aatmvishwas in Gujarati Adventure Stories by ખુશ્બુ ટીટા ખુશી books and stories PDF | આત્મવિશ્વાસ

Featured Books
Categories
Share

આત્મવિશ્વાસ

'આત્મવિશ્વાસ' શબ્દ જ આપણી આત્મા સાથે જોડાયેલો છે. જો આપણામાં આત્મવિશ્વાસ ન હોય તો આપણે છતે અંગે પાંગળા કહેવાય છીએ. આત્મવિશ્વાસ વિનાનો માનવી એ એક છતી પાંખોએ માળામાં બેસી રહે તેવું પક્ષી કહેવાય છે. જીવનમાં હંમેશાં આત્મવિશ્વાસ જરૂરી છે. યુવાન માણસનું જીવનનું આહ્વાન ઝીલીને દુનિયાને સામે આવવું એ આત્મવિશ્વાસની સાધના છે. કે અજાણ્યા સમુદ્રને ઓળંગીને કોઈ એક કિનારે પહોંચીશ જ એવો ચોક્કસ વિશ્વાસ એ જ કોલંબસની સફળતાની પહેલી અને ખૂબ જ મોટી મૂડી હતી. બીજા પણ ઘણાં માણસો સમુદ્રને ઓળંગીને અમેરિકા પહોંચી શકત, પરંતુ તેમના ચિત્તમાં વિશ્વાસ નહોતો. તેમને એવી શ્રદ્ધા નહોતી કે કિનારો છે એ જ કોલંબસ અને તેમની વચ્ચેનો ભેદ હતો.
આપણામાં આત્મવિશ્વાસ હોવો તે ખૂબ જરૂરી છે પણ હા તે સાચો હોવો જોઈએ. બીજા પાસે આપણે કદાચ ખોટું બોલી શકીએ પરંતુ આપણી આત્મા સાથે કદી ખોટું ન બોલી શકીએ એવો વિશ્વાસ એટલે જ તો એ આપણો આત્મવશ્વાસ. કોઈ કામ હાથમાં લીધા પહેલાં જ એવું કહીએ કે આ કામ મારાથી ન થાય તો આપણામાં આત્મિશ્વાસની કમી છે તેમ કહેવાય છે. પરંતુ તેનાથી ઉલટું જો આપણે કહીએ આ કામ તો હું જરૂરથી પૂર્ણ કરીશ એ વિશ્વાસ હંમેશાં સાથે રાખીને જ આગળ વધવું જોઈએ
આત્મિશ્વાસએ સફળતાની પ્રથમ અને શ્રેષ્ઠ કળી છે. સાચો વિશ્વાસ બાંધવા માટે હંમેશાં સફળતા મળે તેવા જ કામો કરવા જોઈએ એ કામો પછી ભલેને સરળ, નાનાં-મોટાં કેમ ના હોય. એ કામોમાં સફળતા મળતાં હૃદયમાં આનંદ જરૂર આવશે. સફળતાનો સ્વાદ એકવાર ચાખી લઈએ તો જીવન જીવવાની ભૂખ ઊઘડે છે. સમાજમાં આપણું પણ એક ગૌરવભેર સ્થાન છે તેવી હૃદયમાં ખાતરી હોવી જોઈએ. બીજાઓ પર વિશ્વાસ રાખો અને બીજા આપણાં પર વિશ્વાસ મૂકી શકે એ માટે આપણને આપણી જાત પર વિશ્વાસ હોવો જરૂરી છે. એનું નામ જ તો છે આત્મવિશ્વાસ.
આત્મવિશ્વાસ એ સૌથી મોટી મૂડી છે. વ્યક્તિ જ્યારે આત્મવિશ્વાસથી લથબથ હોય અને તેની સામે અનેક મુશ્કેલીઓ હોય તોય તેમાંથી પાર ઉતરે છે પરંતુ વ્યક્તિની પાસે અનેક સગવડતા હોય પરંતુ આત્મવિશ્વાસનો અભાવ હોય તો તે સાચા અર્થમાં સફળ થઈ શકતો નથી. આમ, જિંદગીના દરેક તબક્કે અને આજના સમયમાં શિક્ષણ જેવા ક્ષેત્રે જ્યારે હરીફાઈ અને આગળ રહેવાની હોડ કે દોડ તમામ વિદ્યાર્થીઓમાં હાવી હોય છે, યુવાનોમાં ધંધાકીય કે કમાવવાની હોડ હોય છે, ત્યારે એટલું ચોક્કસ કે ગમે તે ક્ષેત્રમાં આત્મવિશ્વાસ વગરની વ્યક્તિ કદી સફળ ન થાય. જો ક્ષણિક સંજોગોના આધારે સફળતા મળે પણ તો આત્મવિશ્વાસ વગર તે ટકે નહિ અને પરિસ્થિતિ વિપરિત થતાં સફળતા ખોવાઈ જાય. તેથી જ જિંદગીનું દરેક ડગલું પૂરી તૈયારી અને આત્મિશ્વાસ સાથે ભરો જેવું કે દરજીનાં નિયમની જેમ કે માપવું બે વાર ને કાપવું એક જ વાર.
આપણાં જીવનમાં આત્મવિશ્વાસ ચૂના-સિમેન્ટ જેવો જ ભાગ ભજવે છે. ઈંટ ને ઈંટ વચ્ચે, પથ્થર ને પથ્થર વચ્ચે સિમેન્ટ જામી જાય ત્યારે જ દિવાલ મજબૂત થાય અને માળ ઉપર માળ ચણી ગગનચુંબી ઈમારતો બાંધી શકાય છે. એ જ રીતે મનને હૃદય, બુદ્ધિને લાગણીઓ, સંસ્કારોને આદર્શો વચ્ચે આત્મવિશ્વાસનો વૃજલેપ લગાડીને તેમાંથી સુંદર વ્યક્તિત્વ ઘડી શકાય છે.
અંતે કહેવાનું એટલું જ છે કે વ્યક્તિને પોતાનામાં વિશ્વાસ હોવો તે આત્મવિશ્વાસ છે. તેમ છતાં, પોતાનો અંહકાર ન વધે અથવા હું પણું હાવી ના થાય તે રીતે પોતાની ક્ષમતાનો વિકાસ કરવો અને વિપરિત પરિસ્થિતિઓ સામે લડવા કુદરતે દરેકને ક્ષમતા આપેલી જ છે તેનો ઉપયોગ કરવો એ આત્મવિશ્વાસ છે અને તે જ સફળતાની ચાવી છે.

ખુશ્બુ ટીટા (ખુશી)