Nandita - 6 - last part in Gujarati Fiction Stories by Kaushik Dave books and stories PDF | નંદિતા - ૬ - છેલ્લો ભાગ

Featured Books
Categories
Share

નંદિતા - ૬ - છેલ્લો ભાગ

" નંદિતા " ભાગ -૬ " અંતિમ ભાગ " અનુરાગ અને નંદિતા નો પ્રેમ અને જીવન માં આવેલો નવો વળાંક.*****

અનુરાગ અને નંદિતા ની વાત... અનુરાગ ની ડાયરી માં થી.......અતીત ની યાદો... નંદીની ઝડપી નંદિતા પાસે જવા જતી જ હતી..એ વખતે એ બે ગુંડા ઓ નંદિતા અને અનુરાગ ની પાસે પહોંચી ગયા હતા.. નંદીની એ મોટે થી બુમ પાડી.. નંદિતા દીદી............. નંદિતા કંઈ સમજે એ પહેલા તો એ બંને બદમાશો એ એસીડ ની બોટલ કાઢી અને નંદિતા પર એસીડ ફેકી ને ભાગવા માંડ્યા... એસીડ પડતા જ નંદિતા એ મોટે થી રાડ પાડી.. અને ત્યાં ને ત્યાં ફસડાઈ ગઈ.. . ******* હવે આગળ......... નંદિતા ને એસીડ થી દાજી જતા જોઈ ને અનુરાગ રાડ પાડી ઊઠ્યો.................... પકડો..પકડો...ની બુમો પાડી. અને નંદિતા પાસે આવ્યો. "નંદિતા આ શું થઈ ગયું. હું હમણાં એમ્બ્યુલન્સ બોલાવી ને હોસ્પિટલ લઈ જઉ છું." નંદીની પણ દોડતી નંદિતા ની પાસે આવી ને રોવા લાગી.."દીદી..આ શું થઈ ગયું?".. આ બાજુ નંદિતા પર એસીડ નાખી ને ભાગી જતાં બે બદમાશો માં ના એક ને બે નવયુવાનો એ પકડી લીધો .બીજો ભાગી ગયો.. એક નવયુવાને પોલીસ ને અને એમ્બ્યુલન્સ ને મદદ માટે ફોન કર્યો.. અનુરાગે તત્કાલ ૧૦૮ પર ફોન કર્યો.. આ દસ મિનિટ માં નંદિતા ને ઘણી તકલીફો પડી. દસ મિનિટ માં ૧૦૮ એમ્બ્યુલન્સ આવી .તરત જ નજીક ની સરકારી હોસ્પિટલમાં દાખલ કરી.. નંદિતા ને થયેલા આ આકસ્મિક બનાવ થી નંદીની ગભરાઈ ગઈ.. એણે એના માં બાપને ફોન કરી ને નંદિતા ના બનાવ ની વાત કરી. અનુરાગ પણ આ બનાવ થી દિગ્મૂઢ થઇ ગયો.એ ગુમસુમ થયો.એણે એના માં બાપને પણ આ બનાવ ની જાણ કરી... મોડી રાત્રે નંદિતા ના મા-બાપ અમદાવાદ આવી ગયા.. નંદિતા ની સ્થિતિ સીરીયસ હતી.. હોસ્પિટલ ના ડોક્ટરો એ બહુ પ્રયત્નો કર્યા..પણ વધુ પડતી દાઝી ગયેલી હોવાથી બચવાના ચાન્સ નહોતા.. ત્રીજા દિવસે ડોક્ટરો એ અનુરાગ અને નંદિતા ના મા-બાપ ને બોલાવી ને વાત કરી કે હવે એને બચાવી શકાય તેમ નથી..તો છેલ્લે છેલ્લે એની સાથે વાત કરી લો. નંદિતા ના મા-બાપ, નંદીની અને અનુરાગ નંદિતા ની રૂમ માં આવ્યા જ્યાં નંદિતા ની સારવાર ચાલતી હતી.. નંદિતા ની હાલત ઘણી ખરાબ હતી.. એણે અનુરાગ ને પાસે બોલાવ્યો.બોલી," સોરી.. હું તને સાથ આપી શકીશ નહીં તારી નંદિતા નો આ છેલ્લો સમય છે..પણ મારી એક વાત માનજે..માનીશ ને?" આ સાંભળી ને અનુરાગ રડી પડ્યો.. નંદીની એ હાથ રૂમાલ અનુરાગ ને આપ્યો. નંદિતા ના પપ્પા એ અનુરાગ ને સાંત્વના આપી. નંદિતા બોલી," નંદીની મારી પાસે આવ..તુ કહેતી હતી ને કે અનુરાગ ને કોઈ ભાઈ હોય તો... ઈશ્વર ની લીલા અજબ છે.. હું જીવી શકું એમ નથી.નંદીની તું જ મારા અનુરાગ ને સાચવી શકીશ.તુ એને સુખી કરજે.. અનુરાગ..જો તું મારી છેલ્લી ઈચ્છા ને માન આપવા માંગતો હોય તો નંદીની સાથે લગ્ન કરી ને સુખી થજે.લગ્ન ની જે તારીખ હતી એજ તારીખે.." આટલું બોલતાં નંદિતા એ પોતાના પ્રાણ છોડ્યા... આખું વાતાવરણ ગમગીન અને શોકમય થયું.. નંદિતા ની ક્રિયા પાણી થઇ ગઈ.. વડીલો એ ભેગા થઇ ને નંદિતા ની ઈચ્છા મુજબ એ જ તારીખે અનુરાગ અને નંદીની ના લગ્ન સાદાઈથી કરાવ્યા. અનુરાગ એના અતીત ની યાદો માં આ યાદ કરી ને ગમગીન થઇ ગયો...... અનુરાગ ની ડાયરી માં લખેલા પાના હવે પતવા આવ્યા હતા.. વહેલી સવાર ના ૫.૩૦ થઈ હતી.નંદીની ના મોબાઈલ માં એલાર્મ વાગ્યો.. નંદીની જાગી ગઈ.. આજે એને ઘણું કામ હતું.. નંદીની એ જાગી ને જોયું તો અનુરાગ જાગૃત અવસ્થામાં પડી રહ્યો હતો.. નંદીની ધીમે થી અનુરાગ પાસે આવી બોલી," સ્વામી.. તમને ઉંઘ આવી નહોતી?. દીદી ના વિચારો માં ?" એમ બોલી ને અનુરાગ ના ભાલે એક ચુંબન કર્યું. અનુરાગ બોલ્યો," યાદ એની રાત ભર આવતી રહી,. નીંદ ના મને આવી, ઘડીભર નંદિતા યાદ કરૂં ને , ઘડીભર તને જોયા કરું." નંદીની બોલી," નંદિતા ઘણી વ્હાલી, બેબી પણ નંદિતા છે, વ્હાલ કરો બેબી ને, આજે એનો દિવસ છે. ચાલો હવે બેબી ને જગાડી ને એને બર્થડે વીશ કરીએ....ચાલો..ને. હવે બેબી ને જગાડી ને હેપી બર્થડે વીશ કરીએ..... મેં નંદિતા નો નવો ફોટો ગોઠવી દીધો છે.".. અનુરાગ બોલ્યો..," ચાલો બેબી ને વીશ કરીએ".... નંદીની એ અનુરાગ નો હાથ પ્રેમ થી પકડ્યો.અને અનુરાગ સાથે બેબી ના બેડ પાસે આવ્યા.. નંદીની ધીમે થી બોલી,". બેબી..જાગો..બેટા....". નંદીની નો અવાજ સાંભળી ને બેબી જાગી ગઈ.. તરત જ અનુરાગ અને નંદીની એ બર્થ ડે વીશ કરવા એક સાથે બોલ્યા..," હેપી બર્થડે ટુ યુ...........હેપી બર્થડે ટુ બેબી..............હેપી બર્થડે નંદિતા બેબી.." આ સાંભળી ને બેબી જાગી ગઈ અને ધીમું હસી.. કાલી કાલી ભાષા માં બોલી," માસી નંદિતા, હું પણ નંદિતા.. થેંક્યું......મોમ..પાપા...મમ્મી.. મને સ્વપ્ન આવ્યું હતું.. સ્વપ્ન માં માસી પરી બની ને આવ્યા હતા..મારી પાસે આવી ને મારા માથા પર હાથ ફેરવ્યો..અને બોલ્યા..બેટા.. તને બર્થડે વીશ કરવા આવી છું..માસી એ મને બર્થડે વીશ કરી." આ સાંભળી ને નંદીની બોલી,"..એમ..માસી.. આવ્યા હતા!. સરસ.. બર્થડે પણ વીશ કરી..બોલો બેટા..માસી એ બીજું શું કહ્યું?" " પછી છે.ને..એમણે મને ગાલ પર વ્હાલ ની પપ્પી કરી.. મમ્મી પાપા કરતા પહેલા વીશ કરી.." "પછી બેટા તેં શું કહ્યું.?" "પછી છે ને... મેં..માસી ને થેંક્યું કહ્યું..માસી એ મને ગીફ્ટ આપી." અનુરાગ બોલ્યો,"... શું ગીફ્ટ આપી.બેટા.." "પાપા...માસી એ મારી ફેવરીટ.. કેડબરી ચોકલેટ..આપી..આતી....બધી." અનુરાગ બેબી નંદિતા નું બોલવું જોઈએ ને હસ્યો.. બોલ્યો,"..બેટા.. ગીફ્ટ ક્યાં છે..અમને તો..બતાવ.". "જુઓ..આ રહી."એમ બોલી ને બેબી નંદિતા એ એના નાના ઓશિકા પાસે થી કેડબરી ચોકલેટ કાઢી ને બતાવી.. અનુરાગ ને નવાઈ લાગી.એણે નંદીની સામે આશ્ચર્ય સાથે જોયું..નંદીની એ આંખ નો ઈશારો કરી ને જ જણાવ્યું કે..એ એણે જ મુકી હતી. અનુરાગે પણ આંખ ના ઈશારે આભાર માન્યો.. નંદિતા બેબી બોલી,"....પાપા મમ્મી..તમે તો વીશ કર્યું પણ મને પપ્પી તો આપી નહીં..મારી ગીફ્ટ!" નંદીની એ અનુરાગ સામે જોયું.અનુરાગ નંદીની નો ઈશારો સમજી ગયો.ધીમે ધીમે નંદીની અને અનુરાગ બેબી નંદિતા પાસે આવ્યા.. બેબી બોલી,"..એમ. નહીં..એક ગાલે મમ્મી.બીજા ગાલે પાપા." નંદીની અને અનુરાગ એ પ્રમાણે બેબી ના ગાલે પપ્પી કરવા નજીક આવ્યા. તરતજ બેબી નંદિતા ખસી ગઈ..અને અનુરાગે નંદીની ને તેમજ નંદીની એ અનુરાગ ના ગાલે પ્રેમ થી પપ્પી આપી દીધી.. આ અચાનક થતાં નંદીની શરમાઇ ગઇ.એના ગાલ શરમ થી લાલ થયા.. અનુરાગ પણ છોભીલો પડ્યો. એણે નંદીની સામે જોયું.. નંદીની ના શરમ થી લાલ થતાં ગાલ ને જોઈ રહ્યો. આ જોઈ ને બેબી નંદિતા ખડખડાટ હસી.. "બેબી..આવી મસ્તી કરાય!"નંદીની બોલી.. બેબી નંદિતા બોલી,".હા..માસી એ જ કહ્યું હતું.. આવું કરવું" નંદીની એ બેબી નંદિતા ને ખોળામાં લીધી.. વ્હાલ થી હાથ ફેરવી ને બેબી ના બંને ગાલ પર પપ્પી ઓ કરી.. નંદીની ના આંખ માં થી આંસુ આવી ગયા.. એણે નંદિતા ના ફોટા સામે જોઈ ને થેંક્યું કહ્યું.. બેબી બોલી," પણ મારી ગીફ્ટ?" નંદીની બોલી," પપ્પી તો આપી.. વ્હાલ કર્યુ" "ના.ના..મારે તો ગીફ્ટ.." નંદીની બોલી,".બસ આજે જ લાવી આપું..બોલ શું?". બેબી બોલી," ભાઈ.. મારી સાથે રમે." આ સાંભળી ને અનુરાગ અને નંદીની ચોંકી ગયા.... અચાનક નંદીની ને ગભરામણ થવા લાગી..અને ઉબકા આવવા લાગ્યા.. નંદીની દોડી ને વોશરૂમ માં ગઈ. આ જોઈ ને અનુરાગ ને ચિંતા થવા લાગી..કે બેબી નો જન્મ દિવસ છે.નંદિતા ની પુણ્યતિથી છે..જો નંદીની ની તબિયત બગડતી તો ડોક્ટર પાસે બતાવવા લઇ જવી પડશે.. એટલા માં નંદીની ધીમું સ્મિત કરતી વોશરૂમ માં થી બહાર આવી. અનુરાગ બોલ્યો ,"નંદીની ...તારી તબિયત તો સારી છે ને? ચિંતા કરવા જેવું તો નથી ને?ડોક્ટર ને બતાવી આવીશું?" નંદીની બોલી," ચિંતા ના કરો..આવતા મહિને ડોક્ટર પાસે બતાવવા જઈશું.બેબી સાથે રમવા કોઈ આવવાનું છે."બોલતાં નંદીની શરમાઇ ગઇ. આ બોલી ને નંદીની એ ફરીથી નંદિતા ના ફોટા સામે જોઈ ને આભાર પ્રગટ કર્યો.અનુરાગે પણ નંદિતા ના ફોટા સામે જોઈ ને આભાર પ્રગટ કર્યો.. બેબી પાસે આવી ને વ્હાલ ની પપ્પી ઓ કરી. બેબી નંદિતા એ અનુરાગ અને નંદીની ના ગાલે વ્હાલ ની પપ્પી કરી... ** મિત્રો.. "નંદિતા" વાર્તા અહીં પુરી થાય છે..પણ.. વાર્તા ઓ પુરી થતી હોતી નથી..એક વાર્તા માં થી બીજી વાર્તા પણ બને છે. અનુરાગ ની ડાયરી ની વાતો " નંદિતા " અહીં પુરી થાય છે..@ કૌશિક દવે.