પ્રકરણ- વીસમું/ ૨૦
અદિતીની આંખો ખુલ્લી જ હતી. વિક્રમ અને દેવયાની પણ ત્યાં હાજર હતા. થોડીવાર પછી અચાનક અદિતીના ચહેરા પરના ભાવમાં કૈક પરિવર્તન આવતાં જોઇને સૌ ને અત્યંત નવાઈ લાગી રહી હતી. આલોક જે ડોરની પાછળ ઊભો હતો વારંવાર અદિતીનું ધ્યાન એ દિશા તરફ જતું હતું એ જોઇને સ્વાતિ એ ઈશારાથી અદિતીને પૂછ્યું કે
‘ત્યાં શું જુએ છે અદિ ? કોણ છે ત્યાં ?’
પણ બસ અદિતીની નજર આઈ.સી.યુ.ના ડોર પર સ્થિર થઇ ગઈ. અદિતીની અર્ધજાગૃત માનસિક અવસ્થામાં પણ તેની પ્રાથમિકતાનો અધિકારી તો આલોક જ રહ્યો. અચાનક જ માંહ્યલામાં સહજભાવે જડથી ચેતન તરફ સરી રહેલા સંચારને અપ્રત્યક્ષ રૂપે સમર્થન પૂરું પાડી રહેલા કોઈ આત્મીયના આગમનના આહટની અણસારના અંદેશાના સંદેશની સુવાસને સુંઘ્યા અને શોધ્યા કરતી અદિતીની મનોદશાને જોઈને સ્વાતિ આ અકલ્પનીય ક્ષણને મૂક થઈને બસ માત્ર જોતી જ રહી.
પાંચેક મિનીટ પછી સ્વાતિ એ આલોકને અંદર આવવા માટે ઈશારો કર્યો એટલે એક ઊંડો શ્વાસ ભરીને આલોક આઈ.સી.યુ.માં પ્રવેશ્યો.. વિક્રમ અને દેવયાની નજર આલોક સામે હતી પણ સ્વાતિની નજર ફક્ત અદિતીના ચહેરાના એકસ્પ્રેશન પર હતી. આલોક અને અદિતીના બેડ વચ્ચે દસ મીટરનું અંતર રહ્યું ત્યાં જ અદિતીની નજર આલોક પર પડતાં જ સ્થિર થઇ ગઈ.ધીમે ધીમે કરતા હવે આલોક અને અદિતી વચ્ચે માત્ર ત્રણ જ ફૂટનું અંતર હતું. અદિતીના શરીરમાં કોઈ એક અલગ પ્રકારનો સંચાર દેખાઈ રહ્યો હતો. આલોકની પરિસ્થિતિ પણ ખુબ જ નાજુક હતી. કોઈપણ હિસાબે તેણે તેની લાગણીઓ પર કાબુ રાખવાનો હતો.
સ્વાતિ એ અધીરાઈ થી પૂછ્યું ..
‘અદી આ કોણ છે ? તું ઓળખે છે એમને ?’
અદિતીનું કંઈ જ રીએક્શન નહી બસ તેની નજર ચોંટી ગઈ આલોક પર.
‘અદિ બોલ તો કોણ મળવા આવ્યું છે તને ? શું નામ છે તેનું ?’
અદિતી તરફથી કોઈ જ રિસ્પોન્સ નહી. એક પણ મટકું માર્યા વિના બસ અવિરત પણે અદિતી આલોકને જોઈ જ રહી.
ત્યાં અચાનક જ આલોક ઉઠીને ઝડપથી આઈ.સી.યુ.ની બહાર જઈને બન્ને હથેળી મોં પર દાબીને રડવા લાગતા તરત જ વિક્રમ અને દેવયાની તેની પડખે આવીને શાંત પાડવા લાગ્યા. આલોક એ બન્નેના ચરણ સ્પર્શ કર્યા પછી બોલ્યો..
‘સોરી અંકલ આઈ કાન્ટ કન્ટ્રોલ માય સેલ્ફ. આઈ ફીલ ટોટલી હેલ્પલેસ.’
વિક્રમ બોલ્યા,
‘અરે આલોક આ તો કુદરતની નિયતિના નિયમ છે, આપણે તો બસ તેની રમતના ભાગ પણ બનવવાનું અને ભોગ પણ. થીંક ઓલવેસ્ઝ ઓન્લી પોઝીટીવ. આ ઘટનાની આડમાં પણ તેનો કોઈ શુભ સંદેશ હશે એવું માની લઈએ. હાઉ આર યુ નાઉ ?’
‘આઈ એમ ટોટલી ફાઈન સર.’
‘અને તારા પેરેન્ટ્સ કેમ છે ?’
‘ધે આર ઓલ્સો ફાઈન.’
દેવયાની એ પૂછ્યું, ‘બેટા, તું કઈ લઈશ, ચા કે કોફી ?’
‘નો આંટી થેન્ક્સ.’
જે રીતે આલોક ઉઠીને બહાર ગયો હતો એટલે તરત જ અદિતીના ચહેરા અને આંખોના હાવભાવ પરથી તે વ્યાકુળ અને બેચેની સાથે આલોકને શોધી રહી હોય એવું લાગી રહ્યું હતું. એટલે સ્વાતિ એ સૌને અંદર બોલાવ્યા.
થોડીવાર પછી અચાનક સ્વાતિના દિમાગમાં એક તુક્કો સુજ્યો એટલે તેણે એક કોરો કાગળ લઇ તેના પર મોટા અક્ષરે ' આલોક ' લખીને અદિતીના ચહેરા સામે તે કાગળ ધર્યો એટલે ક્યાંય સુધી તે કાગળ સામે બસ જોયા કર્યું.
એટલે આલોક એ સ્વાતિને કહ્યું,
‘પ્લીઝ, વારંવાર આ રીતે તેના દિમાગ ને સ્ટ્રેસ ન આપ.’ તેની કોઈપણ મુવમેન્ટ અથવા તેની નજર પથી જ તેના માનસિક મનોદશાના સકરાત્મક સંદેશાનો અંદેશો આવી જશે,’
કયાંય સુધી આલોક અદિતીની હથેળીને તેની બંને હથેળી વચ્ચે રાખીને પંપાળતો રહ્યો અને સાથે સાથે અદિતીને આવી દનનીય દશામાં જોઇને તેની ભીતર ઉઠતી કંપારીને અંકુશમાં રાખવાનો પ્રયાસ પણ કરતો રહ્યો.
બીજા દિવસે સવારના આશરે અગિયાર વાગ્યાની આસપાસ આ.ઈસી.યુ.માં
સ્વાતિ, વિક્રમ અને દેવયાની સાથે સંજનાના રીંગ સેરીમની ની વાતો શેર કરી રહી હતી અને આલોક અદિતી નજીક બેઠો હતો. અદિતીનું ધ્યાન વારંવાર સ્વાતિ એ ગઈકાલે “આલોક” લખી ને બેડને અડીને આવેલી ટીપોઈ પર મુકેલા એ કાગળ તરફ જતું હતું. એ વાતની આલોક એ નોંધ લીધી. સ્વાતિ બેડ પાસે આવીને અદિતીના માથા પર હાથ ફેરવી તેના કપાળ પર ચુંબન કરતાં બોલી,
‘શું કે છે મારી લાડકી ?’
આલોક બોલ્યો કે,
‘વારંવાર તેનું ધ્યાન તે ગઈકાલે મારા નામ લખેલા કાગળ પર જાય છે. મેં બે થી ત્રણ વાર માર્ક કર્યું.’
એટલે સ્વાતિ એ કાગળ ફરી અદિતીની સામે ધર્યો એટલે અદિતીને કાગળ અને આલોકની તરફ વારાફરતે નજર ફેરવતી રહી અને પછી અચાનક જ આલોકની નજર સામે બસ જોયા જ કર્યું.
થોડીવાર પછી.. આલોક તરફ નજર કરી એટલે... તરત જ અદિતીની આંખો માંથી અશ્રુધારા વહેવા લાગી અને આ જોઇને સુખદ ચમત્કાર જોઇને સૌની આંખોમાંથી આંસુઓની સરવાણી ફૂટવા લાગી. અને હજુ તો સૌ આ એક્શનના રીએક્શનમાંથી બહાર આવે એ પહેલાં જ....
અદિતી ધીમા સ્વરમાં ત્રુટક ત્રુટક બોલી.. ‘આ...આ..આ....લોક’
‘ઓહ માય ગોડ. અદિ..’ આટલું બોલીને તો સ્વાતિએ અદિતીના ગળે વળગી પડી.
દરેકના ચહેરા પર આ અનએસપેકટેડ સુખદ આંચકાના આશ્ચર્ય અનુભૂતિની ઝલક ઝળકી ઉઠી.
આલોક, અદિતી પાસે બેસી તેની હથેળી તેના હાથમાં લઈ અશ્રુ ભરી નજરે અદિતીની સામે જોઈને બોલ્યો...
‘અદિતી હવે આજે હું તારી શરત મુજબ આપણી મુલાકાતના અંતિમ અનુસંધાન પર આવીને ઊભો છું. આજે તું મને મારા આ સ્પર્શની અનુભૂતિનો અનુવાદ કરી આપ.’
આટલું બોલતા તો આલોકનો રુદન બાંધ તૂટી પડ્યો.
એ પછી આઈ.સી.યુ. એટેન્ડન એ કન્સલ્ટન ડોકટરને મેસેજ આપતાં ૧૦ મિનીટ પછી ડોકટર આવતાં સ્વાતિ એ થોડી વાર પહેલાની ઘટનાનું વર્ણન ડોક્ટરને કહી સંભળાવ્યું.
એ પછી ડોક્ટર બોલ્યા,
‘ધેટ્સ વેરી ગૂડ સાઈન. આઈ થીંક નાઉ શી કેન અંડરસ્ટેન્ડ એવરીથીંગ. બાય ધીઝ રીએકશન આઈ કેન સે ધેટ એવરીથીંગ વીલ બી ફાઈન ઇન એ શોર્ટ ટાઈમ.
આ રિસ્પોન્સ પછી એ તો ફાઈનલ થઈ રહ્યું છે કે અદિતીને લગભગ તેનો ભૂતકાળ યાદ હોવો જોઈએ. હવે આપણે તેના ફીઝીકલ ફીટનેશ અને ફીજીયો રીલેટેડ એકસરસાઈઝ પર વધુ કોન્સન્ટ્રેટ કરવાની જરૂર છે. તેમાં જો તેનું બોડી આવું જ રિસ્પોન્સ આપે તો સમજી લેવું કે આપણે બાજી જીતી લીધી. મારા અનુભવના આધારે કહું તો બે મહિનાની આસપાસ અદિતી અલ્મોસ્ટ નોર્મલ થઇ જશે.’
હવે આઈ.સી.યુ.માંથી સ્પેશિયલ સિંગલરૂમ માં અદિતીને શિફ્ટ કરવામાં આવી હતી તે રૂમમાં એક સાંજે અદિતી, આલોક અને સ્વાતિ બેઠાં હતા ત્યારે...
છેલ્લાં એક અઠવાડીયા સુધી સતત દિવસ રાત આલોકના પ્રતિબિંબ સમા સ્નેહાળ સાનિધ્યના સંપર્કથી ધીમે ધીમે તેની સ્પીચ પર મેળવેલા કાબુથી આલોકને સ્વાતિ માટે અદિતી એ પૂછ્યું..
‘આ પાગલ તને ક્યાં ભટકાઈ ગઈ આલોક ? ક્યાં થી અને કેવી રીતે શોધી તે આને ?’
એટલે આલોક હજુ કશું બોલવા જાય એ પહેલાં હસતાં હસતાં સ્વાતિ બોલી,
‘હું.. પાગલ એમ ? મિ. આલોક હવે જરા આ મેડમને વિસ્તારથી જણાવ કે કોણ, કોની પાછળ, ક્યાં, કેમ અને કેવી રીતે પાગલ હતું ?’
‘અદિતી, મેં સ્વાતિને નહી પણ સ્વાતિ એ મને શોધી કાઢ્યો હતો. પણ એ વાત ખુબ જ દિલચસ્પ અને અનબીલીવેબલ છે.’
‘સ્વાતિ હવે એ રેર ઓફ ધ રેર ઇન્સીડેન્સનું તું તારા શબ્દોમાં વર્ણન કરીશ તો જ અદિતીને એ ભયાવક ઘટનાચક્રનો ચિતાર અદિતીને સમજાશે.’
‘ના હો, હું આમ આટલી સહેલાઇ નહી કહું.’ સ્વાતિ બોલી.
અદિતી બોલી, ‘પણ કેમ ?’
‘હું કહીશ, પણ...’
‘પણ શું ?’
‘મારી એક શરત છે.’
એટલે તરત જ બેબાકળો થઈને આલોક બોલ્યો ...
‘ઓ..ઓ..પ્લીઝ પ્લીઝ હવે કોઈ શરત નહી હો. આ અદિતીની એક શરતે તો આ હાલ કર્યા એ ઓછા છે તે ત્યાં તું તારી ફરી એક નવી શરત માંડે છે ?’
‘પણ આલોક આ તો મારી અને અદિ વચ્ચેની શરત છે. અને અમે બન્ને એ આજ સુધી જિંદગીને શરતોથી જ માત આપી છે.. ઇટ્સ એ ચેલેન્જ યાર. લાઈફમાં કૈક થ્રિલ જેવું પણ ફિલ થવું જોઈએ ને.’
‘ઇટ્સ ઓ.કે. સ્વાતિ પણ આ અદિતી જેવી ભારેખમ શબ્દો લઈને અભિમન્યુના કોઠા જેવી અઘરી શરત ન રાખતી પ્લીઝ.’
‘અરે ના આલોક મારી શરત તો સાવ જ મામુલી છે.’
‘હા, બોલ ચાલ શું છે તારી શરત.’ અદિતી એ પૂછ્યું.
‘એ જ કે હું જે માંગું એ તારે મને આપવું પડશે.. બોલ, પ્રોમિસ ?’
‘અરે પાગલ તે તો આલોકને શોધીને મને મારી જિંદગી આપી દીધી તેના બદલામાં તો તું ન માંગે તો પણ બધું તારું જ છે.’
‘ના એમ નહી અદિ તારે પ્રોમિસ તો આપવું જ પડશે.’
‘સ્વાતિ, આ તું બોલે છે ? એવું તો મારી પાસે શું છે કે જે હું તને ન આપી શકું ? મારી પાસે મારી દુનિયા એક તું અને બીજો આલોક.’
‘બટ અદી, આઈ વોન્ટ પ્રોમિસ.’
‘કોરા સ્ટેમપ પેપર પર સિગ્નેચર કરી આપું, બોલ.’
‘મારા માટે તારા શબ્દો સ્ટેમપ પેપરથી પણ વિશેષ છે.’
‘અચ્છા, આઈ ગીવ યુ પ્રોમિસ કે...તું જયારે પણ, જે કંઈપણ માંગશે એ સમયે જ તને આપી દઈશ બસ.’
આટલું બોલતા અદિતીની આંખો ભરાઈ આવી જતા સ્વાતિ પણ તેના ગળે વળગી ને રડતાં રડતાં બોલી કેમ રડે છે અદિ. ?’
‘મને રડવું એટલા માટે આવે છે, આજે મારી સ્વાતિ એ મારી પાસે માંગવું પડે છે તેનું દુઃખ છે. એવું તો મારી પાસે શું છે કે જેની મને જાણ નથી ? અને આજે તારે મારી પાસે પ્રોમિસ લેવા પડ્યા.’
‘રીલેક્સ, હું આપણા માટે કોફી લઈને હમણાં આવું ત્યાં સુધી તમે બન્ને વાતો કરો.’ એમ બોલીને સ્વાતિ ઝડપથી કોફીનું બહાનું કરીને રૂમની બહાર નીકળીને ઊંડા શ્વાસ લઈને પોતાની જાતને સ્વસ્થ કરી લીધી.
સ્વાતિના ગયા પછી અદિતીને સાવ ગુમસુમ થતાં જોઇને આલોક એ પૂછ્યું..
‘શું વિચારે છે, અદિતી ?’
‘ખબર નહી આલોક, પણ ડર લાગે છે અંદરથી કૈક એવું થવા જઈ રહ્યું છે કે.. તેનો હું અંદાજો નથી લગાવી શકતી પણ છે કૈક એવું જે કદાચ હું સહન નહી કરી શકું. કૈક એવી વાત છે જે સ્વાતિ મારાથી છુપાવી રહી છે. એવો મને ભાસ થઇ રહ્યો છે નહી તો સ્વાતિ આ ટોનમાં મારી જોડે ક્યારેય વાત ન જ કરે. એ મારો શ્વાસ છે હું ન ઓળખું એને ? પણ અત્યારે મારી ભીતર કૈંક સાવ ભિન્ન પ્રકારની લાગણી પ્રસરી ને મને વારંવાર એક એવાં છુપા ડરનો ડારો દઈ રહી છે કે હું કૈક ગુમાવવા જઈ રહી છું. અને જયારે જયારે હું આવી લાગણીના ઓછાયા તળે થી પસાર થઈ છું ત્યારે એ કલ્પના, હકીકતમાં તબદીલ થઈને રહી જ છે.’
‘ના અદિતી એવું કશું જ નથી એ તો તારી તબિયત સારી નથી એટલે તને આવા નાહકના વિચારો આવે છે. આ તારા પોકળ ભ્રમ સિવાય કશું જ નથી. સ્વાતિ એવું કશું જ ન વિચારે. સ્વાતિ તરફથી તું સાવ બેફીકર થઇ જા. તેને તો અવારનવાર આવી મજાક કરવાની આદત છે. ધેટ્સ યુ નો વેરી વેલ.’
‘આલોક આ મજાક નથી. સ્વાતિ આવનારા સમયના ગંભીર પરિણામ માટે શરતના માધ્યમથી આપણને માનસિક રીતે સજાગ કરી રહી છે એ તથ્ય છે.’
‘પણ સ્વાતિ એવું શા માટે કરે, અદિતી. ?’
‘આલોક હું તને એ જ કહેવા માંગું છું, કે જો હું એ ન સમજી શકું તો આ મારી હાર છે.’
‘પ્લીઝ, અદિતી સ્ટોપ ઓવર થીંકીંગ.’
ત્યાં જ સ્વાતિ ત્રણેય માટે કોફી લઈને આવતાં બોલી,
‘ઢેન ટેનાન.. ચલો ચલો .. ગરમા ગરમ કોફી લેલો. ‘
વાતાવરણ ને હળવું કરવાના બહાને સ્વાતિને તેની રચેલી સ્ક્રીપ્ટ મુજબ ઓવર એક્ટિંગ કરતાં અદિતીની નજરો એ પકડી પાડી. એટલે તેનો હાથ પકડીને તેની બાજુમાં બેસાડીને ઘણું બધું પૂછવું હતું પણ.. ‘સ્વાતિની આંખમાં તેનો ડર જોઇને એક જ સેકંડમાં સ્વાતિને ખ્યાલ ન આવે તેમ વાતને ગળી ગઈ, ચહેરા પર નિશ્ચિંતતાનું સ્માઈલ પહેરીને ટોપીક ચેન્જ સાથે અદિતી એ પૂછ્યું,
‘હવે તો બોલ ક્યાં મળ્યો તને મારો આ પાગલ ?’
સ્વાતિ એ આલોકની સામે જોઇને બોલી, ‘કહી દઉં ?’
‘હાસ્તો વળી બધું કહી જ દેવાનું હોય ને એમાં વળી પૂછવાનું શું ?’
‘બધું જ કહી દઉં ? મતલબ કે..’
‘અરે.. સ્વાતિ કેમ આવું પૂછે છે.. એમાં વળી છુપાવવા જેવું શું છે ?’
‘ના ના બધું જ તો નહી જ કહું.’
હા.. હા.. હા.. હસતાં હસતાં.. સ્વાતિ એ ૨૯ એપ્રિલએ બન્ને છુટ્ટા પડ્યા ત્યારથી લઈને, સ્વાતિ અને આલોક બન્ને મુંબઈ આવ્યા ત્યાં સુધીની એક એક વાત વિસ્તાર થી અદિતીને કહી સંભળાવી.
થોડી વાર સુધી અદિતી રડતી રહ્યા પછી તેને બન્ને હાથ ફેલાવીને આલોકને ઈશારો કર્યો એટલે આલોક અદિતીને ગળે વળગ્યો એટલે અદિતી ધ્રસકે ધ્રુસકે રડવા લગતા આલોક એ પણ રડતાં રડતાં શાંત પાડવાની કોશિષ કરી.
એટલે બન્ને ને રીકેક્સ કરવા સ્વાતિ બોલી,
‘અદિતી તે આલોક સામે શરત રાખીને જાણે કે કીડીને કોશનો ડામ આપ્યો હોય ને એવું કર્યું. તને ખબર હતી કે આ આલોક પાસે તને શોધી શકે એવું એકપણ કલૂ કે કોઈ હિન્ટ તે નથી આપી તો એ તને શોધશે કઈ રીતે ? અને તને સ્હેજે ખ્યાલ હતો કે આ તને શોધતા શોધતા છેક યમરાજની નજીક પહોંચી જશે ?’
એટલે અદિતી તેનો જવાબ આપતાં બોલી,
‘અરે...પણ .. પણ . મારી વાત તો તમે બન્ને સાંભળો..મને ૧૦૦% ખબર જ હતી કે આલોક મને કોઈ પણ કાળે નથી જ શોધી શકવાનો અને તે દિવસે જ્યારે હું મુંબઈ આવી ત્યારે ડીનર કરતાં કરતાં મેં તારી પાસે એ ત્રણ દિવસનો ટાઈમ એટલા માટે માંગ્યો હતો કે ત્રણ દિવસ પછી હું ખુદ સામેથી જ આલોકનો કોન્ટેક્ટ કરવાની હતી પણ .. એ પહેલાં મારી સાથે કુદરત આટલી મોટી ચાલ ચાલશે એ નહતી ખબર.’
એ પછી આલોક બોલ્યો..
‘અદિતી મને સૌથી અસહ્ય આઘાત એ વાતનો લાગ્યો કે મને શોધવો એ તારા માટે એક ચપટીનો ખેલ હતો.. અને બે વાર સ્વાતિને તારા રૂપમાં મારી નજર સમક્ષથી હાથતાળી આપીને જતાં જોઈને પછી તો એમ થયું કે.. તે શરતની આડમાં પ્રેમના નામે ખરેખર મારી જોડે તે એક જાનલેવા મજાક જ કરી હશે. અને એ માનસિક આઘાત હું પચાવી ન શક્યો અને..’
આવી અનેક ભૂતકાળની વાતો ઘણાં દિવસો સુધી આલોક, અદિતી અને સ્વાતિ મમળાવતા રહ્યા અને.. એ પછી ધીમે ધીમે વન બાય વન રેગ્યુલર ફીજીયો રીલેટેડ એકસરસાઈઝ અને ન્યુરોલો જીસ્ટ ડોકટર એ પણ માત્ર એક પેશન્ટ તરીકે નહી પણ એક ફેમીલી મેમ્બર સમજીને અદિતીની જે રીતે ટ્રીટમેન્ટ કરી એ કરતાં પણ સતત તેની પડખે પડછાયો બનીને કાળજી, પ્રેમ અને હુંફ સાથે આલોક એ અદિતીને સ્નેહલેપ થી તેના પ્રત્યેના આત્મવિશ્વાસના મનોબળને જે ઇજન પૂરું પાડ્યું તે વિલપાવરના જોરે અદિતી એ તેની પીડાને અવગણીને આજે સંપૂણ સ્વસ્થ થવાની મેરેથોનની ૯૦% મંજિલ હવે બસ પૂરી કરવાની તૈયારીમાં જ હતી.
આ અઢી મહિનાના સમયગાળામાં પ્રારંભના થોડા સમય પછી આલોક એ જોબ માંથી રાજીનામું આપી દીધું. આલોક એ નક્કી કરી લીધું હતું કે જ્યાં સુધી અદિતી સંપૂર્ણ રીતે સ્વસ્થ નહી થાય ત્યાં સુધી તે કોઈ નવી જોબ જોઈન નહી કરે. અને બેન્ગ્લુરુ છોડીને મુંબઈમાં જ નવી જોબ કરવાનું નક્કી કરી લીધું હતું. આલોક એ તેના પેરેન્ટ્સને મુંબઈ બોલાવીને ૨૯ એપ્રિલ પછીની ઘટનાથી વાકેફ કરીને અદિતીના ફેમીલી સાથે પરિચય કરાવ્યો. આટઆટલુ થઇ ગયું ત્યાં સુધી સૌ એ આલોકને સંભાળીને તેમના સુધી કોઈ એ એક ગંધ સુદ્ધાં ન આવવા દીધી એ જાણીને ઇન્દ્રવદન અને સરોજ બન્ને ઈશ્વરની સાથે સાથે બધાનો ખુબ ખુબ આભાર માનીને ખુબ રડ્યા. શેખર પણ બે વખત મુંબઈ આવીને અદિતીની સારવારનો સહભાગી બનીને ગયો. સ્વાતિએ પણ અદિતીના મોસ્ટ અરજન્ટ એન.જી.ઓ.ના કામને સમયાંતરે તેની અનુકુળતા એ પરિપૂર્ણ કરતી રહી. બેન્ગ્લુરુથી સંજના તેના ફેમિલી સાથે અને ડોક્ટર અવિનાશ અને મિસિસ જોશી પણ અદિતીને એક મેમોરેબલ ક્વોલીટી ટાઈમની સાથે સાથે શીઘ્ર સ્વસ્થ સ્વાસ્થ્યની શુભેચ્છા આપવા રૂબરૂ આવીને ગયા.
૯૦ દિવસ પછી હોસ્પિટલ માંથી ડીસ્ચાર્જ થઈને અદિતીને ઘરે લઇને આવ્યાં હતા.
એ પછીના દસ દિવસ બાદ..
એક દિવસ શેખર તેની ઓફીસના કોઈ કામમાં વ્યસ્ત હતો અને ત્યાં જ તેના મોબાઈલની રીંગ વાગી... શેખર એ જોયું તો સ્વાતિનો કોલ હતો. કોલ રીસીવ કરતાં બોલ્યો,
‘હેલ્લો સ્વાતિ. કેમ છો ?’
‘બસ ગુરુ તમારી દુઆથી સબ કુશલ મંગલ. બોલ તું કેમ છે ?’
‘એઝ ઓલ્વેઝ મસ્ત મજામાં. બોલ, કેમ આજે અચાનક યાદ આવી મારી ?’
‘બોલું કે હુકમ કરું ?’
‘હુકમ કરો સરકાર.’
‘તું કાલે મુંબઈ આવે છે.’
‘સમજો આવી ગયો.’
‘વાહ માન ગયે દોસ્ત, મને તારા તરફથી આવા જ પ્રત્યુતરની આશા હતી.’
‘આ બધું તારી પાસે થી જ તો શીખ્યો છું.’
‘અલ્યા, સવાર થી કોઈ મળ્યું નથી કે શું ?
’હા.. હા .. હા સવારથી શું તું ગઈ ત્યાર પછી કોઈ નથી મળ્યું.’
‘મને લાગે છે કે હવે સંજના ની સાથે સાથે તારા મેરેજની શરણાઈ પણ વગાડી નાખવાની જરૂર લાગે છે,’
‘ઓહ.. છે કોઈ છોકરી તારા ધ્યાનમાં.’
‘પણ એવું પણ બને કે..છોકરીનું ધ્યાન તારામાં હોય અને તું ધ્યાન બહાર હોય તો. ?
‘હાઈલા.. એવું છે. તો હવે. શું કરવાનું ?
આ ટ્રાન્સપોર્ટના બિઝનેશ માં લોઢાની સાથે લમણાઝીંક કરી કરી ને તારું દિમાગ પણ કટાઈ ગયું છે. અલ્યા, બબુચક તારું ધ્યાન દોરવા માટે તો તને અહી મુંબઈ ગુડાવાનું કહું છું યાર. કઈ નહી છોડ એ બધું, ઘરે બધાં કેમ છે એ કહે ?’
‘ઓલ ઈઝ વેલ.’
‘સૌ ને મારા તરફ થી જય શ્રી કૃષ્ણ કહે જે. ઠીક છે.’
‘જી કહી દઈશ,’ શેખર બોલ્યો
‘કાલે કેટલાં વાગે આવે છે એ મને મેસેજ સેન્ડ કરી દેજે ઠીક છે. ચલ બાય.’
‘બાય.’ અંતે એમ કહીને સ્વાતિ એ કોલ કટ કર્યો.
શેખર હજુ મનોમંથન કરીને કૈંક અનુમાન કરવા જાય એ પહેલાં તેણે વૈચારીક સંચારરથના પૈડાને સ્થગિત કરી દીધા કારણ કે શેખર ને ૧૦૦% ખાત્રી હતી કે તે સ્વાતિના કોઈપણ નિર્ણયનો અંદાજો લગવવા માટે માનસિક વ્યાયામ કરવો વ્યર્થ જ છે.
ત્યાર બાદ સ્વાતિ એ સંજનાને કોલ કર્યો.
‘હાઈ સંજુ.’
‘બોલ મેરી જાન, શું કહે છે ? એવરીથીંગ ઇસ ઓ.કે. ?’
‘ના કઈ જ ઓ.કે. નથી.’
‘ઓહ.. કેમ શું થયું ફરી ?’ ગભરાઈ ને સંજના એ પૂછ્યું
‘બધું જ ઓ.કે, છે પણ બસ એક..’
‘પણ શું યાર, તારી આ સસપેન્સ ક્રિએટ કરવાની આદત ગઈ નહી હજુ.’
‘એ તો બન્ને બહેનો બ્લડમાં છે. જીનેટેકલીકલ પ્રોબ્લેમ છે યાર એમાં અમે શું કરીએ..હા.. હા.. હા..’
‘પ્લીઝ સ્વાતિ સરખી વાત કરને.’
‘ઓ.કે. બાબા સાંભળ.’
‘તું આવીકાલે મુંબઈ આવે છે.’
‘અરે.. આવતી કાલે જ ? પણ કેમ ?’
‘નો પણ ?’
‘ઠીક છે ચલ હું ટ્રાય કરું છું.’
‘અરે ટ્રાય, વ્હોટ ટ્રાય ?’
‘અરે આવું છું મારી મા, ઓ.કે.’
‘ચલ બાય પછી નિરાંતે વાત કરીએ.’
‘બાય,’
વધુ આવતીકાલે.....
© વિજય રાવલ
'ક્લિનચીટ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે.
આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં
ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે.