પ્રતિબિંબ
પ્રકરણ - ૩3
અક્ષીએ ગભરાહટ સાથે એ વિડીયો ખોલ્યો. વિડીયો પણ જાણે ઓપન નથી થઈ રહ્યો.
હિયાને સામેથી કહ્યું કે પહેલાં એ પોતે જોઈ લે પછી જે હોય હિયાનને કહે.
અક્ષીએ અવાજ બંધ રાખીને વિડીયો શરું કર્યો તો એમાં એને પોતાનો ચહેરો દેખાયો. પણ એમાં જે જગ્યાની વાત કરી હતી એવું કંઈ જ નથી. એમાં સામે એક છોકરો પણ દેખાયો પણ એ નિર્મિત નહીં પણ કોઈ બીજો જ છોકરો છે જેને એણે કદી જોયો પણ નથી...
એણે જોયું તો જેમ વિડિયો આગળ વધ્યો તેમ વધારે માદક અને ઉત્તેજિત દ્રશ્યો આવવાં લાગ્યાં..અક્ષી તો પરસેવે રેબઝેબ થઈ ગઈ. પરાણે આખો વિડીયો જોયો ને પછી રડમસ ચહેરે કંઈ પણ બોલ્યા વિના બેસી જ રહી.
હિયાન : " શું થયું અક્ષી ?? આ તારો જ વિડીયો છે ?? "
અક્ષી : " હા..પણ આમાં તો બીજો કોઈ છોકરો ને બીજી જ કોઈ જગ્યા છે મને ખબર નથી પડતી આવું કેવી રીતે શક્ય છે ?? "
હિયાન : "કદાચ કોઈએ એડિટીગ કર્યું હોય ?? "
અક્ષી : " એ મને નથી ખબર..."
હિયાન : " જો તને વાંધો ન હોય તો હું થોડો વિડીયો જોઈ શકું તો મને ખબર પડે કે આગળ શું કરવું જોઈએ.."
અક્ષી પાસે અત્યારે કોઈ જ ઓપ્શન ન હોવાથી અચકાતાં મને એણે હિયાનને મોબાઈલ આપ્યો...એણે થોડો જ વિડીયો જોયો કે એ ખબર પડી ગઈ કે આ તો અક્ષીને બ્લેકમેઈલ કરવાં ફેક વિડીયો બનાવવામાં આવ્યો છે.
એણે કહ્યું ," તું ચિંતા ન કર પણ મારે આ વિડીયો મારાં એ ફ્રેન્ડને મોકલવો પડશે.."
અક્ષી : " પણ નિર્મિત એ વિડીયો વાયરલ કરી દેશે તો એ શું કરી શકશે ?? "
હવે કોઈ પણ એપ્લિકેશનમાં એવું સેટિંગ હોય કે જેની તમે આગળ ઇન્ફોર્મેશન સેન્ડ કરો એ વિડીયો કોઈ પણ રીતે કોઈ પણ સોશિયલ મિડીયા પર એ અપલોડ ન કરી શકે...એને કેટલાક કમાન્ડને સેટિંગ્સ આપવાં પડે.
અક્ષી : " તો પછી એ કંઈ નહીં કરી શકે ?? "
હિયાન : " નહીં હું તારી સામે જ એને ફોન કરું છું તું એનાં મોઢે જ સાંભળી લે પછી તને વિશ્વાસ આવી જશે." ને તરત જ એણે તરત જ એનાં ફ્રેન્ડને ફોન કર્યો.અને કહ્યું કે એ વિડીયો એની પાસે આવી ગયો છે...
સામેથી હિયાનના ફ્રેન્ડ રોહને કહ્યું, " ધેટ્સ ગુડ...મને વિડીયો મોકલી દે. એ પછી ક્યાંય પબ્લિશ જ ન થઈ શકે એવું સેટિંગ થઈ જશે...
હિયાન : " પણ ફરી એ આવી જ રીતે બીજો કોઈ વિડીયો બનાવશે તો ?? "
રોહન : " એ નહીં બનાવી શકે...કારણ કે તે મને બહું મોટી હેલ્પ કરી છે...ઈન્ડિયાના સૌથી મોટા હેકર્સ જે સૌથી નાની વયનાં હોય એમાંનું આ એક નામ નિર્મિત મલ્હોત્રા પણ છે. અમે બહું સમયથી એને શોધવાનો પ્રયાસ કરતાં હતાં પણ આજે તો એનો ફોટો મળતાં બધો જ કોયડો ઉકેલાઈ ગયો. અમે એને તો ઝડપથી પકડીશુ જ પણ એક નવી સિસ્ટમ મુજબ કોઈ ટાર્ગેટ લિસ્ટમાં ફોટો મુકીએ તો એ કોઈ પણ જગ્યાએ પબ્લિશ જ ન થઈ શકે...પણ આ સિસ્ટમ હજું નવી જ અપડેટ થઈ રહી છે... એમાં હજું ફોટોગ્રાફ માટે હજું અપડેટ્સ આવી નથી..."
હિયાન : " મતલબ એ વ્યક્તિ પોતે પણ ન કરી શકે ને પોતાનો ફોટો એમ ને ?? "
રોહન : " ના દોસ્ત ટેક્નોલોજીને એક કમાન્ડર મળે પછી એ આપણું પોતાનું કે બીજાનું એવું કંઈ જ ન સ્વીકારે..."
હિયાન : " હમમમ..ધેટ્સ ફાઈન... મેં વિડીયો મોકલ્યો છે હવે આમાં કંઈ પણ આગળ થશે નહીં એની જવાબદારી તારી..."
રોહન : " અરે !! એવું કહેવાનું હોય કંઈ ?? આ વિડીયો મારી પાસે આવ્યો છે અને કંઈ મિસયુઝ નહીં થાય એની અમુક અમારી ટર્મ એન્ડ કન્ડિશન છે એનો વિડીયો સાથે અટેચ કરેલો સિગ્નેન્ચર સહિતનો મેઈલ હમણાં જ સેન્ડ કરું...આ ઇન્ફોર્મેશન ફક્ત કોઈ પણ અાવે પણ એ આ વિડીયોની બહારથી જ ઇન્ફોર્મેશન મેળવી શકશે...એની પરફેક્ટ સિસ્ટમ છે.."
હિયાન : " બાય... અમદાવાદ આવું એટલું મળીશ..થેન્કયુ કહીને ફોન મુકી દીધો."
દસ જ મિનિટમાં રોહને કહ્યાં મુજબનો વિડીયો ને એ લેટર સાથે મેઈલ આવી ગયો. અક્ષીનાં માથા પરથી એક ચિંતા દૂર થઈ. એ ખુશીથી હિયાનને હગ કરીને થેન્કયુ સો મચ કહેવા લાગી...
હિયાન : " ઈટ્સ ઓકે...નો થેન્કસ્..." કહેતાં જ અક્ષી રૂમની બહાર નીકળી ગઈ....!!
*****
આરવ સંવેગને મુકીને ગાડીમાં મસ્ત રોમેન્ટિક સોન્ગ સાંભળતો પાછો ફરી રહ્યો છે... એટલામાં જ આગળ આવતાં એક થોડો સાંકડો રસ્તો ચાલું થતાં એ થોડું ધીમે ચલાવવા લાગ્યો...વાહનોની બહું જ ઓછી અવરજવર ચાલું છે. ત્યાં જ એ પોતાની ધૂનમાં મસ્ત ગાડી ચલાવી રહ્યો છે ત્યાં જ એક સાઈડનાં રસ્તામાંથી એક ધસમસતી ગાડી ફુલ સ્પીડમાં આવી અને આરવની ગાડી સાથે અથડાઈ.
પણ આરવને એકદમ સજાગ થઈને ગાડીને થોડી કન્ટ્રોલમાં કરીને એક જગ્યાએ ઉભી રાખી દીધી પણ એ દરમિયાન એને થોડું માથામાં વાગ્યું. ગઈ કાલનાં ઘા હજું ઉપસેલા છે ત્યાં ફરી વાગ્યું. બે મિનિટ માટે એનું ભાન જતું રહ્યું પણ તરત જ ફરી એ ભાનમાં આવતાં એ ધીમેથી ગાડીમાંથી બહાર નીકળ્યો.
સામે ગાડીમાં બે જણાં દેખાયાં એક આધેડ વયની સ્ત્રી અને ગાડી ચલાવી રહેલો યુવાન છોકરો. પણ બંનેમાંથી કોઈને પણ વાગ્યું હોય એવું લાગ્યું નહીં પરંતુ આરવને સાઈડમાંથી જોતાં લાગ્યું કે એ યુવાન કદાચ એ સ્ત્રીનો હાથ પકડીને એને ગાડીમાંથી બહાર આવતાં રોકી રહ્યો છે.
આરવ એકદમ ગાડીનાં દરવાજા પાસે આવીને ઉભો રહ્યો ને જોયું તો એ બીજું કોઈ નહીં પણ પ્રયાગ છે...અને એની સાથે એજ કેલી હાઉસની ઓનર એટલે કે પ્રયાગની મમ્મી છે..આરવની નજર સામેથી આવતાં રસ્તા પર અંદરની બાજુએ ગઈ એને સમજાઈ ગયું કે આ એ જ બંગલો છે જેની ઈતિ અને બધાં સાથે વાત થઈ હતી.
આરવ હસીને બોલ્યો, " પ્રયાગ તું અહીં ?? હજું પણ તું આજ સ્પીડે ગાડી ચલાવે છે...યુ.એસ.એ. માં ત્રણથી ચાર વાર પેનલ્ટી ભર્યાં પછી પણ તું સુધર્યો નહીં..."
પ્રયાગ આરવને જોઈને ગાડીની બહાર આવીને બોલ્યો, " ખબર નહીં આપણી વચ્ચે ગયાં જન્મનું કંઈ લેણું લાગે છે ફરી ફરી મળવાનું નસીબમાં લખાયું છે...પણ તું અહીં ?? "
આરવ : " એ સવાલ હું પણ તને પૂછું છું...."
પ્રયાગ : " આ દેખાય સામે એ મારો બંગલો...ને આ અંદર રહેલી મારી મોમ..."
આરવ : " હમમમ...પણ તું હજું પણ તારી હરકતોથી બાદ નથી આવતો એમ ને ?? "
બંનેની લાંબી વાતચીત ચાલતી જોઈને પ્રયાગની મમ્મી એટલે કે પાયલ બહાર આવી ને બંનેની વાતચીત સાંભળતી રહી.
પ્રયાગ : " હું મારી દુનિયામાં જ રહું છું અને મને ગમે એ મેળવીને રહું છું...બાકી પૈસાની તો કોઈ મને કમી નથી..."
આરવ :"તું તારી શક્તિઓનો હવે દૂરપયોગ કરી રહ્યો છે..કોઈને હેરાન કરીને તને શું મળી રહ્યું છે?? "
પાયલ : " તું મારાં કેલીહાઉસ પર એક છોકરીની સાથે યુએસએમાં આવ્યો હતો એ જ ને ?? "
આરવ : " હા... આન્ટી.."
પાયલ : " શેનો દૂરપયોગ કરે છે પ્રયાગ મને સમજાયું નહીં ?? અને તને આવું કેમ ખબર પડી ?? "
આરવ : " એ પોતે વિચારે છે અને જે ઈચ્છે એનો એનાં ભાઈની આત્મા દ્વારા અમલ થાય છે અને સામેની વ્યક્તિ હેરાન થાય છે..."
પાયલને આજે ખબર પડી કે પ્રયાગમાં આ રીતની શક્તિઓ કાર્યરત બની ચુકી છે અને વિશાલની આત્મા દ્વારા આ બધું થાય છે. પણ આ વાત હજું સુધી પાયલે ક્યારેય પ્રયાગને કહી નથી. એનું કારણ એક જ કે એ પણ એનાં પિતા નયનની જેમ જ પોતાની ઈચ્છાઓનો સ્વામી છે એ પોતાની ઈચ્છાઓ અને હવસને પૂરી કરવા કોઈ પણ હદ સુધી જઈ શકે છે અને એનો અનુભવ એ પોતે પણ ઘણીવાર કરી ચૂકી હતી.
પ્રયાગ : " બસ મારી તો એક જ ઈચ્છા છે કે હું ગમે તેટલાં સાથે સંબંધો રાખું પણ ઈતિ જ મારી કહેવાતી પત્ની બનશે...આખરે શું કમી છે મારામાં કે એ તારી પાછળ પાગલ છે..."
આરવ : " પ્રેમ અને વિશ્વાસ અને વફાદારી..."
પાયલને થયું કે આ છોકરો કદાચ પ્રયાગની શક્તિઓ વિશે ઘણું જાણે છે અને કદાચ એનો ખરાબ ઉપયોગ થવાનું શરું થઈ ગયું છે. મારે કોઈ પણ રીતે આવી જાણકારી મેળવવી પડશે...પણ અને મારે પ્રયાસની ગેરહાજરીમાં મળવું પડશે...પણ કેવી રીતે ??
એ થોડીવાર કંઈ બોલ્યાં વિના વિચારવા લાગી....
પ્રયાગ : " આરવ તું શું બોલે છે મારે તો કોઈ ભાઈ કે બહેન નથી હું એકલો જ છું આ તમામ સંપતિનો માલિક...પણ વાહ તે તો સારાં સમાચાર આપ્યાં કે હું જે ધારું એ બીજાં દ્વારા થશે વાહ મને તો મજા આવી ગઈ.. પહેલીવાર તે મને ખુશ કરી દીધો..."
આરવ મનમાં વિચારી રહયો કે જે રીતે મેં તેનાં પિતાનું વર્ણન સાંભળ્યું છે એવો જ આબેહૂબ આ પ્રયાગ છે... ખરેખર આ માનવી જેટલું તેનાં મગજનો સારો ઉપયોગ કરે એનાંથી વધારે એ પોતાની બુદ્ધિમત્તાનો ખરાબ ઉપયોગ કરી રહ્યો છે.
પાયલ બોલી, " પ્રયાગ મને એક કામ યાદ આવ્યું છે હું ઘરે જાઉં છું પછી આવી જઈશ.."
પ્રયાગ : " સારું તારી મરજી બાકી હું ખુશ છું...કહીને એ આરવને કહીને નીકળી ગયો."
આ બાજું આરવ પણ ગાડીમાં બેસવા ગયો ત્યાં જ પાયલે પ્રયાસની ગાડી ત્યાંથી નીકળતાં જ બુમ પાડીને કહ્યું, "આરવ, પ્લીઝ મારે તારું થોડું કામ છે..."
આરવને તો ખરેખર એની સાથે જ વાત કરવી હતી પણ એને થયું કે પ્રયાગની મમ્મી કદાચ મને કંઈ માહિતી નહીં આપે...આજે જે ઇંગ્લિશમાં બોલનારી કેલીહાઉસની ઓનર આજે શુદ્ધ ગુજરાતીમાં પ્રેમથી બોલી રહી છે.
આરવને તો ભાવતું તું ને વૈદે કહ્યું ને વળી પ્રયાગ પણ ત્યાંથી નીકળી ગયો છે આથી એ ઝડપથી બહાર આવીને બોલ્યો, " હા..આન્ટી બોલોને !! "
પાયલ : " હા મારે બહું મહત્વની વાત કરવી છે તારી સાથે પણ અહીં નહીં..."
આરવ : " ક્યાં તો આ તમારાં બંગલામાં ?? "
પાયલ : "નહીં. ત્યાં તો જરાય નહીં... હું કહું એ જગ્યાએ મારી સાથે આવવું પડશે...જો તને વાંધો ન હોય તો.."
આરવે વિચાર્યું કે જવામાં જોખમ હોય એવું લાગે છે છતાં મહારાજની વાત પરથી એટલું તો ખબર પડી છે કે એક સારી વ્યક્તિ તો છે જ અને કદાચ હજું સુધી પ્રયાગને એની શક્તિઓની જાણ નથી મતલબ એ કદાચ એ જ પોતે ન ઇચ્છતાં હોય પ્રયાગને આ વસ્તુઓની જાણ થાય...પણ ઈતિ માટે જોખમ તો લેવું જ પડશે...એમ વિચારીને એણે હા પાડી દીધી.
પણ એ પહેલાં એણે મોબાઈલ ખોલીને કંઈક થોડું મથામણ કરીને એણે પાયલને પોતાની ગાડીમાં બેસી જવાં કહ્યું.
પાયલ આરવને ક્યાં લઈ જઈ રહી છે ?? આરવને પાયલ સાથે જવામાં કંઈ ફાયદો થશે કે નહીં ?? આરવ કદાચ કોઈ નવી ઉપાધિમાં ફસાઈ તો નહીં જાય ને ?? વિશાલની આત્માને મુક્તિ મળશે ખરી?? જાણવા માટે વાંચતા રહો, પ્રતિબિંબ - ૩૪
બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે