એના બીજા દિવસે મેં આ વાત ની જાણ કરી કે જાનવી મને આપડા ગ્રુપ માંથી એક છોકરી ગમે છે. તો જાનવી કે કોણ છે જલ્દી બોલ હું વાત કરું એને મેં કીધું ના હું થોડો ગભરાઈ ગયો કે જાનવી ને કહીશ તો જાનવી મને બોલ્સે એટલે હું વાત ટાળવા માંડ્યો પણ જાનવી એક ની બે ના થઈ મને કે હવે તારે કહેવુંજ પડશે કે કોણ છે એ છોકરી? પણ મેં ના પાડી કે ના પછી કાઈશ પણ એ કે ના હવે કહેવુંજ પડશે મને કે મને હિન્ટ પણ મેં ના પડી કે કોઈ નઈ જાનવી કે હું છું, પૂજા છે,નેહા છે, સુનિતા che, મનીષા છે? પણ મેં ના જ પડી પણ અને મને પૂછ પૂછ કરી ને મગજ ખાઈ ગઈ.
ત્યાર પછી પૂજા અને નેહા બંને લાયબ્રેરી માં ચોપડી પછી આપવા ગયા ત્યારે પણ કે પૂજા છે હું એને વાત કરું મેં કીધું બે ના એ નઈ તો પછી એમ કીધું કે હું છું મે કીધું બાપા ના તું નઈ તો વાળી પછી કે નેહા હવે આને શુ કઉં હું બોલો પછી નેહા અને પૂજા બધા આયા ત્યારે અમે કૉલેજ ના કેમ્પસ માંથી બહાર આવ્યા. બહાર આવતા આવતા મને જાનવી એ 10વાર પૂછ્યું બોલો પણ મેં કઈ ના કીધું. બહાર આવી ને બાંકડા ઉપર બેઠા હું જાનવી અને પૂજા નેહા લોકો કહે અમે લોકો ઘરે જઈએ ત્યારે પછી એ લોકો નીકળી ગયા અને અમે ત્યાં બેઠા ત્યાં પણ જાનવી એ એ વાત કાડી પણ પૂજા બેસી હતી એટલે મેં એ વાત ટાળી દીધી પૂજા ન મેં કીધું કે કોઈ ની પ્રશનલ વાત કેવાય પૂજા કે ના કેવાય. મેં મન માં વિચાર્યું કે અને કોણ સમજાવે હવે.
ત્યારે પછી મને એવું થઈ ગયું કે આજે તો કઈ જ દઉં ગમેતે થાય ત્યારે અમારી કૉલેજ માં ઝાડ વાવેલા હતા એની ઉપર મેં એ નામ લખ્યું જે મને ગમતું હતું. અને એ વખતે પાછી વરસાદ નો મોસમ હતો એટલે થોડો સમય હું જાનવી અને પૂજા ત્રણ જણ બેઠા ત્યાં અને મેં જાનવી ને કીધું કે હું ઘરે જઉં જાનવી કે ના મને કઈ જા નઈતો મને રાતે ઉંઘ નઈ આવે એટલે મેં કીધું ના કાલે કાઈશ યાર જવા દેને મને મને કે ના કઈ નેજ જા એણે બઉ મગજ ખાધું ના છૂટકે મારે કહેવું પડ્યું. ત્યારે મેં કીધું જા પેલા ઝાડ ઉપર એ છોકરી નું નામ લખ્યું છે મેં એટલું કહી ને હું ત્યાંથી ઘરે જવા નીકળી ગયો અને એ લોકો ઝાડ ઉપર નામ શોધતા રહ્યા 😂. અને તરતજ વરસાદ ચાલુ થયો. અને હું બહાર બસ્ટેન્ડ ઉપર આયો મને મનમાં એમ થતું હતું કે જાનવી અને પૂજા નામ જોઈ ને મને શુ કહેશે મને એ વાત ડર લાગતો હતો. અને ત્યાર બાદ બસ આવતા હું બસ માં બેઠો અને કૉલેજ તરફ જોયું તો જાનવી અને પૂજા બંને ઘરે જવા નીકળ્યાં મને જોઈ ને એણે બૂમ મારી કે કાલે તું આય. હું ગભરાઈ ગયો કે કાલે શુ થશે. ઘરે આવી ને મને એજ ચિંતા હતી કે સામેથી જવાબ શુ આવશે. એ દિવસે સાંજે ઘરે જઈ ને જમવાનું પણ નહોતું ભાયું બસ આ વાત નીજ ચિંતા હતી. રાત થતાજ ઉંગવા માટે ગયો તો એ વિચારો માં ઊંઘ પણ ના આવી આખી રાત હું જાગી રહ્યો.............. Continue...............