Setu - 11 in Gujarati Moral Stories by Shailesh Joshi books and stories PDF | સેતુ - કુદરત નો એક અદ્દભુત ચમત્કાર - 11

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

સેતુ - કુદરત નો એક અદ્દભુત ચમત્કાર - 11

એમાં થયુ એવું હતુંકે...
એ ડોક્ટર અમને હિંમત આપી, ડૉક્ટરશાહનાં પત્નીની પ્રસુતિનાં ઓપરેશન માટે અહીંથી ગયા તો ખરાં, પરંતું ત્યાં શાહનાં પત્નીની પ્રસુતિનું ઓપરેશન કોઈ મેડીકલ કારણસર ફેલ થતાં,
શાહની પત્નીની કુખે જે બાળક જન્મ્યું હતુ તે બાળક મૃત હાલતમા હતુ,
તેમજ
ડોક્ટરશાહનાં પત્નીની તબિયત પણ બિલકુલ નાજુક થઈ ગઈ હતી.
આ ડોક્ટર, વર્ષોથી ડૉક્ટરશાહની સાથે પ્રેક્ટિસ કરતા હોવાથી, તે શાહના જીગરી દોસ્ત પણ હતાં, અને તેથી એ ડૉક્ટર, ડૉક્ટરશાહનાં ફેમીલીથી સારી રીતે પરિચિત પણ હતાં.
તેઓ જાણતા હતાં કે ઘણા વર્ષો બાદ ડોક્ટરશાહની પત્નીને સારા દિવસો રહ્યા હતા, અને અત્યારે, અત્યારે આમ અચાનક આવું અસહ્ય પરિણામ જોતા તે ડોક્ટર ખૂબજ દુઃખી થઈ ગયા.
ઉપરથી ડોક્ટર શાહના પત્નીની તબિયત નાજુક જોઈ એમને ખૂબ જ આઘાત લાગ્યો.
તેમને થયું કે જો ડોક્ટર શાહને આ વાતની જાણ થશે તો એમના પર શું વીતશે ?
આ સમયે ડોક્ટરશાહ બાજુના ઓપરેશન થિયેટરમાં બીજા એક દર્દીનું ઓપરેશન કરી રહ્યા હતા.
અચાનક તે ડોક્ટરને ભગવાને એક આઈડિયા સુઝાડયો.
એમને એ સમયે સુજેલ આઈડિયા, આમતો અમારાં પ્રશ્નનું જે તે સમય પ્રમાણે યોગ્ય નિરાકરણ પણ હતુ, અને એમણે જણાવેલ રસ્તો હાલના સંજોગો પ્રમાણે દરેકે-દરેક માટે સારો અને કદાચ સાચો પણ.
પરંતું
એ રસ્તા પર ચાલવું મારા અને મારા પતિ માટે ખૂબજ કઠિન, અતીકઠીન હતુ.
પહેલા અમે આ પરિસ્થિતિ વિશે બહુ વિચારી લીધુ હતુ એટલે અત્યારે એ ડોક્ટરે અમને જણાવેલ રસ્તા પર ચાલ્યા સિવાય બીજો કોઈ રસ્તો અમારી પાસે હતોજ નહીં, તેથી સમયને આધીન/પરિસ્થિતિને આધીન થઈ નાછૂટકે અમારે એ રસ્તો અપનાવવો અમને યોગ્ય લાગ્યો.
બીજી રીતે જોવા જઇએ તો એ રસ્તો ડોક્ટર શાહ માટે, કે જેમના વ્યક્તિત્વ વિશે કે એમની આર્થીક સધ્ધરતા વિશે ભલે કોઇ તેમને મળ્યું ન હોય, ભલે શાહને રૂબરૂ જોયા ન હોય, પરંતું એમનાં પરોપકારી સ્વભાવ અને નાનામાં નાની વ્યક્તિને પણ માનથી બોલાવવાનો અને શકય એટલી મદદ કરવાનાં એમનાં કાર્યોની સુવાસ કોઈનાથી અજાણી નહોતી.
એ વખતે ફોનમાં ડોક્ટરે જણાવેલ રસ્તો મારા માટે, મારા પતિ માટે, ડૉક્ટર શાહ અને તેમનાં સિરિયસ પત્ની માટે, મારા ઘરડા મા-બાપ માટે, અને ખાસ તો મારી કુખે અવતરેલ નવજાત દિકરી માટે તેમજ આ આખી ઉપાધીનાં જડ સમાન મારા સાસુ માટે પણ, બધાજ માટે અત્યારે અમને આ રસ્તો સાચો લાગ્યો.
એ રસ્તા પર ચાલવાની હિંમત અમારામાં એ વખતે ડોક્ટરે અમને ફોનમાં કહેલ બે વાક્યો પરથી આવી હતી.
એમણે અમને કહ્યુ હતુ કે, "જો તમારી ઇચ્છા અને તૈયારી હોય તો, તમારી બાળકીના ઉજ્જવળ ભવિષ્યની જવાબદારી મારી. તમારી કળી એક હોંશિયાર અને સજ્જન માળી પાસે જઈ રહી છે. તમારી કળી સોળે કળાએ ખીલશે, મહેકશે, આજીવન એ કળી મુરઝાશે નહીં" એની હું ખાત્રી આપુ છુ.
આમતો એ ડૉક્ટર મારા પતિના મિત્ર હતાં તેમજ ડૉક્ટર શાહનું વ્યક્તિત્વ પણ કોઈનાથી અજાણ્યું ન હતુ, એટલે ખાતરી કરવાનો તો સવાલ હતોજ નહીં.
એમણે અમને આખી વાત સમજાવી તે મુજબ
અમારે મારી કુખે જન્મેલ બાળકીને તે હોસ્પિટલના પાછળના ઓટલે મૂકી જવી.
એ હોસ્પિટલ આમતો નજીકજ હતી
બીજી બાજુ વિચારવાનો સમય બિલકુલ હતો નહીં.
ઘણું વિચારીને જોયું હતું પરંતુ આના સિવાય અત્યારે બીજો કોઈ સારો રસ્તો મને કે મારા પતિને દેખાતો ન હતો.
એટલે મન કાઠું કરીને તે દિવસે, "કાળજે પથ્થર રાખીને અમે દવાખાનાના પથ્થર પર અમારું કાળજુ મૂકી ગયા હતા"
અમે મનમાં નક્કી કરી લીધુ કે ઘરે એવું જણાવિશુ કે ડીલીવરી મિસ થઈ છે.
અહી સુધીની માજીની વાત સાંભળી ડૉક્ટર દીપ્તિ, જે આજ રૂમના દરવાજામાં બેઠી હતી, તે ધીરે રહીને ઊભી થઇ ઓફીસ બાજુ જઈ રહી છે. કેમકે એને જે જાણવું હતુ તે બધુ જણાઈ ગયુ હતુ.
એમતો ડૉક્ટરશાહને પણ જે માહીતી/હકીકત જાણવી હતી તે પણ પૂરેપૂરી મળી ગઇ હતી.
અને હવે માજી જે બોલવાના છે તેનો અંદાજ પણ શાહને આવી ગયો છે.
શાહને ખબર છે કે માજીની આગળની વાત અક્ષરસ તેમનાં દિકરા અને સેતુનાં પપ્પા રમેશભાઈએ જણાવી તેજ હશે. છતા, એક ડૉક્ટર હોવાને નાતે તે એટલીજ સ્વસ્થતાથી માજીની વાત સાંભળે છે.
માજી પોતાની વાત આગળ વધારે છે.
બે વર્ષ પછી મને દીકરો અવતર્યો, પરંતુ ત્યાં સુધીમાં મારા સાસુને શરીરમાં ઘણા રોગો પરેશાન કરવા લાગ્યા હતા અને તે થોડા સમયમાં મૃત્યુ પામ્યા.
ધંધા-રોજગારની જવાબદારી મારા પતિ પર આવી ગઈ, ભાગીદાર બહુ સારા માણસ નહીં હોવાથી અને મારા પતિ બહુ સીધા સાદા હોવાથી હાથમાંથી ધીરે ધીરે બધું જવા લાગ્યું. છોકરાને અમેરિકા ભણવા મોકલી અમે એક નાના ભાડાના ઘરમાં રહેવા લાગ્યા.
ત્યાંથી મારા પતિએ ફેક્ટરીમાં અમારો જેટલો ભાગ હતો તે મેળવવા ભાગીદાર પર કોર્ટમાં કેસ કર્યો,
પરંતુ કેસ કર્યા પછી ભાગીદારોએ મારા પતિ પર એ પ્રકારે ટોર્ચર કર્યા કે, તેમને એટેક આવ્યો અને તે મૃત્યુ પામ્યા.
આ મૃત્યુના સમાચાર મારા દીકરાને આપી તેને અમેરિકાથી પરત બોલાવ્યો. દિકરો અહી આવી અમારી આ પ્રકારની હાલત જોઈને બિલકુલ ભાગી પડ્યો. પોતાની જાતને તે સંજોગો અનુરૂપ જાળવી ન શક્યો અને એમાનેએમા તે દેવાદાર થઈ ગયો.
સમય મરવાની મંજૂરી આપતો ન હતો. ગાંડા થવું હતું, પરંતુ આવા સંજોગોમાં પણ મગજ તેનું કામ બરાબર કરે જતું હતું.
જે થાય તે સહન કરે જતું હતું. ચિત્તભ્રમ થવા દેતુ ન હતુ. એવામાં અચાનક મારા દીકરાની એક મિત્ર મીના, કે તેઓની જે મિત્રતા અમેરિકામાં થઈ હતી, તે અચાનક એક દિવસ મારા દીકરાને રસ્તામાં મળી ગઇ.
મારા દીકરાને મોઢે એણે અહીંની બધી વાત જાણી, પણ તે મારા દીકરા સાથે લગ્ન કરવાની જીદ કરવા લાગી.
મારો દીકરો લગ્ન માટે તૈયાર ન હતો,
કેમકે, મીનાનાં પપ્પાએ લગ્ન કરવા હોય તો ઘરજમાઈ બનવાની શર્ત મૂકી હતી.
હું ઘરજમાઈ બનવાની વાતમાં મારા દીકરા અને વહુને સંમતિ એટલા માટે આપતી હતી કે, મારો દિકરો સુખી થાય અને હું એકલી પડું.
હું વિચારોમાં, જૂનીયાદોમાં, જુના ભૂતકાળમાં ખોવાઈ જવા માંગતી હતી.
પહેલા દિકરી પછી મારા મા-બાપ અને છેલ્લે મારા પતિ
પૈસો કે મિલ્કત ગુમાવ્યાનું દુઃખ મને આજ સુધી થયુજ નથી મારુ દુઃખ વ્યક્તિ ગુમાવવાનું હતુ.
અત્યાર સુધી એટલા બધાં દુઃખ સહન કર્યા હતા કે, હવે દુનિયાની કોઇ પણ ખુશી મળે, તો પણ જીવવાની બિલકુલ ઇચ્છા રહી ન હતી.
કોર્ટમાં લગ્ન લેવાયા એ દિવસે દીકરાને આશીર્વાદ આપી હું ઘરે આવી, એક-બે દિવસ ઘરે બેસી રહી અને ત્રીજે દિવસે ઘરેથી નીકળી ગઈ.
બસ એટલુંજ યાદ છે સાહેબ, એ દિવસ પછી સીધા જ પેલી બાળકીએ જ્યારે મને પુરણપોળી આપી ત્યાં સુધી,
હું કોણ છું ?
ક્યાં છું ?
શા માટે છું ?
મને કંઈજ ખબર ન હતી.
માજીની વાત સાંભળી ડોક્ટર શાહની આંખોમાં પાણી આવી જાય છે.
ડૉક્ટર શાહ થોડા સ્વસ્થ થઈ, બાજુના ટેબલ પર પડેલ પાણીની બોટલમાંથી એક ગ્લાસ ભરી માજીને આપતાં...
શાહ : શારદાબહેન લો થોડુ પાણી પીઓ.
એકધારું બોલીને તમારૂ ગળુ સુકાઈ ગયુ હશે અને બીજુ ખાસ હું તમને એ કહેવા માંગુ છુ કે, હું થોડીવારમાં આવુ ત્યાં સુધી તમે તમારા અંતરમાં, તમારા દિલમાં અને તમારા ચહેરા પર રહેલા બધાંજ દુઃખ, પરેશાની અને આઘાતને બરાબર ઘસીને કાયમ માટે ધોઈ નાખો અને ફ્રેશ થઈ તૈયાર રહો હુ તમને થોડીવારમાંજ લેવા આવુ છુ.
માજી : ક્યાં જવાનું છે ? સાહેબ તમે મને ક્યાં લઈ જવાના છો ?
શાહ : માજી, હું તમને તમારા ભૂતકાળ પાસે/તમારા પરીવાર પાસે લઈ જવાનો છુ.
શાહનાં મોઢેથી બોલાયેલ આટલુ વાક્ય માજીએ સાંભળતાજ, ડૉક્ટરશાહે જોયું કે, માજીને હવે મોઢું ધોવાની જરૂરજ ન રહે એવી અને એટલી ચમક/તેજ/ખુશી એમનાં ચહેરા પર છલકાઈ રહી હતી.
આટલુ માજીને કહી ત્યાંથી ડૉક્ટર શાહ પોતાની ઓફિસમાં આવે છે.
ઓફીસમાં આવતાજ તેમની નજર ટેબલ પર ખુલ્લા પડેલ પેલા લેટર પર જાય છે.
આ કવર તો તેઓ ટેબલનાં ડ્રોવરમાં મુકીને ગયા હતાં. અચાનક એમનાં દિલમાં એક ધ્રાસકો પડે છે. શાહ દોડીને તે લેટર હાથમાં લે છે. પણ.. પણ...આ શું ?
ડૉક્ટર શાહ એ લેટરની સાથે પિન મારેલો બીજો એક કાગળ જુએ છે અને તે કાગળ પરનું લખાણ જોઇ શાહ પળવારમાંજ દીપ્તિનાં અક્ષર ઓળખી જાય છે.
લખાણ વાંચતા શાહને વાર લાગતી નથી. પરંતું
દીપ્તિએ લખેલ એ ખૂબ નાનું લખાણ, શાહનો મોટો ભાર હળવો કરીદે તે પ્રકારનું હતુ. શાહ પોતે અત્યારે નક્કી નહોતા કરી શકતા કે હાલ જે એમની આંખમાંથી આંસુ આવી રહ્યાં છે, તે
હરખનાં છે કે વેદનાનાં ?
સુખ નાં છે કે દુઃખના ?
આજે કંઈ મળ્યું તેનાં છે કે આજે કંઈ ગુમાવવાનું છે તેનાં ?
પણ હા, આ આંસુ તેમનો ભાર હળવો જરૂર કરી રહ્યાં હતાં. આગળ જે પ્રમાણે શાહ પગલાં લેવા માંગતા હતાં તેમાં હિંમત આપે એ પ્રમાણેનું લખાણ જોઇ રડતી આંખે, એ કાગળ પર લખેલ લખાણ પર જાણે પોતાની દિકરીનાં માથે વ્હાલથી હાથ ફેરવતા હોય તેમ દીપ્તિનાં એ લખાણ પર થોડીવાર હાથ ફેરવી ડૉક્ટરશાહ હળવા થાય છે. આમ થોડા રિલેક્સ થયા પછી સહેજ પણ સમય બગાડ્યા સીવાય ડૉક્ટર શાહ તુરંત સેતુ અને તેનાં મમ્મી-પપ્પાને ઓફિસમાં બોલાવી બેસાડે છે. સેતુ અને તેનાં મમ્મી-પપ્પાને પોતાની ઓફિસમાં બેસાડી ડૉક્ટર શાહ સીધા માજીને લેવા તેમનાં રૂમમાં જાય છે.
માજી પણ આજે હરખઘેલા અને પોતાના પરિવારને મળવા અધીરા થઈ ડોક્ટરની રાહ જોઇ રહ્યાં હતાં. એમને હાલનો સમય એક સપના સમાન લાગી રહ્યો હતો. હા, આમ જોવા જઇએ તો માજી માટે આજનો દિવસ
" કુદરતનાં એક અદભૂત ચમત્કાર"થી
ઓછો ન હતો.
ડૉક્ટરશાહ માજીની રૂમમાં જઈ, અધીરાઈથી અને અનોખા ઉત્સાહથી ડોક્ટરશાહની રાહ જોતાં માજીનો હાથ પકડી, સીધા જ પોતાની ઓફીસમાં આવે છે, કે જયાં પહેલેથી સેતુ અને તેના મમ્મી-પપ્પા ને બેસાડ્યા હોય છે, માજીને લઇને ડૉક્ટરશાહ જેવા ઓફીસમાં એન્ટર થાય છે, માજી દીકરા અને વહુને એકજ નજરે ઓળખી જાય છે અને હરખનાં આંસુ સાથે એકબીજાને ભેટી પડે છે. થોડીવાર એકબીજાને ધરાઈને જોયાબાદ માજી સેતુને પણ માથે વ્હાલથી ચૂમી લે છે.
ડૉક્ટરશાહ બાજુમાં ઉભા રહી આ બધુ જોઇ રહ્યાં છે.
અચાનક માજી ડૉક્ટરશાહને
માજી : સાહેબ, તમેતો મને મારા પરીવાર સાથે મળાવવાની વાત કરતા હતાં, તો મારી દિકરી ક્યાં છે ?
આ વાક્ય સાંભળી રમેશભાઈ અને મીનાબેનને આશ્ચર્ય થાય છે અને બન્ને ડૉક્ટરશાહ સામે જુએ છે. ડૉક્ટર શાહ અને શારદાબેન તેમણે આખી વાત ટૂંકમાં સમજાવે છે. સેતુને કંઈ ખબર નથી પડી રહી પરંતું તેનાં માસુમ ચહેરા પર
"જે કંઈ પણ થઈ રહ્યુ છે તે સારૂ થઈ રહ્યુ છે" નો ભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. તે પણ આ લોકોની વાત સાંભળવાનો અને સમજવાનો પૂરો પ્રયાસ કરે છે. હાલ તે તેની દાદીનાં ખોળામાં બેઠી-બેઠી જે પણ કોઈ કંઇ પણ બોલે તેની સામે જોઇ રહી છે.
રમેશ ભાઈ અને મિનાબેનને સાથે-સાથે સેતુને પણ પુરી વાત સમજાઈ જતા માજી ફરી એજ સવાલ ડૉક્ટરને કરે છે.
મારી દિકરી ક્યાં છે, સાહેબ ?
એની સાથે નહીં મળાવો મને ?
ડૉક્ટરશાહ ફરી પેલા દીપ્તિનાં લખાણ વાળા કાગળ પર નજર નાંખી ઉદાસી અને ખુશીનાં મિશ્ર ભાવ સાથે શારદાબેનને કહે છે....
વધુ ભાગ 12માં