ત્રીજા ભાગમાં જોયું નિયા અને નીતિના પપ્પા એમની પાછળ દાદી ના ઘરમાં જાય છે.હવે આગળ જોઈએ મિત્રો....
નીતિ : અરે! આજે દાદી બારે કેમ નથી?
નિયા :શું ખબર રોોજ તો બારે ખાટલા પર બેસીયાં હોય છે.
નિયા :ચાલ ને આપણે ઘરમાં તો જઈએ.
નિયા : મને તો ઘરમાં જવામાં બીક લાગે. આપણે તો રોજ બારે જ બેસતા હતા.
નીતિ :તો શું છે આજે જઈએ, જોઈએ તો ખરા દાદી શું કરે છે? ઘર અંદરથી કેવું છે?
આમ વાતો કરતી બંને ઘરમાં ગઈ દાદી દાદી બૂમો પાડી પણ દાદી કઈ બોલ્યા કે દેખાયા નહીં...
બંને થોડી ડરી ગઈ હતી.
ઘર જેટલું બહારથી સુંદર લાગતું હતું અંદરથી એટલું ભયાનક હતું.
અંદર પ્રવેશ કરતા જ દરવાજો બંધ થઈ ગયો. બધે જ ધૂળ ધૂળ દેખાતી હતી જાણે કેટલાય વરસોથી કોઈ આવ્યું નતું ઘરમાં , ઘર નાનું પણ અંદર બીજા ચાર રૂમ હતા. એક રૂમ માંથી સીધું પાછળ જવાતું હતું પણ દરવાજો બંધ હતો. બંને બહેનો દરવાજો ખખડાવા લાગી પણ ખોલ્યો નહીં કોઈએ.
જોરથી ધક્કો માર્યો બંને એ તો ખુલી ગયો દરવાજો અંધારું બહુ હતું બંને બેનો થોડું થોડું દેખાતું હતું. નિયા ને વધુ ડર લાગવા લાગ્યો.
ચાલ ને જતા રહીએ પપ્પા બોલસે મોડા જશું તો.
તોય બંને આગળ ગયાં. રૂમ લાંબો હતો ને અંદર કઈ દુર્ગંધ આવતી હોય એમ લાગતું હતું.
વધારે આગળ ગયા તો નિયા નીચે પડી ગઈ એના પગ આગળ કઈ આવ્યું હતું. નીચે પડી ગયેલ નિયા ને નીતિ ઉભી કરવા ગઈ તો જોયું કે નીચે શું છે જોઈને બંને બેહાલ થઈ ગઈ. દાદી નું સવ પડ્યું હતું.બંને તો ભાગી ત્યાંથી દરવાજા તરફ. માથા પર થી પરસેવો છૂટી ગયો અને મોં પીળા પડી ગયા હતા, એમને દાદીની લાશ જોઇ હતી એ પણ બોવ દુર્ગંધ વાળી. શરીરમાં કશું હતું નહી એમનામાં એવી જાણે બોવ સમય થઈ ગયો હોય મૃત્યુંનો. બંને દરવાજા પાસે પહોંચી ત્યાં તો પાછળ
દાદી નો અવાજ આવ્યો છોકરીઓ!! ક્યાં જાવ છો?
બંને બેનો તો મૂંગી થઈ ગઈ જાણે,
નિયાં એ પાછળ વળી ને જોયું તો દાદી ઊભા હતા.
ઘડીક સારું લાગ્યું કે દાદી જીવે છે, પણ એવું હોય તો અંદર કોણ પડયું હતું?
નિતી એ જોયું તો દાદી થોડા હવામાં ઉપર હતા.
હવે પાક્કું થઈ ગયું કે દાદી ભૂત છે ને બંને ચીસ પાડી ને રડવા લાગી.
દાદી :રડો નહીં તમને કઈ નઈ કરું... ચૂપ થઈ જાવ.. મેં જાણી જોઈને તમને આ બધું બતાવ્યું છે. તમે બંને પૂછતાં હતાં ને એકલા કેમ છો? હવે બોલો મર્યા પછી તો બધા સાથે કેમ રહેવાય?
બંને બેનો ઘડીક વિચારમાં પડી ગઈ ને ઊભી થઈ. અરે દાદી એટલે આ તમારું બહાર બેસવું અમને વાર્તા કહેવી. બધું ભ્રમ હતો ખાલી. અમે કેટલા ખુશ થતાં રોજ તમને મળીને.
દાદી બોલ્યા મને પણ બહુ ગમે તમારી સાથે પણ હું નથી ઇચ્છતી કે મારી જેમ તમારા ઘરના એકલા પડે. તારા પપ્પા જો બાર ઊભા છે તમને ખબર છે?
નિયા :હે પપ્પા પપ્પા કરતી રડતી રડતી ઊભી થઈ દરવાજો ખખડાવા લાગી.. પણ બારે અવાજ જાય એવું હતું નહીં.
નીતિ તો રડતાં રડતાં દાદી અમને જવા દો તમે ભૂત છો અમને જવાદો...
દાદી બોલ્યા સારું બેટા પણ હવે મને મોક્ષ જોઈએ છે. મારા છોકરા તો દૂર જતાં રહ્યાં હું અહીં બીમારીમાં મરી ગઈ . મારો આત્મા ભટકે છે. આ મારું ઘર મને છોડવાનું નથી થતું. ને તમે બંને આવો તો મને બોવ સારું લાગતું. તમારી માટે તો મેં આ ઘરને આવું સજાવ્યું હતું તમે બંને મારી જોડે વાતો કરો ને તમારી સાથે સારો સમય નીકડી જાય.
નિયા બોલી પણ દાદી આમ ભટકવું સારું નથી. આપણી દુનિયા અલગ થઈ ગઈ હવે.
દાદી બોલ્યા સાચી વાત હવે મારે જવું પડાશે.
નિયા :દાદી તમે કહો શું કરવું પડશે અમારે.
દાદી બોલ્યા સારું બેટા એક કામ કરો પેલા રૂમમાં મારા અસ્થિ પડ્યા છે એ કળશમાં ભરી એને નદીમાં પધરાવી દો.
બંને તો ડરીને બોલી ત્યાં તો આખું સાવ પડયું છે અમે કેમ કરી લઈએ?
દાદી હસી ને બોલ્યા ત્યાં મારું સવ નથી થોડા અસ્થિ છે બસ. આતો તમને હકીકત બતાવવા માયા ઉભી કરી હતી.
બંને ફરી રૂમ માં ગઈ તો સાચે ત્યાં થોડા અસ્થિ જ હતા. બંને એ હિંમત કરી એ સમેટી ત્યાં કળશ શોધી એમાં મૂકી દિધા ને દાદી પાસે આવી.
દાદી :ખુશ રહેજો બંને બેનો સાથે મળી રેજો.
બંને પાછળના રસ્તે થી નજીકની એક નદી તરફ ગઈ કેમકે બહાર તો બીજી બાજુ પપ્પા હતા.
નદી માં જઈને અસ્થિ વિસર્જન કરી દીધું ને આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી.
બાળકની પ્રાર્થના કબૂલ થઈ ગઈ.
દાદી ને શાંતિ મળી ખરી.
બંને પાછા ત્યાં આવ્યા પણ દાદી હતા નથી. બહાર નીકળવાના દરવાજે લખ્યું હતું થેન્ક યૂ બેટા!
બંને બેનો દરવાજો ખોલી બહાર આવી પપ્પા ત્યાં જ હતા.
પપ્પા પપ્પા કરતી વળગી પડી પપ્પા ને.
પપ્પા તો ખુશ થઈ ગયા બંનેને જોઈને.
પપ્પા :ત્યાં કેમ ગયા હતા એ ઘરમાં શું છે.
નિયા તો બધું બોલવા લાગી ને પુરી વાત કરી.
પપ્પા :હસવા લાગ્યા મનમાં વિચારતા "આય રમવા આવતી હસે એટલે આ કહાની સંભળાવે છે"
નિયા :પપ્પા કેમ હસો છો અમારી વાત પર વિશ્વાસ કરો.
પપ્પા :અરે હા બેટા છે વિશ્વાસ. સ્મિત સાથે સારું ચાલો હવે ઘરે.
ઘરે આવ્યા મમ્મી ને પણ કીધું એમને પણ સાચું ના લાગ્યું પપ્પા એ ઇસારો કર્યો એટલે હા બેટા. હવે જે થયું ભૂલી જાવ ભણવામાં ધ્યાન આપો કહી વાત પૂરી કરી.
બીજા દિવસેથી રોજની સ્કૂલ જવા લાગ્યા બંને.રસ્તામાં દાદી નું ઘર આવે તો ખુશ થાય ને સમયસર ઘરે આવી જાય. મમ્મી પપ્પા પણ ખુશ રહેવા લાગ્યા.
શબ્દો ને વિરામ વાર્તા પુરી આજે.
આભાર વાંચવા બદલ.
Thank you
Parmar Kinjal