પ્રતિશોધ ભાગ ૮
જુલી તેને જોતા તૂટેલા સ્વરે કહ્યું : “...રા...વ...સિંહ...રાવ...સિંહ... ડે...ડી...ડેડી...નથી રહ્યા... ડે........ડી.........” તે ચીસ પોકારી ઉઠી. તે ઉભી થઇ ને કાર ની ચાવી લઇ ને દોડી..અને જાતે જ કાર ચલાવી ને એના ડેડી ના ઘરે જવા નીકળી ગઈ.
જુલી તેના ડેડીના આવા સમાચાર સાંભળીને ત્યાં દોડી ગઈ અને બીજી બાજુ મોન્ટી રૂપાલી સાથે તે હોટેલ માંથી નીકળીને ઓફિસે પહોંચ્યો, એવા માં રાવ સિંહે જ ઓફિસે ના લેન્ડલાઇન નંબર પર ફોન કરીને તેના સાહેબ મોન્ટીને જુલીના ડેડીના સમાચાર આપ્યા અને મોન્ટી તરત જ ત્યાંથી નીકળ્યો. જુલીના ડેડીના ઘરે જઈને તેણે જુલીને સંભાળી અને ત્યારબાદ તેના ડેડીની દરેક અંતિમક્રિયા(ખ્રિસ્તી રીતરિવાજ મુજબ દફન વિધિ) કર્યા બાદ તે જુલીને સાથે પોતાના ઘરે પાછી લઇ આવ્યો. રડી રડી ને જુલી ની હાલત ખરાબ થઇ ગઈ હતી.તે ભાન માં પણ નહતી. જયારે તે ભાન માં આવી તો તે પોતાના ઘરના બેડરૂમમાં હતી અને ફરીથી તેને બધું યાદ આવતા રડી પડી... બાલ્કની માં ઉભેલો મોન્ટી તેનો અવાજ સાંભળીને તરત તેની પાસે આવ્યો અને બેઠો,તેને ચુપ કરવા કઈ બોલે તે પેહલા જુલી બોલી ઉઠી : “મને અહી કેમ લાવ્યો? મારે ત્યાંજ રહેવું છે.ડેડી પાસે જવું છે.”
તે જુલીના બન્ને હાથ પકડીને પોતાની છાતી સરસી લગાવીને ચૂપ કરી રહ્યો હતો. જુલીને અચાનક કંઈક યાદ આવ્યું હોય એમ તેણે જોરથી મોન્ટીને ધક્કો મારીને દૂર કરી દીધો અને તેના પર ગુસ્સો કરતા બોલી : “તારા આ ગંદા હાથ દૂર રાખ મારાથી... ડેડીના બંગલૉ ની ચાવી લાય..મારે અહીં નથી રહેવું.”
“જુલી ડાર્લિંગ પ્લીઝ ચૂપ થા..જે થવાનું હતું તે થઇ ગયું. પ્લીઝ રડીશ નહિ. હું છું તારી સાથે..”
જુલી મોન્ટી નું આ રૂપ જોઈ જ રહી...કે મોન્ટી આટલો સહજ આટલો નોર્મલ કઈ રીતે રહી શકે?? તે કોઈ બીજી છોકરી સાથે લફરું કરવા છતાં પણ આમ...?? જુલી તેને રંગે હાથ પકડવ માંગતીતી..તેની સચ્ચાઈ તો એ જાણી જ ચુકી હતી. તે એ સમય ચુપ થઇ ગઈ..જોવા જઈએ તો મોન્ટી ની વાત સાચી જ હતી..જે થવાનું હતું એ થઇ ગયું..પણ હવે જે કરવાનું છે એના પર એને ધ્યાન આપવાનું છે. ધોકેબાઝ પતિ અને ડેડીન જવા નો ડબલ આઘાત તેને લાગ્યો હતો. અહીં મોન્ટી અજાણ હતો કે જુલી હવે એ જુલી નથી રહી.જે એની પત્ની હતી..તે પત્ની મટી ને જાસૂસ બની ગઈ હતી. તે રોઝ મોન્ટીનો પીછો કરતી,તેને ફેક્ટરીની ઓફિસમાં જતા જોતી,બહાર કારમાં છુપાઈને મોન્ટી પેલી છોકરી સાથે બહાર નીકળે તેની કલાકો સુધી રાહ જોતી. ને અહી ઓફિસમાં મોન્ટી અને રૂપાલી હવે એકબીજાની નજીક આવી રહ્યા હતા.
પોતાના પતિને બીજી સ્ત્રી જોડે જોતા જુલી અને તેના સ્વભાવ માં હવે દુઃખ રોષ ચીડિયાપણું ને ગુસ્સાની મિશ્ર લાગણીઓ અનુભવી રહી હતી. તે વગર વાતે ચિડાવા લાગી હતી..ગુસ્સો કરવા લાગી હતી. તેના મન માં મોન્ટી ને લઈને જે વહેમ “ઘર” કરી ગયો હતો તે હવે તેના દિમાગ સાથે રમી રહ્યો હતો. હા વહેમ..કારણ કે જુલી એ પોતાના મોન્ટી ને કાર માં બીજી સ્ત્રી સાથે આલીશાન હોટલ ની અંદર તો જતા જોયા પણ તેનું સાચું કારણ તે જાણવાનું કે તપાસ કરવાનું જ ભૂલી ગઈ..?! રૂપાલી અને મોન્ટી જે દિવસે ત્યાં ગયા હતા,ત્યારે તેમનો એક વિદેશી ક્લાયંટ આવ્યો હતો,જેની સાથે બીઝનેસ મીટીંગ અને લન્ચ પતાવીને તેઓ પાછા ઓફીસ આવી ગયા હતા. જુલી આ વહેમ ને મન માં રાખીને મોન્ટી થી રોજ ઝગડો કરતી..તેને પોતાના થી દુર કરવા લાગી.. મોન્ટી રોજ રોજ ના કંકાસ થી કઁટાળીને ઓફીસમાં જ વધુ સમય પસાર કરતો..રૂપાલી તેની સાર સંભાળ રાખતી,તેને ટાઈમ સારુ જમવાનું જમાડતી. તે છતાંય મોન્ટીએ ક્યારેય પોતાની મર્યાદાઓ પાર નહતી કરી. રૂપ તેને દિલ થી ગમતી હતી પણ તે પોતે જુલીથી બઁધાયેલો છે એનું એને ભાન હતું અને રૂપ પણ આ વાતથી અજાણ નહતી. તેઓ એકબીજાને દોસ્તની જેમ સંભાળતા હતા.
એક દિવસ એવી જ રીતે મોન્ટી રોજ ની જેમ તૈયાર થઈને ઓફીસ જવા નીકળતો હતો ત્યારે જુલી એ તેને રોક્યો અને પૂછ્યું : “મારા ડેડીના બંગલૉના ડોક્યુમેન્ટ્સ ક્યાં છે મોન્ટી? તે એ બંગલૉ પેલી રા........ન્ડ ને તો નથી આપી દીધો ને?”
આટલું બોલતાં જ મોન્ટીએ સાટ કરીને એક લાફો જુલીના ગાલ પર ધરી દીધો.
ગુસ્સામાં આવેલો મોન્ટી તેને બોલ્યો: “ખબરદાર જો રૂપાલીને કઈ બી બોલી છે તો? એ બંગલૉ હું કોઈને પણ આપુ તારે શું જોવાનું? તારો બાપ "મને" આપીને ગયો હતો.”
આ સાંભળતા જ જુલી ગુસ્સામાં લાલચોળ થઇ ગઈ અને મોન્ટીના હાથમાં રહેલી કારની ચાવી છીનવતા તે બોલી: “પેલી તારી ર...ખે...લ માટે આજે તે મારા પર હાથ ઉપાડ્યો...??મને બધી જ ખબર છે કે તું ત્યાં ઓફીસમાં શું ગુલ ખીલાવે છે.અને તે આ બંગલૉ.. મારા ડેડી નો બંગલૉ.. બિઝનેસ, શેર્સ બધું તારા નામે ટ્રાન્સફર કરાવી દીધું છે. હું તને અને તારી પેલી રખેલ ને આ બધું હડપવા નહિ દઉં.”
મોન્ટી કઈ કહે કે કરે તે પહેલા જ જુલી ગુસ્સામાં ઝૂટાવેલ કારની ચાવી લઈને બહાર નીકળી ગઈ અને જાતે જ કાર દોડાવી મૂકી.
મોન્ટીએ તરત પોતાના ઘરના લેન્ડલાઇનથી ઓફીસમાં રહેલ રૂપને ફોન કર્યો અને તેને બધી વાત જણાવી ને જુલી આવે તો ઓફીસ સ્ટાફ દ્વારા રૂપ ઓફીસમાં નથી. તેવું કેહવા સૂચવ્યું. અને પછી પોતે જુલીની પાછળ ઓફીસ જવા બીજી કારમાં નીકળી પડ્યો. ઘરનું યુદ્ધ આજે ઓફીસમાં થશે એની ચિંતામાં અને ઉતાવળમાં હતો. ઓફીસના રસ્તા વચ્ચે એક કારને ભયકંર એકસિડેન્ટ થયો હતો ને લોકોની ભીડ જામી હતી. એટલે તે કારને ના જોઈ શક્યો ને ભીડની બીજી બાજુથી પોતાની ગાડી ચલાવીને તે ઓફીસ નીકળી ગયો. ઓફીસ પહોંચ્યો ત્યારે તેણે સ્ટાફ ને પૂછ્યું કે જુલી આઇ ગઈ? તો તેઓએ “નકાર” માં માથું હલાવ્યું. મોન્ટીને હાશકારો થયો કે ઓફીસ નથી આઇ..પણ હવે પ્રશ્ન પણ થયો કે તો પછી એ ગઈ ક્યાં? તેના મગજના ઘોડા દોડવા લાગ્યા...: “જરૂર વકીલ પાસે ગઈ હશે? પ્રોપર્ટી મારા નામે કરી એને કેસ કરવા? કે મને ડિવોર્સ આપવા? મારી પર આક્ષેપ નાખવા? કે રૂપના ઘરે તો નહિ પહોંચી ગઈ ને?” રૂપનુ નામ મગજમાં આવતા જ તે તેના કેબિન તરફ ભાગ્યો અને ઝડપભેર દરવાજો ખોલતા તેને ત્યાં બેઠેલી જોઈને રાહતનો શ્વાસ લીધો.
એજ દિવસે રૂપાલી મોન્ટી માટે રૂપ બની ગઈ હતી..તેને રૂપાલીને ચિંતા વ્યક્ત કરતાં બધું જણાવ્યું કે જુલી અહીં નથી તો જરૂર આવું જ કંઈક કરવાના તિકડમમાં હશે. આટલું બોલતા તે હાંફી ગયો અને માથું પકડીને ખુરશીમાં બેસી ગયો. રૂપાલીએ તેને પાણીનો ગ્લાસ આપતાં બોલી : “ડોંટ વરી ઍવેરીથીંગ વિલ બી ઓલ રાઈટ..(ચિંતા ના કર, બધું સારું થશે)”
ત્યારે મોન્ટી જાણે તક ની જ રાહ જોઇને બેઠો હોય એમ એને રૂપ નો હાથ પકડ્યો અને બોલ્યો: "રૂપ આઈ લવ યુ... વિલ યુ મેરી મી?”
રૂપાલી થોડીક વાર માટે તો સ્તબ્ધ થઇ ગઈ,કેમ કે તે મોન્ટી સાથે કલોઝ થતા, તેને ફક્ત સારો દોસ્ત જ માનતી હતી, તે જુલી સાથે લગ્નગ્રંથિથી જોડાયેલો છે અને તેના અને જુલીના જીવનમાં આવેલ દરેક ઉથલ પાથલ થી મોન્ટીએ તેને અછૂતી નહતી રાખી, એટલે એક દોસ્તની જેમ તેના પડખે ઉભી રહીને તેની સંભાળ લેતી હતી. મોન્ટીના અચાનક આવા પ્રપોઝલથી તે થોડીક ક્ષણ અવાક બનીને ઉભી રહી ગઈ.
મોન્ટીએ તેના ચેહરા પાસે હાથ લઈને ચપટી વગાડી અને જગાડી હોય એમ તેને પૂછવા લાગ્યો, “ક્યાં ખોવાઈ ગઈ રૂપ? જવાબ આપ. લગ્ન કરીશ મારી સાથે?તારો સહારો જોઈએ છે મારે રૂપ,તારો પ્રેમ જોઈએ છે.”
રૂપાલી મોન્ટી એકીટશે જોઈ રહી...તેના મનમાં ઘણા બધા વિચારો આવવા લાગ્યા...
તેના ચહેરાના હાવભાવ પરથી મોન્ટી પારખી ગયો કે તેના મગજમાં શું ચાલી રહ્યું છે...તરત જ તે બોલ્યો: “જુલી વિશે વિચારે છે ને? જો રૂપ આપણાં વચ્ચે એક નિર્દોષ મિત્રતા હતી.તું મને પહેલાથી ગમે છે,જયારે મેં પહેલી વાર તને જોઇ હતી,પણ મેં ક્યારેય મારી મર્યાદા લાંઘી નથી,એ વાત તો તું સારી રીતે જાણે છે રૂપ. આ બિઝનેસથી લઇને તે મને મારી પર્સનલ લાઈફ સુધી સપોર્ટ અને હેલ્પ કરી છે. તે ઘણીવાર કોશિશ પણ કરી કે તું જુલીને બધું સાચું કહી દે કે આપણા વચ્ચે એવું કશુંજ નથી. મેં જ તને રોકીતી કેમ કે મને ખબર હતી કે જો તું એની સામે જઈશ તો એ કદાચ તારી પર હાથ ઉપાડી દેત. અને જો એ એવું કઈક કરત તો મારાથી પણ કઈક અજુગતું બની ગયું હોત. એટલેજ આજ સુધી હું એની દરેક બકવાસ સાંભળતો આવ્યો અને અહીં તારી સાથે વધારે સમય પસાર કરવા લાગ્યો. હું તને મનમાં ને મનમાં ક્યારે ચાહતો થઇ ગયો તેની મને પણ ખબર નથી. રૂપ...હવે એ જાતે જ ડિવોર્સ લેવાની છે અને મારે મારી બાકીની જિંદગી તારી સાથે કાઢવી છે. બોલ ને રૂપ...કરીશ ને લગન મારી સાથે?”
રૂપાલીની આંખોમાંથી આંસુ આવી ગયા અને તે મોન્ટીને ભેટતા જ “હા” ભરી દીધી.
કેબિનમાં સોફા પર બેભાન પડેલી રૂપ પાસે બેઠોલો મોન્ટી ડૉક્ટરની દસ્તક પર વર્તમાનમાં પાછો ફર્યો.
(ક્રમશઃ)