સવારે હવે જ્યારે બધું શાંત થઈ જ ગયું હતું...તો હું અને સનમ મારા મમ્મી પપ્પા પાસે ગયા...એમને બધી હકીકત જણાવી...અને કીધું કે હવે હું જીવું છુ એ કોઈનાથી સંતાડવાની જરૂર નથી..એ લોકો બહુજ ખુશ થયા...માતા પિતા માટે એનાથી વિશેષ શુ હોય કે એના છોકરા હવે ખુશી ખુશી જીવી શકશે..એ લોકોએ આશીર્વાદ દીધા...મેં એ લોકોને હવે મારા નવા ઘરે જ આવી જવા માટે કહ્યું..પણ એ લોકો બોલ્યા કે હજુ હું અને સનમ એકબીજા સાથે થોડોક સમય પસાર કરીએ...એમના કરતા સનમને વધુ જરૂરત છે મારી..
ત્યાં જ સમાજના પ્રમુખના પત્ની જે દાદીના બહેનપણી પણ હતા એવા રમાબેન ત્યાં આવ્યા...અમને જોઈને તે ચોંક્યા..મમ્મી એ કીધું કે મારા છોકરાની વહુ છે...
રમાબેન : સારું કહેવાય...કે તમારા છોકરાએ લગ્ન તો કર્યા છે...નહિતર આજકાલ છોકરીઓ લગ્ન કર્યા વગર જ રહેવા લાગે છે..
દાદી :એમ તો અમારા આએ પણ લગ્ન નથી કર્યા બધા સામે...પણ શું કરીએ...ના થોડી પડાય છે..
રમાબેન : હાય..હાય...એવું તો કઈ હોતું હશે...આવા લોકોના લીધે જ પાપ પાંગર્યું છે...લગ્ન વગર તો ગમે એવો પ્રેમ હોય નકામો પડે...આને તો ગેરકાયદેસરના લફરાં કહેવાય...જે આ કરે છે એને સમાજ નહીં સ્વીકારે...તમે લોકો જ આવું કરશો તો સમાજ પર શુ અસર પડશે...
મમ્મી : તમે અહીંયાથી જાવ...આ અમારી પર્સનલ પ્રોબ્લેમ છે..
એમ કહીને એમને બહાર મૂકી આવ્યા...અને દાદી પણ એમના સાથે જ બહાર ગયા..અંદર આવ્યા તો હું સનમને લઈને ત્યાંથી પછી આવીશ એવું કહીને નીકળી ગયો...
હર્ષ,નૈતિક અને ધ્રુવ પોતાને લોટરી લાગી ગઈ છે...દસ કરોડની એમ બોલીને મેં એમના માટે ફાળવેલ સો કરોડનો ફાયદો ભરપૂર લેવા માટે...અને મનફાવે એમ વાપરવા માટે એ લોકો પરિવાર સામે લોટરીનું નાટક કરીને...પરિવાર સાથે રહેવા જતા રહ્યા...અને આટલી મોટી લોટરી લાગી છે..એટલે અને પાછું એમને પચાસ હજારના પગારે નોકરી પણ મળી ગઈ છે...એવું બોલ્યા...એટલે એમના પરિવાર વાળા એમના પર ગર્વ મહેસૂસ કરવા લાગ્યા...
અહીંયા આવું બધું ચાલતું હતું જ્યારે કંડલામાં..ત્યારે એક ચાલીસ વટાવી ગયેલો ભાઈ એકલો જ ખભે બંદૂક ભરાવીને...ઘોડા પર ડાગલા માંડતો સ્ટેશન તરફ ચાલ્યો આવતો હતો..એને જોતા જ ત્યાં ઉભેલા હવલદારે સલામ ઠોકી..
તે ત્યાંનો ઓફિસર તો નહોતો...પણ ઓફિસરથી કમ ઠાઠ વાળો પણ નહોતો.. અંદર તે બધાની સામે ચાલ્યો ગયો...અને હવાલદારને ઈશારો કરીને ગની જ્યાં પુરાયેલો હતો એ લોકર ખોલવા કહ્યું...સ્ટેશન ઇન્ચાર્જ પણ ચૂપચાપ બધું જોઈ રહ્યો હતો..
ગની સામે જોઇને એ ઉભા ઉભા જ બોલ્યો કે,"બોલવા માંડ...કેટલા કરોડો રૂપિયા આપીશ...હું બધા લઈ લઈશ...જલ્દી બોલ..કેવી રીતે મળશે.."
ગની : તું કોણ છો??કેશવ વર્મા કયા??
હવે તે માણસ પોતાની દાઢી પર હાથ ફેરવતા હસ્યો જરાક અને પાછો ગનીના ખભા પર હાથ મુકતા બોલ્યો,"ભવાન...નામ સાંભળી લીધું તે...હવે બોલ..રૂપિયા કેવી રીતે મળશે મને??અને કેટલા મળશે??"
ગની : પુરા પચીસ હજાર કરોડ છે..મારા માલિકના...એક માણસે છેતરીને બધા પચાવી પાડ્યા છે..અમારા બધા લોકોને મારી નાખ્યા...અને અત્યારે કેશવ વર્માની પાર્ટીનો MLA બનવા જઇ રહ્યો છે...
ભવાન : શુ નામ છે??
ગની :એ હરામીનું નામ જાણવાની જરૂરત જ નથી...અત્યારે આખા શહેર અને પાર્ટીમાં એના નામના જ ચર્ચા થતા હશે...એનું ચાલે તો કેશવ વર્માને પણ બાટલીમાં ઉતારીને પોતે જ મુખ્યમંત્રી બનીને રાજ્યને પોતાનું કરી લેશે...એ બહુ મોટો કૂતરો નીકળ્યો...હું માલિકને કહેતો હતો કે આને મારી નાખો એ ના માન્યા...
ત્યાં જ ભવાને પોતાના ખભે ભરાવેલી લાંબા નાળચા વાળી બંદૂકથી પેલા ગનીના માંસના લોથરા બહાર કાઢી દીધા...એક જ ભડાકો થયો અને મોટાભાગનું માંસ લટકવા લાગ્યું..અને પેલો ત્યાં જ મરી ગયો...
ત્યાં ઉભેલા બધા હવાલદાર અને બીજા અધિકારીઓ...ત્યાં જમા થઈ ગયા...
ભવાન : બધા એ રીતે શુ સામે જુવો છો કે મને પકડી લેશો....આ માણસ બહુ બકબકીયો હતો...બધું મોટા સાહેબને બોલી દેત તો આટલા રૂપિયા કેવી રીતે લઇ શકીશ હું પેલા છોકરા પાસેથી..જેટલા ઓછાને ખબર એટલું જ સારું...અને હજુ આના બીજા કેટલા સાથી છે??
હવાલદાર : હજુ બીજા છ સાથી છે...
ભવાન : મારી નાખો....અને સળગાવી નાખો...બોલી દેજો કે ફરાર થઈ ગયા..
ઇન્ચાર્જ : ભવાન અમારે ઉપરી અધિકારીઓને જવાબ દેવા પડે છે...હવે તે જવાબ પણ તું જ આપી દે..
ભવાને પાછી પોતાની બંદૂકને થોડીક સાફ કરીને...તે ઇન્ચાર્જ પર જ ભડાકો કર્યો...અને તરત જ તે મોતના ઘાટ ઉતરી ગયો...
ભવાન : એમ બોલી દેજો કે...અમારા સાહેબને મારી નાખ્યા...તો અમે પણ સામે ગોળીબાર કર્યો એમા બધા ફરાર થઈ ગયા....જોયું કેટલું સરળ છે..પણ બહાના જ કરવા છે...તમારે..એક તો મારા ઉપકાર છે આટલા બધા તો હજુ ટક્યા છો...નહિતર ક્યાંય ફેંકાઈ ગયા હોત તમે બધા..હવે કોઈને કાઈ પૂછવું છે??
પછી જાતે જ ના બોલીને બહારની તરફ પોતાનો ઘોડો લઈને ઉભેલા એક હવાલદાર પાસેથી લગામ લેતા તે જતો રહ્યો...
*
કેશવ વર્મા મને બોલાવીને પક્ષની સભા કરવા બેઠો હતો...થોડાક મત અને બધાની પસંદથી મને જગન્નાથની જગ્યાએ MLA બનાવી જ દીધો..થોડાક દિવસો પછી ચૂંટણી આવવાની હતી...પણ ત્યાં સુધી તો હું બની ગયો...પણ ચૂંટણીમાં જીતીને પાછું MLA બનવા માટે રેલીઓ અને કેટલીય વસ્તુઓ કરવાની હતી..મને વર્મા એ બહુ વ્યસ્ત કરી નાખ્યો હતો...પણ હું ખુશ હતો...કે હવે હું પણ એક નોર્મલ લોકોની જિંદગી જીવતો હતો...ત્યાં હતો ત્યારે જ સમાચારમાં આવી ગયું હતું કે કંડલામાં ગની નામના ગુંડાની પોલીસ દ્વારા એકાઉન્ટર કરવામા આવ્યું છે...અને એના બીજા છ સાથીઓ ભાગી છૂટ્યા છે...અને આ મામલે કંડલા પોલીસે ભરપૂર પ્રયત્ન કરતા પોતાના એક ઓફિસર ખોઈ નાખ્યા છે...
સમાચાર જોઈને થયું હાશ...હવે ગની પણ મર્યો...હવે તો કોઈની ચિંતા જ નહીં...પણ દુઃખ પણ થયું કે એ જનાવરે પેલા નિર્દોષ ઓફિસરને મારી નાખ્યો...
મોડી રાત્રે હું અને સનમ ફાર્મ હાઉસમાં આવેલા ગાર્ડનમાં આવેલા ઝુલા પર બેઠા હતા...અને એકબીજા સાથે વાતો કરતા કરતા બેઠા હતા..
ત્યાં અચાનક જ વાત કરતા કરતા હું ઘૂંટણીયે બેસીને સનમ નો હાથ પકડીને બોલ્યો..
me : સનમ હું વિચારું છુ કે...હવે આપણા જીવનમાં કોઈ તકલીફ જ નથી તો હું આપણા લગ્ન હવે એકદમ ધામધૂમથી કરવા માગું છુ...તો શું તું મારી સાથે સપ્તપદીના ફેરા ફરીને એકવાર ફરી મારા જીવનમાં આવીશ...હું તારી સાથે એક ઈજ્જતદાર જિંદગી જીવવા માંગુ છુ..એટલે જ આ બધું કર્યું છે...સનમ બોલને..
સનમ ઘડીક વાર એકીટશે મને જોતી રહી...એની આંખમાં ચમક આવી ગઈ...
સનમ : જેટલી વખત આપણે નક્કી કરીએ છીએ..એટલી વખત તકલીફો આવી જાય છે..કાર્તિક..અને તે તું વધારે વેઠે છે...હું સહન નથી કરી શકતી તે...મારા લીધે તું આટલો હેરાન થયો..નહિતર તું મસ્ત ગ્રેજ્યુએટ થઈને નોકરીએ લાગી ગયો હોત...
હું જરાક ગંભીર થયો...
me : સનમ અત્યારે મારી પાસે એટલા રૂપિયા છે..મને કોઇ પણ દગો આપી શકે છે...રૂપિયા કાઈ સારી વસ્તુ નથી...તે તકલીફો લાવશે જ...તું જ નહીં હોય તો શું કામ નું..તું રહે છે મારા સાથે...પણ હજુ આ લિવ ઇન જ કહેવાય...અગ્નિની સાક્ષીએ ફેરા ફરીએ ત્યારે જ તો આપણે એકબીજાના થઈશું..પછી..છોકરાઓ પણ રમાડવાના છે...એ બધું પછી કેટલું મોડું કરવું મારે...આ તો શું હવે તો મારા મમ્મીને દાદી બનવાનો અધિકાર છે જ...પણ તે પહેલાં હું બધા સામે તને મારી બનાવવા માંગુ છુ...અને મારે એક નથી સાંભળવી તારી...હવે થોડાક દિવસો પછી ચૂંટણી છે...જેવી હું જીત્યો તેવા તરત જ આપણા લગ્ન થશે...અને હું જીતવાનો છુ એ પાક્કું જ છે...
સનમ મને એના પાસે બેઠેલો જોતી જ રહી...ધીરેથી બોલી..
સનમ : પેલા આંટી સવારે બોલ્યા હતા...એની અસર છે આ બધી..
me : આમ તો હું એવામાં નથી માનતો પણ મેં પોતે જ જ્યારે તને હોસ્પિટલમાં જ્યારે તને સિંદૂર લગાવ્યુ હતું..ત્યારે નક્કી કરેલું કે એકવાર બધું પતી જશે ત્યારે બધાની સામે લગ્ન કરીશ તારા સાથે...અને હવે આનાથી વિશેષ અવસર કયો હોય શકે??
સનમ હજુ પણ ચૂપ હતી..એ ભાવનામાં વહી રહી હતી..
me : હજુ પણ ના બોલીને તો કેશવ વર્માની દીકરી જોડે લગ્ન કરી લઈશ...હો...બહુ માંગ છે મારી...તું એમ નહિ માને મારે બીજી સાથે જ લગ્ન કરવા પડશે...
એમ બોલીને હું ઉભો થવા જતો જ હતો ત્યાં જ એને મને ધક્કો મારીને પાડી દીધો..અને મારા પર ગળુ દબાવીને ચડી ગઈ...
સનમ : જો એ વર્મા ની દીકરી સાથે લગ્ન જ કરવા હોય તો હાલ જ દબાવી નાખું ગળુ....બોલી દે છેલ્લી ઈચ્છા..
એને પોતાની આંખો ઝીણી કરીને બોલી..
me : આવા નાજુક હાથેથી મારુ ગળુ દબાવવા વાળીને એક વાર કસીને બાથ ભરવી છે...બસ એજ છેલ્લી ઈચ્છા છે..
સનમ : નહિ મળે...બીજી ઇચ્છા બોલ..
me : તો તો ભગવાન ઉપાડી લે મને...હવે અહીંયા જીવીને ફાયદો નથી...ભગવાન બોલાવી લે તારા પાસે...
સનમ : એય એવું ના બોલીશ...
me : તો બીજી ઈચ્છા છે કે...લગ્ન કરવા છે તારી સાથે...તને બધા સુખ દેવા છે...આપણા બાળકોને લઈને બહાર ફરવા જવું છે..બહુ સપના છે..બહુ ઈચ્છા છે...તારા વગર એકેય પુરી થાય એમ છે જ નહી..અને જો થાય તો પણ જો તું હોય તો જ જોઈએ...નહિતર જીવવાની જરાય ઈચ્છા જ નથી..
સનમ એના હાથ મારા ફરતે વીંટાળીને તે ગાર્ડનમાં જ મને જમીન પર સૂતેલો રાખીને બાથ ભરીને બોલી,"કોઈ દિવસ મને કશું પૂછવું નહિ...હું તને દરેક વાતમાં સાથ આપીશ...હંમેશા..ભલેને ગમે એ થાય..."
હું એના માથે હાથ ફેરવતા ફેરવતા બોલ્યો," બસ હવે કોઈ નથી આપણા વચ્ચે..તું અને હું...જિંદગી કેવી રીતે જીવાય દુનિયાને બતાડી દેશું..."
અને ત્યાં ગાર્ડનમાં જ આકાશમાં ચમકતા તારાઓને જોતા જોતા સનમ મને જકડીને ત્યાં જ સુઈ ગઈ....મેં ચોકીદારને બોલાવીને ત્યાં સુવાની સરખી વ્યવસ્થા કરાવી દીધી...અને હું પણ ત્યાં સનમને લઈને અંદર જવાની જગ્યાએ બહાર જ સુઈ ગયો..
*
"તેનું નામ કાર્તિક છે...આજે જ નિમાયો છે...થોડાક દિવસોમાં ચૂંટણી છે...એના પાસે અબજો રૂપિયા હોવાની વાત સાચી હોવી જોઈએ....કારણ કે એનું નવું ફાર્મ હાઉસ અને તેમાં બધી કાર,એના સાથીદારો અચાનક બહુ રૂપિયા વાળા થઈ ગયા છે...જલ્દી કૈક કરીએ"એ માણસ ભવાન તરફ જોતા જોતા બોલ્યા જતો હતો..
ભવાન જમવા બેઠો હતો.
ભવાન : ચૂંટણી નજીક આવવા દો....બધો પ્લાન રેડી છે...જો કાર્તિક માસ્ટર હોય અને એને જ બધાને છેતરીને આટલા પૈસા પડાવ્યા છે...તો હવે એને છેતરવા માટે મારે એના કરતાં પણ વધારે દિમાગ ઘસવું પડશે..બસ થોડીક રાહ જોવા દો..હજુક થોડીક...હરણ બસ જાળમાં આવી જ જશે...બસ આ સિંહને ઘાસમાં લપાઈને બેસી રહેવા દે...આટલા રૂપિયા જો હું ના લઈ શકું તો તો મારો બાપ મને સ્વર્ગમાં બેઠો બેઠો ભૂંડા બોલશે...
એમ બોલી તે હસ્યો...અને એના પરિવાર વાળા પણ સાથેસાથ હસી રહ્યા હતા..
*
સોનગઢમાં લોકો મને ગોતી રહ્યા હતા કે મુખી ક્યાં ગયા...પણ હું તો શહેરમાં આવતો રહ્યો હતો....કાનો બધાને સમજાવી દેતો હતો મારા વતી...
સોનગઢમાં લોકોએ મનમાં એક વાતતો નકકી કરી જ લીધી હતી...કે ગઈ વખતે બીજલભાઈના ઘરે જ્યારે મહેફિલમાં વાત નીકળી હતી કે આપણા ગામની છોકરીને કોક જબરદસ્તી ભગાવી ગયું છે...એ કલંક હમેશા માટે કાઢી નાખવું હતું...
એ છોકરીને બચાવીને પાછી લઈ આવો....અથવા ત્યાં જ મારી નાખો...પણ હવે ઈજ્જત પર હજુ એક સવાલ સહન નહિ થાય...એવું આ લોકોએ મનમાં નક્કી કરી લીધું હતું...એટલે એ લોકો હવે હું આવીને ક્યારે પંચાયત ભરૂ છુ એની રાહ જોવા લાગ્યા...
*
થોડાક દિવસો સુધી જિંદગીમાં ખુશી ચાલતી હતી...ચૂંટણી માટે હવે તૈયારીઓ ચાલુ થઈ ગઈ હતી...જગ્યાએ જગ્યાએ જઈને હું રેલી કાઢીને સભા સંબોધી રહયો હતો...અને એક દિવસ છાપામાં હેડલાઈન આવી કે...
MLA કાર્તિક કે જેને જગન્નાથની જગ્યાએ ટિકિટ આપવામાં આવી હતી એમને કર્યો પચીસ હજાર કરોડનો ગોટાળો...
બેનામી અઢળક સંપત્તિના માલિક...
સાથીદારો પણ એટલા જ ઢોંગી...
શુ હવે હત્યારાઓ કરશે રાજનીતિ??
આવા લોકોના એકાઉન્ટર કરો...યુવા વર્ગ બરબાદ કરે છે આ નવા નેતા
ટીવીમાં પણ એવા જ સમાચાર ચાલુ હતા...જ્યારે મને ઉપરાઉપરી ફોન આવી રહ્યા હતા ત્યારે વાત કરતા ખબર પડી કે આવું બધું અચાનક આવી ગયું છે...મેં સનમથી છુપાવવાનો પ્રયત્ન કર્યો...પણ તે આ બધું જોઈને રડવા જેવી થઈ ગઈ હતી.....તે બહુ જ ડરી ગઈ હતી...એને એમ કે હવે મને પોલીસ પકડી જશે...મેં તેને બાથમાં લઈને શાંત કરવાના પ્રયત્ન કર્યા...પણ તે શાંત નહોતી થઈ રહી.
me : સનમ કશું નથી....આ બધું..વિપક્ષ વાળાનો હાથ છે મને ચૂંટણી હરાવવા માટે..
બીજું બહાનું કરવું તો પણ શું કરવું...એ જ નહોતી ખબર...એટલે આ તો દરેક નેતા બોલી શકે...
સનમ એટલે ડરી રહી હતી કારણ કે એને ખબર હતી કે બધું ભલે જગન્નાથ અને એના લોકોની મિલકત હતી પણ જો સરકારને ખબર પડી જાય તો વાત ક્યાંયની ક્યાંય જાય એમ છે...એ હવે ચિંતામાં જ રહેશે જ્યા સુધી હું આ મેટર જ ફિનિશ ના કરી નાખું....
પણ હું સનમને શાંત રહેવાનું કહીને રેલીમાં જવા નીકળ્યો..
સનમ : કાર્તિક...પ્લીઝ ના જા....માહોલ ગરમ છે...મને ચિંતા થાય છે...
me : સનમ એવું તો થયા રાખે...તું હવે રડીશ નહિ...વિપક્ષ વાળા તો કર્યા રાખે આવા ખેલ...ભરોસો રાખ મારા પર...હમણે જ આવું છુ રેલી કાઢીશ અને એ લોકોના મોઢા પર તમાચો પડશે..
સનમ : કાર્તિક તું સમજતો કેમ નથી????
પણ ત્યાં સુધીમાં તો હું ડ્રાઇવરને લઈને નીકળી ગયો હતો રેલી કાઢવા માટે...
ત્યાં જ વર્માનો ફોન આવ્યો,"કાર્તિક...ખબરોને જોતા જો તું હાલ કાઈ ના કરે તો જ સારું છે...."
me : ગમે એ થાય હું રેલી તો કાઢવાનો જ છુ..તમને તો બધું ખબર જ છે...કે આ બધા ખોટા સમાચાર છે...ચૂંટણીમાં હું કોઈ જાતની કચાશ રાખવા નથી માંગતો ..પછી ફોન કરું...જલ્દી છે"
વર્મા ફોન કાપતાં કાપતાં બોલ્યો કે આ છોકરો કોઈ દિવસ નથી સુધારવાનો...
જ્યારે સનમ ગણપતિ બાપ્પાની મૂર્તિ સામે આંખો બંધ કરીને પ્રાર્થના કરવા બેસી ગઈ.....કારણ કે એને એમ હતું કે કાર્તિકને પાછું કોઈ છીનવી લેશે...એ ખરા હૃદયથી પ્રાર્થના કરી રહી હતી....અને હું મારા મનનું ધાર્યું કરી રહ્યો હતો...
જોઈએ...રેલીમાં શુ થાય છે...ભવાન કેટલી હદ પર કરી શકે છે...મારા જેવું દિમાગ લગાવીને શુ તે મને પછાડી શકશે??સોનગઢમાં હજુ ફેંસલો બાકી છે....અને જો મારી આવી હાલત છે...તો હર્ષ,નૈતિક અને ધ્રુવની શુ હાલત હશે.....જોઈએ જલ્દી..
💜💜JUST KEEP CALM ND SAY RAM💜💜
On insta : @cauz.iamkartik