Love Blood - 24 in Gujarati Detective stories by Dakshesh Inamdar books and stories PDF | લવ બ્લડ - પ્રકરણ-24

Featured Books
Categories
Share

લવ બ્લડ - પ્રકરણ-24

લવ બ્લડ
પ્રકરણ-24
સુધાંશુને જાણ કરવામાં આવી કે હવે ડીપાર્ટમેન્ટમાં કોલકતા આકાશવાણીમાંથી સીધી એપોઇન્ટમેન્ટ છે એ મહાનુભાવ માનુની છે. સુધાંશુએ કહ્યું "ઓહ સમજી ગયો કાંઇ નહીં તેઓ આવે પછી રજૂઆત કરીશ.
સુધાંશુએ કાવ્યની રચના ફાઇલમાં મૂકીને કામમાં વ્યસ્ત થઇ ગયો. બરાબર બપોરે 3.0 પછી ઓફીસમાં ચહલપહલ થઇ અને નવાં નિમણુંક પામેલાં સૂચિત્રા ચેટર્જીએ પોતાની જગ્યા સંભાળી લીધી. સૂચીત્રા ચેટર્જીની નવી નિમણૂંક હતી. તેઓ પણ હજી ફેશનર હતાં પરંતુ ગીત સંગીતમાં પાવરધા હતાં એમની એજ્યુકેશન ડીગ્રી સાથે ગીત સંગીતની પણ ડીગ્રીઓ હતી અને ભણતર પુરુ થયા પછી પહેલીજ નિમણૂંક સિલિગુડીમાં થઇ હતી. કોલકતાથી એમણે સિલિગુડી સ્વીકારવુ પડેલું તેઓ જીવનમાં હજી શરૃઆત કરી રહેલાં... આવી પોસ્ટ પર કૂંવારી કન્યા અને તે પણ ગીત સંગીતમાં પ્રવીણ અને સ્વરૃપવાન આખી કચેરીની જાણે શોભા વધી ગઇ હતી.
સૂચીત્રા ચેટર્જીએ આવીને તરતજ કામ સંભાળી લીધું. કામનો અનુભવ નહોતો પરંતુ શિસ્ત ખૂબજ હતી તેથી સ્ટાફને બોલાવી બધુ રુટીન અને કામકાજ સમજી લીધુ હતું અને ત્યાંજ સુધાંશુએ સુચીત્રા ચેટર્જીને અંદર આવવા રજા માંગી.
સૂચીત્રા ચેટર્જીએ કહ્યું "આપ આવી શકો છો.. સુધાંશુ અંદર આવ્યો અને સુચીત્રા ચેટર્જીને જોઇને.. બસ જોતોજ રહ્યો. સૂચીત્રાને અડવુ લાગી રહેલું કે આ અંદર આવીને આમ મારી સામેજ.. એણે તરતજ કહ્યું "હેલો.. હેલો.. મીસ્ટર અને સુધાંશુ જાણે જાગ્રત થયો સુધાંશુ થોડો બોખલાઇ ગયો એણે કહ્યું "ઓહ આઇ એમ સોરી.. બટ તમને જોઇને હું મારી કવિતામાં ખોવાઇ ગયો હતો. મારી આ અશિસ્ત અને ગેરવર્તન બદલ માફી ચાહુ છું પરંતુ... મારો વાંકજ નથી હું આપની સમક્ષ મારી કવિતા રજૂ કરવાની પરમીશન લેવાજ આવેલો... કવિતા.. માં તમને જોયાં અને હું ભાન ભૂલ્યો આઇ એમ સોરી..
સૂચીત્રા થોડી વિચલીત થઇ પણ કવિતાનું નામ સાંભળીને શાંત થઇ અને કહ્યું શેનિ કવિતા છે ? કોની છે ?
સુધાંશુએ કહ્યું "મારી કવિતા મેં લખેલી કવિતા.. એક સુંદર નારીની કલ્પના એનું રૂપ એનું અંગ અંગ પ્રણયથી ભીંજાય અને શબ્દોનો શણગાર એની ઉપમાં અને વર્ણન. સાચું કહું તો આજે સવારે લખી અને તમને જોયાં અને હું કવિતામાં પરોવાઇ ગયો. આપ મારી કવિતાનાં શબ્દોનાં વર્ણન કરતાં પણ વધુ સુંદર અને નાજુક છો. જોતાં જ હું માફ કરજો પણ હું મારી લાગણીઓ રોકીના શક્યો. એમ કહીને સૂચીત્રાને એની કવિતાનાં પેપર્સ આપી સુધાંશુ બહાર નીકળી ગયો.
સુધાંશુમાં નીકળી ગયાં પછી સુચિત્રા એનાં રૂમમાં એકલી હતી એણે કૂતૂહલ વશ પહેલાં કવિતાનાં પેપર્સ લીધાં અને વાંચવી ચાલુ કરી. એક એક લીટીમાં પરોવાયેલાં શબ્દ અને દરેક શબ્દમાંથી તરતો પ્રેમભાવ, રૂપ અલકાંર અને પ્રણયને ગુણાકાર... વાહ.. સુચિત્રા બોલી ઉઠી.
"કેવો અનોખો શબ્દોનો શણગાર છે પુષ્પની સુંદરતા સાથે મહેંક પણ લલચાવે એન એક શબ્દ જાણે આકર્ષી રહ્યો છે.. વાહ કવિ વાહ અદભૂત રચના...
સૂચીત્રાએ બેલ મારીને પ્યુનને બોલાવીને કહ્યું હમણાં પેલાં મહાનુભાવ અહીં આવેલાં... શું એમનું નામ.. આ કવિ ?
પ્યુન કહ્યું "મેમ..એ સુધાંશુ ઘોષ સાહેબ... ઉદઘોષક છે ખૂબ સુદર કવિતા અને ગીતો રચે છે હું એમનો ચાહક છું.
સુચીત્રાએ કહ્યું "ઓહ ઓકે જાવ એમને બોલાવો અને મનમાં બોલી આજની કવિતાની તો હું પણ ચાહક થઇ ગઇ.
થોડીવારમાં સુધાંશુ હાજર થયાં આવીને ક્યું. સોરી મેમ પણ હું તો કવિતા... સુચિત્રાએ સુધાંશુને વચ્ચેજ અટકાવીને કહ્યું શેના માટે સોરી ? મેં એનાં માટે નથી બોલાવ્યા.. તમારી રચના મને ખૂબ જ પસંદ આવી છે અને મંજૂર કરી છે તમારાં આજનાં કાર્યક્રમમાં રજૂ કરી શકો છો. પરંતુ એક શરત છે મારી જે માનવી પડશે.
સુધાંશુ સાંભળીને ખુશ થઇ ગયો. યસ ચોક્કસ હું શરત શીરોમાન્ચ કરુ છું કહો શું શરત છે ?
સુચિત્રાએ કહ્યું "બસ એટલીજ શરત ચે કે તમારે કવિતા રેડિયો પર રજૂ કરતાં પહેલાં અહીં મારી સામે રજૂ કરી બતાવવી પડશે.
સુધાંશુ ખૂબ ખુશ થઇ ગયો અને થોડોક શરમાયો પણ.. એણે કહ્યું ચોક્કસ મેમ મારું અહોભાગ્ય... હું ગાઇ બતાવું..
સુચિત્રાએ કહ્યું "એમ નહીં મારી બીજી શરત છે તમારે મને મેમ નહીં માત્ર સુચિત્રા કહેવાનું હું તમારાંથી નાની અને જૂનીયર છું ભલે હોદ્દો થોડોક મોટો છે મંજૂર છે ? તમારી કવિતા મને ખૂબ પસંદ આવી છે ખૂબ સરસ લખી છે બસ આમ જ લખતા રહેજો એજ મારી શુભેચ્છા છે.
સુંધાંશુ દીલમાં સ્ફૂરેલી વાત એકદમજ બોલી ગયો બસ જયાં તમને જોયાં નથી અને કવિતા સ્ફૂરી નથી બસ હવે તો લખતોજ રહેવાનો.. અને સુચિત્રા થોડી શરમાઇ અને બંન્ને જણાં હસી પડ્યાં.
સુચીત્રાએ કહ્યું સુધાંશુ તમે કવિતા સંભળાવો પ્લીઝ સુધાંશુએ સુચિત્રા સામે જોયું અને જાણે આંખો સ્થિર થઇ અને વાચાં આપોઆપ બોલવા લાગી...




સુંદરતાની શી વાત કરુ શબ્દો પડે ઓછાં
એક એક અંગમાં નીતરતી સુંદરતાંની શાન
હોઠ રતુલંડા નકશી નાકની નાજુક કરુ શું વાત
આમંત્રણ આપતી નજરોની કેદમાં બંધાઊં સદાય.
ઘૂંઘરાળા કાળા વાળમાં દીસતું રૂપાળું આભ
વરસીને ભીંજાવી દઊં તનબદન હું બેફામ.
કેદમાં કરી લઊ બાહોમાંઓ મારી સુંદરનાર
દીલમાં ઉઠી તડપ હું કરી પ્રેમ સંતોષી લઊ આગ

સુધાંશુએ એક એક શબ્દ ભાવવિભોર થઇને ગાયો અને જયાં જયાં રૂપનીવાત આવી ત્યાં ઘૂંટીને શબ્દો બોલ્યો બેફામ અને કવિતા પુરી થઇ અને સૂચીત્રા અને સુધાંશુ બંન્નેની આંખો ખૂલી બંન્ને કવિતાનાં માધ્યમથી કોઇ બીજી જ દુનિયામાં ખોવાઇ ગયેલાં.
સુચીત્રાની આંખો ખૂલી.. સાંભળીને કવિતા ભાવમાં વહી ગયેલી.. આજનાં નોકરીનો પ્રથમ દિવસ હતો અને કેવી સુંદર ગીફ્ટ મળી. એણે સુધાંશુને કહ્યું " થેંક્યુ ખૂબ સુદર રીતે રજૂ કરી તમે અહીં પેપર્સ મૂકીને જાવ અને સમયસર એને પ્રસારીત કરી દેજો અને આવો રસથાળ વાંચકો અને શ્રોતાગણને પીરસતાં રહેજો.
સુધાંશુ ખુશ થતો ગયો અને એનાં ગયાં પછી સુચિત્રાએ કવિતાનાં પેપર ફરી હાથમાં લીધાં અને કવિતાની વાણી હજી એનાં કાનમાં સુધાંશુનાં અવાજનો ગુંજારવ હતો એને ખૂબ ગમ્યુ અને પછી એનુ નાજુક કવિ અને ગાયીકાનાં હૃદયે એને ગાવા માટે મજબૂ6ર કરી અને એણે સુધાંશુની લખેલી કવિતા એનાં સૂર પ્રમાણે ગાવા ચલુ કરી....
કવિતા પુરી થઇને એણે જોયું સામે સુધાંશુ ઉભો છે સુધાંશુએ ક્હ્યુ તમે જ મારાં શબ્દોને સાચો ન્યાય આપ્યો છે તમારે જ રજૂ કરવાનું હતું શ્રોતાગણ વાહ વાહ કહી બંધ જ ના કરે એવું સુદર.. સુદર રાગમાં ગાયુ હું ખેંચાઇ આવ્યો સાંભળવા મારી વિનંતી છે કે મારાં ગીત અને કવિતા તમે જ રજૂ કરો..
સુચિત્રા થોડીવાર સાંભળી રહી પછી પ્રસન્નચિત્તે બોલી જરૂર.. હું ગાઇશ.. તમારાં શબ્દોને મારો અવાજ આપીશ.. શબ્દો અને સૂરનો સંગમ થશે અને બધાને ખૂબ જ ગમશે.
ત્યાંજ હેડઓફ ધ સ્ટુડીયો રામાનુજ ગુપ્તા હસતાં હસતાં આવ્યાં આપણાં સીલીગુડીનાં આકાશવાણીમાં સ્ટુડીયો બે કલાકાર મળી ગયાં કવિ અને ગીત રજુ કરનાર ગાયિકા વાહ આ સંગમ તો અમને પણ ખૂબ ગમ્યો અને ખડખડાટ હસી પડ્યાં. સુધાંશુનાં ખભા પર હાથ મૂકીને ક્યુ કવિ તમે લખો અને રજૂ કરો આપણું કેન્દ્ર આના થકી પણ પ્રસિધ્ધ થઇ જશે આગળ વધો.
સુધાંશુ ખૂબ ખુશ થઇ ગયો. એણે ક્હ્યુ "સર હું સારામાં સારાં ગીતો, કવિતા, બહુ તૈયાર કરીશ મને મારી પ્રેરણા.. બસ પછી અટક્યો અને સુચિત્રાની સામે જોઇ બહાર નીકળી ગયો.
સુધાંશુનાં સાયકલનું પેંડલ જોરથી વાગ્યુ અને એનાં સાયકલની ચેઇન ઉતરી ગઇ. એની યાદોમાં ખોવાયેલો એની પણ ગતિ ઉતરી ગઇ પાછો વાસ્તવિકતામાં આવ્યો એનાં હોઠ પર સ્મિત આવી ગયું સાથે સાથે હોઠ દર્દથી પણ વંકાયા આંખો ભીની થઇ ગઇ.. યાદો ખંખરી એ આગળ વધ્યો.
વધુ આવતા અંકે-- પ્રકરણ-25