*ધડકનોનાં સૂર*
🎼🎼🎼🎼🎼
ધક ધક -3
💗💗💗
દોસ્તો,આગળનાં પ્રકરણનું યાદ કરી લઈએ,નીતિ અને અખિલેશનાં પ્રેમ પછી લગ્ન થાય છે ને સુહાગરાત પછી ..અહીં આ ભાગમાં.
*************************
બીજે દિવસે સવારે હું ઉઠી,જોયું તો સાત વાગ્યાં હતાં. તું તો મસ્ત નિંદ્રા ખોળે સૂતો હતો!સૂતેલો અખિલ હું પહેલીવાર જોતી હતી.
ઉંઘ કેવી હોય નહિ?દરેક વ્યક્તિને બાળકની જેમ નિર્દોષ લૂક આપે!તને જોઈને તો એમ થયું કે ફરી તારી સાથે સુઈ જાઉં પણ પરિવાર નાં વિચારે હું દિનચર્યા પરવારી સીધી નીચે ગઈ.
હજી ફક્ત સાસુમા જ ઉઠ્યાં હતાં.મને જોઈ ને ખુશ ખુશ થઈ ગયા બોલ્યા,"ગુડ મોર્નિંગ નીતિ બેટા, થોડીવાર સૂઈ રહેવું હતું ને."મેં ફક્ત સ્માઈલ આપ્યું ને એમનાં ચરણસ્પર્શ કરવા જતી હતી તો તરત ગળે લગાવી દીધી ને બોલ્યાં,"દિકરીઓનું સ્થાન હૃદયે હોય છે."ને હું જેમ તને વળગું એમ એમને ભેટી પડી!સાસુમા સાથે અલકમલક ની વાતો કરતાં સવારનો નાસ્તો બનાવવામાં બિઝી થઈ ગઈ.થોડીવારમાં અચાનક લાઉડ વૉઈસ માં સોંગ સંભળાયું,"જીને લગા હું...પહેલે સે જ્યાદા ..પહેલે સે જ્યાદા તુમ પે મરને લગા હું..." ધક ધક" તારાં આ સોંગ પર ધડકન વિચલીત! સાસુમા હસતાં હસતાં બોલ્યા,"જા કુંવર ઉઠ્યાં,રોજ એની સવાર આમ બીગબૉસ ના ઘરની જેમ પડે."હું પણ થોડું હસી ને બોલી, "એ નીચે આવશે જ ને હમણાં." "નવું નવું છે બેટા, તારે સવારે રોજ જવું એની પાસે,તને જોઈને એનો આખો દિવસ સારો જાય."સાસુમાનો આ જવાબ સાંભળી ને હું સીધી ઉપર આવી ગઈ હતી.તું બેડ પર ઊંધો સુઈ ને મને કૉલ લગાવી રહ્યો હતો અને હું ધીમેથી દરવાજો ખોલી,બંધ કરી સીધી જ તારાં પર પડી..તે તરત જ બાહોમાં ભરી લીધી ને ખડખડાટ હસી પડ્યો બોલ્યો,"લુચ્ચી,જરાયે ભનક ના આવવા દીધી ને આવી ગઈ છાનીમાની."પછી કેવી મસ્ત રીતે પૂછ્યું હતું ,"નીતુ,મમ્મી સાથે ગમ્યું ને?"મેં કહ્યું,"મમ્મી તો એ તારાં જ ને!તારી સાથે સંકળાયેલા દરેક વ્યક્તિ મને ગમે જ બકા!" આ વાત સાંભળી તે મને કપાળે જે કિસ્સી આપી હતી એ અહેસાસ કંઈ અલગ જ હતો.જાણે તું નિરાંત અનુભવતો હોય એમ લાગ્યું!
નાસ્તા ના ટેબલ પર સહુ ભેગા થયાં. પપ્પાજી,તારી બેન એશા,મમ્મી,તું અને હું.કેવું સરસ નાનું ફેમિલી! પપ્પાજી બોલ્યા,"નીતિ બેટા, તારી સાસુ કે મારો આ લાડલો કુંવર હેરાન કરે તો સીધું મને કહી દેજે,ને આ એશા પણ ખીંચાઈ કરે તો મને કહેજે સીધી કરી દઈશ." પપ્પાની લાડલી એશા બોલી,"ભાભી પપ્પાજી હેરાન કરે તો મને કહી દેજો હું સીધા કરી દઈશ."અને બધાં હસી પડ્યાં. કેવું ખુશીનું વાતાવરણ!હું મને ખૂબ નસીબદાર સમજતી હતી અને પ્રભુનો પાડ માનતી હતી.
આપણે હનિમૂન માટે બહાર જવાનું ટાળ્યું હતું કારણકે પંદર દિવસ પછી જ તારું પોસ્ટિંગ દેહરાદૂન થવાનું હતું.ઘરમાં કામકાજ,પૅકિંગ અને પરિવાર સાથેની હસી ખુશીમાં ક્યારે દિવસો પસાર થઈ ગયાં સમજાયું નહી.
દેહરાદૂનમાં જવાની એક ખુશી પણ હતી ત્યાં જ મારી ફ્રેન્ડ નિશા પણ હતી,એના મેરેજ ત્યાં જ ક્રાઇમ બ્રાન્ચનાં ઑફિસર સાથે થયાં હતાં.ત્યાં રહેવાની બધી જ વ્યવસ્થા નિશાએ કરી આપી હતી.એનાં ઘરની નજીક જ આપણું ઘર.
આપણાં ત્યાં આવવાની ખુશી જો હોય તો એ ફક્ત નિશાને જ! જેવા ઘરમાં પહોંચ્યાં કે નિશાએ જોરદાર હગ કરી આવકારો આપ્યો,"નીતુ...મારી નીતુ..પાછી મળી."બોલતાં ઉછળી પડી.એણે ઘર ઉમળકાભેર સજાવ્યું હોય એમ લાગતું હતું.જાતજાતનાં હેંગીગ્સ, બલૂન્સ ને જાણે શું નું શું!અચાનક એક મસ્ત હેંગિંગ પર નજર પડી,"હમારા ઘર"લખ્યું હતું મસ્ત હાઉસ નું પેઈન્ટીંગ હતું દરવાજા ખુલ્લાં અને અંદર "Mr.Akhilesh Patnayk with Mrs.Neeti Patnayak" લખ્યું હતું.હું તો આમ,મારું બદલાયેલું નામ વાંચીને કંઈ અલગ જ લાગણી અનુભવતી રહી!અખિલ, તું ને નિશા શું વાતો કરતાં હતાં મને જરાયે સંભળાતું નહોતું હું તો "યે તેરા ઘર યે મેરા ઘર કિસીકો દેખના હો ગર તો પહેલે આકે માંગ લે મેરી નઝર,તેરી નઝર.."મનમાં ગણ ગણી રહી હતી.
ખુશીથી દિવસો,મહિનાઓ અને હવે વર્ષ પણ જતાં હતાં, ધડકનો મીઠાં સૂરો છેડતી રહેતી હતી....પણ..તો યે નીતિ દિવસે દિવસે મુરઝાતી જતી હતી.
*કુંતલ ભટ્ટ કુલ*
*કારણ જોઈશું 4 થા ભાગમાં!હવે મારે ફરી પ્રતિભાવ નું યાદ કરાવવું રહ્યું.*😀🙏🏻