pratishodh premano - 9 - last part in Gujarati Horror Stories by Divyesh Labkamana books and stories PDF | પ્રતિશોધ પ્રેમનો - 9 (છેલ્લો ભાગ)

Featured Books
Categories
Share

પ્રતિશોધ પ્રેમનો - 9 (છેલ્લો ભાગ)


હવે દિવ્યેશ પોતાના મનમાં વિચારી રહ્યો હતો કે" જો એ ભૂત ને .અને મારવોજ હોત તો તે દિવસે એકસિડેન્ટ કે પછી તે સ્ટોર રૂમ નો દરવાજો ખોલ્યો ત્યારેજ મારી શકત પણ એને એવું ના કર્યું મતલબ એ પ્રેમ મને મારવા તો નથી માંગતો તો આજે જ કોઈને કહ્યા વગર હું તે
રૂમ માં જઈશ"

ઇન્સ્પેક્ટર વિક્રમે તેમને કહ્યું"હવે તમે બધા જઈ શકો છો કઈ સબૂત મળશે તો હું જ તમને જાણ કરીશ"

બધા ત્યાંથી જતા હોય છે.બપોર નું ભોજન લઈ દિવ્યેશ પોતાના રૂમમાં સૂતો સૂતો કંઈક વિચારી રહ્યો હોય છે ત્યારેજ તેને કઈક યાદ આવતાની સાથેજ પોતાનું ડ્રોવર ખોલે છે અને તેમાં એક કાગળ હોય છે તેને તે હાથમાં લઈને ખોલે છે અને તે વાંચતા જ તેના મુખ પરના હાવભાવ એ હદે બદલાય જાય છે કે તે પોતાની જાત ને સાંભળવા માટે સેટી પર બેસી ને થોડી વાર ગહન વિચાર કરે છે અને પછી હા એમજ કરીશ કહીને તે થોડી વાર સેટી પરજ લંબાવે છ

તેની આંખ ઉઘાડે છે ત્યારે રાત ના આઠ વાગી ગયા હતા સાથેજ તે એક એવા મિશન પર નીકળવાનો હતો જે તેના માટે ખૂબ ભયાનક સાબિત થવાનું હતું


હવે દિવ્યેશ જમીને બધાના સુવાની રાહ જોવા લાગ્યો. રાત ના બારેક વાગે કવિતા પણ સુઈ ગઈ એટલે તે પોતાની રિવોલવોર લઈને નીકળી પડ્યો પોતાની કોલેજ તરફ.

તે કોલેજે પહોંચ્યો પણ ત્યાં મેઈન ગેટ બંધ હોવાથી તે કોલેજ ની નાની પારી ટપી ને કોલેજ માં ગયો અને તેના કદમ સ્ટાફ રૂમ તરફ ગયા તે સ્ટાફરૂમ માં પહોંચ્યો અને તેની અંદરનો નજારો એવો કોઈ ખાસ નહોતો પણ ડારામણો જરુંર ભાસી રહ્યો હતો.

એ થોડીવાર આમથી તેમ જોવા લાગ્યો એટલી વારમાં તેની સામે એક પણછાયો આવ્યો તેને જોતા જ દિવ્યેશ થોડો ડરી જરૂર ગયો પણ એ પ્રેમ જ છે એ સમજી ને તે થોડો સ્વસ્થ થયો અને કહ્યું" મને ખબર છે કે તું પ્રેમ છું અને તું તારી મોત નો બદલો લઈ રહ્યો છું પણ તું આ બધા ને કેમ મારી રહ્યો છું બધા સાથે તો તારું વેર ના હોઈ શકે"

આ સાંભળી પ્રેમે પોતાની વિતક કહેવાનું શરૂ કર્યું "બે વર્ષ પહેલાં તો હું અને આરતી એક બીજા ને ઓળખતા પણ નહોતા આ કોલેજ માં જ અમારું મિલન થયું અને મનોમન એકબીજાને પસંદ કરવા લાગ્યા પણ આ પ્રેમ કોલેજ માં કોઈક પસંદ નહોતો એ કોણ છે એતો હું નથી જાણતો પણ હું આરતી ને તે ક્રિસ્મસ ની રાત્રે પ્રપોઝ કરવાનો હતો પણ તે દિવસે બે લોકો માસ્ક સાથે આવ્યા અને અને અમને બંને ને ધમકાવવા લાગ્યા કદાચ એ અમારી હત્યા કરવાના ઉદેશથી તો નહોતા આવ્યા પણ ગુસ્સામા જ તે થઈ ગયું હવે અમારા અસલી કાતિલ ને અમે નહીં પકડિયે ત્યાં સુધી અમને મુક્તિ નહીં મળે આથી અમે એક પછી એક બધા ની હત્યા કરી રહયા છીએ.

"પણ અત્યારે આરતી ક્યાં છે?" દિવ્યેશે આ વાત સાંભળી ને થોડા દુઃખ સાથે કહ્યું

"આરતી ને તે માયાવી સાધુ કેદ ના કરી શક્યો આથી તે એક માનવ દેહ માં રહે છે અને તેની સાથે જ તે બધાના છુપા ખૂન જેને એક્સિડન્ટ પણ કહી શકાય એ કરતી રહી આરતી બહાર આવ હવે" પ્રેમે કહ્યું

એટલે કોઈ ટેબલ પાછળ થી બહાર આવ્યું અને એને જોતા જ માનવ ની આંખો ફાટી ની ફાટી જ રહી ગઈ એ બીજું કોઈ નહિ પણ કોઠારી મેમ હતા

પછી પ્રેમે કહ્યું" ખબર નહીં અમારી હત્યા કોને કરી છે"

"મને ખબર છે પ્રેમ" દિવ્યેશ પ્રેમને કહ્યું

"કોણ છે એ" પ્રેમે ગુસ્સા અને આશ્ચર્યના મીશ્રીત ભાવે કહ્યું

"એ બીજું કોઈ નહીં પણ મારા દોસ્ત મનીષ અને જયંત જ છે સાથે કોમલ પણ એમની સાથે છે હકીકત માં જયત આરતી ને પ્રેમ કરતો હતો અને આરતી માનતી નહોતી આથી તે પ્રેમ ફક્ત તમને ડરાવવા માંગતા હતા પણ તે દિવસે તેમને પ્રેમનું ખૂન કરી નાખ્યું આથી સબૂત ના મળે એ હેતુ થી તેમને આરતી ને પણ મારવી પડી"

"પણ તને આ બધી કેમ ખબર?"પ્રેમે આશ્ચર્ય સાથે કહ્યું

એમાં થયું એવું કે જયંત ને ડાયરી લખવાનો શોખ છે અને તે અક્કલ ના દુશ્મને આ બધું ડાયરી માં લખી નાખ્યું અને તે એ ડાયરી તેને મનીષ ને આપી આથી તેને થયું કે જો આ કોઈ વાંચશે તો પકડાઈ જવાની ભીતિ છે આથી તે તેને સળગવા ના હેતુ થી કેફેની સામે આવેલ જગ્યા એ આવ્યા અને તેમને વાઈન ના નાશા માં આ કાગળ ની જગ્યા એ બીજું કાગળ સળગાવી દીધું અને આ કાગળ ત્યાં હાજર દિવ્યેશ ને મળી ગયું" આરતી એ પોતાની છુપી શક્તિ નો પ્રોયોગ કરતા કહ્યું

હા આરતી પહેલા પણ આ શક્તિ નો પ્રયોગ કરી શકી હોત એ જાણવા કે તેમનું ખૂન કોણે કર્યું પણ આ શક્તિ તેની ત્યારેજ કામ કરતી હતી જ્યારે તેની ઓળખ કોઈ જાણતું હોય આજે દિવ્યેશ ને પોતાની ઓળખ જણાવી ને તે આ શક્તિ નો ઉપયોગ કરી શકી અને અત્યારે તે ત્રણેય જયંત ના જુના ઘરે વાઈન ની મજા લઈ રહ્યા છે એ પણ જણાવ્યું

"તો હું જાવ છું એને ખતમ કરવા" પાછળ થી ઇન્સ્પેક્ટર વિક્રમ નો અવાજ આવ્યો જે દિવ્યેશને પારી કૂદતાં પેટ્રોલિંગ દરમિયાન જોઈ ચુકયા હતા અને એની સાથે જ તે ક્યારનાય સંતાઈને બધી વાત સાંભળી રહ્યા હતા.

"તમે નહીં સર હું"પ્રેમે તેમને કહ્યું

વિક્રમ ને થયું કે જેનો પ્રતિશોધ છે એજ લે તો વધારે સારું આથી વિક્રમે તેને પોતાની રિવોલવોર આપતા કહ્યું" આનાથી મારજે આથી હું એને એન્કાઉન્ટર નું રૂપ આપી શકું અને દિવ્યેશ જયંત ના હાથે લખાયેલી ડાયરી નો કાગળ આપ એ મુખ્ય સબૂત છે

હવે પ્રેમ દિવ્યેશના શરીરમાં ઘુસી જાય છે અને શરીર થી ત્રણ અને આત્માં થી પાંચ લોકો નીકળી પડે છે

***************

તે લોકો જયંત ના જુના ઘરે પહોચે છે ત્યાં જતાજ દિવ્યેશ સાથે પોલીસ અને કોઠારી મેમ ને જોતાજ પેલા ત્રણેય સ્તબ્ધ બની જાય છે અને કઈ વિચારે એ પહેલાં તે દિવ્યેશ ના શરીર માં રહેલો પ્રેમ તે ત્રણેય ને એક એક ગોળી મારી ને ત્યાંજ ઠાર કરે છે અને પછી પ્રેમ દિવ્યેશ ના શરીર માંથી બહાર આવે છે અને આરતી કોઠારી મેમ ના શરીરમાંથી અને કોઠારી મેમ
એ સાથેજ બેહોશ થઈ જાય છે આથી વિક્રમ તેમને ઘરે મુકવાની વ્યવસ્થા કરે છે.

બીજા દિવસે દિવ્યેશે ગઈકાલે ઘટેલી ઘટના અલ્પા સહિત બધાને આ ઘટના કહી. અલ્પા દિવ્યેશ પર થોડી ગુસ્સે થઈ અને તેને ગળે લગાવીને તેને કહ્યું"પાગલ આમ કોઈ એકલું થોડું જાય આઈ લવ યુ દિવ્યેશ"

આખરે દિવ્યેશે પણ એક કિસ સાથે તેને હંમેશા માટે પોતાની બનાવી લીધી અને કવિતા તથા સહદેવ પણ દિવ્યેશ ને ગળે લગાવી ને તેની શુભેચ્છા સાથે કવિતા કહે છે" ચાલ ભઈલું હવે મારે તારી ચિંતા કરવાની કોઈ જરૂર નથી"

આ સાથે બધાના ચહેરા પર એક સ્મિત હતું.
બીજા દિવસે કોર્ટનો ચુકાદો આવ્યો જેમાં ત્રણેય નું એનકાઉન્ટર સાબિત થયું અને કેસ ક્લોઝ થયો

ધીરે ધીરે સમય પસાર થયો અને તેની સાથેજ કોલેજ પુરી થઈ અને દિવ્યેશ અલ્પા ના લગ્ન થઈ ગયા અને ભગવાને તેમને એક સુંદર દીકરી આપી જેનું નામ સૂર્ય રાખવામાં આવ્યું અને હવે દિવ્યેશે એક ડોક્ટર સાથેજ પોતાના પપ્પા નો બિઝનેસ પણ પાંચેયે સાંભળી લીધો.કવિતા ના લગ્ન પણ હવે દિવ્યેશે યોગ્ય જગ્યાએ કરાવી દીધા
********************


આ સાથે આ લઘુનવલ ને અહીજ પૂર્ણ કરું છું આ મારી બીજી હોરર નોવેલ પૂર્ણ કરું છે આ સાથે જ મારી બીજી હોરર સિક્વલ હું પૂરું પુરી કરું છું હવે હોરર થી અલગ હવે હું પ્રેમ કથા લખી રહ્યો છું જે ટુક સમયમાં આવી રહી છે

મને inatagram માં ફોલો કરો -

Moon_maker_85


સંપૂર્ણ