Siddhi Vinayak - 7 in Gujarati Fiction Stories by Nidhi Thakkar books and stories PDF | સિદ્ધિ વિનાયક - 7

Featured Books
Categories
Share

સિદ્ધિ વિનાયક - 7

સિદ્ધિ વિનાયક...

સિદ્ધિ વિનાયક....

આપણે આગળ જોયું કે વિનાયક રિદ્ધિ ને સરપ્રાઈઝ આપવાનો છે એ સરપ્રાઈઝ શુ છે તેનું રહસ્ય આ ભાગ માં જોઈએ

વિનાયક રિદ્ધિ ના ઘરે થી નીકળીને સાંજ ના સરપ્રાઈઝ ની તૈયારી કરવા જાય છે જ્યારે બીજી તરફ રિદ્ધિ વિનાયકે આપેલા બ્લેક નેટ વાળા અનારકલી ડ્રેસ ને જોઈ રહી છે અને તે ડ્રેસ જોઈ ને ખૂબ જ ખુશ છે તે મનમાં નક્કી કરે છે કે આજે તે ખૂબ જ સરસ તૈયાર થશે અને તે સાંજ માટે તૈયાર થવાની તૈયારી ઓ કરવા લાગે છે.

આખી નેટ વાળી બાયો નો બ્લેક નેટ વાળો અનારકલી ડ્રેસ સાથે ચુડીદાર લેંગીસ એન્ડ બ્લેક સિમ્પલ નેટ નો દુપ્પટો સાથે ગળામાં સિમ્પલ ગોલ્ડન ચેન અને કાન માં લટકતા બ્લેક ડિઝાઇન વાળા ઝૂમખાં સાથે આંખો માં કાજલ અને થોડું આઈલાઈનર, સાથે ચહેરા પર ગ્લેમપ ક્રીમ અને નાની કાલી ટીપકી બિંદી ની સાથે માથામાં હળવી પોની ટેલ અને ચહેરા પર આવતી લટ સાથે આજે રિદ્ધિ ખૂબ જ સુંદર લાગી રહી છે....

સાંજ થવા આવી છે માટે તે જાવેદભાઈ ના આવવાની આતુરતાથી રાહ જોઈ રહી છે અને જાવેદભાઈ પણ સમયસર કાર લઈને આવી પહોંચે છે તેઓ તો આજે રિદ્ધિ ને જોતા જ રહી જાય છે .....

"અરે વાહ આજે તો મારી બેન બવું જ મસ્ત લાગે છે ને"

"હમ્મ ખબર છે સારી લાગુ છું આપણે જલ્દીથી જઈએ"

"મને એમ હતું તું thanks કહીશ થોડું શરમાઈશ પણ આતો ઊલટું જ થયું"

"આપણે જેવું વિચારીએ ને તેનાથી એકદમ ઊલટું આપણી સાથે થાય તેનું નામ જ જીવન"

"જવામાં લેટ નથી થતું હવે જ્યારે હોય ત્યારે જ્ઞાન આપતી ફરે છે"

"હાસ્તો જ્ઞાન તો આપું જ ને બેન છું તમારી ચલો જલ્દી જઈએ"

"હા મારી મા બેસ ગાડી માં"

" માં નહિ નાની બેન " કહીને રિદ્ધિ ગાડી માં બેસે છે અને જાવેદભાઈ ગાડી ચાલુ કરે છે રિદ્ધિ રસ્તામાં કઈંક વિચારી રહી હોય છે જાવેદભાઈ તેના ચહેરા પાસે હળવેકથી ચપટી વગાડે છે અને તેને તેના વિચારો માંથી બહાર લાવે છે અને પૂછે છે....

"શુ થયું બહેના? ક્યાં વિચારો માં ખોવાઈ ગઈ અચાનક "

"કાંઈ ખાસ નહિ ભાઈ"

"તું મને પણ નહીં કે એમ જ ને બસ આટલો જ વિશ્વાસ છે તને મારા પર"

"એવું નથી ભાઈ"

"ના તું મને ના કે ના ના તું મને શું કામ કે હવે તો કોઈ બીજા ને જ કહેવાનું હોય ને! , અમારું કામ તો પતી ગયું ને હવે"

"એવું નથી ભાઈ"

"તો સાચું બોલ શું વિચારે છે મારી બેના"

"હું વિચારું છું કે વીનાયક ને મળ્યા ને હજુ ઘણો સમય નથી થયો તે મને ગમે તો છે પણ.."

"પણ એ બવું સારો છોકરો છે એની હિસ્ટ્રી મેં ચેક કરી કોઈ પણ માણસ ને તો હું તારી નજીક પણ ન ફરકવા દવું ને"

"હા એ તો છે જ્યાં સુધી તમે છો મને કોઈ પ્રોબ્લેમ નહિ પણ...."

"પણ.....બણ..... કાંઈ નહિ એ તારા માટે પરફેક્ટ છે મારા તરફથી અને તારા પપ્પા તરફથી તો ગ્રીન સિગ્નલ છે તને ના ગમતો હોય તો અલગ વાત છે"

"ના મને પણ ગમે જ છે"


"હમ્મ તો વધુ ન વિચારીએ ચલો આપણે પહોંચવા આવ્યા"

...........................*************************************....................

સાંજ તેનું સોળેય કળાનું રૂપ લઈને ખીલી છે રિદ્ધિ ને જાવેદભાઈ જ્યાં પહોંચે છે ત્યાં એક સુંદર રિસોર્ટ હોય છે ચારેય તરફ નું કુદરતી સૌંદર્ય વાતાવરણ માં ની સુંદરતા માં વધારો કરે છે ચારેય તરફ મોટા મોટા વૃક્ષો અને નાના છોડવાઓ ના લીધે એકદમ ઠંડો ઠંડો પવન વાઈ રહ્યો છે આ બધું જોઈ ને જાવેદભાઈ કહે છે...

"અરે વાહ વિનાયકે સુંદર જગ્યા પસંદ કરી છે એ આવતો જ હશે મારી ડ્યૂટી અહીંયા પુરી થાય છે બાય એન્ડ ટેક કેર"

"ભાઈ તમે મને અહીંયા એકલી મૂકી ને કઈ રીતે જઈ શકો થોડી વાર તો રોકાઈ જાવ એટલીસ્ટ વિનાયક ના આવવા સુધી"

"સોરી પણ મારે જવું જ પડશે જીમમાં વિનય એકલો જ છે"

"તમને ખબર છે મને એકલી ને ડર લાગે છે તોય એકલી મૂકી ને જશો..." રિદ્ધિ મો બગાડતાં કહે છે

"આટલી સુંદર તૈયાર થઈ છે તો મો પર સ્માઈલ રાખ સારું તને ડર ન લાગે એટલા માટે હું કઈંક કરી શકું"

"શુ?"

"તારો હાથ આપ"

રિદ્ધિ તેનો ડાબો હાથ આપે છે

"આ નહિ તારો જમણો હાથ આપ"

"ઓકે "

રિદ્ધિ તેનો જમણો હાથ આપે છે જાવેદભાઈ તેમના ખિસ્સા માંથી એક કાળો દોરો કાઢે છે અને તેના હાથ પર બાંધી દે છે મનમાં અલ્લાહ નું નામ પણ લે છે આ બધું જોઈને રિદ્ધિ કહે છે

"ભાઈ હું આ બધા અપશુકન માં નથી માનતી"

"ચૂપ આને અપશુકન નહિ શ્રધ્ધા કહેવાય અને આ કોઈ મનત્રેલો કે તને કોઈ વશ માં કરવા માટે નો દોરો નથી પણ તારા બર્થડે ની રારે જે થયું હતું પછી જ મને તારી ચિંતા થઈ અને હું મસ્જિદ માં ગયો મેં દુઆ કરી અને ત્યાંથી આ દોરો લાવ્યો છું "

"તમને મારી કેટલી ચિંતા છે ભાઈ!"

"બસ બસ હવે તારા મસ્કા ચાલુ ના કરી દેતી અલ્લાહ મારી બેન ને બધીજ ખરાબ શક્તિઓ થી દુર રાખે"

"કોઈ ને જીમમાં જવાનું મોડું તો નથી થઈ રહ્યું ને....!"

"જાવું છું હો ચિબાવલી"

"બાય"

જાવેદભાઈ ત્યાંથી નીકળી જાય છે રિદ્ધિ આજુબાજુ નો કુદરતી નજારો જોતી હોય છે અને વિનાયક ની આવવાની રાહ જોતી હોય છે તે ચારેય તરફ નજર ફેરવે છે અને થોડું આગળ ચાલે છે. ચાલતા ચાલતા તે એક સુંદર ગાર્ડન માં આવી જાય છે જે એ જ રિસોર્ટ ની મધ્ય ભાગ માં આવેલું છે એ ગાર્ડન ની ચારેય તરફ ના છોડવાઓ ની આસપાસ ઝગમગ તી રોશની જોવા મળે છે સાથે સાથે તેને કોઈ સતત એકધારું જોઈ રહ્યું હોય તેવો આભાસ પણ થાય છે.

તે ચાલતાં ચાલતાં ગાર્ડન ની વચ્ચો વચ મુકેલ ટેબલ અને ખુરશી ઓ પાસે પહોંચે છે જે મીણબત્તી ઓ થી સજાવેલા છે રિદ્ધિ બાક્સ થી જેવી મીણબત્તી પ્રગટાવે છે કે તરત જ તેની પર ગુલાબ ની પાંદડી ઓ ની વર્ષા થાય છે અને મધુર સંગીત વાગવા માંડે છે.....


ગુલાબી યાદો ની , સુનહરી વાતો ની
સળગતી રાતો ની , ઉકળતી સાસો ની, કસમ
તારી હાથો ની લકીરો છે મંજુર
ના થઈશ તું ક્યારે મારાથી દૂર
તારા દિલ ને તું પૂછી લે હજુર
શું તને મારો પ્રેમ છે મંજુર.......

રિદ્ધિ સોન્ગ માં જ ખોવાઈ જાય છે ત્યાં જ પાછળ થી વિનાયક આવે છે જેને બ્લેક શર્ટ એન્ડ લેધર નું જીન્સ પહેર્યું છે અને ચહેરા પર બ્લેક ગોગલ્સ સાથે તે આવતાની સાથે જ રિદ્ધિ નો હાથ પકડી લે છે અને તેના ઘૂંટણીએ બેસી હાથ માં ડાયમંડ રિંગ લઈને તેને પ્રોપોસ કરે છે કે

"I Love you riddhi will you merry me!"

રિદ્ધિ તેના હાથ માં રહેલી રિંગ પહેરરાવવા દે છે અને પછી તેને ઉભો થવાનું કહે છે વિનાયક ઉભો થાય છે અને રિદ્ધિ રિંગ ને જોતા જ કહે છે


"nice રિંગ ક્યાંથી લાવ્યો?"

"મેં તને પ્રપોઝ કર્યું આટલી મહેનત કરી અને તને રિંગ ની પડી છે હા કે ના માં જવાબ તો આપ"

"હાલ તો કોઈ પણ જવાબ આપવાનો મુડ નથી મારો ચાલ ડિનર કરીએ બવું ભૂખ લાગી છે"

"રિદ્ધિ મેં તને શું કહ્યું તે સાંભળ્યું કે તું આટલું મજાક માં કઈ રીતે લઈ શકે"

"આ રીતે પણ કાઈ પ્રપોઝ કરાય?,"

"બધાય આ રીતે જ કરે મેં પણ શું ભૂલ કરી એ તો બોલ"

"બધું જ પરફેકટ છે જગ્યા પણ સુંદર છે તું પણ સરસ લાગી રહ્યો છે તે સોન્ગ પણ સરસ વગાડ્યું મતલબ બધુંય આટલું સુંદર આપણી ગુજરાતી માં અને પ્રેમ પ્રસ્તાવ તો અંગ્રેજી માં....? મને ન ગમ્યું ગુજરાતી માં કે તો....! કેટલું સરસ લાગે "

"ઓહઃહઃ અહીંયા લોચો કર્યો મેં એક ચાન્સ આપ હાલ જ બધુ ઠીક કરી દવ"

"મારો મુડ બગાડી દીધો કેટલા સ્વપ્નો જોયા તા મેં....!",

"રિદ્ધિ....! પ્લીશ ભાવ પછી ખાજે હાલ એક લાસ્ટ ચાન્સ ગુજરાતી માં કવું તો એક તક આપને"

"ઓકે લાસ્ટ ચાન્સ"

"જીવનમાં પહેલી વાર કર્યો છે એક જ વાર
મનની વાતો ને સાંભળી લે મનથી યાર
જે કહું છું તને નથી કહ્યું કોઈ ને
અનુભવ બોલે છે તેના મનની એ વાત
તારી હાથો ની લકીરો છે મંજુર

શું તને મારો પ્રેમ છે મંજુર

"આ તો તે પેલા ગીત ની કોપી કહી"

"મારે જે કહેવું હતું તે એ ગીત વાળા ભાઈ એ લઈ લીધું તો હું શું કરું"

"ઓકે હું કાલે વિચારી ને જવાબ આપીશ હવે ડિનર કરીએ",

"એક વાત કહું રિદ્ધિ....."

"બોલ ને"

"આજે તું ખૂબ જ સુંદર લાગી રહી છે અને હા હમેશા યાદ રાખજે

"મારો શ્વાસ છોડી દઈશ તારા માટે
પણ ક્યારેય તારો વિશ્વાસ નહિ તોડું મારા સ્વાર્થ માટે",

" આ લાઈન તું પહેલા પણ કહી શકતો હતો ને...!"

"હાલ જ મળી ને નિઃશબ્દ પ્રેમ માંથી"

"આ પણ કોપી....?"

"મારો પ્રેમ તારા માટે સાચો છે એ કાંઈ કોપી નથી એ ઘણું છે અને કાલે સવારે તો તું હા જ પાડીશ ને.....!"

"એસ્ક્યુસમી મેં કહ્યું હું વિચારી ને જવાબ આપીશ "

"મને ખબર છે તારો જવાબ હા જ હશે "

"આટલો બધો કોન્ફિડન્સ"

"યસ મેડમ ઓકે હવે તું હું કાલે જવાબ નહિ જ આપું"

"તું કાલે મને હા પાડીશ આઈ ચેલેન્જ યું...",

"ઓકે ચેલેન્જ ઍક્સેપટેડ હું કાલે હા નહિ કવું"

"ઓકે આ વાત ની સવારે ખબર પડશે હાલ ડિનર કરીએ"

બંને સાથે ડિનર કરે છે અને પછી છુટા પડે છે....

જોઈએ વિનાયક રિદ્ધિ ના મોંએથી હા બોલાવડાવે છે કે નહીં....?

કોણ જીતશે આ ચેલેન્જ......?

બવું જલ્દી મળીએ નવા ભાગ માં ......

ત્યાં સુધી જોડાયેલા રહેજો

દોસ્તી,પ્રેમ અને પાગલપન ની અનોખી દાસ્તાન .......એટલે......સિદ્ધિ વિનાયક....