lagni - 3 in Gujarati Love Stories by Heena_Pathan books and stories PDF | લાગણી પ્રકરણ-3

Featured Books
Categories
Share

લાગણી પ્રકરણ-3

કે કેટલો સમજે છે મને.
કિયાનનો તરત મેસેજ આવ્યો.
કિયાન: તમે મને મળી શકો છો ક્યારે
બસ છેલી અને પેહલા વાર
અનાયા: કેમ
કિયાન: એમજ
કિયાન:" તુ કરીબ સે ગુજર જાયે વો કિસી મુલાકાત સે કમ નહિ. "
કિયાનને વિચાર આવ્યો કે ભલે જીંદગી ઓછી હોય.
પણ એક વાર એ અનાયા ને મળે પછી ભલે
મોત એને ગળે વળગે. એ બહુ નિરાશ હતો પણ એને કીધું નહી. અનાયા પણ માની ગયી. અનાયા
એ મેસેજ કર્યો : ઠીક છે કાલે મળ્યે
કિયાન: બહુ આભાર તમારો
અનાયા: ઠીક છે.
કિયાન બહુ ખુશ હતો, આખી રાત ઉંઘ નહિ આવી એને તો.
અનાયા ને પછી સવારે મેસેજ કયો .
અનાયા: શુભ સવાર
કિયાન: શુભ સવાર
અનાયા: કેવું લાગે છે હવે તબિયત કેવી છે
કિયાન અને અનાયા એ એક કેફેમાં મળવાનું નક્કી કર્યું
કિયાન તો ટાઈમ થી પહેલા જ પહોંચી ગયો.
રાહ જોઈ બહુ ૧ કલાક સુધી પછી એણે જોયું કે " ગુલાબી ડ્રેસ પહેરીને, ભૂરા રંગના વાળ અને આંખો એવી કે જે જોવે એ ઘાયલ થઈ જાય.એકદમ સાક્ષાત અપ્સરા આ કેફેમાં આવી ગયી હોય. એતો એની જ રાહ જોતો હતો
એ પછી એ અનાયાને પાસે આવતી જોતા એની ધડકન વઘતી જતી હતી . પછી અનાયા એની પાસે આવીને બેસે એ પહેલાં. કિયાને પાસે જઈને કહ્યું " હેલો , આભાર મેડમ, આવ્યા તમે.
અનાયા પછી: બેસી અને બંને વચ્ચે વાતો શરૂ થઈ. અનાયાએ કીધું કે મે તમને જોયા છે અને ઓળખું પણ છું. અનાયા એ પછી પરિવારની વાતો શરૂ કરી. પછી એ બંને પોતાના ઘરે જતાં રહ્યાં.
અનાયા પછી વિચાર કર્યો કે કિયાન કેટલો સમજદાર છોકરો છે. બહુ હોશિયાર અને શાંત મિજાજ નો. કિયાન વિચારતો હતો કે એ બસ એક વાર એને જોઈ લે પછી, પછી બસ જતો રહે દેશના માટે કશુંક કરવા પોતાનું સપનું પુરુ કરે. વતન પ્રેમી કિયાન અનાયાને પણ બહુ પ્રેમ કરતો હતો.
પછી કિયાને અનાયાને કીધું કે હું જાઉં છું. દેશની સેવા માટે. મારો મેડીકલનું જે ટેસ્ટ હતું એ પુરુ થઈ ગયું . હવે ટ્રેનિંગ થશે. આ પરીક્ષા ના પરીણામના લીધે તો કિયાનનું મેડિકલ ટેસ્ટ થયું હતું અને કિયાનને ખબર પડી કે પોતાને કેંસર છે.
" બંધ કવરમાં રાખી ચિઠ્ઠી જેવી છે જિંદગી
આગલા પલ માં શું સંદેશ આવે.
એ આપણને પણ ખબર નથી હોતી.
એવું જ કઈ કિયાનના જીવનમાં થયું.
અનાયાને એ દુઃખી કરવા ન માંગતો હતો.
અનાયા એમનો બીજીવાર નો પ્રસ્તાવનો કંઈ રિપ્લાઈ નહિ આપ્યો. એ માટે કારણ કે અનાયાને પરિવારની ચિંતા હતી કે એ પણ પ્રેમ કરશે તો એના પરિવાર નુ શું થશે.
"પ્રેમની સફરનો છેલ્લો પડાવ લગ્ન છે. "
"એ પણ કિયાન ને પ્રેમ કરવા લાગી હતી પણ એને ડર હતો સમાજનો પરિવારનો અને કિસ્મતનો .
કિયાન એ પછી જવાનો હતો પોતાની આખરી પળો એ અનાયા સાથે વિતાવવા માંગતો હતો પણ એ અનાયાને કહી ના શકયો કે
એમને જીવન ઓછું છે. એ અનાયાને દુઃખી ન કરવા માગતો હતો. બસ પ્રેમ હતો. એ પણ કિયાન ને રોકવા માંગતી હતી પણ રોકી નહિ શકી.
અનાયાએ કંઈ વિચાર કર્યા વગર જ કિયાનને બ્લોક
કરી દીધો અને પછી કિયાન માટેના અહેસાસને દીલમાં જ સંતાડી દીધો.
કિયાનને આ બધું જોઈ કાંઈ સમજમાં ન આવ્યું. એ પણ કંઈ વાત કર્યા વગર એ અનાયાને આ તે શું દુખ થયું અથવા એવુ તો શું ખોટું લાગ્યું,એને મને બ્લોક કરી દીધો.
એ કારણ જાણવા માગતો હતો. પછી એણે અનાયાને
અલગ નામ થી મેસેજ કર્યો પણ અનાયાનો કંઈ રિપ્લાઈ નહીં આવ્યો પછી ફરી મેસેજ કર્યો, હેલો, હાઉ આર યુ ??
પછી એમને પૂછયું પ્રેમ વિષે તો અનાયાએ કઈ પહેલા જવાબ નહીં આપ્યો પણ એ પછી કીધું કે પ્રેમ
એટલે કિયાન જવાબ આપ્યો કિયાને પછી પૂછયું કે શું કિયાન?? ને મે તમને સપના વિશેના વિચારનું પૂછયું અને તમે આ જવાબ. તો કિયાન આ બધું જાણી ને દંગ થઈ ગયો. પછી કિયાનને મનોમન બહુ દુઃખ થયું કે પ્રેમ હોવા છતાં એને એવું કેમ કર્યું . એ અનાયાની ઑફિસ એ ગયો
કિયાને ઈંતજાર કયો અનાયાનો. અનાયા પછી દેખાઈ દૂર થી પછી એની પાસે ગયો. પૂછયું" કેમ છો? કેમ બ્લોક કરવાથી શું અહેસાસ મરી જાય છે. કે શું રાબતા ખતમ થઈ જાય છે. અનાયા એ એમને કંઈ જવાબ નહિ આપ્યો અને એમને જોઈને મનો મન ખુશી અને ગુસ્સો બંને આવ્યો . કિયાને કીધું " કેમ તમ ? હું તમને ઓલખું છું.
કેમ કે હું તમને બહુ સારી રીતે ઓળખું છું
તમે પોતે દુઃખી થશો પણ કંઈ કરી ના શકો પોતાના માટે જીવતા નહીં આવડતું.
અનાયા એ પછી રડવા લાગી. કિયાન આ જોઈને એને ચૂપ કરાવી એની માફી માંગી !


"કુછ રીશતે અપનેપન કા શોર નહી મચાતે .
કીયાનના પ્રેમને સ્વીકાર કરી લીધો બંને બહુ ખુશ હતા સાથે .