3)
🥰જતું કરવું 🥰
આ સબંધ જ એવો અનોખો હોય છે કે એમા જીવનભર સાથ નિભાવવાનો હોય છે...પતિ અને પત્ની આખો દિવસ પોતાનાં કાર્યો માં વ્યસ્ત હોય છે પણ અમૂક મનમાં ભાર લાગે તો ક્યારે ઘરે બોલાચાલી થઈ જાય છે..ક્યારેક એવું થાય કે એમાંથી એકને ખોટું લાગે ને ઝઘડો થાય તો એ વખતે આવા નાના નાના સવાલો થી ઝગડાઓ વિરાટ સ્વરૂપ ધારણ કરે છે જે મોટા ભાગના સબંધમાં તીરાડો પાડે છે...તો આ સમયે યોગ્ય નિર્ણય એજ છે કે તમે જતું કરવાની ભાવના રાખો તો પત્ની અને પતિ આવા સમયે પોતાનાં નિર્ણય ને યોગ્ય કરી શકે છે. કોઈ પણ બાબત હોય પણ એમાં મનને શાંત રાખવું જોઈએ અને સામેના પાત્રને કંઈક ખોટું લાગી જાય એવાં વેણ ન જ બોલવા..ને જતું કરવાની ભાવના રાખવી આ યોગ્ય બાબત ગણાશે.
જીવન માં આવા નાના નાના ઝઘડાઓ તો થવાં જ જોઈએ.કારણ કે આ ઝઘડાઓ પાછળ પતિ અને પત્ની નો અનહદ પ્રેમ પણ જોવા મળે છે.
આવાં સમયે કોઇ એક વ્યક્તિ રિસાય જાય તો એ થોડા સમય માટે એકલો રહે છે પણ જ્યારે એનો સાથી પાત્ર એને સમજાવવા આવે છે ત્યારે એ બન્ને વચ્ચે પ્રેમ જોવાં મળે છે.
તો યાદ રાખજો યારો.....આવી બોલચાલ તો ચાલતા જીવન માં થતી જ રહે છે પણ એ વખતે આ
જતું કરવાની ભાવના
એ ખરેખર યોગ્ય રહે છે
સાથી સમક્ષ કદી પણ કોઈ વાત એક બીજા થી છુપાવવી ના....જેથી એના કારણે ભાવિ જીવન અસ્ત વ્યસ્ત થતાં પહેલાં બચી જાય..દરેક પરિસ્થિતિ માં એટલે કે પોતાંનો સાથી પાત્ર બિમાર હોય કે કોઈ મુશ્કેલી માં હોય પણ એને ક્યારેય એકલો ન છોડવો..તેની સેવા કરવાનો મોકો ન છોડવો..એની સાથે મનથી જોડાયેલા રહેવું.....એના વિશ્વાસ માં વધારો કરવા પ્રયત્નશીલ રહેવું જોઈએ....
આ સબંધમાં ક્યારેય પણ શક કરવો એ યોગ્ય નથી.પોતાં ના પાત્ર સાથે વિશ્વાસ થી જોડાયેલ રહેવું જોઈએ.પોતાંનાં પાત્ર ને સાથે જ ખુશી ની વાતો ને વ્યકત કરવી.....એના મનમાં રહેલા પ્રશ્નો ને સાંભરવાં.
ને કોઈ અયોગ્ય પરિસ્થિતિ માં બન્ને સાથે મળીને એવી પરિસ્થિતિ ને અનુરૂપ થવું અથવા તો એને દૂર કરવા પ્રયત્નશીલ રહેવું જોઈએ........પણ હા ક્યારેય એકબીજા નો હાથ છોડવો નહિ......જીવનમાં પોતાંનાં સાથી નુ હમેશા સન્માન કરવું......દરેક સંબંધોમાં આ સબંધ નું મહત્વ સારા ધોરણે સચવાઈ રહે તે ધ્યાન રાખવું જોઈએ............
બીજા કોઇ કરતા પોતાનાં સાથી સાથે દરેક બાબતો ને રુબરુ કરવી જોઈએ.......જે પતિ અને પત્ની બંને વચ્ચે સમજણ જળવાઈ રહે છે અને બંને વચ્ચે પ્રેમ બની રહે છે...........
પોતાનાં જીવનમાં થતી ધટનાઓ ને કોઇ અન્ય સાથે ક્યારેય સરખામણી ના કરવાની......ન કે કોઈ બીજાં જેવું જીવન જીવવા ક્યારેય પ્રયત્ન ન જ કરવો....એના થી અયોગ્ય પરિસ્થિતિઓ સર્જાય છે.જે જીવન માં દુખ આપે છે.......જેમા માત્ર નૂકશાન જ નિર્માણ પામે છે...આપની યથાયોગ્ય શક્તિ પ્રમાણે જીવન જીવવા પ્રયત્ન કરવો પણ દેખદેખી ન કરવી જોઈએ.
આ બધી બાબતો નું ધ્યાન રાખવું જોઈએ.
પરિસ્થિતિ અનુસાર યોગ્ય નિર્ણય લેવો.
આ બધું યાદ કરી ને સારા માં સારુ જીવન જીવવું.
આ બધી બાબતોથી પ્રભાવિત થઈ ને જીવન જીવી શકીએ એમ છીએ તો આપણું લવ મેરેજ પછી નું જીવન ખુબ જ સારી રીતે જાય છે.........
પતિ અને પત્ની બંને વચ્ચે પ્રેમ જળવાય રહે છે...
આ સાથે love marriage પછી પ્રેમ ને હમેંશા ટકાવી રાખવા શું કરવું જોઈએ.?
જેનો ભાગ 2 અહી સમાપ્ત થાય છે.
પ્રેમ અને લગ્ન જીવન વિશે વધુ રસપ્રદ વાતો આગળ જતાં આપણે કરતા રહેશું.....
ધન્યવાદ