એકબીજાની સાથે નોકરીમાં રચ્યાપચ્યા રહે એમ કરતાં નોકરીનો સમય પૂરો થવા આવ્યો અને નોકરી પતાવીને વિજય ઘરે આવે છે.
વિજય તે દિવસે દર્પણ આગળ ઊભો રહ્યો તે પોતાને જોઈ રહ્યો હતો. તેના ચહેરા પર આછી દાઢી ઉગેલી અને પેલો મૂછનો દોરો ફૂટી ગયો હતો. વિજય ને ગમ્યું તેના આગળના ઘણા લોકો મોટા કદના હતા તોપણ તેમને મૂછ આવી ન હતી. વિજય શરીર પણ મજબૂત બાંધાનો હતું અને મગજ થી શક્તિશાળી બની ચૂક્યો હતો. વિજય એટલો બધો હોશિયાર હતો કે ગમે તેવી અડચણ માં તે પોતાની મુશ્કેલી માંથી બહાર નીકળી જતો.
થોડા સમય પહેલાની વાત છે જ્યારે વિજય દસમાની પરીક્ષા માં સારા માર્ક એ પાસ થયો અને તેના મા-બાપ પણ ખુશ હતા તેના ઘરમાં ખુશીની ઉજવણી કરવામાં આવી.વિજયને નવી સાયકલ મળી.
"વિજય એ તેના પપ્પા નો આભાર માન્યો."
પપ્પા તમારો ઘણો આભાર તમે આપેલું વચન પૂરું કર્યું. સાઈકલ લેતી વેળાએ વિજય તેના પપ્પાનું આભાર માન્યો.
તે પણ સ્મિત આપીને પોતાના છોકરાની ખુશીમાં સામેલ થયા. પેલો દિવસ અને વિજય એક બે વાર પડ્યો સોલયો અને પાછો ઉભો થયો એ બરાબર સાયકલ ચલાવતા શીખી ગયો.
જ્યાં તે સાયકલ શીખવા જતો ત્યાં એક આંબાનું વૃક્ષ હતું એ આંબા વિશે એવું કહેવાતું કે ત્યાં એક ચુડેલ નું વાસ હતો. વિજય એ જ્યારે આ વાત સાંભળી ત્યારે તેનું અંતર મન ગભરાઈ ગયું પણ મનમાં હિંમત હારવી ન હતી.
તેને તો મોટા અનુભવ બાળપણ મોજ અનુભવો કરી લીધા હતા. તેની આંખો આગળથી બધું પસાર થઈ રહ્યું હતું એ જ વખતે કોઈ પ્રતિક્રિયા આપ્યા વગર વિજય શાંત રહે છે.
ધીમે ધીમે આગળ વધતા હાથ માં સાઈકલનું હેન્ડલ રાખી દોરતા ને દોડે છે.
ઉનાળો હતું એટલે ગરમીનો પ્રકોપ પણ હતો આજકાલ જેવી ઉગ્ર ગરમી તે વખતે ન હતી. વિજય ની પાસે ઘણો સમય હતો રજાઓ હતી અને ઘેર જઈને જ સૂઈ જવાનું બીજા દિવસે કશું ફોર્મ ભરવા જવું પડે.તેનું આયોજન તેના પિતાજી કરી મૂકયું હતું.ઘરે જ્યારે તે બપોરે આરામ કરવા આવે છે ત્યારે તેને ઊંઘ આવતી નથી અને ઉભો થઈને પેલા રસ્તા ઉપર આવેલા આંબાના વૃક્ષ નીચે જઈને બેસી જાય છે.
અવાવરી જગ્યાએ થી તેનું ઘર ઘણું દૂર હતું.વિજય જ્યારે આ વૃક્ષ નીચે બેઠો હતો ત્યારે અચાનક જ ઝબક્યો. તેનું શરીર આખેઆખું ધ્રુજી રહ્યું હતું,
"તે અનાયાસે આમ તેમ ફોફા મારવા લાગ્યો."
ત્યાં એક અવાજ આવેલું પણ તે અવાજ ક્યાંથી આવ્યો હતો તે જાણતો ન હતો.
આંબાનું વૃક્ષ ખખડધજ હતું અને ભેકાર મારી વિજય ને ફરી પાછું ડરાવવા લાગ્યું અને ઘણા દિવસની શાંતિ પછી જાણે ભૂતાવળ ફરી તેની સતાવવા લાગી.
વિજય નો સ્વભાવ ચીડિયો થઈ ગયો હતો કોઈ પાછળથી તેને બોલાવે તો તેને ગમતું ન હતું તે જાણતો હતું કે કોઈ તેને બોલાવે છે .......
અનુભવો ભયાનક અને ખતરનાક હતા આવા અનુભવ વિજય સાથે વારંવાર બનતા. વિજય વૃક્ષ નીચે જોઈ રહ્યો હતો.
ત્યાં તેણે ઘણો સમય વિતાવ્યો કોઈ તેને દેખાયું નહીં. આજુબાજુ કે છેક દૂર સુધી કોઈ માણસ નજરે ચડતું નહોતું. ત્યાં ઉભુ રહેવું હિતાવહ ન હતું વિજય સમજી ગયો અને તેણે સાયકલને બરોબર કસીને પકડી અને દોડાવવા લાગ્યો.
તું ભાગીશ નહીં.....
એવો અવાજ ફરીથી વિજય ના કાને અથડાયો.
વધુ આવતા અંકે.....