rakt yagn - 2 in Gujarati Horror Stories by Kinna Akshay Patel books and stories PDF | રકત યજ્ઞ - 2

Featured Books
Categories
Share

રકત યજ્ઞ - 2

આંખ માં આંસુ સાથે સાત માતાઓ એ રોહી ને વિદાય આપી અને ઘરે આવ્યા.
"દીદી કેેટલા વર્ષો વીતી ગયા નહી?"સોના બોલી એ સાથે બધા જાાણે ભૂતકાળમાં ખોવાઇ ગયા


20વર્ષ પહેલાં,મયાંગ,આસામ
આજે જાણે આખું તારામંડળ મયાંગ માં ઉતરી આવ્યુ છે.અને કેમ ન હોય ચૂડેલો માં શ્રેષ્ઠ અને સૌથી મોટી બહેેેેન ના લગ્ન તેના પ્રેેમી સાથેે થવાના છેે
"અરે વાહ!આજે તો ચંદ્ર પણ તમારી સુંદરતા આગળ ઝાંખો પડશે હીર દીદી"લાવણ્યા ના આમ બોલતા જ હીરે શરમાઈ ને બન્ને હાથ થી પોતાનો ચહેરો ઢાંકી દિધો..એના આમ કરતાં જ સાતેય બહેનો હસવા લાગી.. એમનુ આ હાસ્ય થી માયા મહેલ માં બેઠેલી માયા નુ કાળજું ચીરાઇ ગયું
માયા એ આઠ બહેનો ના પિતા ની બીજી પત્ની નુ સંતાન છે. શરૂ શરૂ માં સૌ સાથે રહેતા હતા પણ બીજી પત્નીદુશલા ના કંકાસ થી કંટાળી ને ઉગ્ર સેને તેને અલગ મહેલ બનાવી આપ્યો, નાની માયા ના મન માં દુશલા એ આઠ બહેનો માટે એટલુ ઝેર ભરી દિધુ કે માયા એ નાનપણ થી જ પોતાની વિધ્યા થી બહેનો ને પરેશાન કરવા નુ શરૂ કરી દિધુ હતું, પણ એમાં હીર જે સૌથી શક્તિશાળી હતી તેની આગળ તેનુ કદી ન ચાલ્યું અને આજે,આજે હીર ના લગ્ન છે એ પણ રોમિલ સાથે, જેને એ પણ મનોમન પ્રેમ કરે છે. રોમિલ આમ તો એક સામાન્ય માણસ છે પણ તે મયાંગ માં વિધ્યા પ્રાપ્ત કરવા આવ્યો હતો પણ તેના મન માં ચૂડેલ વંશ ની હીર વસી ગયી.અને માયા ના મન માં રોમિલ, માયા આટલી શાંત ન બેઠી હોત જો તેને પોતાનો આગલો જન્મ યાદ હોત!
પણ કહેવાય છે ને કે 'જો'અને 'તો' ની વચ્ચે જ દુનિયા અટવાયેલ છે બસ એવું જ અહીં ઘટી રહ્યું હતું.
હીર અને રોમિલ ના લગ્ન સમ્પન થયા..અને આ બાજુ માયા એ એના મહેલ મા બધુ વેરવિખેર કરવા માડ્યુ..એની નફરત હદ બહાર થઈ ગઈ. એની માં દુશલા આ બધું જોઈ રહી હતી.. જ્યારે બધુ તોડી નાખ્યા બાદ માયા થોડી શાંત થાય છે ત્યારે દુશલા તેની પાસે આવી ને કહે છે"આવી રીતે પોતાનું નુકસાન કરીને શું મળ્યું તને બેટા, તુ ભુલી ગઈ કે તુ મારી પુત્રી છે?આના કરતાં ઊઠ અને એ હીર થી વધુ શક્તિશાળી બન"
"કેવી રીતે માં, કેવી રીતે, મારી દરેક વસ્તુ માં ભાગ પડાવ્યો છે અને આજે મારા રોમિલ ને છિનવી લીધો, મને રસ્તો બતાવ માં"


મયાંગ ના પશ્ચિમે આવેલા માયાવી જંગલમાં એ આવી પહોંચી.. ત્યાં એક ગૂફા માં પહોંચી, ગૂફા માં યજ્ઞ વેદિ ની આગળ એક તારા ની આકૃતિ બનેલી તેણે જોઇ ત્યા તારા માં કંકુ વાળુ સોય ખોસેલુ લીંબુ અને બીજી જાત જાતની કાળા જાદુ ની વસ્તુઓ અને એક ભયાનક વેશધારી અઘોરી બેઠો છે...
"આવ,દુશલા ની પુત્રી આવ, છેવટે હારી થાકીને પણ આવીતો ખરી"બંધ આંખો થી જ તેણે માયા ને આવકાર આપ્યો
"હુ અહી શેની આશા થી આવી છું એતો તમને ખ્યાલ આવી ગયો હશે"
"આ ગુસ્સા થી ધધકતી આંંખો,લાલચોળ ચહેરો, ક્રોધ માં કંપતો લાવણ્યમયી દેહ ,વિધ્યા શીખી ને સર્વ શક્તિશાળી થવું છે"વાસના થી લિપ્ત નજરો થી માયા ની ચારે બાજુથી નિરીક્ષણ કરતા તે બોલ્યો
"હા,અને એની માટે કોઇ પણ કિંમત ચુકવવા તૈયાર છું"અઘોરી ની લાલસા સમજતી હોવા છતાં બદલા ની ભાવના માં પાગલ બનેલી માયા બોલી હા પાડતા ની સાથે જ તેનો અઘોર સાધના. માં પ્રવેશ થઈ ગયો..

જો આ આઠ બહેનો હતી તો હીર અને રોમિલ નુ શુ થયું?
માયા અઘોરી જ્ઞાન અને પોતાના ગયા જન્મ ના રહસ્યો ને જાણી શકશે?
(ક્રમશઃ)