Premdiwani - 2 in Gujarati Motivational Stories by Falguni Dost books and stories PDF | પ્રેમદિવાની - ૨

Featured Books
Categories
Share

પ્રેમદિવાની - ૨

મીરાં શૂન્યમનસ્ક ચિત્તે બેઠી હતી. એ એટલી હદે મુંજાણી હતી કે, એનું મન પરિસ્થિતિને સમજી શકે એટલું સમક્ષ જ નહોતું. મીરાંની બેન મીરાં પાસે ગઈ અને એને હચમચાવીને ઝંઝોળીને ફરી કહે છે, મીરાં મેં તને કીધું એ તે સાંભળ્યું કે નહીં?

મીરાં એક ઊંડો નિસાસો નાખીને કહે છે, હા. અને આગળ તેની બહેન પાસેથી વચન માંગે છે કે તું કોઈને કાંઈ ન કહે તો એક વાત કહું.

મીરાંની બહેન મીરાંને વચન આપે છે કે એ કોઈને કાંઈ જ નહીં કહે, ત્યારબાદ મીરાં અમન સાથે થયેલ દરેક વાત જણાવે છે. આટલું બોલી મીરાં જમીન પર બેસી માથે હાથ ટેકવીને રડમસ અવાજે કહે છે, હું આજ એટલી હદે લાચાર બની કે એક મિત્ર તરીકે તેની પાસે જવા માટે પણ મારુ મન મને મંજૂરી નહીં આપતું, મારી દરેક ભાવના અમનને ખોટા માર્ગે દોરે નહીં માટે હું તેને મળવા પણ જઈ શકવા સક્ષમ નહીં. આજથી મેં એક સારો મિત્ર ખોયો છે, આટલું બોલી અત્યાર સુધી સંઘરી રાખેલ આંસુ મીરાંની આંખમાંથી વહેવા લાગ્યા.

કેવી કરી કપરી કસોટી સમયે,
હવે પ્રભુ, ચાહે ખુદા જ
બંને ને સંભાળશે આ સમયે!

મીરાંની બહેન પણ આ સાંભળીને ડરી ગઈ, શું બોલે કે શું સમજાવે એ નાનકડી બેન? એ પણ મીરાં જોડે રડી પડી.

થોડી ક્ષણો બાદ મીરાં પોતાની જાતને જાતે જ સાચવી ને પાણી પીવે છે અને તેની બહેન ને પણ પીવડાવે છે. આગળ કહ્યું તેમ એ સમજદાર તો હતી જ આથી ઘરમાં કોઈને અમન વિષે સ્કૂલ ના સમાચાર મળે એ પહેલાજ એ પોતાની જાતને સંભાળી લે છે, એ સિવાય બીજો રસ્તો પણ ક્યાં હતો મીરાં પાસે?

થોડા જ સમયમાં મીરાંના આડોશપાડોશમાં બધા અંદરોઅંદર વાતો ગણગણવા લાગ્યા, ' કેમ આવું કર્યું અમને?, કેવો ડાયો છોકરો આમ કરે એ કેમ માન્યમાં આવે?' કોઈ અમન આવું કરે એ સમજી શકવા સક્ષમ જ નહોતું. અમન પોતાના મનમાં જ દરેક લાગણી સાચવીને બેઠો હતો સિવાય કે એનો એક ખાસ મિત્ર. અમનનો એ મિત્ર અમનની મનની લાગણી જાણતો હતો, પણ એ શું કરી શકે હવે? એ હોસ્પિટલમાં અમનની પાસે જ ઉભો હતો. અમન હજુ બેભાન જ હતો. ડૉક્ટરએ બધી ટ્રીટમેન્ટ શરૂ કરી દીધી હતી, અને કહ્યું કે ૪૮ કલાક બાદ સાચી અમનની પરિસ્થિતિ ખબર પડે, કારણ કે લોહી ખુબ વહી ગયું છે અને ચેતાતંતુ પૂર્ણ રીતે હજુ કાર્ય કરતા નથી વળી હાથ પગમાં ફેક્ચર પણ છે.

ડૉક્ટરનું આવું કહેવું અમનની માતાથી સહન ન થયું, એ પોક મૂકી રડવા લાગ્યા. અમનની માતા પાસેથી અમન સવારે સ્કૂલ ગયો ત્યારે બહુ જ ખુશ હતો એ દ્રશ્ય અમનની માતાને રહી રહીને યાદ આવતું હતું. એક માઁ અચાનક પોતાના પુત્રના આવા વર્તણૂકને કેમ સમજી શકે? એ ખુબ જ રડી રહ્યા હતા. અમનનો આખો પરિવાર આઘાત જ પામ્યો હતો, બધાની સામે એક જ પ્રશ્નાર્થ હતો કે અમન આમ શું કામ કરે?

મીરાં..... હા મીરાં કેવી રીતે પરિસ્થિતિથી અનજાન બની વર્તે! છતાં એ અને તેની બેન આમ કઠણ હૃદયે કરી રહ્યા હતા. મીરાં વાત છુપાવતી હતી, કારણ કે એ પોતાના પરિવારને જાણતી હતી કે જો હું સાચી વાત જણાવીશ તો પોતાનું ઘર અને અમનનું જ ઘર નહીં પણ હિન્દુ મુસ્લીમ વચ્ચે ઝઘડો થાશે! મીરાં મનમાં જ વિચારી રહી કે, એક તકલિફ માંથી બીજી અનેક તકલીફ ઉદ્દભવશે, કોમી તોફાનને પણ એક મુદ્દો મળી જશે અને ઘણા એવા પ્રશ્નો સામે આવશે કે જેના જવાબ આપવા જ અઘરા પડશે. મીરાંનું મન વિચારોના ચકરાવમાં ચકડોળે ચડ્યું હતું.

મીરાંએ ચૂપ રહી ખુબ સમજદારી દેખાડી હતી. પણ એક મનના ખૂણામાં એક પ્રશ્ન એને ચિંતિત કરી રહ્યો હતો કે, 'અમનને હવે કેવું હશે? અમન ને કેટલી ઇજા પહોંચી હશે?'

મીરાંની કુદરત એવી પરીક્ષા લઇ રહી હતી,
જેમાં ઉમર કરતા સમજણ પેલા વિકસી હતી!

શું થશે અમનની ૪૮ કલાક પછીની સ્થિતિ?
શું મીરાં અને અમન કોમી વાદનું કારણ બનશે?
શું થશે જયારે બંને પરિવાર ને સત્ય હકીકતની ખબર પડશે?
જાણવા વાંચતા રહો -'પ્રેમદિવાની'