Milan - A Soul of Love Story Part - 2 in Gujarati Love Stories by NituNita નિતા પટેલ books and stories PDF | મિલન- A Soul of Love Story Part - 2

Featured Books
Categories
Share

મિલન- A Soul of Love Story Part - 2



રિસેપ્શન પર રૂમ જોતજોતામાં બુક થઈ ગયો. થર્ડ ફ્લોર પર રૂમ નંબર ૪૦૧ મળ્યો. રૂમબોય તેમની આગળ ચાવીઓનો ઝુડો લઈ ચાલવા લાગ્યો, ત્રણેય જણ લિફ્ટની કેબિનમાં ગોઠવાયા ત્યાં રૂમબોયનો મોબાઇલ રણક્યો એ વાતોમાં મસ્ત હતો. તક મળતાં ગુરુત્વાકર્ષણ વિરુધ્ધ ગતિ આરંભ થઈ. તો આ બંને પણ પ્રેમાકર્ષણના ફોર્શથી એકબીજાની બાહોમાં ખેંચાઈ ગયા. લિફ્ટનું હળવું વાઇબ્રેસન અને ઉધ્વગતિની સાથે શરીર ભીડાઈ ગયા, આંખો સામસામે ટકરાઇ, હથેળીઓ ભીડાઈ ગઈ. ત્યાં જ નાનકડું પરંતુ ઉગ્ર ચુંબન લેવાઈ ગયું. જાણે તેના આઘાતથી લિફ્ટ ઊભી રહી ગઈ! ડોર ખૂલ્યું અને તેઓ લોબીમાં આવી ગયા. લેફ્ટ સાઇડમાં છેલ્લેથી બીજો હતો રૂમ નંબર ૪૦૧. પુરુષ વિચારી રહ્યો હતો કે બન્નેએ જોયેલા શમણાં શું સાકાર થશે ? વિચારેલું બધુજ ભજવાશે... ? ઓહ ગોડ! ખરેખર... !! તેં રોમાંચિત થઈ ગ્યો.
હોટેલ બોય જે નેપાલી હતો તે કંઈક મુંજવણમાં હોય તેમ લાગતું હતું, ચાવીઓના ઝુડામાં ૪૦૧ની ચાવી જ નહોતી મળતી. ઉતાવળમાં ઝુડો જ બદલાઈ ગયો હતો. તે બોલ્યો, "આપ લોગ દો મિનિટ ખડે રહે મૈ આતા હુ.” તે પાછો લીફ્ટમાં ઘૂસી ગયો. હવે આ પ્રેમી પુરુષ તો એવો અધીરો બન્યો હતો કે અંદરથી ધૂવાપુવા થઈ ગયો. તેને આમ લોબીમાં વચ્ચે ઉભું રહેવું જોખમી લાગ્યું. પબ્લિક ફિગરને આ ડર વધુ હોય અને "વર્લ્ડ ઈજ સ્મોલ" તે ન્યાયે કોઈના કોઈ પાપારાઝી પત્રકાર તેને આમ હોટેલમાં સાથે જોઈ જાય તો મીડિયામાં હોબાળો મચી જાય કારણ કે તેં પુરુષ પણ પોતાના સ્થાનિક એરીઆમાં જાણીતો બિઝનેસમેન હતો. એટલે જ અધીરિયા પુરુષને લાગ્યું કે લોબીમાં ઊભા રહેવા કરતાં સ્ટેરમાં ક્યાક જતાં રહીએ, પોતાની પ્રેમિકાનો નાજુક હાથ પકડી ચાર પાંચ પગથિયાં ઉતરી ગયો. જતાં જતાં તેને અવાજ સંભળાયો કે કોઈ દરવાજો ખૂલ્યો છે. તેને જસ્ટ ઇંતેજારી થઈ કોણ હશે? તેણે ડોકિયું કર્યું, તે પુરુષ તેની તરફ એટલે કે લિફ્ટ તરફ આવી રહ્યો હતો, તે લિફ્ટ સુધી પહોચી અટકી ગયો, તેનો ચહેરો તે ઓળખી ગયો, જમીન નીચેથી ધરતી સરકી ગઈ. ત્યાજ લિફ્ટનો દરવાજો ખૂલ્યો, અંદરથી નેપાલી બીજી ચાવીઓ લઈને નીકળ્યો અને પેલો પુરુષ તેનું અભિવાદન જીલી સ્મિત કરતાં કરતાં લીફ્ટમાં ઘૂસ્યો. નેપાલી પોતાને શોધે તે પહેલા તે લોબીમાં આવ્યો. બોલ્યો, "સાબજી ચાબી મીલ ગયા, ચલો." તે પાછળ પાછળ ચાલવા લાગ્યો...તેની માશૂકા માદક અદાથી નયનોના ઈશારા કરતી રૂમમાં ઉમળકાથી પ્રવેશી. નેપાલી એમ કહી જતો રહ્યો કે પાની લેકે આતા હું. તેણે ઝડપથી ડોર બંધ કર્યું અને માશૂકાને બાહોમાં જકડી લીધી અને તેના હોંઠ ઉપર ચુંબન કર્યું, તે ચુંબન દીર્ઘ હતું ને લાંબુ ચાલ્યું .. આવી હરકતોથી તે માશૂકા પણ આવેશમાં આવી ગઈ. ત્યાંજ ડોરબેલ વાગી. બંને કમને અળગા થયા ને કપડા વાળ થોડા ઠીકઠાક કર્યા. નેપાલી બોય ફ્રેશ મિનરલ વોટરની બે બોટલ મૂકીને જતો રહ્યો, પણ તે જાય તે પહેલાં પુરુષે તેના હાથમાં સો ની પટ્ટી સરકાવી તેને સૂચના આપી, બિન બુલાએ ડિસ્ટર્બ મત કરના, ઠીક હૈ સાબજી.
એકાંત મળતા બન્ને પાછા એ ખ્યાલથી એકબીજાને વળગી પડયા કે હાશ હવે કોઈ ડીસ્ટર્બ કરવા નહિ આવે. જોબનવંતી તપોભંગિનીએ માદક અદાઓની લયબદ્ધ ચેષ્ટાઓ સાથે એક પછી એક વસ્ત્રોના આવરણ પોતાના ગઠીલા બદન ઉપરથી દૂર કર્યા. હવે એ સમજી ગઈ હતી કે આ રતિક્રીડાના આરંભે હવે તેની કોઈ જરૂર નથી. મનુષ્યને બીજા જાનવરો કરતાં બહુ સ્માર્ટ આંગળીઓ કુદરતે આપી છે, જો ન આપી હોત તો માનવજાતે આટલી પ્રગતિ ન કરી હોત. પુરુષની એ ગતિશીલ આંગળીઓ એના બદન પર નૃત્ય કરવા લાગી, તરખાટ મચાવ્યો ! સાઉથમાં જ્યાં હલચલ વધવાના એંધાણ હતા તો બીજી બાજુ ઉત્તર પ્રદેશમાં નાયિકાના ગોરા ગોરા રતુંબડા ગાલો પર ચુંબનોની ઝડી વરસાવી. યુવતી પણ સાઉથમાં ઉઠેલા તોફાનો અને નોર્થ રિજનમાં આવેલા વાવાજોડાથી પ્રભાવિત થઈ કામાગ્નિથી પ્રજજવલી ઉઠી, તેણે પુરુષના ગાલ પર લવ બાઇટ કરી લીધુ. તેની આ હરકતે બળતામાં ઘી હોમ્યું, બંનેના દેહ રણપ્રદેશમાં ધકધકતિ રેતી જેવા ગરમ લાય થઈ ગયા. કામાતુર યુવતીએ પુરુષને જરા અટકાવ્યો. તેની આંખોમાં મદહોશી હતી, જાણે કે ચાર પેગનો નશો હતો. માદક અદાથી યુવાન રમણીએ આંગળીથી ઈશારો કર્યો, નજીક આવવા. તેનો કામાંધ પ્રેમી એકદમ નજીક સરક્યો. તેણે જોયું તો સફેદ ચાદર પર હસતાં મોહક ચહેરાની ફરતે એકદમ કાળા વાળ જાણે ચંદ્રમાની ફરતે ઘેરાયેલ કાળા કાળા વાદળો હોય ! તો ગુલાબી હોઠો વચ્ચે હસતી દંતપંક્તી સાયકાળે ગગનમાં ઊડી રહેલ હંસોની કતાર સમ દીસતી હતી અને તે પુરુષને આહવાન આપી રહી હતી કે સમય શરૂ થઈ રહ્યો છે. મુહરત ચાલ્યું જશે. પુરુષે પણ મિલનમાં આડખલીરૂપ બનતા વસ્ત્રોના બંધન ત્વરાથી ફગાવી દીધા, અને એવી રીતના વરસી પડ્યો, તૂટી પડ્યો જાણે કે દસ બાર ઇંચ વરસાદે જમીનને ભીજવી નાંખી હોય. આવી હરકતથી સ્ત્રીની સમગ્ર કાયા આમતેમ સંવેદનાના આવેગોથી હિલોળા લેતી હતી જેમ કે કોઈ તોતિંગ જહાજ મધદરિયે તોફાનમાં હાલકડોલક થતું હોય ત્યારે તો અનહદ આનંદની છોળો યુવતીના રોમ રોમમાં પ્રસરી ગઇ. યુવકે બંને હાથે પોતાની પ્રિયતમાના ગાલ પકડી ચસચસતું ચુંબન કર્યું અને તેના કાન પર બટકું ભર્યું અને તે સાથે જ મદમસ્ત, ઊછળતી, મચલતી, ઉત્તેજિત, રસીલી, યુવતીએ આનંદમાં ડૂબકી લગાવી અને પ્રેમીના ફરતે લતાની માફક વીંટળાઈ ગઈ. આ મિલનની જાણે કે તે વર્ષોથી પ્યાસી હોય તેમ એના પ્રેમમાં ગળાડૂબ હતી, તો સામે પુરુષ પણ આ યુવતી પાછળ પાગલ હતો. તેનું રોમ રોમ આ સ્ત્રીનો સંગ હરદમ જંખતું હતું. એ રીતે આ બે શરીરના મિલન નહીં પણ બે અધૂરી આત્માઓના મિલન હતા. એકમેકમાં ઓગળી જવાની ખેવના હતી, આ તો કુદરતે આપેલ નૃત્ય હતું, જેના તાલમાં બંને સમગ્ર દુનિયાથી અત્યારે અલિપ્ત થઈ ચૂક્યા હતા. બંનેમાં સમાજની કોઈપણ ચીલાચાલુ ગ્રંથીઓ ઘર કરી ગઈ નહોતી, સમાજના આડંબરી રિવાજોથી તેમને કોઈ લેવાદેવા નહોતી. આ મિલનથી તે બન્ને આનંદવિભોર થઈ ગયા હતા. અંતે હાથનો ટેકો મૂકી તે ચત્તોપાટ સૂઈ ગયો.
"હા..હા... ઠીક હૈ ઠીક હૈ, સહી પોજિસન હૈ" હોટેલ ડોરના ગુપ્ત હોલમાંથી અત્યાર સુધીની કામક્રીડા જોઈ રહેનાર નેપાલી બોય મનોમન બબડ્યો. તેની આ કાયમની ટેવ હતી, ખાનગી રીતે સંતાઈને "બધું" નિહાળવું. દરેક વખતે જોકે આવું કરવું તેના માટે શક્ય નહોતું, પણ જ્યારે જ્યારે કોઈ કપલ આવે તો તેઓના હાવભાવ તે સમજી લેતો અને વોચ રાખતો. આથી તેણે ફોર્થ ફ્લોરના ઘણા દરવાજામાં નાના કાણાં કરી રાખેલાં. જોવું હોય ત્યારે ખોલી નાખતો. આ કપલને જોતાં જ તે સમજી ગયો હતો કે આજે ફરી પાછી તેની ઈચ્છા પૂર્ણ થશે. હોટલનું લોકેશન એવું હતું કે ત્યાં કોઈ બહુ આવતું નહોતું, વળી ઓફ સીજન હતી, કોરોનાકાળ ચાલી રહ્યો હતો, સરકારે માંડ પરમિશન આપી હતી અને તેમાય જે આવતા તેમની છેલ્લી પસંદગી ચોથા મજલાની રહેતી. આજે તો તેને બહુ મજા આવી, આ સેલિબ્રિટી કપલના આવવાથી તે ખુશ થઈ ગયો હતો. તેના માટે જાણે આ બન્ને બોક્સિંગના બે પ્રતિસ્પર્ધી હતા અને તે રેફરી! આખરી મેચમાં બન્નેનું પરફોર્મન્સ સરખું લાગતા તેણે બેયને દશમાંથી સાડા આઠ માર્ક્સ આપ્યા. પછી ખુશ થઈ તેણે ત્યાંથી વિદાય લીધી, રખેને કોઈ તેની આવી ગંદી હરકત જોઈ જાય તો મેનેજરને ફરિયાદ કરે, નોકરી જાય!!
To be Con...... પાર્ટ-3