premjal - 10 in Gujarati Fiction Stories by Parimal Parmar books and stories PDF | પ્રેમજાળ - 10

Featured Books
Categories
Share

પ્રેમજાળ - 10

સુરજની પુરી વાત સંધ્યાએ ધ્યાનપુર્વક સાંભળી પરંતુ કશુયે રીએક્શન ન આપ્યું ચોકોલેટ રુમમાં સંભળાતુ મધુર સંગીત હવે ગમગીનીમાં ફેરવાઇ ચુક્યુ હતુ, સંધ્યાના ચહેરા પર હજુય સ્માઇલ હતી મનમાં ઘણાબધા અવનવા વિચારો ઉઠવાના શરુ થઇ ચુકેલા પરંતુ સંધ્યા હજુય મન શાંત કરવાની કોશીશ કરી રહી હતી.

સુરજ પણ શાંત થઇને ત્યાંજ બેસેલો હતો જે વાત કરવા માટે સુરજ સંધ્યાને અહીં બોલાવી લાવ્યો હતો એ વાત કહી ચુક્યો હતો હવે રાહ હતી તો સંધ્યા શુ જવાબ આપશે એે જોવાની બંને પ્લેટમાંથી આઇસક્રીમ ખાઇ રહ્યા હતા, વાતાવરણ એકદમ શાંત બની ચુક્યુ હતુ જાણે તોફાન અાવવા પહેલાની શાંતિ કેમ ન હોય! એકમેકની આંખોમા આંખો પરોવીને વાતો કરવાની હિંમત હવે સુરજ કે સંધ્યામા રહી નહોતી. સુરજ સંધ્યા કાઇક બોલે એની રાહ જોઇ રહ્યો હતો સુરજને હજુય મનમાં થોડો ડર હતો સંધ્યા શુ જવાબ આપશે પોતાના તરફી જવાબ આપશે કે પછી કેમ ? હદયમા ધબકારા વધી ચુક્યા હતા સંધ્યાનો જવાબ સાંભળવા સુરજ તલપાપડ થઇ રહ્યો હતો.

***
સંધ્યા અને સુરજ બિલ ચુકવીને બહાર નીકળે છે વાતાવારણમા ઠંડક પ્રસરી ચુકી હતી હવાની ઠંડી લહેર શરીરમાં ધ્રુજારી ઉઠાવી દે એવી શીતળ હતી છતાય સંધ્યાની આંખોમા ઉદાસી છવાયેલી હતી ચહેરાના હાવભાવ અલગ દેખાઇ રહ્યા હતા જે સંધ્યા બે દિવસથી ખુબ જ ખુશ દેખાઇ રહી હતી એના ચહેરા પર હવે ચિંતાના વાદળો સાફ દેખાતા હતા. સુરજનો હાથ પોતાના હાથમા પરોવેલો હતો સુરજના ખભા પર માથુ ઢાળીને સંધ્યા કાચબાની ગતીએ ચાલી રહી હતી, હજુય સંધ્યા ચુપ હતી સંધ્યાના મનમાં સુરજ વિશે ગડમથલ ચાલી રહી હશે એવુ અનુમાન લગાવી શકાય.

***

સંધ્યા તુ પણ એ જ વિચારી રહી છુ જે હુ વિચારી રહ્યો છુ ? છેવટે સુરજની ધીરજ ખુટી.

સુરજની વાત સાંભળીને છેવટે સંધ્યાએ પણ પોતાનુ મૌન તોડ્યુ.

કદાચ હા સુરજ હુ પણ એ જ વિચારી રહી છુ જે તુ વિચારી રહ્યો છુ પપ્પાના અવસાન પછી હુ સાવ ભાંગી પડી હતી જીવન જીવવાની ઇચ્છા મારી અંદર સહેજ પણ નહોતી રહી પરંતુ ત્યારે તુ મારી જીંદગીમા એક "શ્વાસ" બનીને આવ્યો હતો યાર, તે મને જીવવા માટેના અવનવા સપના બતાવ્યા મારી જીંદગીમા નવા રંગો ઉમેર્યા મારામાં જીવવાની આશા જગાવી હંમેશા મારી જોડે આવનવી વાતો કરી ને મને ખુશ રાખવાના પ્રયત્ન હંમેશા તુ કરતો રહ્યો. તારા જોડે સમય કેવી રીતે પસાર થઇ જતો ખબર જ નહોતી રહેતી ક્યારે તારા જોડે લાગણીનો સેતુ બંધાઇ ગયો જાણ પણ ના રહી ને તારા જોડે પ્રેમ કરી બેસી પરંતુ આજ તારાથી દુર થવાની ફક્ત વાત સાંભળીને હુ અંદરથી ધ્રુજી ઉઠી યાર....મે સપનામાં પણ નહોતુ વિચાર્યુ કે જીંદગી આવી પરિસ્થિતિ ઉભી કરશે કે આપણે એકબજાથી દુર થવુ પડશે.


સંધ્યા ફક્ત થોડા જ દિવસોની તો વાત છે પછી તો બધુ ઠેકાણે થઇ જશે સારી એવી જોબ મળી ગયી છે તો સારા એવા પૈસા પણ મળશે અને એ પૈસાથી આપણે જોયેલા બધા સપનાઓ પુરા પણ થઇ જશે આપણી પાસે સારુ એવુ ઘર હશે સારી એવી ગાડી હશે આપણી આગળની જિંદગી સારી રીતે પસાર પણ કરી શકીશુ (સુરજ)

હા સુરજ હુ પણ એવુ જ ઇચ્છુ છુ કે તુ જોબ કરે સારી એવી આવક ઉભી કરે. મારા ઘરની હાલત તો તને ખબર જ છે ભાઇ અને ભાભી અમારાથી દુર થવાના જુદાજુદા બહાના કયારનાય શોધી રહ્યા છે નાનામોટા ઝઘડા તો દરરોજ થયા જ કરે છે ઝઘડાને લઇને મમ્મી પણ ખુબજ દુખી થાય છે ઘરના ખુણામા બેસીને છાનામાના રડ્યા કરે છે પણ એ મારી ધ્યાન બહાર નથી હોતુ મમ્મીને રડતા જોઇને મારુ હદય પણ દ્રવી ઉઠે છે પરંતુ મારામાં એટલી હિંમત નથી હોતી કે હુ મમ્મીનેે ચુપ કરાવી શકુ 😥😥

હુ મમ્મીને રડતા નહી જોઇ શકતી યાર મને પણ દુખ થાય છે એટલા માટે જ તો હુ મહેનત કરીને પોતાના પગભર થવા ઇચ્છુ છુ ભાઇ ભાભીથી દુર થઇને એક નવુ ઘર વસાવવા માંગુ છુ જયા ફકત હુ અને મમ્મી જ હોય ને મમ્મીને કાઇ દુખ પણ ન હોય (સંધ્યા)

હા તો આપણે બંને જોબ કરીને એ સપનુ પુરુ કરી શકીએ. સંધ્યા તારે પણ એક્ઝામ સારી ગયી છે ફક્ત ગ્રાઉન્ડ પર ધ્યાન આપવાનુ છે ને હુ પણ મારી ડિફેન્સની જોબ જોઇન કરી લઇશ એમાથી જે પણ આવક ઉભી થશે એનાથી આપણે સજાવેલા બધા જ સપના સાચા કરી શકીશુ (સુરજ)

સુરજ એના સિવાય બીજી કોઇ જોબ નથી ? જરુરી છે કે તુ એ જ જોબ કર 😣? મારી જિંદગીમા અજાણ્યો ચહરો બની આવીને રોનક પ્રસરાવી ને તુ આમ દુર થઇ જાય એ મારાથી સહન થશે ખરુ ? હજુ તુ મને મળ્યો એનો સમય જ કેટલો થયો છે બે મહિના પણ સરખા પુરા નહી થયા ને આમ અચાનક તુ દુર જવાની વાત કરે છે પાગલ આટલી બધી લાગણીઓનુ ઘોડાપુર બતાવીને આમ દુર થઇ જવાનો શુ મતલબ ? મારુ શુ થશે એ તો જરા વિચાર 😞😞 (સંધ્યાની વાતોમા સુરજથી દુર થવાનુ દુખ સાફ દેખાતુ )

અરે સંધ્યા થોડા સમયની તો વાત છે પછી ક્યાં દુર રહેવાનુ છે ફક્ત ટ્રેનિંગ દરમિયાન જ વાતો નહી થાય પછી તો આપણે અત્યારની જેમ જ કોલ પર વાતો કરીશુ ને પછી આપણે એક થઇ જઇસુ તુ તો જાણે છે કે હુ પહેલાથી જ આ જોબ જોઇન કરવા ઇચ્છતો હતો (સુરજ સંધ્યાને નાના છોકરાની જેમ ફોસલાવીને જોબ કરવાની પરમિશન માંગી રહ્યો હતો)

સારુ, સુરજ તુ જોબ જોઇન કરી લે મને કશોય વાંધો નથી મને ખુશી થશે જો તુ સારી એવી જોબ કરતો હોઇશ પરંતુ થોડો ડર પણ રહેશે😞 બધા જ કામોમાં રિસ્ક તો લેવુ જ પડશે. આમેય સુરજ તારી ખુશીમા જ મારી ખુશી રહેલી છે આપણા સપના સાચા કરવા માટેની આ સારી એવી તક મળી છે 😊😊 (સંધ્યા )

થેંકયુ સો મચ સંધ્યા મને તારાથી આ જ ઉમ્મીદ હતી કે તુ જોબ કરવા માટે કહીશ થેંક્યુ........થેંકયુ સો મચ સંધ્યા.......સુરજ ખુશીથી ઝુમી ઉઠે છે રસ્તા પર જ સંધ્યાને બાહોમાં ઉઠાવી લે છે ને ગાલ પર હળવુ ચુંબન પણ કરી લે છે (સંધ્યાની જોબ માટેની પરમિશન મળવાથી સુરજનુ ટેન્શન હવે દુર થઇ ચુક્યુ હતુ મનમાં રહેલો ભાર હવે ઉતરી ચુક્યો હતો પાંજરામાં કેદ થયેલા પંખીને અાઝાદ થઇને દુનિયા જોવાની જેટલી ખુશી હોય એટલી સુરજને સંધ્યા તરફથી હા સાંભળતા થયી હતી)

બસ પાગલ આ રોડ છે આજુબાજુ તો જો લોકો આપણને જોઇ રહ્યા છે શરમાતા શરમાતા સંધ્યા બોલી ઉઠી.

અત્યારે રોડ પર લોકો જુએ એ તને દેખાય છે કાલે રેલ્વેસ્ટેશન પર લોકો જોતા એ નહોતુ દેખાતુ 😅😅😅

બંને કયાંય સુધી હસતા રહ્યા બંને ખુબ જ ખુશ દેખાઇ રહ્યા હતા ઉછળતા કુદતા ધીમા ધીમા પગે બંને રીનાની રુમ તરફ આગળ વધી રહ્યા હતા

***

સુરજ અને સંધ્યા રુમ પર આવે છે રીના રુમ પર પહેલાથી જ પહોંચી ગયેલી હોય છે ઇવેન્ટ તો ફક્ત બહાનુ હતુ હકીકતમાં તો મિસ્ટર રાઠોડ જોડે વાત કરવાની હતી.

આવી ગયા તમે બંને રીના સુરજ અને સંધ્યાને જોઇને બોલી ઉઠી

હા પહોંચી ગયા બંને ચોકલેટ રુમ પર જઇ આવ્યા 😅😅 (સુરજ)

તમે સિક્રેટ એજન્સીના ઓફીસર છો ને અમને જણાવ્યુ પણ નહી સંધ્યાથી ઉત્સાહમાં બોલી જવાયુ

સંધ્યા હળવેથી કોઇ બીજુ સાંભળી જશે તો હુ મુશ્કેલીમાં મુકાઇ જઇસ રીના તરત જ કડકાઇથી બોલી ઉઠી એક ત્રાસી નજર સુરજ પર પણ કરી સુરજ નીચુ જોઇ રહ્યો

સોરી રીના...ભુલ થઇ ગઇ...પણ મને ડિફેન્સમાં જોબ કરતા લોકો બહુજ ગમે સંધ્યા હળવાશથી અવાજ ચાર દિવાલોની વચ્ચે જ રહે એમ બોલી

સારી વાત છે સંધ્યા હવે તો તમારા પ્રિયતમ પણ એમા જોડાશે પરંતુ સંધ્યા એકવાત નુ ખાસ ધ્યાન રાખજે તુ આ વાત બહાર કોઇને નહી જણાવતી નહીંતો મારુ ને સુરજનુ તો આવી બન્યુ રીના ઠપકા ભરી નજરથી સંધ્યાને બધી વાત સમજાવી રહી હતી

હા મેમ હવે હુ સમજી ગયી તમે અત્યારે એક સિક્રેટ મિશન પર છો એમ જ ને ?

હમમ.... રાઇટ. પણ તુ મને રીના કહીને જ બોલાવજે અને આપણે ફ્રેન્ડ છીએ એવુ જ સમજ દોસ્તીમા કયારેય કશુય આડુ ન આવે અને આ વાતની હવા આ ચાર દિવાલ બહાર કોઇને ન લાગવી જોઇએ સમજી ગયી ને (રીના)

હા યાર કોઇને કશુય નહી કહુ ટ્રસ્ટ મી રીના બેબી (સંધ્યા)

સંધ્યા સુરજ અને રીના કયાંય સુધી વાતો કરતા રહ્યા હવે બધાના ચહેરા ફરીથી ખીલી ઉઠ્યા હતા એકબીજાના રહસ્ય પરથી પડદો ઉઠી ચુક્યો હતો સુરજને જોબ કરવા માટેની પરમિશન પોતાના પ્રિયપાત્ર તરફથી મળી ચુકી હતી બસ હવે રાહ હતી તો ફ્કત ને ફ્કત પંદર દિવસની પછી સુરજ રીના જોડે ટ્રેનિંગ સેન્ટર પર હૈદરાબાદ જવાનો હતો ઘણા લાંબા સમય સુધી એકબીજા જોડે મજાક મસ્તી કરતા રહ્યા પછી ફરીથી હવે આવો ટાઇમ કયારે મળશે એ ખબર પણ નહોતી એટલે ત્રણેય મન મુકીને આ દિવસને માણી લેવા ઇચ્છતા હતા મોડી રાત સુધી બધા વાતો કરતા રહ્યા સંધ્યાને સવારે દસ વાગ્તે ટ્રેન હતી એટલે કશોય વાંધો નહોતો છેવટે મોડી રાતે બધા એક જ રુમમાં સુઇ ગયા.

***

રાત્રે સંધ્યા મોડા સુધી જાગી હોવા છતાય બીજા દિવસે સવારે વહેલા ઉઠી જાય છે ઘડીયાળમાં જુએ છે તા સાત વાગી રહ્યા હોય છે આળસ મરડીને ઉભી સંધ્યા ઉભી થઇ રીના બાજુમાં જ સુતી હતી ને સુરજ બેડની સાઇડ પર નીચે ગાદલા પર સુતો હતો બ્લેન્કેટ છાતી સરસુ ચાંપેલુ હતુ ઘડીભર સંધ્યા સુરજનો નિર્દોષ ચહેરો તાકી રહી અામપણ માણસ જ્યારે સુતો હોય ત્યારે ગમેતેવો ક્રુર હોય તેનો ચહેરો સાવ નિર્દોષ જ દેખાય સંધ્યા મનોમન ભગવાનનો આભાર માની રહી હતી કે પોતાને સુરજ જેવો પ્રેમી આપ્યો જે દિલોજાનથી મારી પરવાહ કરે છે અને મને પુરેપુરી સમજે છે સંધ્યા બેઠી થઇ પોતાના વાળ સરખા કરીને તૈયાર થવા વોશરુમ તરફ આગળ વધી

થોડીવારમાં રીના અને સુરજ પણ જાગી ગયા વાતાવરણ થોડુ ઠંડુ હતુ એટલે બંને બ્લેન્કેટ ઓઢીને જ બેઠા હતા એટલામા જ સંધ્યા બાથરુમમાં નાહીને તૈયાર થઇને બહાર આવી બ્લેક કલરના ડ્રેસમાં સંધ્યા ખુબ જ સરસ દેખાઇ રહી હતી ઉપરથી ભીના એક તરફ કરેલા વાળ સંધ્યાની ખુબસુરતીમાં વધારો કરી રહ્યા હતા સંધ્યા ટુવાલ વડે વાળને કોરા કરી રહી હતી સુરજ એકીટસે સંધ્યાને નિહાળી રહ્યો હતો સંધ્યાએ સુરજને જોઇને મીઠી સ્માઇલ કરી બંનેની આંખો મળી એક સુંદર દ્રશ્ય રચાયુ રીના બેડમાં ગાલ પર હાથ દઇને બેઠા બેઠા પ્રેમીઓનુ આ સુંદર દ્રશ્ય નીહાળી રહી હતી

ઓહોહો....શુ વાત છે બંને પ્રેમીઓ આંખો આંખોમાં શુ ઇશારા કરી રહ્યા છો મને કોઇ તો સમજાવો રીના ટોન્ટ મારતા હસીને બોલી

સંધ્યા અને સુરજનુ ધ્યાનભંગ થયુ બંને હસી પડ્યા ને થોડા શરમાયા રીના પણ હસતી હસતી બેડ પરથી ઉભી થઇ ત્યારે ઘડીય‍ાળમાં આઠ વાગી રહ્યા હતા

ઝડપભેર રીનાએ સુરજ અને સંધ્યા માટે નાસ્તો તૈયાર કર્યો એ સમય દરમિયાન સુરજ પણ તૈયાર થવા લાગ્યો ને સંધ્યા પણ પોતાની બેગમાં સામાન પેક કરવા લાગી ક્યારેક ક્યારેલ સુરજ અને સંધ્યાની નજર અથડ‍ાઇ જતી બંને એકબીજા તરફ હસતા ને ફરી પોતાનુ કામ કરવા લાગતા ત્રણેયે જોડે બેસીને નાસ્તો કર્યો સંધ્યાને નાસ્તો કરવા પર રીન‍ા વધારે ભાર આપી રહી હતી સુરજ પણ પરાણે પરાણે સંધ્યાને વધારે નાસ્તો કરવા માટે કહેતો બધાએ સાથે મળીને ન‍ાસ્તો પુરો કર્યો

છેવટે એ ઘડી પણ આવી પહોંચી જ્યારે સંધ્યાએ વિદાય લેવાની થઇ આ બે દિવસ સંધ્યાના ખુબજ સારી રીતે પસાર થયા હતા મન ભરીને આનંદ માણ્યો હતો અને પોત‍ાના પહેલા પ્રેમને મળવાનો જેટલો આનંદ હોય એના કરતા વધારે દુખ એનાથી દુર થતી વેળાએ હોય જે સંધ્યાની આંખોમા સાફ દેખાઇ રહ્યુ હતુ સુરજની આંખો પણ કાંઇક સંધ્યા જેવુ જ દર્શાવી રહી હતી રેલ્વે સ્ટેશન ખ‍‍ાસ દુર નહોતુ છતાય સંધ્યાને એકાદ કલાક અગાઉ નીકળી જવુ વધારે હિતાવહ લાગ્યુ સંધ્યા રીનાને ભેંટી પડી જેમ બે સહેલીઓ લગ્નની વિદાય સમયે એકબીજાને ગળે બાજી પડે એમ જ સંધ્યા રીન‍ાને ગળે બાજી પડેલી રીનાની પાંપણો પણ ભીંજાઇ ચુકી હતી આર્મી ઓફીસર આમ તો કયારેય ઢીલા ન પડે પરંતુ જ્યા લ‍ાગણીઓ વધારે હોય એવા વ્યકતીની વિદાય વખતે સારા સારા માણસોની પાંપણો ભીંજાઇ જાય કદાચ રીના માટે સંધ્યા પણ કાઇક એવુ જ મહત્વ ધરાવતી સંધ્યાની આંખોમા તો સુરજને જોઇને જ આંસુ વહેવાનુ શરુ થઇ ચુકેલુ

સુરજ પોતાની જાતને વધારે સખત બનાવવાના અનાયાસ પ્રયત્નો કરી રહ્યો હતો સુરજ બાઇક લઇને ઘરઆંગણે ઉભો રહે છે સંધ્યા પાછળની સીટ પર સ્થાન લે છે સુરજ સેલ લગાવીને બાઇક સ્ટાર્ટ કરે છે

ન્યુટ્રલ માંથી ગિયર બદલતા ઝટકાભેર બાઇક ચાલવા લાગ્યુ સંધ્યા કયાંય સુધી રીનાને બાય બાય કહેતા પોત‍‍‍ાનો હાથ હલાવી રહી હતી રીન‍ા પણ કયાંય સુધી સંધ્યાને દેખતી રહી જેટલી ખુશીથી સુરજ સંધ્યાને બાઇક લઇને પીકઅપ કરવા પહોંચ્યો હતો એનાથી પણ વધારે દુખી થઇને પોતે સંધ્યાને સ્ટેશન પર છોડવા જઇ રહ્યો હતો મનમાં ઘણુય દુખ હતુ છતાય સ્ટેશન પહોંચવા સુધી પોતાની જાતને સ્ટ્રોંગ બનાવી રાખી સ્ટેશન પર પહોંચીને સુરજે ટિકિટબારી પરથી એક ભ‍ાવનગર અને પોતાના માટે પ્લેટફોર્મ ટીકીટ ખરીદી સંધ્યાની આંખો હજુય ભીંજાયેલી હતી સુરજ અને સંધ્યા કશુય બોલ્યા વગર પ્લેટફોર્મ પર આગળ વધી રહ્યા હતા અાગળ જઇને ખાલી બાંકડા પર જઇને બંનેએ સ્થાન લીધુ સંધ્ય‍ા હજુય મૌન હતી મનમાં સુરજથી દુર થવાનો વિરહ સાફ ચહેરા પર દેખાઇ રહ્યો હતો સુરજની હાલત પણ કાઇક એવી જ હતી

(ક્રમશ:)