SPEECHLESS WORDS CH. 35 in Gujarati Love Stories by Ravi Rajyaguru books and stories PDF | SPEECHLESS WORDS CH. 35

Featured Books
Categories
Share

SPEECHLESS WORDS CH. 35

|| 35 ||

પ્રકરણ 34માં આપણે જોયું એમ અજીતભાઈ એટલે કે આદિત્ય પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. જેમાં છેલ્લે આપણે જોયું તેમ આદિત્ય અને રુહીની વાત પૂરી થઇ અને આ વાતને વર્ષો વીતી ગયા.

હવે શું થશે ? આદિત્ય અને દિયાની આ સ્ટોરી કેવી રીતે આગળ વધે છે ? આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ...


*

સમય હવે ઘણો બદલાય ગયો હતો. કી-પેડના જમાનામાંથી અમે બધા ટચ સ્ક્રીનના જમાનામાં પ્રવેશી ચૂક્યા હતા. દિયાના અને હેત્વીના લગ્ન થઇ ચૂક્યા હતા. હેત્વી સાથે અને રુહીની વાત પૂરી થઇ અને આ વાતને વર્ષો વીતી ગયા. સમય હવે ઘણો બદલાય ગયો હતો. કી-પેડના જમાનામાંથી અમે બધા ટચ સ્ક્રીનના જમાનામાં પ્રવેશી ચૂક્યા હતા. દિયાના અને હેત્વીના લગ્ન થઇ ચૂક્યા હતા. હેત્વી સાથે મારો સંપર્ક કાયમ માટે તૂટી ગયો હતો અને હું અને દિયા હાજી ક્યાંક ને ક્યાંક સંપર્કમાં હતા. મને એક સારી એવી નોકરી મળી ગઈ હતી. ગ્રાફિક ડિઝાઈનરની જોબ, પગારમાં ૨૦,૦૦૦ જેવું મળી રહેતું અને મારુ ચાલી જતું. પ્રેમ દિલમાં હતો બસ એને બહાર લાવવાવાળું કોઈ હજી મળ્યું નહોતું અને મેં એને જોઈ...

હેત્વી સાથે મારો સંપર્ક કાયમ માટે તૂટી ગયો હતો અને હું અને દિયા હાજી ક્યાંક ને ક્યાંક સંપર્કમાં હતા. મને એક સારી એવી નોકરી મળી ગઈ હતી. ગ્રાફિક ડિઝાઈનરની જોબ, પગારમાં ૨૦,૦૦૦ જેવું મળી રહેતું અને મારુ ચાલી જતું. પ્રેમ દિલમાં હતો બસ એને બહાર લાવવાવાળું કોઈ હજી મળ્યું નહોતું અને મેં એને જોઈ...

શ્વેત રંગના ડ્રેસ પર નેટવાળી કાળા રંગની ચૂની અને દૂરથી મારી પાસે આવી રહી હતી, જાણે આવીને એવું માગશે જે મારે આપવું જ હોય.

'તમારી પાસે એક્સટ્રા પેન છે ? મારે સ્લીપ ભરવી છે, હમણાં આપી દઉં', એણે મને પૂછી પૂછીને સાવ આવું પૂછ્યું.

'હા', મેં પેન આપી અને એને જ જોઈ રહ્યો. હા, બેન્કમાં પેનચોર બહુ બધા હોય છે પણ હું એને એ નજરથી તો નહોતો જ જોઈ રહ્યો તમે જાણો છો. એને સ્લીપ ભરી અને આપવા ગઈ ત્યાંથી ઉતરેલા મોઢે પાછી ફરી. હવે તમને સમજાય તો ગયું જ હશે કે અમે કોઈ બેન્કમાં હતા.

'શું થયું ? કઈ મુશ્કેલી છે ?', મેં એની પાસેથી પેન પરત લેતા એને પૂછ્યું.

'આ બધા આપણે કાંઈક અગત્યનું કામ હોય ત્યારે જ રીસેસ કેમ રાખતા હશે ?', એને બેન્ક કર્મચારી પર થોડો ગુસ્સો કરતા કહ્યું.

'હમણાં બ્રેક પૂરો થઇ જશે પછી કરાવી લેજો, હું પણ ઉભો જ છું ને?', મને ખબર નહિ કેમ એની સાથે થોડું વધુ બોલવું ગમતું હતું.

'મને ભૂખ લાગી છે, તમારી જેમ નથી', એને ભૂખ લગતા ગુસ્સો સખત આવતો હશે એ વર્તાય આવતું હતું.

'સારું જો તમને વાંધો ના હોય તો મારે પણ એક ડોક્યુમેન્ટ માટે રાહ જ જોવાની છે ને તમારે પૈસા ભરવા માટે તો તમે કહો તો બહાર કાંઈક નાસ્તો કરી આવીએ ?', મારાથી આવું પૂછતાં પુછાય તો ગયું પછી મનમાં સવાલ થયો કે ક્યાંક એને નહિ ગમ્યું હોય તો ?

પણ.. એને હા પાડી અને અમે બહાર જમવા ગયા.

કોઈની સાથે પહેલી જ મુલાકાતમાં લંચ કેવી રીતે થઇ શકે ? અમે કરેલું. બસ, દિલથી જો લાગણી સાચી હોય તો બધું જ થઇ શકે.

અમે હોટલમાં જમ્યા એ દરમિયાન મને એના નામની ખબર પડી કે, એનું નામ એમાંય છે અને ઘરમાં બધા અપર્ણા પણ કહે છે. મેં પણ કહ્યું કે મારુ નામ અજિત છે પણ આદિત્ય વધુ ગમ્યું એટલે મારા પણ બે નામ છે. અમારા કુટુંબમાં બધાના બે નામ હતા, ખબર નહિ એની પાછળનું લોજીક શું હશે ? ખેર છોડો, અમાયા સાથેની ફર્સ્ટ ડેટ દરમિયાન એના વિશે મેં બધું જ જાણી લીધું હતું અને ધીમે ધીમે અમે નંબર પણ એક્સચેન્જ કર્યા એટલે અમે પેહલી વખત મળ્યાના બીજા જ દિવસથી કોલ્સ, મેસેજીસ પણ રેગ્યુલર થઇ ગયા.

ધીમે ધીમે અમે ઘરે વાત કરી, જ્ઞાતિ, પેટાજ્ઞાતિ બધું જ સરખું હતું એટલે કોઈ મુશ્કેલી આવે એવું પણ નહોતું, બંનેના ઘરેથી કુટુંબીજનો માની ગયા અને અમારા લગ્ન થઇ ગયા.

આ વાતને વર્ષો વીતી ગયા અને એક દિવસ અમાયા ઘર સાફ કરતી હશે તો એને મારા ખાનામાંથી ડાયરી, CD રિંગ એવું બધું મળ્યું અને એણે મને પૂછ્યું. મારે છુપાવવાનો કોઈ ખરાબ ઈરાદો નહોતો પણ મારે નહોતું કહેવું પણ એના લીધે અમારે બહુ જ મોટો ઝઘડો થયો પછી બધી જ વાત શબ્દશઃ મેં અમાયાને કરી.

દિયાને મનાવવા મેં મારી જિંદગીના ચાર વર્ષ ખર્ચ્યા છે, એ ક્યારેય ના માની. નેશનલ સ્વિમિંગ ચેમ્પિયન હતી એ, અને એવી જ ફાઈટર બનીને રહી હંમેશા, આજ કદાચ એ જ્યાં છે ત્યાં વધુ ખુશ હોય શકે મને એનાથી તકલીફ નથી અને હું એના વિશે સારી જ પ્રાર્થના કરું છું પણ એ વાત છે કે હા, મારા જેટલો પ્રેમ એની લાઈફમાં એની કોઈએ નહિ આપ્યો હોય.

‘મારી વાત પૂરી થાય છે, તમને જે સવાલ હોય એ પૂછી શકો છો’, અજિતભાઇએ આટલું કહી સવાલો પૂછવાનો બધાને આગ્રહ કર્યો.

'તો પપ્પા પછીથી દિયા જે કોઈ છે એ તમને ક્યારેય મળ્યા નહિ ? મતલબ આમ ક્યાંય ઓચિંતાના મળી જાય એવું કાંઈ?', પ્રેમે પૂછ્યું.

'હવે આવું હું બોલું તો થોડું વધુ લાગે મારા વખાણ કરતો હોય એવું લાગે પણ એક સમય એવો આવેલો જયારે એમના હસબન્ડની કંપનીમાં એમની પ્રોફાઈલ જતી રહેલી અને એમની પાસે જોબ નહોતી ત્યારે દિયા અને એમના હસબન્ડ મને મળવા આવેલા અને આપણે ત્યાં તો નહિ પણ બીજે રખાવી આપેલા.', અજીતભાઈએ પ્રેમને કહ્યું.

'વાહ.. પણ પપ્પા આ બિઝનેસ તમે કેવી રીતે શરુ કરેલો?', પ્રેમે ઉત્સુક થતા પૂછ્યું.

મને જોબમાં વધારે ગમતું નહોતું. ગુલામી જેવું કામ, કુટુંબથી અલગ રહીને નોકરી કરવી એ મને અનુકૂળ આવે એવું નહોતું આથી મને થયું હવે આપણું કાંઈક હોવું જોઈએ.

આથી સમય જતા મેં પોતાનો બિઝનેસ શરુ કર્યો. રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરા શહેરમાં બ્રાન્ચ શરુ કરી, અમારી કંપનીનું ઘણું સારું નામ થઇ ગયું અને સાથે બધા ભાઈ બેનને પણ મેં મારી જ કંપનીમાં જોડ્યા. હાલ મારી એ કંપની મારા જ ભાઈ બહેન અને એમના દીકરા દીકરીઓ ચલાવી રહ્યા છે.

'પપ્પાજી, રુહીની વાત તમે અધૂરી મૂકેલી? એનું શું થયું?', હિરલે પૂછ્યું.

'રુહીના લગ્ન થઇ ગયા બહુ સારો છોકરો મળ્યો એને પણ અને રુહી પછી તો કેટલા બધા યંગસ્ટર્સને મેં કોઈના ને કોઈના લીધે આત્મહત્યા કરતા બચાવ્યા છે. લોકોના દિલ બહુ નાજુક હોય છે, બહુ જ જલ્દી ભરાય જાય છે. મેં ઘણા બધા બાળકોને ઓનલાઇન શિક્ષણ આપ્યું. યુ-ટ્યુબ પર પણ ચેનલ બનાવી લાખો લોકોને મોટીવેટ કર્યા, અલગ અલગ સ્કૂલ્સ અને કોલેજીસમાં લેક્ચર્સ આપ્યા. આજે એટલે વર્ષો પછી રાત્રે સુવ ત્યારે ઊંઘ બરાબર આવી જાય છે અને રહી વાત અમાયાની તો અમારે આવા ઝઘડા બહુ જ થયા અને હજી થયા કરે ને અમે પાંચ ભેગા થઇ જઈએ. જિંદગી આવી જ તો હોય છે, ક્યારેક નજીક ને ક્યારેક એક બીજાથી દૂર.

'પપ્પા, એક બિઝનેસમેન તરીકે મારે તમને આ પૂછવું છે કે, તમારી લાઈફમાં બહુ બધી પ્રોબ્લેમ્સ આવી હશે, તો તમે કેવી રીતે એ પ્રોબ્લેમ્સ સાથે ડીલ કરી?', પ્રેમે વ્યાપારીપણું દાખવતો સવાલ કર્યો.

'હમમ.. રાત્રે અચાનકથી વીજળી જતી રહે એવું માની લો તો શું આપણે થાંભલા પર એનો ફોલ્ટ શોધવા જઈએ ? નહીં ને ? આપણે પહેલાના સમયમાં મીણબત્તી સળગાવતા હવે પેલા ચાર્જબલ લેમ્પ્સ ક્યાંક તો ક્યાંક સોલાર બેઝડ લાઇટ્સ પણ છે અને કાંઈ ના હોય તો મોબાઈલની લાઈટ તો હોય જ. રાઈટ ? લાઈફમાં છે ને ઘણી વખત પ્રોબ્લેમ્સ એવી હોય કે જેના અલ્ટીમેટ સોલ્યુશન્સ આપણને તાત્કાલિક નથી મળતાં હોતા. આપણે એ નાના નાના સ્ટેપ્સ લેવા પડે જે આપણા હાથમાં હોય અને એ નાના નાના સ્ટેપ્સ આપણને મેઈન સોલ્યુશન્સ તરફ લઇ જતા હોય છે. સમજાયું ? મેં ક્યાંક વાંચેલી વાત છે આ અને તને સમજાવી રહ્યો છું કે આવું હોય એમ, ક્લીયર ?', અજીતભાઈએ ઘણી ઊંડાણપૂર્વક ચર્ચા કરી.

આજ મારી ઉંમર સાઈઠ થી વધુ છે પણ મારે હાજી કામ કરવું છે, મારે બહુ બધું લખવું છે, મારે દુનિયાને હજી વધુ નજીકથી જોવી છે. બસ, પછી શ્વાસ જતા રે તો પણ કોઈ પ્રોબ્લેમ નથી મને.

બસ, આ આખી મારી વાર્તા છે, તમને કોઈ જગ્યાએ સમજાયું ના હોય તો એમાં ઊંડા ના ઉતારશો કારણ કે અમુક વાર્તા જેમ છે એમ જ એની સ્વીકારવી પડતી હોય છે, બધી વાર્તા પાછળ લોજીક નથી હોતા, ક્યાંક ઈમોશન - લાગણી છુપાયેલી હોય છે.

સ્પીચલેસ વર્ડ્સ કદાચ મારા દિલમાં રહેલી આવી જ એક લાગણી છે. કોઈને સમાજમાં આવશે તો કોઈને નહિ..

થેન્ક યુ.

આટલું બોલી અજીતભાઈએ પોતાની પાસે રહેલા ટેબલ પર રાખેલા પાણીના ગ્લાસમાંથી એક ઘૂંટડો પાણી પીધું અને પોતાની આંખમાંથી ઉતરેલા એક - બે આંસુના ટીપાને લૂછયા અને હળવું સ્મિત આપ્યું.

*

આ અજીતભાઈની એક વાત હતી. આવી રીતે મારી પણ કોઈ વાત હશે, તમારી પણ કોઈ વાત હશે, વાર્તા ક્યાં નથી હોતી, જ્યાં જુઓને ત્યાં નવી વાર્તા મળી જતી હોય છે પણ બધી વાર્તા સીધી અને સતર્ક નથી હોતી અમુક વાર્તાનો પ્લોટ થોડો કન્ફ્યુઝ કરે એવો હોય છે અને એને એવો જ રહેવા દેવો જરૂરી હોય છે. તમને આ વાર્તા ગમી અને તમે મારી આ વાર્તાને પ્રેમ આપ્યો એના માટે તમામ વાચકમિત્રો અને માતૃભારતી ટીમનો ખુબ ખુબ આભાર.

અસ્તુ.