The Author Krishna Solanki Follow Current Read ગરીબોની અમીરાઈ - 1 By Krishna Solanki Gujarati Fiction Stories Share Facebook Twitter Whatsapp Featured Books बुजुर्गो का आशिष - 11 पटारा मैं अभी तो पूरी एक नोट बुक निकली जिसमे क्रमांनुसार कहा... नफ़रत-ए-इश्क - 5 विराट अपने आंखों को तपस्या की आंखों से हटाकर उसके कांप ते ह... अपराध ही अपराध - भाग 4 अध्याय 4 “मैंने तो शुरू में ही बोल दिया…... My Wife is Student ? - 22 आदित्य की बात सुनकर स्वाति इधर उधर देखन लगती हैं.. ओर उसे सो... आखेट महल - 5 - 1 पाँचपुलिस का आखेट महल रोड के पेट्रोल पम्प पर तैनात सिपाही उस... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by Krishna Solanki in Gujarati Fiction Stories Total Episodes : 6 Share ગરીબોની અમીરાઈ - 1 (10) 1.7k 4.3k પ્રસ્તાવના. -દોસ્તો માતૃભારતી પર આ મારી પ્રથમ નવલકથા છે.જેની મોટા ભાગની ઘટનાઓ કાલ્પનિક છે.જેનો સત્ય ઘટના જોડે કોઈજ સંબંધ નથી.મારા વિચારોને હું માતૃભારતી ના માદયમ દ્વારા આપના સમક્ષ રજુ કરી રહી છું.અને આશા રાખું છું કે આપ સૌનો મારી આ સફરમાં ખુબજ સહકાર મળશે. અહીં નવલકથામાં એક સુંદર સંબંધોનું મૂલ્ય સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે . ગામડાઓની ગરીબાઈ વચ્ચે જીવતા બે નાના બાળકો જે સાવજ અનાથ છે.ગામ ના લોકોનો એની જોડેનો ખરાબ વ્યવહાર રજૂ કરવામાં આવ્યો છે.સાથે સાથે માનવતાનું પણ તાદર્શ વર્ણન કરવામાં આવ્યું છે.લાગણીઓના નાજુક સંબંધો એક નાના બાળક ના માદયમ દ્વારા સચોટ વર્ણવ્યા છે.અને ભૂતકાળ ના ખરાબ દિવસો યાદ રાખી ને જીવવાની પ્રેરણા આપે છે. મિત્રો નવલકથાની શરૂઆતમાં કદાચ તમને ન પણ વાંચવી ગમે પરંતુ જેમજેમ વાંચતા જશો એમ તમને વધુ ને વધુ રશ પડતો જશે.લેખન કાર્યની રાહ પર મારુ આ પહેલું પગલું છે,તમે મને સહકાર આપશો એવી હું આશા રાખું છું. શિયાળાના ભરડામાં લપેટાયેલું પંખીના માળા જેવડું ગામડું.પરોઢ થવાને બસ બે એક કલાકનો જ સમય બાકી,પંખીઓની પાંખો ફફડી,ઠંડીથી ઠુંઠવાયેલા તરુવરો આંખું ચોળતાં ઉભા.ગામની ફરતી કાંટાળી વાળ કોઈ રાજ્યના સૈનિકોની જેમ ભાલા જેવા કાંટાઓ ગોઠવી સજ્જ થઈ,નગર ની અડીખમ અટરીઓ જેવી ગામડાંની હાથણી ઓ જેવી ભેંસો ખાણની રાહ જોતી બેઠી. સાવરણા બધા એક પછી એક જાગી રહ્યા,જાણે છાછું ના વલોનાય દાંતણ પાણી કરી કામે વળગ્યા ન હોય! આળશું છોકરું જેમ ગોદડું ઊંચકાવી આજુ બાજુ નજર નાખે એમ રેવતાચલની (ગિરનાર)બે ટૂંકો વચ્ચેથી સૂર્યનારાયણ ડોકું ઊંચું કરી ધરતીને નિહાળી રહ્યા.માળાઓ પંખી વિહોણા થવા લાગ્યા,ફુલવાડીઓના ફૂલડાં જાણે પતંગિયાઓના ચુંબનોથી નિદ્રામાંથી જાગી ગયાં. સઘળી પ્રકૃતિ જાણે પળવારમા બેઠી થઈ. ધમધમતો સંસાર ચાલુ થઈ રહ્યો,વટેમાર્ગુઓથી મારગ આખો ઉભરાઈ આવ્યો છાછ દૂધના કિટલાઓની અવર જવર પણ ચાલુ થઈ ગઈ.શાકભાજીની રેકળિયો તો દરવાજે દરવાજે સાદ પાડતી દેખાય. ગામડાની નાની નાની દુકાનો કિચુડાટ કરતી ખુલવા લાગી.મહાદેવના મંદિરની ઝાલર મધુર ધ્વનિથી ભક્તોને શિવ દર્શનનું આમંત્રણ આપી જાય. વટેમાર્ગુઓ રાહમાં ગપશપ કરતા નજરે ચડે.વળી ક્યાંક કપટી માણસો કોઈની કુથલી કરતા નજરે ચડે. 'અરે, ભાઈ આડું જોઈ જાવ,નહિતર અપશુકન થાહે'.વટેમાર્ગુઓમાં ચર્ચા ચાલુ થઈ.બીજે પૂછ્યું,:"કેમ વળી?અપશુકન કેવું!".પે'લાએ જવાબ આપ્યો:"અરે જોતો ખરો પેલો મનહુસ આવી રહ્યો છે. અભાગો સવાર સવારમાં 'દિ બગડશે કે શુ?" પ્રશ્ન કરવાવાળો માણસ કદાચ ગામમાં નવો હશે એટલે ફરી પ્રશ્ન થયો."લે વળી આવડો નાનકડો બાળક અપશુકનનું કારણ વળી કેવો?" અરે એ દેખાય નાનકડો,ઇ ઇના બાપને ખાઈ ગયો,કુટુંબ આખું રઝળી પાડ્યું આ ગોઝારાએ,તોય મુવો જીવે છે. કેમ વળી એવું એણે શુ કર્યું. અરે ભાઈ, વાત જાણે એમ છે,કે આ ભૂંડાની માં અને એની ફઈનું સામસામું લગન થયેલું.ઘરઘરના કંકાશ, કઝીયામાં નણંદભોજાય બંનેએ આપઘાત કર્યો.બાપથી વિરહ સહયો ન ગયો ને માંદો પડી મરી ગયો.એના પાંચેક વર્ષ પછી કુપોષણથી પીડિત બે ભાઈબહેન પણ અલ્લાને પ્યારા થઈ ગયા. વધ્યા બે,આ કઠણકપારો અને એની નાની બહેન.માત્ર સાત વર્ષની. "હાય હાય ,તે એમાં એ બીચારાવનો શુ વાંક ગનો".આવતલ માણસે પુછી નાખ્યું. અરે ભઈ, આ મોતનું તાંડવ તો આ મૂઆના જનમથી હાલતું થયું તો ઇજ મનહુસને! આટઆટલા મરણ જોયા તોય મર્યો નહિ સાલો. "રામ રામ રામ એનું મો જોવામાંય પાપ છે હો!"ત્રીજા જણે સાથ પુરાવ્યો. આટલી વાત પતતા પતતા તો આખાય માર્ગ ઉપર આ નવા માણસે નજર નાખી લીધી.લગભગ બધાના ચહેરા આડા -ત્રાસા હતા.બધાની નજરો તિરસ્કાર ભરી હતી.કોઈએ પણ એ બારેક વર્ષના બાળક પર નજર ન નાખી. ફક્ત નવીન માણસ બધાથી છૂટો પડી બાળક ની સામે ટગર ટગર જોઈ રહ્યો. બાળક બધાંથી નજરો છુપાવતો શહેરી માણસની લગોલગ થઈ પસાર થયો.ભરબજારમાં એણે આ નવીન માણસનેજ પોતાની સામે જોતો ભાળ્યો.ન જાણે કેટલાય વર્ષે એક આશાનું કિરણ એના માનસપટ પર રમી ગયું.એણે એ શહેરી લાગતા માણસ તરફ એક મંદ હાસ્ય ફેંક્યું. હાસ્યમાય ક્રૂર ઠંડીનો પ્રકોપ જોવા મળે,એના શુસ્ક હોઠ ધ્રુજી રહ્યા હતા,શરીર પર ફાટેલું તુટેલું કમીજ અને નીચે ગાંધાતુ પેન્ટ પહેરેલું.પગમાં ચિરાઓ પડેલા,માથાના વાળ શાહુડીના વાળની જેમ ઊભાં થઈ ગયેલા. કેટલાય દહાડાથી ભૂખ્યા પેટ અને સજળ નેત્રની તકરાર વધી રહી,ધ્રૂજતી કાયારાણી જાણે આ બધું મૂંગે મોઢે સાંભળતી ન હોય!પણ નિષ્ઠુર બોર્ડર સમાં ઓષ્ઠ જીભને બોલવાનો અવસર આપેતોને!પોતે જાણે ધરતીનો બોજ હોય એવી એની મુખમુદ્રા વર્તાઈ આવે. શહેરી લાગતો એ માણસ કોટના ખિસ્સામાં હાથ નાખી બે ત્રણ ચોકલેટ કાઢે છે. બાળક આ બધું જોઈ રહ્યો.એનું હૃદય શહેરી માણસના હાથની ચોકલેટ પર માખીની જેન ચોંટી ગયું. "લે આ ,ચોકલેટ ખાઈશ?"બાળક:"કાકા હું અપશુકનિયાળ છુ, મારુ મોંઢું જોવાય કોઈ ત્યાર નથી,તમે પસ્તાશો".વટેમાર્ગુ:"મને બીક નથી મારા દીકરા."બાળક:"તમે મને દીકરો કહ્યો."વટેમાર્ગુ:"હીરાની પરખ ઝવેરીનેજ હોય." - બાળકે હાથ લંબાવી વટેમાર્ગુના હાથમાંથી ચોકલેટ લીધી. વટેમાર્ગુ હાલતો થયો,એ જોઈ બાળકે ગામના સીમાડા ભણી દોટ મૂકી,એના ઉઘાડાં પગ ફૂલ ગતિથી ભાગી રહ્યા.એનો ખરડાયેલો દેહ કઈ કેટલીયે ફરિયાદો કરતો. પાછો ફરી બાળકની પીઠપર નજર માંડતો શહેરી માણસ ગદગદીત થઈ ઉઠ્યો.જેમ કોઈ રાજા પોતાનું રાજપાટ આપીને ખુશ ન થયો હોય. ગામની ભાગોળે તુટેલું ફુટેલું એક જીર્ણ પડી ગયેલું ઝૂંપડું,ને એમાં આખાય ગામના ઉકરડા કકરાટ કરતા ઢગલા બંધ પડ્યા.ભૂંડના જુન્ડ એમાં મોઢા નાખી ને ઉભા,ગધેડાઓ ઉકરડા ઉપર ઉભી ભૂકી રહ્યા. ગંધાતી ઝૂંપડીની બહાર સાતેક વર્ષની બાળકી આમતેમ નજર નાખી કોઈની વાટ જોતી હોય એવી મુખમુદ્રામાં બેઠી જણાય. સોએક મીટરથી તો જોઈ પણ ન શકાય એટલો પાતળો એનો દેહ.શુસ્ક ગાલ,સીંદરા જેવા એના વાળ, આંખોમાં ભૂખ છલોછલ જોઈ શકાય.ઠંડીથી ઝઝૂમતી એ નિરાધાર પાણી વિનાના ઠુઠા વૃક્ષ જેવી ભાષે .બાળક:"ઇલ... ઓ, ઈલા......જો હું શું લાવ્યો. બારેક વર્ષનો બાળક ઝુંપડા ભણી દોડતો આવ્યો.એની આંખોમાં ચમક અને મુઠ્ઠીમાં કઈક હતું. ઝૂંપડાની છોકરીની આંખો ચમકી,એ ઉભી થઇ,ભૂખ તરસથી થાકેલા એના પગ દોડીતો ન શક્ય પણ ,બે ડગલાં જરૂર ભર્યા.બાળક:"ઈલા,લે આ ચોકલેટ ખા."ઈલા:"ભાઈ,ચોકલેટ કોણે આપી?બાળક:"હતો એક ભલો માણસ ,ગામમાં નવો હોય એવું લાગ્યું.પણ ભગવાન એનું ભલું કરે! ચોકલેટનું કાગળ ઉખડયું ન ઉખડયું ત્યાં તો એ ભૂખથી પીડાતા પેટનો શિકાર બની ગઈ,નાની અમથી ચોકલેટ ભૂખ સંતોષવામાં તો કાબીલ ન હતી, પણ જીભને રમવા એક સ્વાદ જરૂર મળી રહ્યો.ઈલા:"રામુ, તે કઈ ખાધું."(બાળકનું નામ)રામુ:"હહ...હા , એ માણસે મને ઘણી ચોકલેટ આપી હતી,હકલાતા સ્વરે હાથના ઈશારે રામુએ ચોકલેટનો જથ્થો દર્શાવવાનો પ્રયાશ કર્યો. આટલો ઈશારો કરતાતો રામુની આંખમાં આશુ આવી ગયાં, હોઠ થથરી ઉઠ્યા,છાતીના પાટિયા જાણે હમણાંજ બેસી જશે એવુ લાગે. ઇલાને ચોકલેટ ખાતી જોઈ રામુના મોમાંય પાણી તરવરી ગયું.બિચારો બે'નના સુખમાં પોતાની ભૂખનો તિરસ્કાર કરતો! રામુ દુઃખી નજરે આકાશ તરફ મીટ માંડી રહ્યો.એ કઈક હોઠ બળબળાવી ઝૂંપડીમાં જતો રહ્યો.ઈલા:"રામુ,શુ થયું?આલે આ એક ચોકલેટ ખા હવે મારાથી નહિ ખૂટે,મેં તો તું નહતો ત્યારે ઘણું બધું ખાધું હતું,ગામની કોઈ બાઈ ઘણી રોટલીઓ અહીં ફેંકી ગઈ હતી......,પછી ના શબ્દો જાણે ઇલાના બંને હોઠની નીચે ધરબાઈ રહ્યા.રામુ:"તું કેટલું ખોટું બોલીશ ઈલા?તારું મો જોયુ!તું ખોટાળી છો એવું સાફજ કહી રહ્યું છે.ઈલા:"તું મારાથી મોટો છે એટલે ખોટું બોલવાનો શુ તારે એકનેજ અધિકાર છેં? રામુ આગળ કઈ બોલી ન શક્યો,એણે ચોકલેટ ખાધી, ચીકલેટમાં એણે બત્રીસ ભોજન જમ્યાનો સંતોષ થયો.ચોકલેટના પ્લાસ્ટિક પરેય એની જીભ ફરી વળી. ભાઈ તને જેણે ચોકલેટ આપી એનું ભગવાન ભલું કરશે,એનો અન્ન ભંડાર ક્યારેય ખાલી નહિ થાય, ઈલા રડતાં રડતાં બોલી. સાથે રામુય રડી પડયો, ગામ આખાની નિર્દયતાનો પરિચય કરાવતું આ ઝૂંપડું કઈ કેટલીય ફરિયાદ કરી રહ્યું, પણ મેડીમોલાતો એનો અવાજ સાંભરે તોને! કંગલોના આશુય શુ કંગાલ જ હશે? ઝૂંપડાની અંદર માત્ર બે ત્રણ ગાભાજ પડેલા,બાકી નીચે ઘાસ પાથરેલું, કાંઠા તૂટલી એક માટલી અને ડબલા ને કાપી કળશયો બનાવેલો,માટલીમાં પીવાનું પાણી ભરેલું,એ પણ ત્રણ ચાર દિવસથી ભરેલું હોય એવું લાગે,ઝૂંપડુંય ત્રાસુંબાંગુ થઈ ગયેલું.બેક ઉકરડામાંથી વિણેલા તુટેલા રમકડાં વેરવિખેર પડ્યા, ઝૂંપડાની દીવાલો પર વર્ષો જૂની બેત્રણ છબીઓ ટીંગડાયેલી, કદાચ એ એની મા-બાપની છબીઓ હોઈ શકે,તુટેલા ફૂટેલા બેક ભગવાનના પોસ્ટરો ઝૂંપડીના ખૂણામાં ગોઠવેલા.આ બધું ઈલા અને રામુની ભક્તિનો પરિચય કરાવી જાય. આ બધું નિહાળતો એક ચહેરો ઝૂંપડાની પાછળ ની દિવાલના કાણામાં ગોઠવાયેલો. એની ચોર જેવી નજર શુ બાળકોને લૂંટવા માટે ફરતી હશે?શુ એ બાળકોને દુઃખ આપવા આવેલો હશે?નહિ? તો પછી આમ કેમ કાણામાંથી જોતો હશે?કોણ હશે એ? બાળકોના રુદનથી એની આંખો કેમ ફાટી રહી હશે?કે પછી એની મદદ કરવા કોઈ ફરિસ્તો હશે? Be Continue............. મિત્રો ,લેખન કાર્યની મારી શરૂઆતને તમારા અભિપ્રાયની ખુબજ જરૂર છે,મારા લેખન કાર્યમાં મારો ઉત્સાહ વધારવા હું આપ ને વિનંતી કરું છું,અને હા,મારી ખામીઓ અથવા ત્રુટીઓ મેસેજ દ્વારા કહેવા વિનંતી જેથી હવે પછીની storry માં હું મારી ભૂલો સુધારી શકું. ધન્યવાદ.........🌹☺🌹 Krishna solanki. › Next Chapter ગરીબોની અમીરાઈ - 2 Download Our App