Varsadi Sanj - 8 in Gujarati Fiction Stories by Jasmina Shah books and stories PDF | વરસાદી સાંજ - ભાગ-8

Featured Books
Categories
Share

વરસાદી સાંજ - ભાગ-8

"વરસાદી સાંજ" ભાગ-8

મિતાંશ વિચારતો હતો કે મમ્મી-પપ્પા ને વાત કરવાની આ ડાઇનીંગ ટેબલ બરાબર જગ્યા છે. પણ આજે વાત નથી કરવી, ફરી ક્યારેક...

બીજે દિવસે પણ મિતાંશ દરરોજની જેમ વહેલા ઓફિસ જવા નીકળી ગયો. રોજ કરતાં આજે કંઇક વધારે તૈયાર થઈ રહ્યો હતો. વોરડ્રોબ ખોલીને ઉભો રહી ગયો હતો અને વિચારતો હતો કે કયા કપડા પહેરુ, સ્પ્રે ની પાંચ થી છ બોટલો બહાર કાઢીને મૂકી દીધી હતી. કયુ સ્પ્રે છાંટુ, છોકરીઓને કેવી સ્મેલ વધારે ગમે એવું વિચારવા લાગ્યો.

તૈયાર થઈનેબહાર નીકળ્યો એટલે મમ્મી પણ તેને જોઇને વિચારમાં પડી ગઇ.દરરોજ કરતાં વધારે સરસ લાગતો હતો. મમ્મી બોલી પણ ખરી કે, " આજે બેટા, તારે કોઈ મીટીંગ છે કે પછી કોઈ ફ્રેન્ડ સાથે ક્યાંય જવાનો છે, આમ તૈયાર થઈને જાય છે તો. "
" ના ના મમ્મી એવું કંઇ નથી. "કહી તે નીકળી ગયો. મમ્મીએ બૂમ પાડી બ્રેકફાસ્ટ તો કરીને જા બેટા. " "ના બસ એકલું મીલ્ક જ પી લીધું ને ઇનફ છે મમ્મી. "કહી કારની ચાવી લઇ નીકળી ગયો. મમ્મી વિચારમાં પડી ગઇ. આને શું થઈ ગયું છે. પહેલા રોજ ઉઠાડવો પડતો હતો, હવે જાતે વહેલો ઉઠીને તૈયાર થઈ જાય છે. આવો ચેઈન્જ આવવા પાછળનું કંઇ રીઝન છે કે પછી બિઝનેસ વધ્યો છે એટલે સીન્સીયર થતો જાય છે. કંઇ ખબર પડતી નથી. તેમ મિતાંશના મમ્મી અલ્પાબેન વિચારતા હતા.

મિતાંશ ઓફિસ પહોંચ્યો એટલે આખો સ્ટાફ ઉભો થઇને તેને" ગુડમોર્નિંગ સર " કહેવા લાગ્યો. તેણે આજે બધા સાથે ખૂબ સારી રીતે અને પ્રેમથી વાત કરી. બધાને નવાઈ લાગી.

પોતાની કેબિનમાં ગયો અને આજના દિવસનું શું કામ છે તે પૂછવા સાંવરીને બોલાવવા ઇન્ટરકોમ લગાવ્યો પણ સાંવરી આજે હજી ઓફિસમાં આવી ન હતી. આજે થોડી લેઇટ પડી હતી.

સાંવરી ઓફિસમાં આવી પોતાની કેબિનમાં ગઇ, પાણી પીને જરા ફ્રેશ થઈ એટલામાં મિતાંશનો ફોન આવ્યો. ફોનની રીંગ વાગતા જ તેના ચહેરા ઉપર સ્માઇલ આવી ગયું, " હા, આવી સર " કહીને તેણે ફોન મૂક્યો.

સાંવરી મિતાંશની ઓફિસમાં પ્રવેશી. " ગુડમોર્નિંગ " કહી તેણે સ્માઈલ સાથે વાતની શરૂઆત કરી.
મિતાંશ: સ્માઈલ સાથે, " ગુડમોર્નિંગ બેસ, કેમ લેઇટ પડી આજે ? "
સાંવરી: અરે, એક્ટિવા અહીં છે અને ઓટો જલ્દી મળતી ન હતી. એટલે જરા લેઇટ થઇ ગયું. ગેરેજવાળા બાબુભાઈને કહ્યું છે એટલે એક્ટિવા આવીને લઇ જશે અને રીપેર કરી દેશે.
મિતાંશ: તો આજે પણ હું તને સાંજે ઘરે જતાં ડ્રોપ કરી જઇશ એટલે ઓટોમાં ન જતી.
સાંવરી: ઓકે, બોલો હવે શું કામ છે ? મને કેમ અંદર બોલાવી ?
મિતાંશ: બસ આખા દિવસનું કામનું પ્લાનિંગ કરવા અને તને જોવા. ( એક- બે મિટિંગ એટેન્ડ કરવાની છે તો તેનું ડિસ્કશન કરે છે. )
મિતાંશનું અને પપ્પા કમલેશભાઇ બંનેનું ઘરેથી ટિફિન આવે છે. એટલે પપ્પાના કેબિનમાં બંને સાથે જ જમવા બેસે છે.
સાંવરી પણ સ્ટાફ સાથે ટિફિન ખોલીને જમવા બેસે છે.એટલે આજે તેની ફ્રેન્ડ રેશ્મા ફરી તેને ટકોર કરે છે કે, " ઓફિસમાં આવીને તરત તને કેબિનમાં બોલાવે છે તો મીતસરને તારા વગર ચાલતું તો નથી જ એ વાત સો ટકા સાચી છે, તું હા પાડે કે ના પાડે."
સાંવરી: પોતાનો બચાવ કરતાં , ના ના એવું કંઇ નથી યાર, હવે આખી ઓફિસનું બધું જ કામ હું જ સંભાળુ છું એટલે મને બોલાવવી જ પડે ને.
રેશ્મા: તું કહું કે ના કહું, મને કંઇક દાળમાં કાળુ લાગે છે.
સાંવરી: તને બધું કાળુ લાગશે, ચલને હવે જમી લીધું ? ઉભી થા

સાંજે ઘરે જવાનો સમય થયો એટલે મિતાંશે ફરી સાંવરીને કોલ કર્યો, " જતી નહિ હોં એકલી, બેસજે હું તને ડ્રોપ કરી જવું છું. "
સાંવરીને આજે મિતાંશની કારમાં ન હતું જવું. તેને ડર હતો કે કોઈ જુએ તો કેવું લાગે બે દિવસથી રોજ આ કોની ગાડીમાં આવે છે ? એવું કોઈ વિચારે એટલે તેણે મિતાંશને " ના " પાડી પણ મિતાંશ માનવાનો ન હતો. તેને સાંવરી સાથે જાણે ઘણીબધી વાતો કરવી હતી. ના છૂટકે સાંવરીને મિતાંશની કારમાં બેસવું પડ્યું.

કારમાં મિતાંશ સાંવરીને પૂછતો હતો કે, " તને શેનો શોખ વધારે છે.ફરવાનો કે મૂવી જોવાનો ?
સાંવરી: મને ફરવાનો પણ શોખ નથી અને મૂવી જોવાનો પણ શોખ નથી. ક્યારેક જબરજસ્તીથી બંસરી લઇ જાય તો જવું બાકી નહિ. મને શોખ ફક્ત વાંચવાનો અને નવું નવું જાણવાનો છે.
મિતાંશ: અરે યાર, એવું નહિ ચાલે. તારે મારી સાથે મૂવી જોવા પણ આવવું પડશે અને ફરવા પણ આવવું પડશે.
સાંવરી: હા,તારી સાથે ચોક્કસ આવીશ. તને ખબર છે, આજે આટલા વર્ષે મને કોઈ સારો મિત્ર મળ્યું હોય તેવું હું ફીલ કરું છું.
મિતાંશ: હું પણ એવું જ ફીલ કરું છું. તારી સાથે જ્યારે યુ.કે.થી કોલ ઉપર વાતો કરતો ત્યારથી તને મળવાની તને જોવાની એક તીવ્ર ઈચ્છા જાગ્રત થઈ હતી. પહેલી વાર કોઈ છોકરી માટે મને આવી ઇચ્છા થઇ હતી.
સાંવરી: ( વચ્ચે જ બોલી ઉઠી ) તમે વિચાર્યુ હશે કે હું રૂપાળી હોઇશ નહિ ?
મિતાંશ: એવું તો કંઇ ન હતું વિચાર્યું પણ બસ તું કેવી લાગે છે, કેવી દેખાતી હશે. જે છોકરી આટલો સરસ બિઝનેસ સંભાળતી હોય. આટલું બધું સરસ ફોન પર વાત કરતી હોય. જેનું કામ આટલું બધું પરફેક્ટ હોય. અને જે જેન્ટસ કરતાં પણ આગળ નીકળી જાય એવી હોય તેવી છોકરીને મળવાની ઈચ્છા મને ખૂબ હતી. અને એટલે તો હું હજી ટુ મન્થ પછી આવવાનો હતો પણ વહેલો ઇન્ડિયા આવી ગયો.
સાંવરી આગળ શું કહે છે...હવે પછીના ભાગમાં...