call center - 23 in Gujarati Love Stories by kalpesh diyora books and stories PDF | કોલ સેન્ટર (ભાગ-૨૩)

Featured Books
Categories
Share

કોલ સેન્ટર (ભાગ-૨૩)


નહિ ધવલ તું હાર ન માન,જો માનસી એક પરણેલ પુરુષને પ્રેમ કરી શકે છે,તો તું કેમ ન કરી શકે,માનસીના તો હજુ લગ્ન પણ થયા નથી.વાહ,અનુપમ આજ ફરી તે મારી આંખો ખોલી દીધી.

**********************************

અને હા, આજ મારે તને એક બીજી પણ વાત કહેવી છે,જે મારા મનમાં કયારની ઘૂમે છે,હું અને પલવીઆજ અલ્સોર તળાવે ફરવા ગયા હતા,ત્યાં મેં વિશાલ સરને જોયા.તેની સાથે કોઈ છોકરી હતી,એ છોકરીનો મને ચેહરો સ્પષ્ટ દેખાયો નહિ.શાયદ માનસી અથવા પાયલ પણ હોઈ શકે,અને બીજું કોઈ પણ.

અનુપમ માનસી અને પાયલ તો અહીં હોટલમાં જ હતા,તો ત્યાં કોણ હોઈ શકે?વિશાલ સર તેની એટલા નજીક હતા કે જાણે તેની ગર્લફ્રેન્ડ હોઈ તેવું તેની સાથે વર્તન કરતા હતા.તે મારાથી ઘણા દૂર હતા,પણ તે સ્ત્રીએ બલ્યુ કલરનો ડ્રેસ પહેર્યો હતો.

કેવો કલર અનુપમ?બ્લ્યુ..!!!મેં પણ કાલ એક બ્લ્યુ કલરના ડ્રેસમાં આ હોટલમાં એક સ્ત્રીને આવતા જોઈ હતી પણ તેનો ચહેરો સ્પષ્ટ હું જોય શક્યો ન હતો.તે મારાથી ગણી દૂર હતી.બની શકે કે એ કોઈ બીજું પણ હોઈ અને તે જ સ્ત્રી પણ હોઈ,પણ વિશાલ સર કોઈને કોઈ ગેમ રમી રહ્યા છે તે ફાઇનલ છે.

રાત્રીના ડિનરનો સમય થઈ ગયો હતો,પલવી અને અનુપમ તો બહાર ડિનર લઇને જ આવ્યા હતા,તો પણ તે નીચે ડિનર માટે ગયા,પણ આજ માનસી ડિનર માટે આવી નહિ.ઘણો સમય થયો તો પણ માનસી દેખાણી નહિ એટલે અનુપમે માનસીને ફોન કર્યો.
હેલો..!!હા,અનુપમ હું આજે ડિનર પર નહિ આવું મેં થોડીવાર પહેલા જ નાસ્તો કર્યો છે એટલે વાત કરી માનસી એ ફોન કટ કરી દીધો.

કેમ માનસીને કહી થયું છે?

તે થોડાક દિવસથી બધા સાથે આવું વર્તન શા માટે કરે છે?ધવલે અનુપમ સામે જોયું પણ અનુપમે કહી કહેવાની ના પાડી,નહિ પલવી એવું કહી નથી કાલે સવારે આપણી સાથે જ હશે.આજે તેને ભૂખ નહિ લાગી હોઈ.

ઓકે..!!!મને તો માનસીને કહી થયું હોઈ એવું લાગી રહ્યું છે.જે હોઈ તે એકદિવસ માનસી સામે ચાલીને કેશે જ આપણને.આપણે તેની જિંદગીમાં શા માટે દખલ કરવી.

યુ આર રાઈટ પલવી..!!!

અમે ડિનર લઇ બધા ઉપરની રૂમમાં ગયા.થોડીવાર રૂમમાં આરામ કર્યો.અનુપમ મારી જ રૂમમાં ટીવીમાં કોઈ સિરિયલ જોય રહ્યો હતો.રાતના બાર વાગી ગયા અનુપમ પણ હજુ ટીવી જોય રહ્યો હતો.તેને હતું કે આજે પણ વિશાલ સર માનસી સાથે આવશે અને બંને એકબીજા સાથે ઝઘડીને મારા મારી ન થાય.કેમકે હવે ઝઘડો ઘણો વધારે થઈ ગયો હતો.આગળ શું પરિણામ આવશે તે કોઈ જાણતું ન હતું.

બારને દસે માનસીના રૂમમાં કોઈનો અવાજ આવ્યો.ધવલના કાન તે રૂમ તરફ જ હતા,બંને દોડીને બાથરૂમમાં ગયા.

માનસી મેં તને કહ્યું હતું કે તું પાયલ સાથે માથાકૂટ ન કરતી તો શા માટે તે માથાકૂટ કરી?એની પાસે આપણા શરીર સુખ માણેલા વીડિયો પણ છે,અને આપણા ફોટા પણ છે,તે ગમે ત્યારે મીડિયામાં આવી મારુ કેરિયર બરબાદ કરી શકે છે.તું શાંતિથી તેની સાથે વાત ન કરી શકે...!!!

માનસી વિશાલસરની થોડી નજીક આવી.એને જે કહેવાનું હતું તેણે મને કહી દીધું,અને મારે જે તેને કહેવાનું હતું તે મેં તેને કહી દિધું.અને તે મીડિયામાં આવી આપણી નગ્નતા જાહરે કરી દે તો શું થઈ ગયું?

એટલે તું કહેવા શું માંગે છે?

એ જ કે મેડીકોલ કોલ સેન્ટર બંધ થશે,પાયલ તને છૂટાછેડા આપશે બીજી તો નવું શું થશે.માનસી આ મેડીકોલ કોલ સેન્ટરને અહીં સુધી લાવા માટે મેં રાત દિવસ મેહનત કરી છે,અને તું મારી સામે એમ કે છો કે મેડીકોલ કોલ સેન્ટર બંધ થઈ ગયું તો શું થયું.

આ મેડીકોલ કોલ સેન્ટરને લીધે જ હું અહી છું,મારી પાસે પૈસા છે,એ પહેલાં મારી પાસે કહી હતું પણ નહીં.

હું એ જ કવ છું વિશાલ કે શાયદ બંધ થઈ જશે તો આપડે બંને મળી ફરી શરૂ કરીશું,ફરી ખૂબ પૈસા કમાંશુ,તું પાયલને ક્યાં સુધી રોકીશ એ તારા અને મારા વીડિયો લઇને આપણેને ડરાવતી રહેશે.એ જ્યાં સુધી તારી સાથે છૂટાછેડા નહિ લે ત્યાં સુધી આ બધું ચાલવાનું જ છે,પણ જો હું અને તું હારી જશું તો એ જીતી જશે.તારી પાસે જે પણ છે તે બધું જ લેવા તને મજબૂર કરશે.

હું શું કરી રહ્યો છુ,મને જ કહી ખબર પડી રહી નથી માનસી.હું બે દિવસથી પાગલની જેમ ફરી રહ્યો છું.પાયલ મારી પર આરોપ પર આરોપ લગાવી રહી છે.તે મને કહી રહી છે,હું તને કયારેય છૂટાછેડા નહીં આપું.હું મરી જશ પણ તને માનસી સાથે લગ્ન તો નહીં જ કરવા દવ.

તે અહીં સામેની જ હોટલમાં છે,કલાકે કલાકે ફોન કરી મને ડરાવી રહી છે,ધમકાવી રહી છે,જો તું આમ નહિ કર તો આમ થશે.પહેલાની વાતો યાદ કરી મને ડરાવી રહી છે.

પણ તારે તેને પૂછવું તો જોઈએને કે તારે શું જોઈએ છે?

હા,મેં તેને હજાર વાર સવાલ કર્યો કે તારે શું જોઈએ છે,તો તે સવાલનો જવાબ એક જ આપે છે "તું જોઈએ મારે બીજું કંઇ નથી જોતું"મેં એને એ પણ કહ્યું તારે બીજું જે પણ જોઈએ એ હું આપવા ત્યાર છું,પણ તે કોઈ પણ વસ્તું કે પૈસા લેવા ત્યાર નથી તે ફક્ત એટલું જ બોલે છે કે મારે પહેલા જેવો જ વિશાલ જોઈએ,જે કોઈના પ્રેમમાં ન હોઈ,તે બધું ભૂલી મારી સાથે આવી જાય.હું હજુ પણ તને માફ કરવા ત્યાર છું,જો તું હા કહે તો?

મને તો એ ડર છે કે આ મીટીંગ પુરી થશે પછી હું ક્યાં અને કોના ઘરે રહશ.મને મારી છોકરીની પણ ખૂબ યાદ આવે છે.હું શું કરું મને કઈ સમજાતું નથી.

વાહ,વિશાલ જયારે મારી સાથે ફરવું હતું,જયારે મારી સાથે સેક્સની મજા લેવી હતી,ત્યાર તને પાયલ યાદ ન આવી કે ન તારી છોકરી પણ યાદ આવી કે ન તને તારું ઘર પણ યાદ આવ્યું.અને આજ આ બધું તને યાદ આવી રહ્યું છે.

***********ક્રમશ**************


લેખક -કલ્પેશ દિયોરા.


આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.


મો-8140732001(whtup)