Pret Yonini Prit... - 55 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | પ્રેત યોનિની પ્રીત... - પ્રકરણ-55

Featured Books
  • आई कैन सी यू - 41

    अब तक हम ने पढ़ा की शादी शुदा जोड़े लूसी के मायके आए थे जहां...

  • मंजिले - भाग 4

                       मंजिले ----   ( देश की सेवा ) मंजिले कहान...

  • पाठशाला

    पाठशाला    अंग्रेजों का जमाना था। अशिक्षा, गरीबी और मूढ़ता का...

  • ज्वार या भाटा - भाग 1

    "ज्वार या भाटा" भूमिकाकहानी ज्वार या भाटा हमारे उन वयोवृद्ध...

  • एक अनकही दास्तान

    कॉलेज का पहला दिन था। मैं हमेशा की तरह सबसे आगे की बेंच पर ज...

Categories
Share

પ્રેત યોનિની પ્રીત... - પ્રકરણ-55

પ્રેત યોનીની પ્રીત
પ્રકરણ-55
વિધુને ભાન આવ્યુ અને વૈદેહીનું રટણ કરવા માંડ્યુ વિધુએ બધી વાત જાણી અને એવું હૈયુ હાથના રહ્યુ એણે કહ્યુ સર ચાલો વૈદેહી પાસે મને ખૂબ ચિંતા થાય છે મારો જીવ બળી રહ્યો છે અમંગળ સંકેતો મળી રહ્યાં છે.
નિરંજન ઝવેરીએ પેલા લોકોને પાછા બોલાવ્યા પેલો વિપુલનો ડેકીમાંજ હતો. બધી ગાડીઓ આવી ગઇ પછી વિધુને લઇને એનાં ખૂબ આગ્રહથી બધાં ફાર્મહાઉસ જવા નીકળ્યા સવાર પડી ગઇ હતી અને ત્યાં પહોચ્યાં પછી ગેટ ખોલાવવા માટે વિપુલને ડેકીમાંથી બહાર કાઢ્યો એને પકડી રાખીને ગેટ ખોલવા માટ કહેવા કહ્યું.
વિપુલને ડેકીમાંથી બહાર કાઢ્યો ત્યારે એ સાવ અધમૂઓ થઇ ચૂકેલો એને પાણીની તરસ હતી.. અને લથડીયા મારી રહેલો ઝવેરીનાં બોડીગાર્ડ એક જોરથી તમાચો મારી કહ્યું "ચલ ગેટ ખોલને કો બોલ નહીતો અહીં પુરા કર દૂંગા...
વિપુલે સીક્યુરીટીને જેમ તેમ કહ્યું સીક્યુરીટીએ પણ ગભરાતાં ગભરાતાં ગેટ ખોલ્યો અને ત્રણે ગાડીઓ અંદર ધૂસી. ઝવેરીનાં પહેલવાનો એ સીક્યુરીટી સહીત શિવરાજનાં માણસોને મારી મારીને ખોખરા કરી નાંખ્યાં.
વિધુ પણ ગાડીની બહાર નીકળ્યો એણે વિપુલને જોયો એવોજ કાળ ચઢ્યો અને ગાડીમાં રહેલી હોકી લઇને વિપુલનાં માથામાં જોરથી ફટકારી.. વિપુલ લથડીયા તો ખાતો જ હતો અને એટલી જોરથી ફટકો પડ્યો કે ભોંયભેગો થઇ ગયો.
વિધુનાં અશક્ત શરીરમાં પણ જાણે વીજળી વેગે જોશ આવ્યોને એણે ફટકા મારવા માંડ્યાં. વિપુલ લોહી લુહાણ થઇ ગયો એને ત્યાંજ મૂકીને વિધુ ઝવેરી અને માણસો સાથે બંગલામાં પ્રવેશવા મુખ્ય દરવાજા પાસે પહોચ્યો પણ દરવાજો બંધ હતો.
વિધુએ ઝવેરીની સામે જોયુ.. ઝવેરીએ એનાં માણસોને દરવાજો તોડવા આદેશ આપ્યો એનાં પહેલવાનો બધાં સાધનોનો ઉપયોગ કરી દરવાજો તોડી નાંખ્યો વિધુ તરત જ અંદર દોડી ગયો. વહીદુ વહીદુ કરતો અંદર ગયો.. અને શાંત થઇ ગયો.
વિધુ અંદરનાં બધાં રૂમ હોલ જોઇ વળ્યો ક્યાંય કશુ દેખાયુ નહીં એનાં હૃદયનાં ધબકાર વધી ગયાં અને વાચા જાણે હરાઇ ગઇ એ શાંત થઇ ગયો. એને ધરાર.. અમંગળ સંકેતો મળી રહ્યાં હતાં.
ઝવેરીએ આગળ આવી નીચેનો બેડરૂમ તોડવા કહ્યું અને માણસોએ એ દરવાજો માત્ર થોડીક ક્ષણોમાં તોડી નાંખ્યો અને અંદરનું દ્રશ્ય જોઇને બધાં હબક ખાઇ ગયાં. નિરંજન ઝવેરીએ વિધુને કહ્યું "તારે એ રૂમમાં નથી જવાનું ચાલ ઘરે અહીં બધુ પતી ગયું છે.
વિધુએ કહ્યું "સર, બધુ પતી ગયુ છે એટલે ? એણએ નિરંજન ઝવેરીને કહ્યું. મને રૂમમાં જવુ છે જોવુ છે. નિરંજનભાઇએ ઇશારો કર્યો અને એમનાં માણસ વિધુને પકડીને અંદર લઇ ગયો. શિવરાજ નશામાં ધૂત થઇને પડેલો ઘસઘસાટ ઊંધી રહેલો અને એની બાજુમાં વૈદેહીનો નિષ્કાણ દેહ પડેલો હતો.
એક પહેલવાને શિવરાજને જોરથી લાત મારી અને હેં હે કરતો શિવરાજ આંખો ચોળતો જોઇ રહ્યો અહી બધાને સામે ઉભા રહી ગભરાયો. એની નજર બાજુમા નિર્જીવ પડેલી વૈદેહી પર પડી અને હવે ભાન આવ્યુ કે આ તો મરી ગઇ છે હવે ?
વિધુએ કંઇ પણ વિચાર્યા વિનાં જ પહેલવાનનાં હાથમાંથી ડંડો લીધો અને શિવરાજને મારવા માંડ્યો ખૂબ માર્યો પેલો માર ખાઇ બેભાન થયો પણ વિધુ ના થાક્યો....
ઝવેરીએ પોલીસને ફોન કર્યો અને વિધુને કહ્યું શાંત થા જે થવાનું હતું એ થઇ ગયું છે.. અને ઝવેરી અને માણસો એમની વિધીમાં પડ્યાં. પોલીસની રાહ જોવા લાગ્યાં અને વિધુ બધાને રાખીને પાછળ એ વૈદેહી પાસે પહોંચી ગયો.
પહેલવાનોએ શિવરાજને ઘસડતાં બહાર લઇ ગયા હતાં. અને વિધુને રૂમનો દરવાજો બંધ કરી દીધો અને વૈદેહી પાસે આવી ગયો એને બાહોમાં લઇ લીધી એની સામે એકી નજરે જોઇ રહ્યો....
વિધુ વૈદેહીનાં ચહેરાં અને આંખા શરીરે નજર ફેરવી રહ્યો. એને એનાં ફોદાયેલા કપડાં.. ચોળાયેલું શરીર એ સમજી ગયો કે બધુ જ પિશાચે પતાવી દીધુ છે. એણે વૈદેહીની સામે એક નજર નાંખી એની આંખોમાંથી તીવ્ર અંગાર સાથે આંસુ નીકળી આવ્યાં. એ જે દ્રશ્ય જોઇ રહેલોએ પચાવી નહોતો શકતો.
એને વૈદેહીને જોઇને એની સાથે શું થયું એની કલ્પનાઓ કરી રહેલો અને એ બેબાકળી આંખો એ એમ જોઇને અંગારનાં આંસુ પાડી રહેલો.
વિધુએ વૈદેહીનો દેહ એનાં હાથમાંથી છોડી દીધો.. એણે કહ્યું "તારી સાથે આ વાસનાનો સંબંધ આ પિશાચે બાંધ્યો તે જીવ કેમના આપી દીધો ? તેં તારું શરીર અભડાવા કેમ દીધું ?
"એક એક પળ તને ચાહનારો તારો વિધુ કેટલી પીડા સહે ? બોલ હવે બંધી રીતે લૂંટાયા પછી મોન કેમ છે ? તારે જીવ પિશાચનો લઇ લેવો જોઇએ અને કાંતો આપી દેવો જોઇએ. તારે શરીર સંબંધ બાંધવાની તક જ કેમ આપી ?
હું કલ્પી શકું છું તારી ના મરજીમાં પણ આ પિશાચે તારી લાજ લૂંટી છે તારું શરીર ચૂંથ્યુ છે તારી પીડાનાં ચિત્કાર અને પિશાચનાં ઊંહકાર મને આ ઓરડામાં સંભળ્યા છે તું મરતાં મરતાં પણ મને મારી ગઇ જે પાત્રતા કેળવી હતી એ છેલ્લે છેલ્લે અભડાવતી ગઇ મને તે આખી જીંદગી પીડ્યો જ છે થોડાંક સુખ સામે તેં મારી પાસે પીડાઓ- તકલીફો આપીને મને વસૂલ્યો છે. કાયમ તારી પાછળ બાવરો થઇને ફરનાર તારાં વિધુનું દીલ તોડી નાંખ્યુ છે તું આવું મરીને પણ કેવી રીતે કરી શકે ? બોલ તું કેવી રીતે કરી શકે ? જવાબ આપ મને.
તેં તારાં સાચાં પ્રેમીને જીવતી લાશ બનાવી દીધો. તિરસ્કારમાં રહીને પણ તે વાસના ભોગવી છે તું આજે મારી નજરમાંથી ઉતરી ગઇ છે તું હવે મારી કોઇ રહી નથી... તું મરીને પણ નહીં મરી શકે તું પ્રેતયોનીમાં પણ ભટકીશ તારી ગતિ જ નહીં થાય તેં મને હરાવી દીધો. આ પિશાચો હારીને પણ જીતી ગયાં વહીદુ તેં આ શું કર્યુ વહીદુ તેં આ શું કર્યુ આમ. બોલતાં બોલતાં એને ચક્કર આવ્યા અને એ ધૂમરાઇને નીચે પડ્યો અને એનાં ઘા પર જ પલંગની કોર અથડાઇ અને ફરીથી ઘા લીલો થઇ ગયો અને લોહી વહેવા માંડ્યું.
બેભાન અવસ્થામાં ફરીથી જઇ રહ્યો હતો બેહોશીમાં પણ એનાં હોઠ પર એક જ સંવાદ હતો આઇ હેટ યુ.. આઇ હેટ યુ... તું પણ બીજાઓ જેવી જ નીકળી હું કદી માફ નહીં કરું....
નિરંજન ઝવેરી પોલીસ આવી પહોચી એટલે એમને લઇને અંદર આવી. પોલીસે પહેલો તો શિવરાજ અને વિપુલ બંન્નેને એરેસ્ટ કર્યા અને સારવાર માટે મોકલી આપો.
નિરંજન ઝવેરી અને પોલીસ બંન્ને રૂમ પાસે ગયા રૂમ તૂટેલા બારણાંવાળો બંધ હતો અને એક લાત મારતાં ખૂલી ગયો.
નિરંજન ઝવેરી અંદરનું દ્રશ્ય જોતાં જ બોલી ઉઠ્યાં "વિધુ.... વિધુ.. મારાં દીકરાં આ શું કર્યું. પોલીસે વૈદેહીનાં દેહને લેડી પોલીસ પાસે ચેક કરાવે એનું પ્રાણપંખેરી ઉડી ગયેલું હતું.
પોલીસે વિધુ પાસે પ્હોચીને એને ઢંઢોળ્યો તો નિરંજન ઝવેરીનાં ખોળામાં જઇને પડ્યો. વિધુનો જીવ નીકળી ગયો હતો.
બંન્ને પ્રેમીઓનો કરુણ અંત આવી ગયેલો નિરંજન ઝવેરી અને પોલીસ એકબીજા સામે જોઇ રહ્યાં નિરંજન ઝવેરી બોલ્યાં "હું મારાં દીકરાને બચાવી ના શક્યો એનાં માંબાપને શું જવાબ આપીશ ? પોલીસ એમને આશ્ચર્યથી જોઇ રહી.
વિધુ અને વૈદેહીનાં દેહને એમ્યુલન્સમાં લઇ જવા વ્યવસ્થા થઇ રહી હતી અને બંગલામાં ચીસો સંભળાઇ..
વધુ આવતા અંકે --પ્રકરણ-56