊંચે ચઢાવે છે.
હું ઇચ્છું છું એ રીતે ચાલવા જાણે હું એકલી જ
સ્ત્રી આ પૃથ્વી પર હોઉં અને હું મારી પસંદગી કરી શકું છું.
મને એ લાલ ડ્રેસ કોઈપણ રીતે જોઈએ જ છે.
હું ઇચ્છું છું કે એ મારા માટેના
તમારા ખરાબમાં ખરાબ ડરોને દૃઢીભૂત કરે,
તમને બતાવી આપે કે મને તમારી કંઈ પડી નથી
અથવા કંઈ પણ સિવાય કે
હું શું ઇચ્છું છું. મને જ્યારે એ મળી જશે, હું એ વસ્ત્રને એમ ખેંચી કાઢીશ
એના હેંગરમાંથી જેમ હું શરીર પસંદ ન કરતી હોઉં
મને આ દુનિયામાં લઈ આવવા માટે,
જન્મના રુદન અને સંભોગના ચિત્કારોમાં થઈને પણ,
અને હું એને પહેરીશ હાડકાંની જેમ, ચામડીની જેમ,
એ એજ કમબખ્ત ડ્રેસ હશે,
જેમાં તેઓ મને દફનાવશે."

– કિમ એડોનિઝિયો
(અનુ.: વિવેક મનહર ટેલર)
હાંસિયામાંથી બહાર આવતી સ્ત્રીનો લાલ ડ્રેસ