Sky Has No Limit - 35 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-35

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-35

સ્કાય હેઝ નો લીમીટ
પ્રકરણ-35
મલ્લિકા બધાંજ સ્તબ્ધ રહી જાય એવી રીતે ચાલાકીથી બધાં જવાબ આપી રહી હતી ના એને ડર હતો કે ના ક્યાંય વચ્ચે અચકાઇ રહી હતી. એણે સ્પષ્ટ કર્યુ કે એ દિવસે ઓફીસથી કલીનીક ચેકઅપ કરાવવા અને અપડેટ લેવા ગઇ હતી.
મોહીતે કહ્યું "ચેકઅપ માટે કેટલા વાગ્યાની એપોઇન્ટમેન્ટ હતી ? મલ્લિકાએ કહ્યું 1 pm ની હતી અને હું તું જાણે જ છે હું 12 વાગે ઓફીસથી નીકળી ગઇ હતી.
મોહીતે કહ્યું "ઓકે સમજી ગયો તો સાંજ સુધી તારુ ચેકઅપ ચાલુ એવુ તો શું હતુ ? કેટલો સમય ચેકઅપનો લાગ્યો કેટલા વાગે ચેકઅપ પત્યુ મેં તને સળંગ ફોન કર્યો છે સાંજ સુધી તેં પહેલા ફોન રીસ્પોન્ડ ના કર્યો અને પછી સ્વીચઓફ મને ચિંતામાં નાંખેલો.
મલ્લિકા હવે થોડી ચૂપ થઇ ગઇ એનું મૌન ભારેખમ હતું એને એનાં મૌનનો ભાર વર્તાઇ રહેલો. એણે મોહીતની સામે જોયું અને બોલી "2.00 વાગ્યા સુધીમાં હું ફી થઇ ગયેલી.. પણ ચેકઅપ સારુ ગયુ એટલે આનંદમાં હતી અને મારી ખાસ મીસીસ X જોડે પછી મૂવી જોવા ગઇ હતી એટલે લેટ થઇ ગયું.
હવે આશ્ચર્ય કરવાનો વારો મોહીતનો હતો મૂવી જોવા ગયેલી ? મીસીસ એક્ષ સાથે ? આ છે કોણ કે તારી પાસે જૂઠું બોલાવે છે ?
મલ્લિકાએ નફ્ફટતાથી જવાબ આપતાં કહ્યું "અરે મારી ફ્રેન્ડ કલીગ છે કેમ ના જવાય મૂવી જોવા ?
મોહીતે કહ્યું "કેમ ના જવાય ? જરૂર જવાય પણ પ્રશ્ન મને એ થાય છે કે તું મને મૂવીનું જણાવતી નથી આજ સુધી તે મને નથી કીધુ આજે કહી રહી છું અને તે પણ ચાલુ ઓફીસે ? મૂવી જોવા ગયા ? અને ગઇ તો મને કહેવામાં વાંધો શું હતો ? એ મને સમજાવ મને એ શેર કર જવાબ આપ.
મલ્લિકાએ કહ્યું મોહીત રજનુ ગજ કરવાની જરૂર નથી હવે મારે મોજ મજાજ કરવી હતી અને જોબ નામની અને શોખથી જ કરુ છું આવી નાની નાની ચોરી કરીને જોવા જવાની પણ મજા હોય છે. બસ એવો આનંદ લૂટ્યો એમાં ગંભીર થવા જેવું શું છે મને તો એજ નથી સમજાતું
મોહીતતો મલ્લિકાની સામે જ જોઇ રહ્યો.... પછી એણે જાણે ગળામાંથી થૂંક ઉતાર્યુ કે એને ના સમજાયુ મોહીતે કહ્યું "આપણાં બેનાં સંબંધ વચ્ચે આવુ ક્યારથી થયુ ? કે તું મને તારી મજા માટે કંઇ કહે નહીં જણાવે નહીં. ક્લિનિક જાય મૂવી જોવા જાય પણ તને એની અરેરાટી કે એવી ચિંતા નથી કે મને કહેવાની ફરજ પણ ભૂલે ? કહેવું પડે...
મલ્લિકા હું પળ પળ તને પ્રેમ કરતો રહ્યો આજે ઇન્ડીયાથી અહીં આવ્યાં ત્યારથી આજે અહીં વાત કરું છું ત્યાં સુધી મેં ફક્ત તારી ખુશી અને આનંદ જોયા છે એનાં માટે મહેનત કરી છે તને જ.. ફક્ત તને જ પ્રેમ કર્યો છે પૂરી પાત્રતા વફાદારી સાથે મેં તારુ જ ધ્યાન રાખ્યુ છે એક એક પળને મેં આનંદીત બનાવી છે તને પ્રેમ કરીને... તને એવું લાગે છે કે મને જણાવવાની શી જરૂર છે ? આટલી સુખ સાહબી આપ્યાં પછી પણ તું ક્યાંક ને ક્યાંક ભૂખીજ છે... ઘરમાં બધી જ સુખ સગવડ બધુ મળી ગયું તોય હજી બહાર ફાંફા મારે છે ?
મોહીતે કહ્યું "તારે મને કહેવું જોઇએ ને કે મોહુ મને મૂવીનો મૂડ છે હું અહીંથી નીકળુ છું તું પણ આવીજા બંક માર આવી પણ મજા લઇએ હું તને ના પાડત ? તને તારી ફ્રેન્ડ એવું તો શું આપે છે કે જે તને મારી પાસેથી નથી મળતું ? સાચી તકલીફ ક્યાં છે ?
મલ્લિકા મોહીતને સાંભળી રહી પણ એને તો જાણે કોઇ અસર જ નહોતી એ જડની જેમ બેસી રહી. મોહીત ખૂબજ દુઃખી થયેલો એટલે કહ્યું "આપણે બ્રેક લઇએ જમવાનો સમય ક્યારનો થઇ ગયો છે અને હું અમારાં ભ્રષ્ટ ચરિત્રમાં પડ્યો રહ્યો છું સોરી.. અને બૂમ પાડીને મેરીને ડીનર તૈયાર કરવા માટે જણાવ્યું.
મોહીતે ફરીથી સ્પષ્ટતા કરી લીધી. આ માત્ર બ્રેક છે ડીનર લઇને અંદર જ આ મીટીગી ચાલુ રહેશે મારે ઘણું સ્પષ્ટ કરવાનું અને સ્પષ્ટતા માંગવાનું બાકી છે. બધાં કમને ઉભા થયાં પણ ખાવું તો પડશે બધાએ પેટ ભરીને પીધું હતું.
ડાઇનીંગ ટેબલ પર બધુ મૂકાઇ ગયું હતું. બધાં ખુરશીઓ પર ગોઠવાઇ ગયાં મલ્લિકા પણ પોતાની ચેર પર ગોઠવાઇ ગઇ. મોહીતે મેરી અને જોસેફને સૂચના આપી કે બધાને જે જોઇએ એ મનથી પીરસતા રહેજો અને મીતાબહેનને કહ્યું "પુરીઓ ગરમા ગરમ બધાને ખવરાવજો અને હાથ ધોઇને પોતાની ચેર પર આવીને બેઠો.
મોહીતે બધાને કહ્યું "બધુ ભૂલીને સરસ જમજો અને મને માફ કરજો કે મેં બધાનો મૂડ ખરાબ કર્યો છે આઇ એમ સોરી પણ જમવામાં બધી કસર વસૂલ કરજો એમ કહીને હસ્યો વાતાવરણ હળવું કરવા પ્રયત્ન કર્યો.
મલ્લિકાનો ફોન મોહીતનાં ખીસ્સામાંજ હતો અને એમાં ફરીથી રીંગ આવી એણે ફોન કાઢીને જોયું સ્ક્રીન પર તો મલ્લિકાની મોમનો જ હતો. મલ્લિકાએ મોહીતની સામે જોયુ અને કહ્યું "લાવ ફોન મને આપ."
મોહીતે ઇશારાથી સ્પષ્ટ ના પાડી અને એણે જ ફોન ઊંચક્યો "હાં આંટી બોલો.. અમે અત્યારે બધાં જમવા બેઠાં છીએ અને મારાં દોસ્તો આવ્યાં છે હું પછી શાંતિથી મલ્લિકા સાથે વાત કરાવીશ તમારી સાથે એનો ફોન મારી પાસે છે. અહીં આખો દિવસ પાર્ટી ટાઇમ હતો એટલે તમારી દીકરી થોડીક નશામાં છે.. માફ કરજો એણે ના પીવુ જોઇએ પણ તમે લઢતાં નહીં હું સમજાવી દઇશ.
મલ્લિકાની માં ને તો ખબરજ ના પડી કે આનો શું જવાબ આપવો "હાં હાં કંઇ નહીં કંઇ નહીં હું તો કાલ પરમદિવસે શાંતિથી વાત કરી લઇશ. એન્જોય એન્જોય.. એમ કહીને ફોન કાપી નાંખ્યો.
મોહીતે આખો ફોન ચલાવેલો સ્પીકર મોડ પર અને બધાએ વાતચીત સાંભળી મલ્લિકા ચૂપચાપ જમતી રહી.
બધાં જમી પરાવ્યા પછી બધાંમાં જાણે સુસ્તિ અને આળશ હતી છતાં મલ્લિકાનો "શો" અધૂરો હતો એટલે આગળ શું થશે એ જાણવાનું પણ કૂતૂહુલ હતું જ.
મેરી, જોસેફ અને મીતાબહેને પાછળનું કામ કરી લીધુ અને મોહીતે એ લોકોને પરવારીને ઘરે જવા પણ કહી દીધુ. મીતાબહેન કહે હું નીકળું જ છું... મેરી તો આજથી અહીંજ રોકવાની છે અને મેરી એ હકારમાં ડોકું હલાવ્યું.
મોહીત કહ્યું ઓકે અને બધાં ડ્રોઈંગ હોલમાં આવીને બેઠાં. અને થોડીવાર ચૂપકીદી છવાઇ ગઇ કોઇ કંઇ બોલ્યુ નહીં...
હિમાંશુએ વાતાવરણ હળવુ કરવા કહ્યું " યાર મોહીત પાર્ટી જબરજસ્ત રહી પણ યાર સાચુ કહુ મને ચીલ્ડ બીયર પીવાની તલપ છે વાંધો ના હોય તો..
મોહીતે વચ્ચેજ અટકાવતાં કહ્યું "અરે સંકોચ કેમ કરે છે ? જાને ડીયર ફ્રિઝનાં નીચેનાં ખાનામાં બીયર ભરેલી છે. અરે અરે એક મીનીટ તું બેસ હું જોસેફને કહુ છું ચાલ આપણાં બધાં માટે મંગાવુ બોલો કોણ કોણ પીશે ? ફાલ્ગુને ના પાડી મને નહીં જોઇએ બીજા બધાં ચૂપ જ રહ્યાં.
મોહીતે જોસેફ પાસે બે ચીલ્ડ બીયરનાં ટીન મંગાવ્યા અને પછી જોસેફ આપી ગયો ટ્રે માં કાજુ સાથે અને હિમાંશુ અને મોહીતે સીલ તોડીને પીવાની ચાલુ કરી.
મોહીતે કહ્યું "અરે યાર સારુ કર્યુ મજા આવી ગઇ ભલે બહાર ચીલ્ડ ઠંડી છે પણ વાતોમાં જોરદાર ગરમાટો છે.. પીવાની મજા આવી પછી મોહીતે મલ્લિકાને કહ્યું પાર્ટ-2 ચાલુ કરીએ અને પછી પૂર્ણાહૂતિ એમ કહીને મોટો ઘૂંટ મારી.
મલ્લિકાએ કહ્યું "હવે શું બાકી છે ? બધું જ કહી તો દીધુ.. કંઇ બાકી નથી.
મોહીતે કહ્યું "આતો બધુ ઉપરછલ્લુ જ કીધું છે અસલ ચરિત્રતો હવે ખોલવાનું છે બોલો મલ્લિકા મેડમ સાચી વાત તમે કહો છો કે હું કહું ? એવુ સાંભળી મલ્લિકાની આંખો ફાટી ગઇ....
વધુ આવતા અંકે -- પ્રકરણ-36