The Author Patel Mansi મેહ Follow Current Read રે જિંદગી !!!! - 10 By Patel Mansi મેહ Gujarati Fiction Stories Share Facebook Twitter Whatsapp Featured Books एक लड़की पहली सी - भाग 2 तो दोस्तों हम हम दूसरा भाग लेकर आ गए है देखते हैं muskan और... इश्क दा मारा - 43 यूवी की बाते सुन कर गीतिका बोलती है, "मैं भला क्यों डरने लगी... नववर्ष -2025 कि ज्योतिषीय गणना - भाग 1 ब्रह्मांड का प्रत्येक प्राणी रात्रि को निद्रा अवस्था मे वह... नफ़रत-ए-इश्क - 19 श्लोक जैसे ही उसके खून से सनी हाथों को एंटीसेप्टिक से साफ कर... मुक्त - भाग 9 (9) -------( मुक्त ) ताज़ा खबर.... आज की... " एक युसफ नाम... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by Patel Mansi મેહ in Gujarati Fiction Stories Total Episodes : 15 Share રે જિંદગી !!!! - 10 (11) 1.2k 3.5k મિશાલીની અને મિલીને કોઈ વસ્તુ ભલે નથી મડતી પણ બાલ્કનીની દીવાલ પર નીચે કોતેરેલું નામ મળે છે. “ અમી અને માહી એકબીજાના જીગરના ટુકડા “ જે એકદમ જ હમણાં કોતરેલું હોય એવું લાગતું હતું. એટલે મિશાને શક જાય છે કે આ કદાચ કોઈએ જાણી જોઈને કર્યું હોય શકે. જોકે એ બંનેએ નિશિતને પણ નોહતું કહ્યું કે આવું કઈ એ બંને કરવાના છે. થોડીવાર માટે તો એને લાગ્યું કે આ અમી અને માહી અમરભાઈ અને મોહિત હોય શકે છે. નામ પરથી તો આવું જોડકું બનાવી શકાય છે. પણ કોઈ સાબૂત નોહતો કે આ સાચું છે. “ મીશુંભાભી તમારી જોડે હવે એક જ ઓપ્શન છે પ્રિયંકાને શોધવાનો.” મિલીએ કહ્યું. “ મને પણ એમ જ લાગે છે. સાચું કહું તો અંદરથી એવું લાગે છે મીરાદી નું મૌત પ્લાનિંગ જ હતું. મીરા દી ફીઝીકલી નહીં પણ મેન્ટલી સ્ટ્રોંગ હતાં. એમ કઈ થોડા એ...” મિશાની આંખો પાણીથી ભરાય ગઈ. ○●□■□●○ નિશિત અને અમર કોલ્ડહાઉસમાં જઈને બેઠા હતાં. એ લોકોની સામે એક છોકરો અને છોકરી એકબીજાને અડકીને બેઠા હતા. એકબીજાને જ સંભળાય એટલા ધીમા અવાજે વાતો કરતાં હતાં. થોડીવારે એકબીજા સામું જોઈને હસતાં હતાં, એકબીજાને ગાલે હળવું ચુંબન કરતાં હતાં. આ બધુ નિશિત અને અમર જોઈ રહ્યાં હતાં. નિશિત અને અમરની આ દ્રશ્ય જોઈને આંખો ટકરાઇ અને બેવ હસી પડ્યા. બધુ તો આજકાલ બહુ સામાન્ય છે. આ લોકોને પબ્લિક પ્લેસ હોય તોય કોઇની પડી નથી હોતી. મારી એક જ રિલેશન રહી છે આજ સુધીમાં જે હવે તો રહી પણ નથી. એ રીયાને બહુ શોખ હતો પબ્લિક પ્લેસ હોય કે સોશિયલ મીડિયા એને બધે જ શૉ ઓફ કરવા જોઈએ. જે મને બિલકુલ નથી ગમતું.” નિશિતે થોડા ભારે અવાજે કહ્યું. " ઓહ... તો તમે એક્સપિરિયન્સ વાળા છો એમ ને.” અમરએ પુછ્યું." થાય બકાં થાય. સમજી શકું છું. એ વસ્તુ જ એવી છે કે દર્દ આપે. " અમર બોલ્યો.○●□■□●○ મિશાલીની અને મીલી હવે આગળ શું કરવું એમ વિચારીને આખી રાત પસાર કરી. મિશાલીનીના મનમાં હજીય પેલું કોતરેલું સ્લોગન ઘુમરાયા કરતું હતું , જે એને અમરની બાલ્કનીની દિવાલ પર છેક નીચે મલ્યું હતું. એ ઉખાણું આમ તો સેહલું હતું કેમ કે મોહિતને માહી કહેતા હતાં પણ અમરને કોઇ દિવસ અમી ના નામથી કોઇ બોલાવતું નોહ્તું. બીજા કોઇને ખબર હોય તો એ મીરા જ હતી જે હવે ફકત યાદ બની ને રહી ગઈ હતી.સમય કોઈ માટે ક્યાં રોકાઈ જ છે..... !? સમય વિચારોમાં જ ફંગોળતો ગયો અને રાત આથમી ગઈ જતાં જતાં રાત્રિ એ દિવસને હાથતાળી આપી અને એના સંકેત સમો સુરજ પોતાના શક્તિસ્વરૂપ કિરણો ને ફેલાવતો ઊગી નીકળ્યો એક નવીઆશાનો , નવી ખુશીનો, નવી શરૂઆતનો, નવી દ્રષ્ટિનો અને નવી વિચારધારાનો...આ સુરજ મિશાલીની માટે નવો આરંભ લાવવાનો હતો જે પ્રશ્નો ના જવાબ એ શોધવા મથતી હતી,જે વ્યક્તિના હત્યાકાંડ ને એ દુનિયા સામે ઉઘાડો પાડવા માંગતી હતી,જેના ચારિત્ર્ય પર લાગેલો લાંછન એ સંપૂર્ણ અને હવેએક પછી કે મળવાના હતા.મિશાલિની નિત્યક્રમ પરવારીને વીરીમાંના રૂમમાં ગઈ. જ્યાં મીરાંની દીકરી કેયા સૂઈ ગઈ હતી. નાનકડો માસૂમ ચેહરો, ઘૂંઘરાળા કથ્થાઇ વાળ, ભૂખરી આંખો,રાતા પાતળાં હોઠ, હોઠની ઉપર ડાબી બાજુ તલ,નખશિખ મીરાંની મુર્તિ લાગતી હતી. મિશાલિનીએ કેયાને પોતાના કોમળ હાથથી ઊંચકીને પોતાના ખભે લીધી. ને તરત જ ફાટક કરતી કેયાની નાની અમથી આંખો ખૂલી ગઈ. મિશાએ એને ચુંબનોથી ભીંજવી નાખી. અને મિશાલીનીને એના બદલામાં થોડી વાળખેચાવાની તકલીફ સેહવી પડી સાથે જ નાનકડું સ્મિત મળ્યું. કેયાને મોટાં ટબમાં બેસાડી મિશાલીની એને નવડાંવવાં લાગી. કેયાની કિકયાંરીયોથી કાદવ જેવા ઘરમાં કમળ ખીલી ઉઠ્યું હતું. મિશાલીની પોતાના સપનાઓમાં ખોવાઈ ગઈ હતી. પોતાનાં અને વિહાનના સુખી દાંપત્ય જીવનના. એનેય બાળકની લાલશા હતી. એના અને વિહાન વચ્ચે આમ બધું બરાબર હતું પણ વિહાન હજીય મિશાલીનીને સમજી શક્યો નોહતો. એ બસ મિશાલીની પ્રત્યેની પોતાની એક જવાબદારી અને એના હક , એની પોતાની ભૂલો સમજી શક્યો હતો. મિશાલીનીને ખબર હતી એ ભણવાની ના નહીં પડે પણ નોકરી કરવા સામે એને વાંધો જરૂર પડશે. એના સપનાં સમજવાની , એને અંદરથી જાણવાની ખુદ વિહાનને તાલાવેલી નથી. મિશાને એના પેલા કેમ્પના દિવસો યાદ આવી ગયા. એને હસવું આવી ગયું. બિચારાં નિશિતે પોતાનાં શોખ જાણવા કેટલા અખતરા કર્યા હતાં એ જાણીને મિશાને એટલી ખુશી મળી હતી એ તો મીરા જ જાણતી હતી. જે હવે આ દુનિયામાં નોહતી અને મિશાલીનીએ પોતાનાં નસીબને સ્વીકારી લીધું. વિહાન સાથે પરણી ગઈ અને મીરાએ એનાં લગ્ન સમયે પૂછેલા સવાલને અધૂરો મૂકીને..."મીશું તને નિશિત ગમતો હતો ને ?!" બસ આંસુ ભરેલી આંખો અને એને લૂછવા તરત નિશિત ખુદ હાજર થઈ ગયો હતો, એનાં ભાઈના લગ્ન માટે... કેયાને તૈયાર કરીને એ નીચે લઈ આવી. બધાં જ હાજર હતાં. હસમુખદાદા, હીરાબા, મોટાં પપ્પા ભરતભાઈ,એમની બીજી પત્ની બૈશાખી, એનાં પપ્પા વિરાજભાઈ એમની જોડે એની મમ્મી વિરીમાંબેન, નાનકડો ભાઈ મિહિર અમરભાઈ સાથે મસ્તી કરતો હતો , મૃગેશ નીચી આંખે નાસ્તો કર્યે જતો હતો , બાજુમાં મોહિત નિશિત સાથે બેઠો હતો.મીલીની બાજુની જગ્યા ખાલી હતી.મિશાલીની દાદરા ઉતરીને આવી અને કેયાને ઉતારી દિધી. કેયા ધીમે ધીમે ડગલાં માંડીને બધાં હતાં એ તરફ આવતી હતી. એ જોઈને હસમુખભાઈએ પોતાના મોટાદીકરા સામે જોઈને નિકળવાનો ઈશારો કરીને ઘરની બહાર નિકળી ગયાં. ભરતભાઈની સ્થિતી બહુ વિચિત્ર હતી.મનમાં પોતાનાં પિતાએ કહ્યું એ સાંભળીને ઘરની બહાર નિકળી જવું અને હદયમાં પોતાની પૌત્રીને રમાડવાની ઘેલછા. પ્રેમાળ નજરોથી કેયાને જોઈને એના માથે હાથ મૂકી એ ઘરની બહાર નિકળી ગયાં. બૈશાખી પોતાનાં પતિના ઘરની બહાર નીકળતા જ રોજની ક્યાક ગાયબ થઈ ગઈ. બાકીના બધા તમાશો જોતાં હજીય બેઠાં હતા. 12 વર્ષના મિહિરે મિશાલીનીના હાથમાથી કેયાનો હાથ લઈને એની સાથે રમવા લાગ્યો હતો. એની સાથે રમકડાં રમવા વાળું કોઈ એને મળ્યું એટલે એ ખૂબ ખુશ હતો. આજે તો સવારમાં જ રેવા ઘરે આવી ગઈ હતી. રેવાએ પોતાનાં ઘરે હીંચકે બેસીને આખોય તમાશો જોયો હતો. મિશાલીનીને રેવાના ચેહરા પરનું સૂકું ખૂંચવા લાગ્યું. રેવા ઘરમાં આગ લગાવવા જ આવી હતી. એ કોઈ હરકત કરે એ પહેલા મોહિત ઊભો થઈને પોતાના રૂમ તરફ જવા લાગ્યો." લો હવે તો દિયરજીને પણ મોટાભાભીની હાજરી ખૂંચવા લાગી છે...!" રેવાએ કટાક્ષ કર્યો.મોહિતે આ સાંભળ્યું છતાય અજાણ્યો બનીને પોતાની ધૂનમાં હોય એવું બતાડીને દાદરા ચડી ગયો. "મૃગેશ, દીકરા હવે ભણવામાં જરા ધ્યાન આપજો" વાત બદલવાના વિચારે વિરાજભાઈએ કહ્યું," તારી જ જુડવા બહેને કોલેજના પહેલા વર્ષમાં આવવાની છે અને તારાથી 12મુ પૂરું નથી થતું. ચાની છેલ્લી ચૂસકી લેતા એમણે કહી નાખ્યું. " હું છોકરો છું. મારે ભણવાની કોઈ જરૂર નથી. તમારા પૈસા કોણ વાપરશે ? અને મિશાને પણ શું કામ ભણાવો છો? એ પતિ કમાય જ છે ને. બહુ આઈ મોટી ભણવા વાડી. અને તમે બહુ કચકચ ના કરો. એટલે જ આ ઘરમાં ગમતું નથી." કાચનો કપ જમીન પર પછાડીનેએ રખડવા નિકળી ગયો. વારાફરતી બધાને ઊભા થઈને જતાં જોઈને હીરાબાની આંખો ભરાઈ આવી. એમણે આ ઘરને તોડવાની તિરાડો સ્પષ્ટ દેખાઈ આવવા લાગી હતી. એમની નાની વહુ વીરીમાંનો હાથ જોરથી દાબતા કહ્યું," વહુ , આપણાં ઘરને કોની નજર લાગી ગઈ હોય એવું લાગે છે. " હીરાબાને કોણ કહે કે કોઇની નહીં એમના ઘરના લોકોની જ નજર એમના ઘરને લાગી ગઈ છે. "મા, તમે શું નાહકનો જીવ બાળો છો. તમે ભગવાનમાં લીન રહો એ જ તમારા માટે સારું છે. કર્મોના ફળ છે આ બધા તો. બા આ તો કલિયુગની જલક છે. માત્ર જલક." કહેતા વિરાજભાઈ પણ પોતાના કામે જવા નિકળી પડ્યાં. ઘર સુમસામ જ હતું પણ આજકલ કેયાની કીકયારીયો ઘરના એ સન્નાટાને તોડી નાખતી હતી. સવાર તો આ તમાશામાં પસાર થઈ ગઈ. મિશાલીની કેયાને સુવડાવીને પોતાના રૂમમાં આવી. ત્યાં પહેલેથી મીલી અને નિશિત બંને ભાઈ-બહેન વાતો કરતાં હતા. મીલીએ નિશિતને કાલે એણે અને મિશાએ જે અમરમાં રૂમમાં જવાનું સાહસ કર્યું એ વાત કરી. અને પેલું ઉખાણું કહ્યું. " નિશિત, તમે પહેલાં એમ કહો કે કાલે તમે ભાઈ જોડે ગયા હતાં તો કઈ ખબર પડી ? " મિશા આમ તો કઈ ખાસ નહીં અને આમ ઘણી ખાસ..." વાક્ય અધૂરું મૂકી નિશિત હીંચકે જઈને બેઠો. " તમે આમ ગુંચવાડો ઊભો ના કરો તો વધારે સારું. " મિશાલીની અકળાઇને બોલી. હીચકેથી ઊભા થઈને એ બાલ્કનીએ પીઠ ટેકવીને મિશા અને મિલીની સામે જોઈને એ બોલ્યો," અમરની લાઇફમાં કોઈ તો એવી ઘટના થઈ છે જેને લીધે એના અને મોહિતના સંબંધમાં તિરાડ પડી ગઈ.મને તો કોઈ છોકરીનું ચક્કર હશે એમ લાગે છે. " " અમરભાઈ અને છોકરીનું ચક્કર બની જ ના શકે. આજ સુધી એમને એવો કોઈ પ્રેમ નામનો રોગ થયો જ નથી. તું મોહિત વિશે કહેને તો હું માની લઉં પણ અમરભાઈ અને પ્યારર-મહોબ્બતત જેવી વાતો ... હો હી નહીં શકતા..." મિશાલીની કોઈ ડાઈલોગની જેમ બોલી ગઈ. " કાલે રાત્રે અમે સાથે બેઠા ત્યારે આવી જ કઈક વાતો થઈ જે મારા માન્યામાં ન આવી કે આ અમર બોલે છે. અમરનો કોઈ ખાસ દોસ્ત હશેને યાર, જે આપણે કહી શકે અમર વિશે."નિશિતે મલકાઈને કહ્યું. " યાર ભાઈબંધ કોને ના હોય પણ અમરભાઈનો જિગરજાન દોસ્ત મોહિત સિવાય કોઈ નોહતું. અને મોહિત સાથે તો મારે હવે જરાય બનતું નથી. " મિશાલીની અકળાઇને જોરથી બોલી. " મને લાગે છે મોહિતનું નામ માહિ હોય શકે અને અમરને કોઈ અમી નામની છોકરી. શું લાગે છે મિશા? " મિલીએ તુક્કો લગાવ્યો. " અરે યાર મને તો બધુ એકદમ ગુચવાઇ ગયું હોય એમ લાગે છે. આપણે શોધવાના હતા મીરાદીના કાતિલને અને હવે શોધી રહ્યા છીએ અમરભાઈની પ્રેમિકા , અમર અને મોહિત વચ્ચેનો ઝગડો કેમ થયો હતો એ ? ! હે ભગવાન થઈ શું રહ્યું છે મારા મગજ જોડે ?!!!" મિશાલીની સખત ચિંતાને ઠાલવીને બાલ્કનીમાં ચાલતા ચાલતા બોલી. " મગજનું મુત્રપિંડમાં પરિવર્ત થઈ રહ્યું છે બીજુ કંઈ જ નહી." નિશિત હસી પડ્યો." યાર આવાં ટાઈમએ ગુજરાતી ફિલ્મોના ડાયલોગ રેવા દે. નહિંતર ખાઈશ મારાં હાથ ની..." જમણો હાથ ઉંચો કરતાં મિશા બોલી.નિશિતએ બે કાન પકડીને સોરી કીધું." એ વાત તો 100 ટકા સાચી છે. પણ હવે શોધવું તો પડશેને આ બધુ. કેમ કે એ વાતો મીરાદીના કાતિલ સુધી પોહચાડવામાં આપની મદદ કરશે." મિલીએ સફરજનનું બટકું ભરીને કહ્યું. " એમેય ના તો આપણી પાસે કોઈ પુરાવા છે ,ના તો કોઈ શક કરવા માટેનું કારણ..એક નાનકડી કડી છે કે મોહિત કદાચ આમાં સામેલ હોય શકે. જો મોહિતનો ભૂતકાળ સામે આવી જાય તો કઈ પોઈન્ટ મળી શકે. સાથે જ અમી એ અમર હોય અને માહી એ મોહિત હોય તો એમનો ઝગડો પણ પૂરો થઈ શકે... " એક ઊંડો શ્વાસ લઈને મિશાએ કહ્યું," હું એક વ્યક્તિને જાણું છું જે આપણે અડધાં સત્ય સુધી પોહચાડી શકશે. મીરાદીની બેસ્ટ ફ્રેન્ડ પ્રિયંકા બજાજ. " " તો ચાલો એને મળવા જઈએ??? " નિશિત બોલ્યો. " એ અત્યારે ક્યાં છે એ મને ખબર નથી અને આપણી પાસે હવે વધારે સમય નથી. કારણ કે હું રોજ કઈક ને કઈક બહાના બનવું છું આહિયા રોકવાના પણ હવે વિહાન ખૂબ ગુસ્સે થઈ ગયા છે. એ હવે વધારે નહીં રોકવા દે. " મિશાલીનીએ નિસાસો નાખતા કહ્યું. " હા , મોંમનો પણ મારા પર અકળાઈ ગયા છે. નિશિત તને નય બોલતી હોય પણ મને બોલે છે. એટલે હવે તો અમદાવાદ જવું પડશે. " ***થોડા દિવસ પેહલા... લંડન.સિટિ ઓફ રોયલ્સ.જાયંટ વ્હીલનું શહેર. કરોડો લોકોનું બસ એક સ્વપ્ન.ભલે વિસ્તારમાં નાનું પણ એની પાસે પાવર વધારે. હા, સત્ય હકીકત એ છે કે બ્રિટિશ લોકોની એ સમૃધ્ધિનો શ્રેય આપણાં દેશને જાય છે, ઘણાં બધા વર્ષની ગુલામી એ એમને અઢળક પૈસા આપ્યાં. આ જ લંડનની સૌથી સમૃધ્ધ કેસિંગ્ટોન પેલેસ ગાર્ડન સ્ટ્રીટમાં મિસ્ટર જોન માર્ચનો ઘણો મોટો બંગલો હતો. લંડનમાં એમનું નામ બહુ સન્માનથી લેવામાં આવતું હતું. તેઓ પોતાના બિઝનેસનું ઈન્વેસ્ટમેન્ટ ભારતમાં કરતાં હતાં. પોતાની પ્રોપર્ટીની દેખભાળ માટે એમણે ભારતમાં વકીલ રોકી હતી. બધી જ કાયદેસર કાર્યવાહી એ જ કરતી હતી. મિસ્ટર જોને થોડાં ઈન્વેસ્ટમેન્ટ માટે , નવા વર્ષમાં કેટલા ટાર્ગેટ પૂરાં કરવાના હતાં , તેમજ થોડાં ડોકયુમેંટમાં પ્રોબ્લેમ હોવાથી એમણે એમની ભારતની વકીલને પર્સનલી પોતાના ઘરે બોલાવી હતી. એ વકીલને સ્વપ્નમાં પણ ખ્યાલ નોહતો કે એને દુનિયાના ધનિક ગણાતા લોકોમાંથી એક મિસ્ટર જોન માર્ચ સાથે કામ કરવા મળ્યું. એ ખાલી એમનું જ કામ સંભાળે તો એને બીજા કોઈ કેસ લેવાની જરૂર નોહતી . પરંતુ એને સત્ય માટે લડવાનું ગમતું. કોર્ટમાં એ એવા લોકોના કેસ લેતી જેમનું જીતવું જરૂરી હોય અને સત્યના પક્ષમાં હોય. એવા લોકોની ફી એ ક્યારેય લેતી નોહતી. એ ફ્રીમાં કેસ લડતી ખાસ કરીને એવા જે સ્ત્રીને ન્યાય આપતાં હોય. પોતાના 5 વર્ષના કરિયરમાં એને હજારો એવી છોકરીઓ અને સ્ત્રીઑને મદદ કરી હતી. લંડનમાં રાતના આશરે 8 વાગ્યા હતા. એ વકીલ પોતાના રૂમની બારી પાસે બેસીને બહાર થઈ રહેલી બરફવર્ષાનો આનંદ લઈ રહી હતી. એ હવે એના કામમાંથી સંપૂર્ણ ફ્રી હતી. એને થયું ઈન્ડિયા કોલ કરીને મીરાને જણાવી દેવું જોઈએ કે હવે ત્યાં આવવાં નીકળવાની છે. બિચારી કેટલું સહન કરવું પડ્યું હશે. અને મારી કેયા શું કરતી હશે??? પોતાના આઈફોન પર કેયાનો ફોટો જોતાં જ એનો સળંગ સાત દિવસનો થાક પળભરમાં ઉતરી ગયો. ગ્રે કલરનું ક્રોપટોપ અને રેડ ફ્લોરલ શોટ્સ , માથે રેડ કલરની કેપ સાઈડમાં પહેરી હતી જેના પર લખ્યું હતું ,"બ્લેસ્ડ ચાઇલ્ડ " એ વાંચીને કોઈને પણ એના પર ભગવાનનો આશીર્વાદ હશે એ પર હસવું આવે. એવો એને વિચાર આવ્યો. પગમાં કેયાએ એને બહુ જ ગમતા લાઇટિંગ વાળા સૂઝ પેહર્યા હતા. કેયા એ લાઇટો જોઈને ખૂબ ખુશ થઈ જતી. એ હસતી ત્યારે એનો કાળો તલ ઊંચો થઈ જતો , એની સુંદરતામાં માસુમિયત ઉમેરાય જતી. એ ફોટો જોઈ એને સ્ક્રીન લોક ખોલ્યું. એ વકીલ હતી પ્રિયંકા બજાજ. મીરાની ખાસ દોસ્ત. શું મિશાલીની પ્રિયંકાને મળી શકશે ??? પ્રિયંકા પાસે મિશાના સવાલના જવાબ હશે ??? ‹ Previous Chapterરે જિંદગી !!!! - 9 › Next Chapter રે જિંદગી !!!! - 11 Download Our App