aakhri paath rajesh sir in Gujarati Short Stories by ભાર્ગવ પંડ્યા books and stories PDF | આખરી પાઠ રાજેશ સર

Featured Books
Categories
Share

આખરી પાઠ રાજેશ સર

આજે હું પવાર સર નું લેકચર ભરતો.ત્યારે પવાર સર રે એક નવી વાર્તા ચાલુ કરી. આખરી પાઠ ત્યારે મારા મનમાં આ વાર્તા માં શુ હશે ? તે વિચાર આવા લાગ્યા. આ ટાઇટલ કહી કહેવા માંગે છે. પછી એમને વાર્તા ચાલુ કરી. એ વાર્તા એમને એટલી રસપૂર્વક રજૂ કરી કે હું વાર્તા માં ડુબા માંડ્યો.

આખરી પાઠ માં એક ફ્રેન્ચ લેખક એ લખી છે. એમાં જ્યારે તેમાં એક ફેંઝ નામનો વિધાર્થી અને શ્રીયુત હેમલ નામનો શિક્ષક હોય છે. જેમાં અચાનક રીતે ફ્રાન્સમાં જર્મની નું રાજ થતા,ફ્રાન્સમાં જર્મની ભાષાનું આગમન થાય છે.અને જર્મની ભાષા કાલથી ફ્રાન્સની દરેક સ્કુલોમાં ફ્રેન્ચ ના બદલે હવે જર્મની ભણવાનો ઉપરથી આદેશ આવે છે. આજે ફેંઝ ને સ્કૂલ જવાની ઈચ્છા હોતી નથી, તો પણ તે જાય છે. ઉપરથી એને શ્રીયુત હેમલ સરની બીક હોય છે, કેમ કે તેને તેમનું હોમવર્ક કર્યું નથી. એટલે બીકમાં તે ધીમે ધીમે સ્કૂલ જાય છે .જેથી હેમલ સરનું પિરિયડ ભરવું ના પડે અને આખરે તે સ્કૂલ પહોંચે છે ,અને તે રૂમની આગળ જઈને ઉભો થઇ જાય છે સર ને પૂછતાં પહેલા હેમલ સર એને કહે છે "ફ્રેન્ઝ બેસી જાય" ત્યારે ફ્રેન્ઝ પણ આજે આશ્ચર્ય પામે છે. કે આજે મોડો આવ્યો હેમલ સર કઈ બોલ્યા નહિ. ફ્રેન્ઝના મનમાં પ્રશ્ન ઉભો થાય છે અને વિચારવા લાગે છે તરત હેમલ સર હસતા કહે છે, જાય બેસી જાય .

ફ્રેન્ઝ બેસે છે તો આજે તેને કલાસરૂમ માં કંઈક અલગ લાગે છે. પાછળ ની બેન્ચમાં વૃદ્ધ વ્યક્તિઓ બેઠયા છે. આ લોકો કેમ આવ્યા. આજે તેને કલાસરૂમનું વાતવરણ અલગ લાગે છે. અને પછી શ્રીયુત હેમલ મુદા પર આવીને જોરથી બોલે છે કે "વ્હાલા બાળકો, આજે હું તમને જે પાઠ ભણાવીશ તે છેલ્લો પાઠ છે" ફ્રાન્સમાં હવે જર્મની ભાષા ભણવામાં આવે છે. કાલથી હવે નવા શિક્ષકો આવે છે. જર્મની ભણવા માટે એટલે આજે ફ્રેન્ચ ભાષામાં તમારો છેલ્લો દિવસ છે. બહુ ભારપૂવર્ક શ્રીયુત હેમલ બોલે છે .તમે બધા છેલ્લા પાઠમાં ધ્યાન આપો હું એવું ઇચ્છુ છું. ત્યારે આ આટલા વરસોથી શ્રીયુત હેમલ ફ્રેન્ચ ભણાવે છે. તેને પણ મનમાં દુઃખ થાય છે.કે આના પછી હવે તેને તેની માતૃભાષા બોલી નહિ શકે.. તેઓ કડક સ્વભાવનો શિક્ષક આજે પ્રેમથી બોલે છે. એ સીધે જ ફ્રેન્ચના વ્યાકરણ, અનુલેખન અને ઇતિહાસ નો પાઠ ચાલુ કરે છે.આજે પાછળ બેઠયા એવો વૃદ્ધની આંખો માં પણ આંસુ છે. તેઓ પણ બીજા વિદ્યાર્થીઓની સાથે સ્પેલીગો બોલતા ભાવપૂર્વક રડી રહયા છે.

શ્રીયુત હેમલ પણ હવે તેમનો પણ આ છેલ્લો પાઠ પૂરો થવા આવ્યો એને જ્યારે છેલ્લા શબ્દે તેમની એક સમય શ્વાસ રૂકી જાય છે. તેમની આંખમાં પણ નમી છે. છતાં તે આખરી શબ્દ બોલી આખરી પાઠ પૂરો કરે છે.અને તે છેલ્લે જતા ફ્રાન્સ ભાષા વિશે કઈ કહે છે.આ આપણી માતૃભાષા ભાષા છે. જ્યારે કાલેથી નહિ બોલ્યા. તેનાથી આપણી ઓળખ પણ છીનવાય જશે.. "જગતની સૌથી સુંદર ભાષા છે.આપણે છુટા પડીએ તો આપણે તેને આપણે સાચવ્યું છું. કેમ કે આજ ભાષા આપણે એક દિવસ ગુલામીમાંથી મુક્ત કરાવે છે.શ્રીયુત હેમલ આગળ કઈ બોલ્યા વગર બોર્ડમાં "ફ્રાન્સ ની જય હો" લખી ને તે જતા રહે છે અને અહીંયા આ "આખરી પાઠ" પૂરો થાય છે આની અસર ફ્રેન્ઝ ઉપર થાય છે તેને કદી ન ગમતા એવા સર શ્રીયુત હેમલ ફ્રેન્ઝ ના દિલમાં જગ્યા બનાવે છે.


ત્યાં તો લેકચર પૂરો થવાનો બેલ પડે છે .અને અંદર વિચાર છું. કેવી મસ્ત વાર્તા છે.મઝા આવી. એવામાં રાજેશ સર આવે છે, બેસે છે અને કહે છે કે "હું હવે અહીંયા હવે બસ થોડા સમય છું.૨૦ તારીખ પછી હું જતો રહેવાનો છુ ગાંધીનગર.ત્યાં સેન્ટલ યુનિવર્સિટીમાં સિલેકશન થયું છે." આ એકદમ થયું. હું નિરાશ થઈ ગયો મને માનવામાં નતું આવતું કે હવે સર જતા રહે છે.. સર જતા રહે છે. તો આ કોલેજમાં શ્વાસ નહિ હોય એમ લાગે છે.આ એકબાજુ આખરી પાઠ વાર્તા સાંભળી છે અને બીજી બાજુ આ એજ વાર્તા જેવું થયુ સર જવાના છે તેમના માટે માંન વધી ગયું પણ સાથે હવે કોલેજ માં રાજેશ સર વગર કરી છું.મારા જેવા બીજા વિધાર્થીઓ પણ આ વાત હઝમ ના કરી શક્યા. કે સર હવે આ કૉલેજમાં નહિ હોય...


સર હું આ કૉલેજ માં આવ્યો. ત્યારે ગુજરાતી વિશે કઈ એટલું બધું જાણતોહ નતોહ.પણ તમારા લીધે આજે હું ગુજરાતી ભાષા વિશે થોડુંક કઈક જાણું છુ.તમે અમને ગુજરાતી ભાષાનું મહત્વ કરતા શીખવાડ્યું છે.. કૉલેજ ના પેહલા વર્ષથી તમારા
લેકચર ભર્યા છે.જેવા તમારા લેકચર માં મઝા અને રસ આવે છે. એવો રસ બીજા કોઈ લેકચરમાં આવતોહ નથી. તમે ગુજરાતી ના હાર્દ સુધી લઈ જાવ છો. તમારા મોઢથી જે વાર્તા કહો એવી કે અમે એ વાર્તા અંદર જતા રહીએ.

કૉલેજના આ પાંચ વર્ષ તમારી સાથે ક્યારે પુરા થઈ ગયાં ખબર ના પડી.જ્યારે પણ સર તમને જોઈએ તમારા ચહેરો હમેશા હસતો હોય. એક સકારાત્મક સ્મિત હોય.



તમે એક વખત કલાસમાં પ્રશ્ન પૂછ્યો તમે કેમ કઈ પૂછતાં નથી. કઈ તો બોલ ,નહિ કઈ કે તમને બધું ખબર છે. પછી તમે બોલ્યા આવું ના ચાલે..ત્યારે આખો રૂમ શાંત થઈ ગયો. અને એ શાંતિમાં હું પણ હતો. બધા વિદ્યાર્થીઓ મોન થઈ ગયા. હું પણ થઈ ગયો. પણ મારા મનમાં વિચાર આવ્યો આવું કેમ. અમે રાજેશ સર ને કેમ કઈ પૂછતાં નથી. લેકચર પત્યા પછી મને ખબર પડી મને એનો મારી રીતે ઉત્તર મળી ગયો.જયારે તમે લેકચર લેતા હોય ત્યારે દરેક વિદ્યાર્થીઓ તમને એટલે નથી, પૂછતાં કેમ કે તેમને ખબર છે તમે જે કહો છો તે બધું સાચું હશે. તેટલો અમારો વિધાર્થીઓનો વિશ્વાસ છે તમારી ઉપર ,તમે કઈ ખોટું નહિ બોલો.એ દિવસે એ તમારા લેકચર પુરા થયા પછી બારીમાંથી ધીમે ધીમે સૂર્યની કિરણ સીધી મોહ પડી હતી જેવી રીતે તમારો જ્ઞાન નો પ્રકાશ અમારી ઉપર પડ્યો હોય...



મને ગુજરાતી સાહિત્યમાં એક રમેશ પારેખ અને બીજા રાજેશ સર તમે મારા મનગમતા સર્જક છો.મને રમેશ પારેખની ઓળખ કરનારા તમે છો..

આજે એ ફાઇનલી એ દિવસ આવી ગયો.જ્યારે તમે આ કૉલેજ છોડી જવાના છો. ત્યારે તમે હમેંશા આ કૉલેજ તમારા ઉમદા કાર્યના લીધે તમને બધા યાદ કરે છે. અને રહી વાત અમારી વિદ્યાર્થીઓની તે તો હંમેશા તમને યાદ કરી છું. હા પણ અમારા પછીના વિદ્યાર્થીઓ તમારો સાહિત્યનો લ્હાવો નહિ મળી શકે એનું થોડું દુઃખ છે. તમારી સાથે હું પહેલીવાર ફોટો પડાવ્યો અને કૉલેજ વતે તમારી સાથે છેલ્લો પ્રોગ્રામ પણ માણ્યો.એનાથી મોટી સ્મૃતિ મારા માટે શુ હોય.
આનંદ આનંદ આનંદ...
મારુ સપનું હતું કે હું પ્રોફેસર બનું.પણ હવે મારુ સપનું છે કે પ્રોફેસર બનું તમારા જેવો બનું...

તમે જિંદગીમાં ખૂબ પ્રગતિ કરો

💐ખુબ ખુબ અભિનંદન સર🤝🏻



આખરી પાઠ: રાજેશ સાહેબ

ભાર્ગવ