Praloki - 19 in Gujarati Fiction Stories by DR KINJAL KAPADIYA books and stories PDF | પ્રલોકી - 19

Featured Books
  • મારા અનુભવો - ભાગ 19

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 19શિર્ષક:- ભદ્રેશ્વરલેખક:- શ્રી...

  • ફરે તે ફરફરે - 39

      નસીબમાં હોય તો જ  કહાની અટલા એપીસોડ પુરા  ક...

  • બોલો કોને કહીએ

    હમણાં એક મેરેજ કાઉન્સેલર ની પોસ્ટ વાંચી કે  આજે છોકરાં છોકરી...

  • ભાગવત રહસ્ય - 114

    ભાગવત રહસ્ય-૧૧૪   મનુષ્યમાં સ્વાર્થ બુદ્ધિ જાગે છે-ત્યારે તે...

  • ખજાનો - 81

    ઊંડો શ્વાસ લઈ જૉનીએ હિંમત દાખવી." જુઓ મિત્રો..! જો આપણે જ હિ...

Categories
Share

પ્રલોકી - 19

આપણે જોયુ કે, પ્રબલ પોતાની સાથે શુ થયુ હતું ? એ વિશે પ્રલોકીને કહે છે. પ્રબલની વાત સાંભળી પ્રલોકીને પોતે કરેલી ભૂલનો અહેસાસ થાય છે. એ રડવા લાગે છે. પ્રલોકીને રડતી પ્રત્યુષ અને પ્રબલ બંને જોઈ નથી શકતા. હવે જાણો આગળ...
પ્રબલ..... હારી ગઈ હું આજે બધું જ હારી ગઈ..... મને લાગતું હતું તે મારી જોડે વિશ્વાસઘાત કર્યો છે. પણ હકીકતમાં તો મેં મને છેતરી છે. તને પ્રેમ કરતી હોવા છતા, પ્રત્યુષને પ્રેમ કર્યો મેં. શરીરથી જ નહી. આત્માથી, દિલથી એમને પ્રેમ કર્યો. હવે તે જયારે બધું કહયું, હું શુ કરું ? કોને ન્યાય આપું હું ? કોની સાથે રમત રમું ?... પ્રલોકીના સવાલોનો જવાબ ના પ્રબલ પાસે હતો ના પ્રત્યુષ પાસે. પ્રત્યુષ પ્રલોકીની આ હાલત જોઈ નહોતો શકતો. અને હાલ એને સંભાળી શકે એવી હાલતમાં નહોતો. પ્રલોકી..... પ્લીઝ શાંત થઈ જા. કેવી રીતે શાંત થાઉં પ્રબલ.... ? પ્રલોકીનો અવાજ ઊંચો થઈ ગયો.. બોલ પ્રબલ... કેવી રીતે શાંત થાઉં ?? શુ કહીશ હું પ્રત્યુષને ? કેવી રીતે એ સમજશે મારી લાગણીઓને ? બધું છોડ પણ હું મારી જાતને, મારી આત્માને શુ જવાબ આપું.. ? શુ કર્યુ મેં... કોઈ એક વ્યક્તિને અંદર લઈને જીવી, અને બીજા વ્યક્તિને બહાર લઈને જીવી હું. પણ હવે શુ ? હવે હું બધું જાણ્યા પછી મારી અંદર તને રાખીને જીવી શકીશ હું ?? પ્રત્યુષને ન્યાય આપી શકીશ હું... ?
બસ બહુ થયુ હવે, હું નથી જોઈ શકતો, પ્રલોકીની આ હાલત. મારે કંઈક કરવું જોઈએ. એમ વિચારી પ્રત્યુષ ઉભો થયો. થોડે દૂર જઈ પ્રલોકીને ફોન કર્યો. પ્રલોકી ફોન ઉઠાવ..જો પ્રત્યુષનો ફોન છે. બહુ મોડું થઈ ગયું છે. ચાલ હું તને ઘરે મૂકી જાઉં.... પ્રબલે કહયું. પ્રલોકીએ ફોન ઉઠાવી કહયું... હેલો... બસ હું નજીકમા જ છું. આવું છું. આગળ કાંઈ પણ બોલ્યા વગર પ્રલોકીએ ફોન મૂકી દીધો. ચાલ, પ્રબલ... જલ્દી ઘરે મૂકી જા. પ્રબલ અને પ્રલોકીને નીકળતા જોઈ પ્રત્યુષ પણ નીકળી ગયો. એ લોકો પહેલા મારે પહોંચવું પડશે. પ્રલોકીને ખબર ના પડવી જોઈએ કે મેં એમની વાતો સાંભળી છે. એમ વિચારતા પ્રત્યુષ નીકળી ગયો. પ્રલોકી પહોંચે એ પહેલા ઘરે જઈ ટીવી ઓન કરી બેસી ગયો.
પ્રલોકી.... તું સંભાળ તને.... આઈ એમ સોરી...કદાચ મેં તને કહીને ભૂલ કરી. ના પ્રબલ.. તે મને કહયું ના હોત તો એક ભ્રમમા આખી ઝીંદગી નીકાળી દેત. હું એક ખોટી ઝીંદગી જીવત. તું ચિંતા ના કર. મને તો કદાચ પ્રત્યુષ પણ સંભાળી લેશે. પણ તને.... પ્રલોકી તું ખુશ રેજે. બાય... તું હવે જા ઘરે.. તારું ઘર આવી ગયું. હા, બાય પ્રબલ. પ્રલોકી કારમાથી ઉતરી ગઈ. સીધી ગેટ સાઈડ ચાલવા લાગી. પાછું વળીને જોવું કે નહી એ સમજ ના પડી. એ ચાલી નીકળી. પ્રલોકી જેમ હાલ તે પાછું વળી ના જોયુ એમ ફરી ના જ જોતી. તું પ્રત્યુષ જોડે ખુશ રેજે. એમ મનમા બોલી પ્રબલે કાર સ્ટાર્ટ કરી. પ્રબલની છાતીમા ડુમો બંધાઈ ગયો. એને કારની સ્પીડ વધારી. પોતાના જુના ઘરે પહોંચ્યો. જ્યાં એની મમ્મીની યાદો છે. પ્રલોકીની યાદો છે. કેમ ભગવાન.. ? નાનપણથી પૈસાની તંગી જોઈ ઘરમા મેં. એ પુરી કરવા મહેનત કરી ડૉક્ટર બન્યો. બધું જ વસાવ્યું. બધી સગવડ છે.. ત્યારે... આજે એ જ લોકો નથી, જેના માટે મેં આટલી મહેનત કરી. મારી મમ્મી જેને આખી ઝીંદગી દુઃખ જ વેઠ્યું. જયારે સુખ આવ્યું ત્યારે તે એને મારી જોડેથી છીનવી લીધી. પ્રલોકી જેને પામવા મેં તમામ પ્રયત્ન કર્યા. એને પણ તે દૂર કરી દીધી.
પ્રબલની આંખો કોરી હતી. પણ દિલમા એક ડુમો ભરાયો હતો. પાપા સિવાય કોઈ નથી બચ્યું જેના માટે જીવવું જોઈએ. શુ કરવાનો આલીશાન બંગલો ! જેમાં પાપા એકલા ફરી પણ નથી શકતા. પ્રબલ પાસે કોઈ જવાબ નહોતા. એ આંખો મીંચી બેસી રહયો. રડવું તો હતું પણ ચૂપ રાખનાર પણ ક્યાં કોઈ હતું? એની આંખો સામે ભૂતકાળના પન્ના ખુલવા લાગ્યા. પ્રલોકી માટે કરેલો સ્યુસાઇડનો ટ્રાય, રેડ ફ્રોકમા ઢીંગલી જેવી લાગતી પ્રલોકી, પ્રલોકીની બર્થડે પાર્ટી, કેન્ટીનમા પહેલી વાર વગર કીધે અનુભવેલો પ્રેમ. એના માટે બોમ્બે જવું. ટ્રેનમા મળીને પહેલી વાર આઈ લવ યુ કહેવું. બી જે મેડિકલની એક એક પલ, કે જેમાં પ્રલોકી એક પણ વાર દૂર નથી થઈ એનાથી. પાંચ વર્ષ.. બસ એ પાંચ વર્ષ એવા છે કે હું જીવ્યો છું. બાકી બધું જ નકામું. અને મનાલી મારા માટે સૌથી યાદગાર સફર બનાવાની હતી એ સૌથી ખરાબ યાદ બની ગઈ. મારૂં સર્વસ્વ એમાં જતું રહ્યું. પ્રબલને બધું જ સામે દેખાઈ રહ્યું હતું. એ ઈચ્છતો નહોતો છતાંય એના કાનમા એક જ પડઘા વાગતા હતા.. આઈ લવ યુ પ્રબલ...આઈ લવ યુ.... હું મારૂં હૃદય બહાર કાઢીને જીવી શકું. પણ તારા વગર એક સેકન્ડ ના રહી શકું. તાળીઓ થી આંખો હોલ ગુંજતો હતો. જયારે પ્રલોકીએ ફાઈનલ યરમા સ્ટેજ પર બધાની વચ્ચે આ કહયું હતું. ત્યાં બેઠેલા સ્ટુડન્ટસ, ટીચરસ બધા જ સ્તબ્ધ હતા. પ્રલોકીનો સાચો પ્રેમ અને એની બહાદુરી પર બધાએ તાળીઓ વગાડી હતી.કેટલાય લોકો હતા જેને પ્રલોકીની આ હરકત ગમી નહોતી. રિયાએ કહયું હતું.. યાર પ્રબલ.. રિયલી તું લકી છે. કેટલો સાચો પ્રેમ હશે પ્રલોકીનો કે આટલા મોટા હોલમા બે હજાર લોકોની વચ્ચે એ તને કહી શકે. જા તું પણ જઈને કહી દે તું પણ કેટલો પ્રેમ કરે છે.. ? અરે રિયા મેં તો મજાકમા જ કાલ એને ચેલેન્જ આપી હતી કે કાલ બધાની વચ્ચે મને કહી બતાવ તો માનુ તું કેટલો પ્રેમ કરે છે મને! મને તો ખબર જ છે એ મારા વગર ના રહી શકે. હા તો જા તું પણ કહી દે.. એમ કહી રિયા એ મને સ્ટેજ સાઈડ ધક્કો માર્યો હતો. હું નહોતો જઈ શક્યો. કેટલી બહાદુર છે પ્રલોકી ! બધા વચ્ચે કહેતા તે એક પણ વાર વિચાર નહોતો કર્યો જે હતું દિલમા એ કહી દીધું હતું. પ્લીઝ આજે બહાદુર રહેજે. તારી જિંદગીમાં આવેલા નવા વળાંકનો તું બહાદુરી અને સમજદારીથી સામનો કરજે.
પ્રત્યુષ, તમે જમ્યા કે નહીં ? એકદમ નોર્મલ થઈને પ્રલોકીએ દરવાજામાંથી આવતા આવતા કહયું. સોરી પ્રત્યુષ બહુ જ લેટ થઈ ગયું. બોલતા બોલતા પ્રલોકી કિચનમા ગઈ. પ્રત્યુષ.... પ્રલોકી બૂમ પાડી હોલમા આવી. પ્રત્યુષ... સાંભળો છો કે નહી ? પ્રત્યુષ સાંભળતો તો હતો પણ સમજી શકતો નહોતો. કેવી રીતે પ્રલોકી આટલી મજબૂત હોઈ શકે. થોડી વાર પહેલા જ એની હાલત કેવી હતી ? અને હાલ કોઈ કહી જ ના શકે કે એની લાઈફમા કાંઈ બન્યું હશે. કેટલું દર્દ એના દિલમા ભર્યું છે. છતા ચહેરા પર દેખાવા પણ નથી દેતી. પ્રત્યુષ.. તમે કેમ જમ્યા નથી. પ્રલોકી હવે થોડી ગુસ્સેથી બોલી એટલે પ્રત્યુષ બોલ્યો. કેમ કે તારી રાહ જોતો હતો. ચાલ, હવે જમી લઈએ, મેં તારા માટે સ્પેશ્યલ હાંડી પનીર ઓર્ડર કર્યુ હતું. રોટલી તો હવે ઠંડી જ ખાવી પડશે. સોરી પ્રત્યુષ.... મારા લીધે તમારે પણ ઠંડુ ખાવું પડશે. પણ તમારે જેવું આવ્યું ત્યારે જ જમી લેવાનું હતું. પ્રલોકી હું જમી લેત તો મારૂં પેટ ખાલી રેત કેમ કે, તારા આ મીઠા ઠપકાથી જ તો મારૂં પેટ ભરાય છે. બંને હસી પડ્યા.
પ્રત્યુષ પ્રલોકીને જોઈ રહયો હતો. કેટલી નોર્મલ ફરી રહી છે પ્રલોકી ! હું એની જગ્યાએ હોત તો કદાચ આટલું સારી રીતે પ્રલોકી સાથે બોલી પણ ના શકત. પ્રત્યુષ હજી જાગો છો. ચાલો લાઈટ ઑફ કરો અને સુઈ જાઓ. હું પણ સુઈ જાઉં. એમ કહી પ્રલોકી પડખું ફરી સુઈ ગઈ. પ્રત્યુષ પણ લાઈટ બંધ કરી સુવા ટ્રાય કરવા લાગ્યો. પણ એને ઊંઘ નહોતી આવતી. વારેઘડીએ પ્રલોકીનો રડતો ચહેરો સામે આવ્યા કરતા હતો. પ્રત્યુષે નક્કી કરી લીધું સવારે નિર્ણય લેવાનું. પ્રલોકીને પણ ઊંઘ નહોતી આવતી. નિર્ણય તો એ લઈ ચુકી હતી. રાહ સવાર પડે એની હતી. પ્રત્યુષ પ્રલોકીને પડખા ફરતા જોઈ રહયો. કાંઈ બોલ્યો નહી. એ પ્રલોકીને સાચી વાત કહી ધર્મસંકંટમા નાખવા નહોતો માંગતો. એ ઈચ્છતો હતો પ્રલોકી જે પણ નિર્ણય લે એની ખુશીથી લે. કોઈ દબાણ, કોઈ ડર, કે કોઈ અપરાધના ભાવ વગર લે. પણ પ્રલોકીનો નિર્ણય શુ હશે ?
પ્રલોકી અને પ્રત્યુષની સવાર પડી ગઈ. પ્રત્યુષ બ્રેકફાસ્ટ પતાવી ઉભો થયો. પ્રલોકી હું બહાર જાઉં છું. પ્રત્યુષ મારે તમને જરૂરી વાત કરવી છે. પ્રલોકીએ પ્રત્યુષને રોક્યો. પ્રલોકી, કોઈ પણ વાત હોય હું આવી ને કરીશ હાલ મારે જવું વધુ જરૂરી છે. કોઈની જિંદગીનો સવાલ છે. એમ કહી પ્રત્યુષ નીકળી ગયો. પ્રલોકી બોલી મારે પણ વાત કરવી હતી પ્રત્યુષ.. આજે મારી જિંદગીનો સવાલ છે. સાંજ સુધી રાહ જોવાની અઘરી પડશે. પ્રત્યુષે પ્રબલને ફોન કર્યો. હેલો.... હાય પ્રત્યુષ ! પ્રબલે સામે છેડેથી ફોન ઉઠાવી કહ્યું. ર્ડો. પ્રબલ મારે તમને મળવું છે. હું તમારા હોસ્પિટલ જવા નીકળી ગયો છું. જો તમને પ્રોબ્લમ ના હોય તો જલ્દી આવી શકશો. પ્રબલ પાસે ના પાડવાનો ઓપ્શન જ નહોતો. હા પ્રત્યુષ, હું હોસ્પિટલમા જ છું તમે આવી જાઓ. એમ કહી પ્રબલે ફોન કટ કર્યો. પણ પછી પ્રબલને ડર લાગવા લાગ્યો.
શુ કરશે પ્રત્યુષ પ્રબલ પાસે આવીને ?? પ્રલોકીનો નિર્ણય શુ હશે? જાણો આવતા અંકે.....