VAHUE VAGOVYA MOTA KHORDA - 2 in Gujarati Classic Stories by Arvind Gohil books and stories PDF | વહુએ વગોવ્યા મોટા ખોરડા - ભાગ - ૨

Featured Books
  • You Are My Choice - 41

    श्रेया अपने दोनो हाथों से आकाश का हाथ कसके पकड़कर सो रही थी।...

  • Podcast mein Comedy

    1.       Carryminati podcastकैरी     तो कैसे है आप लोग चलो श...

  • जिंदगी के रंग हजार - 16

    कोई न कोई ऐसा ही कारनामा करता रहता था।और अटक लड़ाई मोल लेना उ...

  • I Hate Love - 7

     जानवी की भी अब उठ कर वहां से जाने की हिम्मत नहीं हो रही थी,...

  • मोमल : डायरी की गहराई - 48

    पिछले भाग में हम ने देखा कि लूना के कातिल पिता का किसी ने बह...

Categories
Share

વહુએ વગોવ્યા મોટા ખોરડા - ભાગ - ૨

















ફટ! અવાજ આયો ને ગાડાનું પૈડુ સિંચાતા નાળિયેર ફાટ્યુ પણ જાણે હમીરભાનું હૃદય ફાટી ગયું. જાન ઉઘેલીને વેલની સાથે વેવાઇ અને વાલેસરીઓએ વિદાય લીધી અને દેવલના મહામહેનતે રોકાયેલા આંસુ પાછા વેલ સાથે વહેવા લાગ્યા. હમીરભા બધાને ખભે હાથ મૂકીને ભલામણ કરતા " આમ જુઓ બાપા! મારી જૂની વાતોને ભૂલી જજો. એનો ભોગ મારી દીકરીને ના બનાવતા" આમ હાથ જોડીને એક એક જાનૈયાને કે'તા જતા હતા.હમીરભાને આજીજી કરતા જોઇ સૌ જાનૈયા એકબીજા સામે લુચ્ચી નજરે જોઇ સામ-સામી આંખો મિંચકોરતા મનમાં ને મનમાં માથાભારે હમીરભાને ખોળા પાઘડી કરાવ્યાનું પોરસ કરતા હતા.

એમાંના એક ઉતાવળા જણે તો કહી દીધુ. હમીરભા!,જ્યારે તમે મારતી ઘોડીએ, સો ગાંવનો પલ્લો કાપી,ઉઘાડી તલવારે સુલતાનપુર આવતા અને દરવાજા વચ્ચે ઉભા રહી અમારા કરણુભાને ગાળો દેતા ત્યારે તમને ખ્યાલ નો આયો કે મારે એક દીકરી છે. મારાથી આવું નો બોલાય."

"હશે બાપા! કરણુંભાએ તો મને માફ કરી દીધો છે. એટલે જ તો મારી દીકરી દેવલને એમના ખોરડાની વહુ બનાવી છે. હવે તમે પણ આ લીલી માટી પર ધૂળ નાખી દો અને જૂની વાતો ભૂલી જાવ" હમીરભા દિનતાભર્યા સ્વરે બોલતા જતા હતા. આ વાત સાંભળી બે જાનૈયા વાતો કરવા લાગ્યા. એકે બીજા સામે જોઈ શૈતાની હાસ્ય સાથે કહ્યું " કોઈકે સાચું જ કહ્યું છે કે અક્કલમઠા લોઠકા બહુ હોય છે. આ હમીરા મા, તાકાત તો ઘણી છે બાકી બુદ્ધિ તો પૈ જેટલી પણ નથી. એને આપડા કરણુંભાના કાવાદાવા ને ક્યાં જોયા છે." ત્યાં તો બીજો બોલ્યો " અરે હમીરભા! સાચો ખેલ તો હવે શરૂ થયો છે." આટલું બોલી આ બે જાનૈયા પણ રામ રામ કરી ચાલતા થયા .

એક તો દેવલના વિરહનો અગ્નિ મનમાં સળગતો હતો અને ઉપરથી આ બે જાનૈયાઓએ ઘી હોમવાનું કામ કર્યું. હમીરભા તો સાવ ભાંગી પડ્યા. જુના રિવાજ પ્રમાણે રાતના ફેરા હતા એટલે સવારના આઠેક વાગે ખાઇ પીને જાન ઉઘલો થઈ ગઈ. જાનમાં પાંચ બળદગાડા આવેલા એમા એક નવા જોડલા માટે શણગારેલી વેલ અને બાકી વધેલા ચાર બળદગાડામા મોટા વડીલો અને ગામના મોભી બેસતા. બીજા બધાને ચાલીને જવાનું. બે ગાડા આગળ તથા બે ગાડા પાછળ અને એની વચ્ચે વર-વધુની વેલ ચાલે. અને બધાની પાછળ એકાએક દિકરી દેવલને કરિયાવર ભરેલા બાર બળદગાડા, જે હમીરભાએ મોકલાવ્યા હતા.

એ ગાડાના પૈડાંનો કિચુડ ... કિચુંડ .... અવાજ દેવલને એના બાપની યાદ દેવડાવતો હતો. દેવલના મનમાં અનેક વિચારો ઉછળવા લાગ્યા હતા. આ ઉછળતા વિચારોને દબાવવા માટે એ હાથની મહેંદી જોવા લાગી પણ એનું ચંચળ મન માન્યું નહિ. અને આખરે તેનો એક વિચાર તેને ભૂતકાળમાં લઈ ગયો. " હું નાની હતી ત્યારે મારા બાપા પાસેથી જીદ કરી રાસ લઈ ગાડું હાંકતી ત્યારે આવો જ અવાજ આવતો." આમ તો એનો આ વિચાર ગાંડપણભર્યો હતો, કારણ કે અત્યારે આ વિચારવાનો એનો સમય ન હતો, છતાં એ શું કામ વિચારતી હતી એ તો કદાચ કોઈ દીકરી જ જાણે?

આ વિચારે દેવલની માંડ સુકાયેલી આંખોને ફરી છલકાવી દીધી. પણ શું થાય હવે એ હમીરભા ની દીકરી નોહતી રહી. એક મોટા ઘરની વહું બની ગઈ હતી એટલે મર્યાદા જાળવવા માટે પોતાની મુખમુદ્રા બદલવા ના દીધી. પણ આ બધું એની નિર્દોષ આંખોને કોણ સમજાવે!. એ તો બસ વર્ષા ઋતુમા જેમ ઝરણાં વહેવા માંડે એમ એક એક નાના વિચાર પર વહી જતી હતી. દેવલની આંખમાંથી વહેતા આંસુ અને ચકડોળે ચડેલા ચિતનો ખ્યાલ સમશેરસિંઘને આવી ગયો.

સમશેરસિંઘ એટલે કરણુંભાનો દીકરો અને દેવલનો ઘરવાળો. ધીમેથી સમશેરસિંઘે પોતાનો હાથ લંબાવી દેવલના હાથમાં મુક્યો. પહેલીવાર થતા પરપુરુષના સ્પર્શથી દેવલ ઝબકી ગઈ. હાથને છોડાવવાની કોશિશ પણ કરી પણ તે તેમાં નાકામિયાબ રહી. મહામુસીબતે દેવલે સમશેરની સામે જોયું. પણ તેના ધણીની પ્રેમાળ આંખો એ જોતી જ રહી ગઈ. જેમ ક્ષિતિજના જળને જોઇને કોઈ હરણી રાજી થાય એમ દેવલના મનનો ભાર ઓછો થયો. આ એમના દામ્પત્યજીવનની શરૂઆત કહી શકાય . ક્યારેય ન જોયેલા ચહેરા એકબીજાની આંખોમાં ડૂબવાની કોશિશ કરતા હતા. એમના આ નાના નાના હેતના હિલોળા સાવ નીરવ અને નિષ્પાપ હતા. હજુ કોઈ શબ્દો નહોતા મળ્યા. આ સ્નેહ આંખોથી એકબીજા ના હૃદયમાં ઉતરી રહ્યો હતો.

સાંજ પડી ગઈ હતી. જાન જામગઢના ગોંદરે પહોંચી ગઈ. પચાસેક ગાંવની મજલ કાપી હતી અને પચાસેક ગાંવ કાપવાનું બાકી હતું. જામગઢમાં કરણુંભાના બહેન અને સમશેરના ફોઈ રહેતાં એટલે પહેલો વિસામો ત્યાં લેવાનો હતો.

બીજી બાજુ રામ વિનાની અયોધ્યા જેવું સેજકપુર, એથી પણ ભૂંડી હાલતમાં એ દેવલનું ઘર,અને સાવ જર્જરિત થયેલ એ બે માણહના દેહ ! સવારથી સાંજ થઈ ગઈ હતી. હમીરભા અને સેજલબા દીકરી વિદાયના આઘાતમાંથી ધીમે ધીમે બહાર આવી રહ્યા હતા. બધા મેં'માન શિરામણ કરી નીકળી ગયા હતા. લગ્ન પછીનું મોટા ભાગનું કામ પતી ગયું હતું. હવે ખાલી ખંડેર જેવી ચોળી ઉભી હતી અને એ જ ચોળી નીચે બેઠેલો આધેડ બાપ ! જાણે બધું લૂંટાવીને કોઈ ફકીર બેઠો હોય કે પછી પાનખર ઋતુમાં સુકાયેલો ગુલમોહર ! એક સમયનો ઘૂઘવાતો સમુંદર આજે બંધિયાર તળાવના નીર માફક શાંત થઈ ગયો હતો પણ મનના પાતાળમાં અનેક વમળ ઉઠતા હતા.

સેજલબા ઘરની ઓસરીમાં અજમલને હિંચકાવતા હતા. આખા ઘરમાં નિરવ શાંતિ હતી. ખાલી ઘોડિયાના કડાના અવાજના તાલ સાથે મંદ સ્વરે ગવાતું સેજલબાનું હાલરડું ઘરના વાતાવરણને પ્રફુલ્લિત કરતું હતું.

"દેવલ ગઈ તારી દેશવટે,
અને રાખડી વિના સુનો તારો હાથ,
સમો મળે તો ઋણ ચૂકવજે,
ભૂલી ના જતો અજમલિયા....હુલુલુલુલું.....હાલા..."

અજમલ પણ જાણી ગયો હતો કે આગળ જવબદારીનો ભાર વધુ છે. અને એ ભાર એની પાંપણ પર આવી ગયો, આંખો ઘેનમાં ઘેરાય ગઈ.હવે સેજલબાએ ઘોડિયાની દોરી નીચે મૂકી ઓસરીમાં ભીંતને અઢેલીને ખાટલામાં બેઠા બેઠા ઉંચા આકાશમાં જોઇ નિસાસા નાંખતા હમીરભાને જુએ છે. સેજલબાએ જ્યારથી પિયરવાટ મુકી સાસરીના ખોરડામાં પગ મુક્યો ત્યારથી આજ લગણ પોતાના ધણી હમીરભાને પહેલી વાર આટલા નિરાશ અને દુખી જોયા છે. લીંબુ લટકે એવી મરદ મુછાળા હમીરભા બજારમાં નીકળતા ભલ-ભલાની છાતીના પાટિયા બેસાડી દે એવા હિંમતવાન હમીરભાને કાળજાના કટકાના વલોપાતમાં વહી જતા જોઇ સેજલબા તેમની એકલતાને તોડવા અમથે અમથી વાતનો તાગો કાઢે છે. "કહું સુ સાંભળો સો , શુ વિચારો સો?". પણ હમીરભા તો ઘર જોય કાગબાપુ ના જુના દુહા ને મનમાં વાગોળતા હતા.
જે ઘર નોબતું વાગતી, રૂડા છત્રીસ રાગ
ખાલી થઈ ખંડેર થયા, આજ કાળા ઉડે કાગ

સેજલબાએ ફરી એક ટહુકો કર્યો "કહું સુ સાંભળો સો , શુ વિચારો સો?, ક્યાં ખોવાઈ ગયા સો?.

હમીરભા:- (અચાનક ભાન માં આવતા) ઇ તો બસ દેવલ
વનાના સુના ઘરને જોવું સુ.

સેજલબા:- ઇ તો બે દા'ડા એવું લાગે, પછી બધું થાળે પડી
જાહે.

હમીરભા:- તોય મારી લાડકી મારાથી નહીં ભુલાય, એ મારો
કેટલો ખ્યાલ રાખતી!

સેજલબા:- એમા શુ મુંજાવ સો, હું સુ ને તમારો ખ્યાલ
રાખવાવાળી, તમે વ્યાળું કરીને અફીણ નથી
લીધુ મને ખ્યાલ સે, હવે તમે જાતે લઈ લેશો
કે હું આપું

હમીરભા:- (થોડું હસીને) એ તો આપી દીધું મારી ઢીંગલીને
કરિયાવર મા (હમીરભા ને હાસ્ય ની મુદ્રા સાથે
આંસુ નીકળી ગયા)

સેજલબા:- તો તમારી લાડકી ઇ પણ લઈ જઈ? ( પતિ ને
હિંમત આપતા સેજલબા પણ એમના સાડલાનો
પાલવ આંખ પર ફેરવવા લાગ્યા.)

હમીરભા:- હેં! દેવલ ની મા, ઉપરવાળો દીકરીઓ ઉપર
આટલી બધી માયા સુ કામ મુકતો હશે.

સેજલબા:- દીકરીઓની માયા તો તમારા જેવા બાપથી જ
નથી મુકાતી, બાકી અમને બૈરાંને તો ખબર જ
હોય સે કે આ પારકી થાપણ સે.

હમીરભા:- તારી વાતેય સાચી સે. (પાછા હમીરભા એમના
વિચારો માં ખોવાય ગયા.)

સેજલબા:- હાલો હવે સુઇ જવી, ઊંઘ નથી આવી?
(સેજલબા વાતાવરણ ને બદલવા ની કોશિશ
કરતા હતા.)

હમીરભા:- હા, ખાટલા પાથરો

બંને પથારીમાં તો પડ્યા પણ ઊંઘ એકેયને નથી આવતી, બંને સુવાનો ઢોંગ કરતા હતા. સેજલબાને દીકરી વિદાયનું દુઃખ તો હતું જ પણ હમીરભાના વેર પાર પડ્યાની ખુશી પણ હતી. જ્યારે હમીરભા ને દેવલના વિરહ કરતા એ બે મેં'માનોની વાતો વધુ મગજમાં ઘૂમતી હતી.એ પોતાના જ મનને ઠપકો આપતા અને કરણુંભાની ખૂંટલાયની દાજ એમના ખાટલા ઉપર કાઢતા ધીમે ધીમે થપાટુ મારતા જતા હતા.પણ સેજલને જણાવી એ તેને દુઃખી કરવા નોહતા માંગતા. પણ કહેવાય છે ને કે થાકની દવા ઊંઘ છે. બેય અનેક વિચારો વચ્ચે ક્યારે ઊંઘી ગયા એ ખ્યાલ જ ન રહ્યો. જ્યારે જીવનની આવી પરિસ્થિતિ હોય ત્યારે કુદરત સારા સપના પણ નથી દેખાડતી.ભગવાન કરે એમને કોઈ સપનું ના આવ્યું હોય. પણ જો આવ્યું હશે તો ...........

સેજકપરની સોહામણી સવાર થઈ ગઈ હતી, નવો સૂર્ય નવી આશા અને દિલાશા લઈને આવ્યો હતો. હમીરભાએ એમની દૈનિકક્રિયા કરી, પૂજા પાઠ કરી, અજમલને થોડા લાડ લડાવી ને, બળદને કોઢ માથી છોડી ખેતર જવા તૈયાર થઈ ગયા હતા. જતા જતા એકવાર દેવલને સાદ પાડી દીધેલો પણ સામે આછું આછું હસતા સેજલબાને જોઇ એ ભોંઠા પડેલા." સારું હવે હસવાનું બંધ કર અને બપોરે કાળું હારે ભાત મોકલી દેજે." આટલું કહી બળદની પૂંછડી દબાવી નીકળી ગયા. અને સેજલબા એમના કામમાં પરોવાઈ ગયા.

બીજી બાજુ દેવલની જાન જામગઢથી સુલતાનપુર જવા રવાના થઈ ગઈ હતી. પતિ એ બાંધેલ દિલાસાના વાદળાથી દેવલના દુઃખનો તાપ ઓછો જરૂર થઈ ગયો હતો પણ દેવલ પર સુખનો વરસાદ નૉહતો પડ્યો. દેવલને આજે ગામ અને સેજલબા કરતા હમીરભા વધુ સાંભળતા હતા. એ વિચારતી કે "અફીણ વગર મારા બાપાને ઊંઘ તો આવી હશે ને?. હુંય ગાંડી! કે છેલ્લી ઘડીએ સલાહ દેવા ગઈ" પણ આવી અનેક યાદોથી દુઃખી થઈ પાછી પોતે જ વિચારી લેતી. ખેર, દીકરીઓએ તો આ સહન કરવું જ રહ્યું.

સાંજના છ વાગ્યાની આજુબાજુ જાન સુલતાનપુરના પાદરે પહોંચી. દેવલ માટે તો આ નવી દુનિયા હતી એટલે ઘૂંઘટની આડમાં ચોરી છુપીથી સુલતાનપુર ગામ તથા જોવા આવેલા લોકોને જોતી રહી. જોવા આવેલા લોકોમાં ઘણા એને હમીરભા ને કારણે તિરસ્કારની નજરથી જોતા હતા. ઘણા એને વહાલથી જોતા હતા. કોઈક એના રૂપને જોતું હતું. કોઇક તો એને પહેરેલા ઘરેણાંને જોતું. પણ જયારે કારીયાવરના ભરેલા બાર બળદગાડા લોકોએ જોયા ત્યારે બધાની આંખો ખુલી ને ખુલી જ રહી ગઈ.

જાન આવવાના સમાચાર મળતા જ વાલ્મિકીવાસમાંથી આઠ ઢોલી ચમડાંના મઢેલા ઢોલ લઈ આવી ગયા હતા.ચાર ચાર ઢોલી જાનના ગાડાની આગળ ગોઠવાય ગયા છે. તે માથા નીચા નાખી ડીજડામ.... ઘડીમ... ડિજડામ....ઘડીમ.... ઢોલની દાંડી ઉપર દાંડી દેતા જાય છે. બહેનો મંગળ ગીત ગાય રહી છે. અને આવી વાજતી ગાજતી જાન કરણુભાની ડેલી એ આવી પહોંચે છે.

નવદંપતિ વેલમાંથી ઉતરી ડેલીએ આવી ઉભા રહે છે. નવા વર વધુની સ્વાગતની પુરી તૈયારી થઈ ગઈ છે. કાશીબા દીકરા અને પુત્રવધુને પોંખવા માટે લીલી ચુંદડી ઉપર મોડિયો નાખી આવી ગયા હતા. રામશંકર ગોરની વિધિ પણ ચાલુ થઈ ગઈ હતી. રામશંકર થોડા ટિખળી મગજના એટલે વિધિમાં બધાને હસાવતા જાય છે." વર વધુને કંકુનો ચાંદલો કરો, સાથે મને પણ એક રતનનો ચાંદલો કરો. નવદંપતિ માથેથી સામૈયાનું પાણી ઉતારો અને આજ પછી કાશીમાં તમે તમારી વહુના નામનું પાણી મુકો. સમશેરસિંઘ તમે ધારેત છટકી ગયા હોત પણ તમારા નશીબ વાંકા કે વિહનોરી ભટકાઈ ગઇ છે, એટલે ... હવે તમે નહિ ભાગી શકો, ધીમેથી બેવડ વાળેલા કોડિયા પર તમારા પગ મુકી ઘરમાં પ્રવેશ કરો" રામશંકર ગોરની આવી વિધિ સાંભળી બધાં લોકો હસતા હતા. એમાં દેવલથી પણ થોડું હસાય ગયું. આમા દેવલનો કોઈ દોષ નૉહતો એ તો સામાન્ય જિંદગીમાં જેમ પોતાના ઘરે હસતી એમ સ્વભવિક જ મુખ મલકાવી દીધું હતું. પણ એ સમયનો રૂઢિચુસ્ત સમાજ એને થોડો મુકવાનો હતો. આ એ સમાજ હતો જેને કઈક નવી વહુના જીવ લીધા હતા. બસ પછી તો શું ગાણાં ગાતા ગાતા કોઈકે ઘૂંઘટ ઉપર હાથ રાખી બીજી બાઈને કોણી મારતા કહી દીધું. "જોયું, .. આપડે નથી કેતા પૂતર ના લખણ પારણે ને વવ ના બારણે, નવી વવ એ ઇના લખણ જળકાયા, નકર હાહરાના ઘરે આવતા દાંત શીના આવે". આ શબ્દો દેવલની સાસુ એટલે કે કાશીબા એ સાંભળી લીધા. કદાચ નિયતિને પણ નહિ ખબર હોય કે હંમેશા હસતી આ છોકરીને એક સમયે થોડા હાસ્યની પણ આટલી મોટી કિંમત ચૂકવવી પડશે. અત્યાર સુધી સુભાગી રહેલી દેવલના દુર્ભાગ્યની શરૂઆત આ નાનકડા હાસ્યથી થઈ ગઈ હતી.

કાશીબાને તો ખાલી બહાનું જોઈતું હતું હમીરભા અને દેવલની ફજેતી કરવાંનું કારણ કે એમને ખબર હતી કે એક દીકરી માટે એના બાપનું અપમાન મોત કરતા પણ ભયાનક હોય છે. એકદમ આવેશમાં આવી બોલવા લાગ્યા. " આ તારા બાપ હમીરાનું ઘર નથી. લો... ખી... ખી.. કરીને ઉભા રહી જયા. તારો બાપ તો બવ માથાભારે થઈને ફરતો તો ને, ઇને પોતાના ઘરે આવા સંસ્કાર દીધા સે. તારી બા તો ગામમાં સેજલબા થઈને ફરે સે પણ ઇના યાં જ કથિર પાકયું અને ઇ અમારા કપાળે સોડયું. આ તો હારું થિયું કે જાતિ જિંદગીએ સોકરો થિયો બાકી અમારે તો નભાઈ અને સંસ્કાર વગરની જ લાખાણી 'તી. આબરૂ કોને કહેવાય ઇ ખબર પડે સે કે ઇ પણ બાપ ના યાં નેવે મૂકી આયા સો" લાલઘૂમ આંખો વાળા કાશીબા બોલ્યે જતા હતા. કાશીબાના બોલવાનું કારણ પણ બીજું હતું.

પણ ત્યાં તો દેવલના એક એક રૂંવાડા બેઠા થઈ ગયા. કાશીબાને વાળ પકડીને ખેંચવાની ઈચ્છા થઈ ગઈ. પણ શું કરે. આજ આ હમીરપુત્રી દેવલ સાવ નિર્બળ હતી. એક બાજુ એના ક્રોધિત ચક્ષુ એક ચંડીકાની યાદ અપાવતા હતા તો બીજી બાજુ એ જ નયન માંથી અનરાધાર નીર વરસતા હતા. દેવલ સેજલબાની છેલ્લી સલાહને કારણે
આ બધું સાંભળે જતી હતી. દેવલની મનોદશા વર્ણવી મુશ્કેલ હતી. બધી નસો ફુલવા લાગી હતી, કોઇ દીકરી પોતાના માં-બાપનું આટલું અપમાન અને એ પણ બધા વચ્ચે કઈ રીતે સહન કરી શકે. જે છોકરી એક પગે લંગડી લઈ આખા ગામમાં ફરતી એના બે પગ આજે ધરતી ઉપર નહોતા ઠેરતા. તે એકદમ સ્તબ્ધ થઈ ગઈ હતી. શરીરનું બધું લોહી જાણે પાણી બની વહી રહ્યું હતું. એની મીઠાશથી ભરપૂર જિંદગી આજે કડવાશનો અનુભવ કરતી હતી. હંમેશા ખુલ્લા ગગનમાં વિહાર કરનાર આ પક્ષીની પાંખો ઉપર કાશીબાએ પહેલો ઘા કરી દીધો હતો.

કાશીબાએ કર્કશભર્યા સ્વરે કહ્યું "પધારો હવે આયા સો તે અવળા પગ લઈને" આ સાથે જ દેવલે તેનો જમણો પગ કોડિયા પર મૂકીને ગૃહપ્રવેશ કર્યો

ક્રમશ: ............


લેખક :- અરવિંદ ગોહિલ