Raju Royal - the great in Gujarati Short Stories by Agyatvasi books and stories PDF | રાજુ રોયલ : ધ ગ્રેટ

Featured Books
Categories
Share

રાજુ રોયલ : ધ ગ્રેટ

ઝીગલાએ નિહાકો નાખતા : આ રાઝયો ય પણ હાવ ઝૉ ને.....
જયેં હોય તયેં મોટા મોટા ફાંકાઝ ઝીકતો હોય.
મેહુલ્યો ખંભેથી રૂમાલ કાઢી મોઢું લુસતા લુસતા : તયે હું ? તે દી મને હું કેય, "ઝીંદગી ઝીવો તો એવી કે ઝાણે મોત નાય મોત્યા મરી ઝાય, કેમ બૉલૉ નય દાશ?
પશલો : તમે બધા ભલે ભેગા થઈન રાઝયા ની કાપતા હોવ પણ મારે મન તો રાઝયો મહાન સે હો.
ઝીગલો : કાં ? એવા તે હું પરાક્રમ કય્રા ઈ ફાંકોડી એ ? તે ભાઈ મહાન થઇ ગ્યા.
પશલો : કાં તે તને નથ ખબર્ય ? તે દી ઓલી હમઝુ ડોહી માંદી પડી તે દી વીઝ્યા પાંહે એની બાને દવાખાને લઇ ઝાવાય એટલા પૈસા ય નો'તા તેદી રાઝયા એઝ એની સાઇકલ વેશીન પૈસા આય્પા તા. વીઝ્યાનો ડોહો મરી ગ્યો પશી ખેતર, વાડી હંધુંય વેસાય ગ્યા, કાંઈ વધ્યું નોતું, વિઝ્યો એની બાની શેવા સાખરી કરી હકે અન એને ઝાત્રા કરાવી હકે એટલે ઈ શેરમાં નોકરી કરવા ગ્યો થો પણ... નથી કેતા ઝાઝા ગુમડે ઝાઝી ઉપાદી એમ એનેય રસ્તામાં કુય્તરૂ કવ્ડ્યું ને ઠેબાતો ઠેબાતો આવતો તો ને એક્સિડન થ્યું, હાવ પગ ભાંગ્યો. હવ લુલાને નોકરીય નો મળીને પનસર ની દુકાન ખોલી તે એમાં હું? ખાયન ખાવાના થાય.
ઝીગલા એ શાર ભાઈ ની ઝૂડી કાઢી ને બીડી ટેકાવીન ધુમાડા ના ગોટા સડાવતો : હા એમ રાઝયો દિલદાર બોવ પણ ફાંકા બોવ મારે ઈ મને નો ગોઠ્યું.
મેહુલ્યો : શીના ફાંકા? હેં ઝિગલા.
ઝિગલો : તો હામ્ભય્ળ.... તે દી આપડે બધા ઉમરાળે મોટી ટોકીઝ માં ફિલમ ઝોવા નોતા ગ્યા ?
(એટલામાં ઝેરામ આવે સે)
ઝેરામ : એ રામ રામ ડાયરાને.... હું વાતે મંડાણા સો?
પશલો : ઓલ્યા મહાન માણાહ ની વાત્યુ થાય સે...
ઝેરામ : કોની? રઝુડા ની વાત કરો સો?
પશલો : તયે આખા ગામમાં સે કોઈ બિઝુ એની ઝૅવું ?
ઝેરામ સપ્પલ માં ડટ્ટી નાખતા નાખતા : હા સાલું રાખો તમ તમારે.....
મેહુલ્યો : ઝિગલા તું હું કેતોથો, તારુંસાલું રાય્ખ.
ઝિગલો બીડી ઓલવતા ઓલવતા : તે દી આપણે ફિલમ ઝોવા ગ્યાતા ત્યારે ઘડીક હાટુ ઈ બાર્ય નોતો વયો ગ્યો? ઈ એનાઉસ કરવા ગ્યો તો કે એનો હિત્તેર હઝાર નો મોબાઈલ ખોવાઈ ગ્યો સે, ને પશી નોતા હંધાય ને ધંધે લગાડ્યા ને ફિલમ ખોટી કયરુતું.
મેહુલ્યો બબડતા બબડતા : તયે હું... તે દી કલાક ખોટી થ્યા થા ને હાલી હાલીન મારા પગ દુઃખી ગ્યા થા.
ઝેરામ સપ્પલ પેરતા પેરતા : તયે રાયતે ન્યાં કોણ તારો બાપ વશરામ ખોડા સકડો લઇન તને લેવા હાટુ આવાનો હતો?
(બધાય દાંત કાઢે સે । હા હા હા )
પશલો : એવું એણે હુકામ કયરું તું... ખબર સે ? મેં પુશુ તયે મને કેય કે, "આપડે કેટલા પૈસા વાળા સવી ને કેટલા ગરીબ ઈ આપન્ને ઝ ખબર્ય સે ને? આ ઉમરાળા વાળા ને ક્યાં ખબર્ય સે? એને તો એમ થાય ને કે કોક પડખેના ગામમાં થી શાર-પાસ સોકરાવ ફિલમ ઝોવા આય્વા તા ને હિતેર હઝાર નો મોબાય્લ ખોઇન ગ્યા, ભલેને પશી ગામમાં વાતું થાતી, એનેય ખબર્ય પડે ને કે આપડા ગામમાં સધ્ધર લોકોય સે ઝે હિતેર હઝાર ના મોબાય્લ રાખે સે.
મેહુલ્યો : હા એમ રાઝયા નું કામકાજ ઉંસુ હો... આપડા ગામમાં શેકડેમ ય એનાઝ પરતાપે થ્યા સે ને નવી નિહાળ્ય એને પરતાપે ઝ સે હો...
પશલો : અન હઝી આવી કય કેટલીય વાત્યું સે, હાંઝ પડ્યે ય ખૂટે એમ નથી.