DEVALI - 20 in Gujarati Fiction Stories by Ashuman Sai Yogi Ravaldev books and stories PDF | દેવલી - 20

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

દેવલી - 20

આગળનો ભાગ....

પુરુષોત્તમ આભો બનીને તલપને જોઈ રહ્યો.પુરષોત્તમની સાથે સાથે સુદાનજી પણ હવે સમજી ગયો કે દેવલીએ રોમિલને છોડી તલપ પર કેમ પોતાના પ્રેમ,વિશ્વાસ અને જન્મો-જનમના સાથનો કળશ ઢોળ્યો હશે.યુવાની ખીલી હોય તેવું તેના દેહ પરથી બંધ આંખે પણ જોઈ શકાય એવું રૂપ હતું.પરંતુ ચહેરા પર છવાયેલી ઉદાસીની રેખાઓ જાણે કોઈ મરણોતર ઘા થઈને વેદના છલકે એવી રીતે ઉંમરને દેખાડી રહી હતી.જાણે સઘળું લૂંટાવીને અફાટ રણમાં એકલુંજ મૃગજળની ઓથે જીવતું થડથી ખીલેલું ને પાંદડાથી મૂરઝાયેલો છોડ જોઈ લો ! રતુંબડા ચહેરા પર લાલીમાની કાળાશ એવી છવાઈ ગઈ હતી કે જાણે, ઘડી પહેલાં જ તેનું કોઈ અંગત ચાલી ગયું હોય.એવી વેદના તેના મુખ પર રેલાતી હતી કે હમણાં તે બહું ઊંડા આઘાતમાં ગરકાવ થઈ ગયો હોય.નવ નવ વર્ષ વીતવા છતાં હજુએ તેના ચહેરા પર દેવલીના જતા રહેવાનો વિરહ સાફસાફ વર્તાતો હતો.બહુ મુશ્કેલ હોય છે એજ વેદનાને વર્ષો સુધી તરોતાજા રાખવી ! ચહેરાને વર્ષો સુધી ખિલખિલાટ રાખવો મુશ્કેલ નથી હોતું પરંતુ; ચહેરા પર ઉદાસી,વિયોગ અને વિરહના કાળાડિબાંગ વાદળોને જ્યાંનાં ત્યાં એજ મૂર્છિત અવસ્થામાં વર્ષો લગી કેદ કરી રાખવા બહુજ અઘરું હોય છે.જ્યાં ખુદ દેવલીના બાપ પર તે ઉદાસી એટલી ન્હોતી વર્તાતી ત્યાં આ તલપ પર જાણે કે વિરહ હાવી થઈ ગયો હોય તેમ એ ભાંગેલો લાગતો હતો.તલપ એટલે જાણે જીવનની ઘટમાળ સાથે પરાણે તાલ મેળવીને જીવતું હાલતું-ચાલતું પૂતળું જોઈ લો !
તલપ તમારું નામ છે ?...
હા, પપ્પા હુંજ તલપ...(જાણે દેવલીનો બાપ અને પોતાનો સસુરજ હોય એટલા વિશ્વાસ સાથે સંબોધન કરીને તલપે પરસોતમને ઉત્તર આપ્યો.)
દેવલીએ કેટલીયવાર તેના પિતાની છબી બતાવી હોવાથી તલપથી પરષોત્તમને ઓળખવામાં વાર ના લાગી.દેવલીના વિરહને જીવંત રાખનાર તલપ તરફથી સંબંધનો વધુ એક મીઠો ઝટકો હૈયે ટાઢક સમો વાગવાથી પરસોતમના કાળજે થોડીક શાતા વળી.જાણે સામે જમાઈ ઉભા હોય અને તે દેવલીને મળવા આવ્યો હોય તેવો અનુભવ ઘડી બે ઘડી પરસોતમને થઇ આવ્યો.
પાંપણને ભીની થતી માંડ-માંડ કાબુમાં રાખીને તેને ઓસરીમાં રહેલા પલંગ પર બેઠક લીધી.આજુ બાજુ નજર કરતા ખ્યાલ આવી ગયો કે ઘરમાં તલપ સિવાય કોઈ છે નહીં.
તલપ સઘળા રાજ તું તારા કોઠે દબાવીને આટલા વરસ લગી એકલો તડપતો રહ્યો તેનો હવે અમને આછેરો ખ્યાલ આવી ગયો છે.મેં અને સંગીતાએ પરષોતમ કાકાને અમારા લગી જેટલી ઘટના ઘટી હતી તે બધી કહી દીધી છે.હવે તારો સાથ-સહકાર ને સથવારો ઝંખતા સત્યતાની કડી સુધી પહોંચવા તારી પાસે આવ્યા છીએ.
તલપને મૌસમીની વાત પરથી અંદાજ આવી ગયો કે આખરે વિધાતાએ તે લંપટોના પાપનો ઘડો ભરી દીધો છે.હવે એક પછી એક તાંતણા છૂટતા જાય છે ને રહસ્યની કડીઓ ઉકેલાતી જાય છે.આંખે ઉભરાયેલા પુર અને આટલા વરહ લગી કોઈને ના કહી શકવાની વ્યથાભરી લાગણી ચહેરા પર હંધાય વાંચી ના જાય તેનો ખ્યાલ રાખતા તલપે પોતાની આંખો નીચે ઢાળી દીધી.દડ દડ કરતા છુટાછવાયા ફોરાંની માફક સંગેમરમર સમી આરસ ભૂમિ પર અશ્રુ ઉભરી આવ્યા.એ આંસુઓમાં તલપના બે ચહેરા સ્પષ્ટ રમતા દેખાતા હતા.એક હતો સૌથી છુપાઈને રાખેલી ને કોઈને ના કહેલી દેવલીના રહસ્યની વાતથી પશ્ચાતાપમાં મૂંઝાયેલો ચહેરો; અને બીજો હતો પાપીઓ હંધાય આગળ ઉઘાડા થશે અને દેવલીને ન્યાય મળશે તે ખુશીનો અહેસાસ કરતો ખિલખિલાટ ચહેરો.
પરંતુ નીચી નજરે અને મુખે પણ પરસોતમ, સંગીતા,મૌસમી અને સુદાનજીને તેના બંને ચહેરા વાંચતા વાર ના લાગી.અને એટલેજ...
બેટા,આમ મૂંગો મૂંગો ક્યાં સુધી મનમાં ને મનમાં રડીશ ? (!) હુંએ સમજુ છું કે તારી કંઈક મજબૂરી હશે એટલેજ તું આમ એકલો આટલા વરસ લગી તે દર્દ ને રહસ્ય ખમતો રહ્યો.અમને તારા પર લેશમાત્ર શંકા કે ગુસ્સો નથી.તારો ચહેરોજ તારી નિર્દોષતા,બેગુનાપણું ને પશ્ચાતાપ બતાવી આપે છે. (તલપને જાણે સંપૂર્ણપણે કળી ગયો હોય અને આગળની કડી મેળવવા તથા તૂટેલા તલપને સધિયારો આપવા માંગતો હોય એમ પરસોતમે પોતાની વાત રાખી.)
આંખોના ખૂણા લૂછતો ને ભરાયેલો ડૂમો માંડ માંડ ઓગાળીને તલપે એમજ મૂંગા મૂંગા ઊભા થઇને શરબતની ટ્રે લાવીને ટિપોઈ પર રાખી.ચારેયનેય ગ્લાસ આપીને પોતે પણ મીઠા શરબતનો લ્હાવો લેવા લાગ્યો.કેટલા વર્ષે તેના હોઠો પર થોડી મુસ્કાન આવી હતી.ઠંડો શરબત દેવલીને ન્યાય મળવાની આશા આપતો તેના હૈયે ટાઢક આપતો હતો તો,વળી, એજ શરબતમાં રહેલી મીઠાશ હંધાયે તેને માફ કરી દીધાની ખુશી રૂપે હોઠો પર આવી મલકાઇ રહી હતી.હવે તેના ચહેરા પર થોડીક કળ વળતી દેખાણી.દેવલીનું અખૂટ રહસ્ય દાબીને બેઠો હોય અને વર્ષો બાદ એજ રહસ્ય તેના પોતીકાજ સ્વજનો આગળ ઠાલવવાનો મોકો મળતો હોય તેવી સ્વસ્થતા તેના મુખારવિંદ પર ફરી વળી.
મને માફ કરજોથી શરૂ કરીને તેને રોમિલ, જીવણ,નરોત્તમ,જીવણ અને કંકાવતીના સંબંધો ને પોતે સ્મશાને ગયો હતો તે બધી બિના,તેને આપેલી અમંગળ ઘટનાઓ ને ભીતિ,અને કંકાવતી દ્વારા આપવામાં આવેલી ભયાનક ધમકી,સાજીસ અને ડર !....તે બધી બીના તેને કોઈ ફિલ્મની ક્લાઈમેક્સ સુધીની સફર કહેતો હોય તેમ વર્ણવી અને છેલ્લે... ફરીથી મને માફ કરજો.પર પોતાની વાણીને વિરામ આપીને એક લાંબો શ્વાસ ભર્યો.
પરસોતમની આંખો આગળ કંકાવતીની લીલા નગ્ન થઇને તરવરી રહી હતી.તેની બદચલનતાનું, કુલટાપણાનું ને પિશાચીપણાનું સુંદર મુખ પાછળ છપાયેલું વર્તન,વ્યવહાર ને હકીકત બધું છતુ થઇ ગયું હતું.પણ, આ વખતે પરસોતમની આંખોમાં અશ્રુનું એક બુંદ પણ નહોતું ઉમટયું ! જાણે, દેવલીનું રહસ્ય મળી ગયું હોય ને હવે દોષીતોને તેમના કર્મોની સજા તેમની જાણ બહાર આપવાનો મનસૂબો ઘડવા માટે રડવાની નહીં પણ બુદ્ધિ અને કળાથી આગળ વધવાની વેળા ઢુંકડી આવી પહોંચી હોય તેમ તે મનથી બહાદુર થઈ ગયેલો લાગતો હતો.
રોમિલ,સુદાનજી,સંગીતા,મૌસમી અને પોતે..... જાણે પાંચ પરમેશ્વર હોય અને છઠ્ઠા નારાયણ રૂપે દેવલી પણ અદ્રશ્ય રીતે તેનો સાથ આપી રહ્યો હોય તેવા અહેસાસના સપના પરસોતમના વિચારો પર ઉમટવા લાગ્યા.તેને તલપ ફરીને કંકાવતીને મળીને કઈ રીતે રહસ્યોનો પડદો ઊચકવો અને કંકાવતી સાથે મળીનેજ તેને ગંધ પણ ના આવે એ રીતે સાથ- સહકાર લેવાની યોજના ઘડી કાઢી સમજાવી.અને તલપે પણ આ યોજનામાં પૂરેપૂરો સાથ સહકાર આપવાનો ને જીવના ભોગે પણ દેવલીને ન્યાય આપવાનો મનસૂબો અને નિર્ણય પાકો કરી લીધો. પરસોતમેં કહેલી અઘોરીની ભવિષ્યવાણીથી તેના મનમાં અરમાનો ઉભડવા લાગ્યા.ફરી તેની દેવલી સજીવન થઈને આવશે ને પોતે તેની સંગ આખું આયખું હસી ખુશી વિતાવશેના સપના જોવા લાગ્યો.... અને પરષોત્તમની યોજનાને સાકાર કરવા તે ત્યાંથી સિધોજ......

(મિત્રો બહુ ટૂંકો ભાગ લખ્યો છે એટલે માફ કરજો..ખૂબ ખૂબ આભાર સહકાર આપવા બદલ...અને ટૂંક સમયમાંજ આ નોવેલ પૂર્ણ થશે ...પરંતુ દેવલી સિવાયના બીજા કેટલાય નવા રહસ્યો લઈને પુરી થશે આથી આપની ઈચ્છા હોય કે આજ નોવેલને બીજી કોઈ નાયિકા દ્વારા આગળ વધારું અને આના કરતાં પણ જોર રહસ્ય ને ડર ઉભી કરતી નોવેલ આપની સમક્ષ લઈને આવું...તો આપ કોમેન્ટમાં આગામી નોવેલને યોગ્ય લાગે તેવું નામ અને નોવેલનો નવો પડાવ લઈને આવવા કે ના આવવા માટેના આપના અમૂલ્ય વિચારો જણાવજો......ખૂબ ખૂબ આભાર...હવે આ સિવાય પણ ઘણું લઈને આવી રહ્યો છું...એક મિત્રના સાથ સહકારથી આગળ ઘણી સરસ રચનાઓ લઈને આવી રહ્યો છું... ખાસ તો...હવેલી મૈત્રી-યોગીનાથ...જય અંબે...)