સરલાબેન ..તમે મારા મમ્મી ને જમાડી લેજો આજે આજે મારે થોડું કામ છે એટલે ઓફિસ વેલા જવું પડશે.. માફ કરજો તમારી ઊંઘ બગડી
અરે મેડમ માફી કેમ માંગો પણ હજુ તો સવાર ના ૩ વાગ્યા છે આટલા વેલા ઓફિસ
તમે મારા માં સમાન છો મને મેડમ ના કહો મહેક જ કહો અને મારે કામ છે..હું જમી લઈશ બહાર
મહેક ગાડી લઈને સીધી મંદિર જાય છે અને રસ્તા માંથી જમવાનું.. કેક ચોકલેટ અને રમકડાં લે છે.. પહેચતા પહોંચતા ૫ વાગી જાય છે આરતી કરી એ મંદિર માં બેસે છે..
હે.. ભોળાનાથ તમને તો ખબર જ હસે હું આજે કેમ અહી આવી છું..આજે મારા દીપક નો જનમદિવસ છે.... એ એના દર જન્મદિવસ પર મને લઈને અહી આવતો અને કહેતો આ મંદિર મારી મનગમતી જગ્યા છે.. અને અહી ના ગરીબ બાળકો મને બહુ વહાલા છે...ભલે આજે એ દૂર છે થોડો પણ મારા દિલ ની એકદમ નજીક છે હું હજુ એની મહેશુસ કરું છું..
( એ દીપક ને યાદ કરે છે)
હેલ્લો સ્ટુડન્ટ્સ... ગુડ મોર્નિંગ..હાઉ આર યુ???
ગુડ મોર્નિંગ સર..
આપડી કોલેજ માં દર વર્ષ ની જેમ આ વર્ષે પણ આપડી કોલેજ માં એન્યૂલ ફંકશન રાખ્યું છે જેમાં સિંગીગ.. ડ્રામા.. ડાંસ.. વગેરે જેવા પ્રોગ્રામ છે તો જેને ભાગ લેવો હોય એ નીચે હોલમાં આવે..
(ઘણા સ્ટુડન્ટ હોલમાં જાય છે બધા પોતાના નામ લખાવે છે મહેક પણ પોતાનું નામ ડ્રામા માં લખાવે છે અને એજ દિવસ થી પ્રેક્ટિસ શરૂ થાય છે.. બધા પોતાનો પરિચય આપતા હતા)
હેલ્લો.. સ્ટુડન્ટ્સ.. મિસિસ મહેક મલ્હોત્રા જેને ડ્રામા માં ઘણા મેડલ્સ જીત્યા છે એ તમને ડ્રામા ની પ્રેક્ટિસ કરાવશે.. મહેક તમને કોઈ પ્રોબ્લેમ તો નથી ને..
નો સર..
ઓકે... તો મહેક બહુ કડક છે કામ ની બાબતે..ઓકે.. બેસ્ટ ઓફ લક..
મહેક એની પ્રેક્ટિસ ચાલુ કરે છે પણ દીપક બહુ મસ્તીખોર હોય છે
એ બધી ગર્લ્સ જોડે મસ્તી કરે છે..
મિસ્ટર દીપક..તમે તમારો અને બધા નો ટાઈમ વેસ્ટ ના કરો... જે લોકો સમય ની કિંમત નથી કરતા સમય એમની કિંમત નથી કરતું..
(મહેક બોલે જ રાખે છે અને એનો ગુસ્સો જોઈને દીપક ને એ ગમવા લાગે છે અને એ ફ્રેન્ડ બની જાય છે)
હાઇ..મહેક
હાઇ..દીપક..
મહેક .. મારે તને એક વાત કરવી હતી..
હા.. બોલ
અહી નઈ .. બીજે ક્યાંક..તું આવીશ સાથે.. પ્લીઝ...પ્લીઝ... પ્લીઝ..
ઓકે..ઓકે..
( દીપક મહેક ને ભોલેનાથ ના મંદિર માં લઈને આવે છે અને કહે છે)
મહેક.. હું અહીં રોજ આવું છું.. મહેક તને ખબર છે આ ભોલેનાથ મારા બેસ્ટ ફ્રેન્ડ છે...અને જો ઓલા બાળકો દેખાય છે.. એ મારો પરિવાર..અને આજ છે મારી જીંદગી..
દિપક તારા મમ્મી પપ્પા નથી...
મારા મમ્મી ૭ તો હું નાનો હતો ત્યારે જ મને મુકોને જતી રહી... એ મને બહુ પ્રેમ કરતી..અને પછી પપ્પા એ બીજા લગન કરી દીધા મારા નવી મમ્મી મને પસંદ ના કરતા એટલે પપ્પા પાસે ખોટી વાત કરી મને ૧૦ વર્ષ નો હતો ત્યારે જ હોસ્ટેલ માં મૂકી દીધો.. પેલા તો અહી નાનું મંદિર હતું અને બાજુ માં અમારી હોસ્ટેલ એટલે હું ઉદાસ થતો..મમ્મી મિસ કરતો તો અહીં આવી જતો.... અને ભોલેનાથ જોડે વાત કરતો... અને અહી ના ગરીબ બાળકો જોડે વાત કરતો.. જમડતો... પછી મે પાર્ટ ટાઈમ જોબ ચાલુ કરી મારી પાસે ગાડી.. બંગલો.. મારા ખુદ નો બિઝનેસ બધું જ છે.. પણ પ્રેમ ની કમી છે... મહેક મંદિર માં મારા પરિવાર ની સામે કહું છું.. મે તને
પહેલી વાર જોઇ ત્યાર પછી થી તને પસંદ કરવા લાગ્યો હતો.. અને એ પસંદ થી પ્રેમ થઈ ગયો ખબર જ ના પડી.. મહેક મને પ્રેમ માં ભરોસો નાતો પણ તને જોઇને થઈ ગયો.. મહેક મને મોટા મોટા વચન આપતા નથી આવડતા પણ હા એટલું કહીશ કે હું હંમેશા તને જ પ્રેમ કરીશ...તને ક્યારે દુઃખી નઈ કરું.. will you marry me?? l love you
હા...i love you too.. તને તો મારા વિશે ખબર જ હસે..હું અને મારી મમ્મી એકલા રહો છો..હું લગન પછી પણ મારા મમ્મી ને નઈ છોડુ એકલી..એ અપંગ છે એની જવાબદારી મારી છે...તું મારી મમ્મી ને સાથે રાખી શકીશ..
અરે..આતો સારું છેને... જે માં ના પ્રેમ માટે હું વર્ષો થી તડપતો રહ્યો એ પ્રેમ પણ તો મળશે.. એને જાન તારા માટે એક ભેટ લાવ્યો છું..
ભાઈ...ભાઈ... અમારા માટે શું લાવ્યા..: ત્યાં ના બાળકો આવી ને દીપક ને વળગી પડ્યા..
અરે.. સોરી..હું ભૂલી ગયો..મહેક તું અહી બેસ હું નજદીક ના રેસ્ટોરન્ટ થી જલ્દી કૈક લઈને આવું છું...
ના..હું સાથે આવું છું..
ઓકે... જાન.. ચાલ...બાળકો હું હમણાં આવું છું..
બને ગાડી માં બેસી જાય છે..
મહેક... ટ્રાફિક બહુ છે..હું અહીં ગાડી પાર્ક કરું છું...સામે રોડ ક્રોસ કરી ને બાજુ ના રેસ્ટોરન્ટ માં જાઉં છું..તું અહીં ઊભી રે..
હા.. સારું..
(દીપક જતો હોય છે પણ એનું ધ્યાન મહેક માં હોય છે અને પાછળ થી એક ટ્રક એને ટક્કર મારે છે..)
મહેક....: એના મો માંથી જોર થી ચીસ નીકળી જાય છે..
દીપક....દીપક...( દોડી ને દીપક પાસે જાય છે એ લોહી લુહાણ હાલતે પડ્યો હોય છે..) દીપક આંખો ખોલ.. પ્લીઝ..દીપક.. તને મારા સમ. ખોલ આંખો ...
( એ દીપક ને હોસ્પિટલ લઈ જાય છે..ત્યાં એનું ઓપરેશન થાય છે..)
ડોક્ટર.. કેવું છે..દીપક ને...
સોરી.. દીપક ને અમે બચાવી નથી શક્યા..પણ એના પેન્ટ માંથી આ ડાયરી અને આ બોક્સ મળ્યું છે..
મહેક રડતા રડતા ડાયરી ખોલે છે..
મહેક..
હું તને બહુ પ્રેમ કરું છું તારી ઉપર મને બહુ વિશ્વાસ છે... મારે મારી જીંદગી તારી સાથે જીવવી છે..કદાચ કાલે હું ના હોય તો આ મારી આખરી વિશ છે ...મંદિર માં રહેલા બાળકો નું ધ્યાન રાખજે..હું મારી મિલકત..મારી ફેક્ટરી.. ટોટલ ૨૦૦ કરોડ ની મિલકત તારા નામ એ કરું છું.... આપડે સાથે મળી આનો સદુપયોગ કરશું..
મહેક બોક્સ ખોલે છે તો અંદર થી રીંગ.. મંગળસૂત્ર અને કંકુ મળે છે..(બધું જોઈને મહેક બહુ રડે છે)
હવે મારે રડવાનું નથી મારે દીપક ની ઈચ્છાઓ પૂરી કરવાની છે..
ભાભી..ભાભી..નો અવાજ આવતા એ વર્તમાન માં પરત આવે છે.. જોવે છે તો ૧૧ વાગી ગયા હતા અને મંદિર માં રહેતા બાળકો એને મળવા આવેલા હતા : મહેક આંશુ લૂછે છે
ભાભી..આજે ભાઈ નો જનમદિવસ છેને...તમે ભાઈ ને યાદ કરો છો..
હા... તમારા ભાઈ નો જન્મદિવસ છે.. અને એ આપડી સાથે જ છે.
ચાલો કેક કાપીએ
સાથે મળી કેક કાપે છે અને પછી મહેક બધાને જમાડે છે..
બાળકો ...તમારા માટે એક ખુશી ના સમાચાર છે..તમારા માટે જે સ્કુલ નું કામકાજ ચાલતું હતું તે બધું પૂરું થઈ ગયું છે..એ સ્કુલ માં તમે ફ્રી માં ભણી સકો છો અને સામે જ એક હોસ્ટેલ બનાવી છે..ત્યાં તમે રહી પણ શકો છો..ત્યાં રહેવાની.. જમવાની.. ભણવાની બધી સુવિધા છે... કાલ થી જ તમારા બધાંએ ત્યાં જ રહેવાનું અને ભણવાનું....
બધા બાળકો તાળીઓ પાડવા લાગે છે..
હે...ભોલેનાથ.. તમારો આભાર..આજે મારા દીપક નું સપનું પૂરું થયું.. દીપક મહેતા સ્કુલ.. હોસ્ટેલ સરું થઈ જશે કાલ થી..
આકાશ સામે જોઇને બોલે છે : દીપક...i love you...