virus 2020 - 4 in Gujarati Short Stories by Ashok Upadhyay books and stories PDF | વાયરસ 2020. - 4

Featured Books
Categories
Share

વાયરસ 2020. - 4

વાયરસ – ૪
સરિતાએ ઇલેક્ટ્રોનીક્સ ટેલીકોમ્યુનીકેશનમાં એમ.એસ કર્યું છે. અને અહિયાંની એક મોટી કંપનીમાં સારી પોસ્ટ પર છે. લોનાવલાથી પાછા ફરતા જ ડોક્ટર થાપર અને ડોક્ટર ઝુનૈદ ને મળ્યો..એમની સાથે ચાઈનીસ વાયરસ બાબત ચર્ચા થઇ..જેનું નામ હતું..
કોરોના
કમિશ્નર સાહેબ થી ન રહેવાયું અને એમણે જ વાયરસનું નામ કહ્યું..
જી સાહેબ..કોરોના જેણે આખી દુનિયામાં હાહાકાર મચાવ્યા બાદ ભારતમાં એન્ટ્રી મારી દીધી હતી.ભણેલા ગણેલા અભણ લોકોને કોરોના ની ભયાનકતા નો અહેસાસ નહોતો. આપના વડાપ્રધાને અગમચેતી રૂપે લોકડાઉનનો નિર્ણય લીધો હતો..એ સરાહનીય હતો. દુનિયાના દરેક દેશમાં એમની વાહ વાહ થઇ હતી..
કમિશ્નર સાહેબ પણ જાણે કોરોનાનાં સમયમાં ખોવાઈ ગયા હોય એમ બોલ્યા..
યસ..આઈ નો.બહુ ભયંકર સમય હતો એ લોકડાઉન નો..પ્રથમ ૨૧ દિવસ અને પછી બીજા ૨૦ દિવસ..લોકો ચાલીસ પિસ્તાલીસ દિવસ સુધી ઘરમાંથી બ્હાર નહોતા નીકળ્યા.માણસનાં શ્વાસ રોકાઈ જાય એમ મુંબઈ રોકાઈ ગયું હતું. વેન્ટીલેટર પર .હવામાં શુદ્ધતા હતી પણ માણસ પ્રદુષિત થઇ ગયો હતો .કોરોના નામનો અદ્રશ્ય રાક્ષસ કોના અંદર હતો એની ખબર જ નહોતી પડતી..અને અહીયાની અમુક કહેવાતી ભણેલી ગણેલી અસભ્ય , અભણ , ગમાર પ્રજા.જેમને એમ હતું કે અમને કઈ નહિ થાય.નાં પાડવા છતાય રસ્તા ઉપર પોલીસ ના ડંડા ખાવા નીકળી પડતા હતા..
અને આમે દિવસ રાત જોયા વિના કોરોના પર જીત મેળવવા મંડી પડ્યા હતા. સરકારી દબાવ પણ ખરો જ..અને સામે ટપોટપ મારતા લોકો..આંકડો રોજ વધતો જ જતો હતો..દોઢ મહિના સુધી અમે કોરોના ને હરાવી શકે એવા વાયરસની શોધમાં હતા..અને એમાં ડોક્ટર ઝુનૈદ ને કોરોના થયો. એમને કોરોન્ટાઈન કરવા પડ્યા..
કેમ છે હવે ઝુનૈદ ને..? મેં ડોક્ટર થાપર ને પૂછ્યું..
હજુ કોરોના નાં સંક્રમણ માં જ છે..પણ અસર વધતી જાય છે.આજે એમને પ્રાઈવેટ વોર્ડ માં શિફ્ટ કરવામાં આવ્યા છે.
તો હવે..?
હવે શું..આપણે આપણું કામ અટકાવવાનું નથી.ઝુનૈદ નું અટકેલું કામ એણે મને સમજાવ્યું છે..
સર..મારે તમને કઈ કહેવું છે.
હા બોલો દેસાઈ..
આ ન્યુઝ જુઓ, મેં એક ફાઈલ ડોક્ટર થાપરનાં હાથમાં આપી એમાં હું જે વેક્સીન પર કામ કરતો હતો એવી જ વેક્સીનનાં સમાચાર હતા.
ચાઈનાનાં વુહાન શહેરમાં એક લેબ માં જોખમી વેક્સીન ફેલાયો.એનું નામ પણ કોરોના હતું.
સર મને શંકા છે કે આ વેક્સીન ચાઈનાએ જાની જોઇને બનાવ્યો હતો આખી દુનિયાના મોટા દેશોમાં ફેલાવવાનો એનો આશય હોઈ શકે, જેથી વેક્સીનની અસરથી તરફડતા દેશોને ચાઈના ધારે તે રીતે બ્લેકમેઈલ કરી શકે, કેમકે આખી દુનિયાના લગભગ બધા જ દેશોમાં ચાઈનાથી સૌથી વધુ સપ્લાય થાય છે.
યસ યુ આર રાઈટ ત્રિવેદી.
આ ન્યુઝ વાંચ્યા બાદ હું અપની જાણ બ્હાર એક એવા વેક્સીન પર કામ કરતો હતો જે આ કોરોના નાં લક્ષણ ને મ્હાત આપી શકે. અને સર મેં એક વેક્સીન બનાવી છે. જે કોરોના નાં લક્ષણને મ્હાત આપી શકે છે..
તે વેક્સીન બનાવી લીધી છે ? હાઉ ફની.
નાં સર હું સાચું કહું છું.
ડોક્ટર થાપર નું હાસ્ય હજુ કાનમાં ગુંજતું હતું. અને હું આશ્ચર્યથી એમને જ જોઈ રહ્યો હતો. લેબ માં અમારા બે સિવાય કોઈ જ નહોતું.
ઓકે મને તારા વેક્સીનની થિયરી આપીશ..
મેં ન્યુઝની અને મેં ડેવલપ કરેલ વેક્સીનની ફાઈલ એમના હાથમાં મૂકી અને એમણે પાના ઉથલાવવા માંડ્યા..લગભગ પંદર મિનીટ સુધી એ ફાઈલમાં જોતા જ રહ્યા..
ક્યારથી આ કામ ચાલ છે..?
ચાર મહિના ઉપર થયા સર..
કોરોના વિષે સારી ડીટેઇલ છે આમાં.
જી સર, આ પહેલા ચાઈના આવા કોઈ વાયરસ પર કામ કરે છે એના વિષે પણ અનેક જગ્યાએ વાચેલું, એ બધી બ્લોગ અને વેબસાઈટની ડીટેઈલ છે, આ જુઓ.
ઓહ યસ..આઈ નો ધીસ ન્યુઝ.ઓકે હું ચેક કરું છું.પણ હા..ત્રિવેદી આ વેક્સીન વિષે કોઈનેય વાત નહિ કરતો. સરિતા ને પણ નહિ.
ક્રમશઃ