Parents And Mobile in Gujarati Moral Stories by Maitri Barbhaiya books and stories PDF | Parents And Mobile

Featured Books
Categories
Share

Parents And Mobile

Parents એટલે ૧૯-૨૦મી સદીની પેઢી.આ એક એવી પેઢી છે જે મોબાઇલ વગર અને મોબાઇલ યુગમાં જીવતા જાણે છે. બાકી જો અત્યારની પેઢી વિશે જોઈએ તો એવું લાગે કે એમના માટે મોબાઈલ જ સર્વસ્વ છે અને આપણે માનીએ કે ન માનીએ એ અલગ વાત છે પણ તજજ્ઞો કે વિજ્ઞાન તો એવું માને જ છે કે મોબાઇલ ધીરે ધીરે સહુને હતાશા તરફ વાળે છે અને પછી બહાર આવે છે યુવાનીમાં આત્મહત્યા કર્યાના સમાચારો. પણ શું આપણે ક્યારેય માતા-પિતા કે બીજા વડીલો પાસેથી એવું જાણ્યું કે એમના સમયમાં હતાશા કે નાની ઉંમરમાં આત્મહત્યા કરવી, આવું કંઈ હતું એમની પેેઢી દરમિયાન? એટલે જ આપણા માતા-પિતા નસીબદાર એટલે છે કારણ કે તેમણે ઉત્સાહી અને આનંદી પેઢી જોઈ છે અને બીજી તરફ તે લોકોએ હતોત્સાહિત અને ઉદાસી પેઢીને પણ જોઈ છે.

હવે વાત કરવી છે મોબાઇલ આવ્યા પછી આપણા માતા-પિતામા શું ફેરફાર આવ્યા,એમના વ્યવહારમાં શું ફેર પડ્યો તેની.જ્યારે મોબાઈલનુંં ચલણ શરૂ થયું ત્યારે આટલી બધી ઈન્ટરનેટની બોલબાલા ન હતી અને ન તો એવી આર્થિક સદ્ધરતા હતી માતા-પિતા પાસે કે સંંતાન અને તેઓ સ્માર્ટ ફોન વાપરી શકે માટે જ જ્યારે સંતાન સોશ્યલ મીડિયા પર હોય અને માતા-પિતાને આની જાણ થાય તો એમને પણ ઈચ્છા થાય Facebook કે Whatsapp જેવા સોશ્યલ મીડિયા શીખવાની.

મોબાઈલ અને ઈન્ટરનેટની બોલબાલા થઇ અને સ્વાભાવિક છે નવી વસ્તુ વિશે જાણવાનો ઉત્સાહ દરેકને હોય છે બસ એવો જ ઉમળકો આપણા માતા-પિતાને હોય છે મોબાઇલ ચલાવતા શીખવાનો. હું અહીં થોડી મારી અંગત વાત કહેવા ઈચ્છુક છું અને આ રીતે છે:
સૌથી પહેલા તો મારા પપ્પા ઉત્સુક હતા વૉટ્સએપ અને ફેસબુક શીખવા અને તેના વિશે જાણવા જે અમે તેમને શીખવ્યું અને પછી ધીરે ધીરે તેમને જુવાનની જેમ જ મોબાઇલ અને સોશ્યલ મીડિયાનુ વળગણ થઈ ગયું અને આ સાથે તે મોબાઇલનો સદુપયોગ એક નવી પેઢી કરતા વધુ સારી રીતે જાણે છે.

જીવનની ઘણી બાબતો એવી હોય છે જે એકબીજાનું જોઈને એ વાત કે વસ્તુ શીખવાની ઈચ્છા થાય છે. બસ મમ્મી માટે પણ એવું જ થયું પપ્પાને સ્માર્ટ ફોન અને સોશ્યલ મીડિયા વાપરતા જોઈ તેમને પણ ઈચ્છા થઈ અને તેમની ઈચ્છા પણ અમે પૂરી કરી અને આ આખી ઘટનાએ મને ક્યાંક ને ક્યાંક પ્રેરિત કરી આ લખવા માટે.

આ આધુનિક મોબાઈલના આવિષ્કાર પછી એક સ્વસ્થ સંબંધ માટે જે આવશ્યક હતું તે બધું જ લ‌ઈ લીધું હોય એવું લાગે છે.સ્માર્ટ ફોનના આવ્યા બાદ ખરેખર એવું લાગે છે કે માણસ તેનો આદી અને કેદી બનતો જાય છે.જ્યારે મોબાઇલ ન હતા ત્યારે સહું સાથે બેસીને વાતો કરતા તો એમાં હૂંફ અને લાગણી બે'ય જળવાઈ રહેતા અને હવે એક સ્વસ્થ સંબંધ માટે જે જરૂરી છે એજ આ મોબાઇલે છીનવી લીધું.

પહેલા પતિ-પત્ની એકમેક સાથે વાત કરતા તો બે વચ્ચે પ્રેમ અકબંધ રહેતો પણ હવે એ કદાચ મોબાઈલે તાણી લીધું હોય એમ લાગે છે.મોબાઈલનો સદુપયોગ ન કરવાને કાં તો એનો ગેર‌ઉપયોગ કરીને આપણે ઘણું બધું ગુમાવતા જ‌ઈએ છે અને મોબાઈલમાથી નીકળતા કિરણો બાળક હોય કે વડીલ સહુ માટે હાનિકારક જ છે અને સૌથી મોટો વિરોધાભાસ એ છે કે આપણે જાણીએ છીએ મોબાઈલના ગેરલાભ વિશે તો પણ તેના બંધી બનતા જ‌ઈએ છીએ અને આ તબક્કે આ વાત વડીલોને પણ એટલી જ લાગુ પડે છે જેટલી એમના સંતાનને.હવે આપણે એવું માનતા થઇ ગયા છે કે આનંદ સોશ્યલ મીડિયા પરથી મળશે, પણ ના જીવનનો સાચો આનંદ આપણા સ્વજન,પ્રિયજન અને મિત્રો સાથે વાતો કરીને,એમની સાથે મજા મસ્તી કરીને મળશે.

જો આપણે એવું માનતા હોય કે મોબાઇલ કે સોશ્યલ મીડિયા આપણને આનંદીત કરશે તો એ માત્ર આપણી ગેરસમજ છે બીજું કંઈ નહીં.મોબાઇલના લીધે સહુ લોકોથી અળગા થવાના કારણે હવે વડીલોમા પણ જોવા મળશે માનસિક બીમારી. જે વૃદ્ધ છે એમનું શું? એમને મોબાઈલની નહીં પણ જે એમની વાતો સાંભળી શકે એવા લોકોની જરૂર છે પણ આપણે સૌ વ્યસ્ત છીએ મોબાઇલમાં.

થશું જ્યારે આપણે વૃદ્ધ ત્યારે સમજાશે મહત્વ કોઈની હૂંફ ન મળે ત્યારે શું અનુભૂતિ થાય.ખોવાય ગયું છે ઘણું બધું સંબંધમાં અને આ અવસરે 'જલન માતરી'ના શબ્દો યાદ આવે છે:
ભેગા મળી વહેંચીને હવે પી નાંખો દોસ્તો,
જગતમાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે!