Kartavya - ek balidan - 8 in Gujarati Fiction Stories by Ankit Chaudhary શિવ books and stories PDF | કર્તવ્ય - એક બલિદાન - 8

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

કર્તવ્ય - એક બલિદાન - 8

ગયા સપ્તાહે આપડે જોયું કે મેધા અને રોહન ના લગ્ન ધૂમ ધામ અને સુખ શાંતિ થી પૂરા થઈ ગયા હતા. કેશવ નગર માંથી મેધા ની વિદાય પણ થઈ ચૂકી હતી.હવે મેધા નો નવો સફર શરૂ થવાનો હતો. શું મેધા ને સાસરી માં માન સમ્માન મળશે કે પછી એનો ધિક્કાર જ કરવામાં આવશે ? હવે આગળ........





તિરસ્કાર કે સન્માન




કેશવનગર થી મેધા ની વિદાય બાદ મેધા અને તેનો પતિ રોહન સીધા જ અનંત હાઉસ માં આવી ગયા હતા. જ્યાં પહેલે થી જ મેધા નો સાસરી પક્ષ તેેેેમનો પૃહપપ્રવેશ કરવાની રાહ જોઈ રહ્યો હતો.

રોહન એ દરવાજા નજીક પોહચતા જ ઘર નો ડોર બેલ વગાડ્યો ને તરત જ અનંત પરિવાર ના દરવાજા ખુલી ગયા. આખો અનંત પરિવાર બેસબ્રી થી મેધા ના ગૃહપ્રવેશ માટે તૈયાર હતો ! મેધા અને રોહન પણ બહુ ખુશ હતા કેમકે રોહન ના પરિવારે મેધા અને કેશવ ને સ્વીકારી લીધા હતા.


વર્ષો પછી ખુશીયો ,
પાછી આવી જિંદગી માં.
છૂટેલા પળ હવે ,
ભૂલી આગળ જિંદગી માં.
યાદ રહે કે ભુલું ,
પણ ખુશી હવે જિંદગી માં.


મેધા અને કેશવ દરવાજા ઉપર આવી ને એક સાથે જ ઊભા રહે છે ને મેધા ના હાથ માં કેશવ હોય છે. તો રોહન ની બેન આશા બાર આવીને કેશવ ને મેધા ની પાસે થી લઇ લે છે કેમકે ત્રણ લોકો નો સાથે ગૃહપ્રવેશ ના કરાવી શકાય !

મારા કેશવ ની પત્ની નો ગૃહપ્રવેશ હું કરાવીશ. દાદી અંબા બા

સારું મા તમે જ કરાવો આપડી દીકરી સમાન વહુ નો ગૃહપ્રવેશ. સરલા ( રોહન ની મા )

ચાલો રોહન અને મેધા બેટા બંને ઠીક એક સાથે ઊભા રહો. અંબા બા


મેધા અને રોહન એક સાથે એક બીજાની આંખો માં જોઈ સ્મિત કરે છે. અંબા બા બંને ની આરતી ઉતારે છે અને પછી મેધા કળશ ને પગ અડાવી નીચે પાડે છે ને પછી ઘર માં એના પગલાં પડાવવામાં આવે છે. મેધા અને આખો પરિવાર બહુ જ ખુશ છે. મેધા ની આંખો માં આંસુ જોઈને....


શું થયું દીકરા કેમ તારી આંખો માં આંશુ ? અંબા બા

કઈ નઈ બા ! આ તો ખુશી ના આંસુ છે. મેધા


મેધા ની આ વાત સાંભળી ને બેધા હશે છે.હવે મેધા ની જિંદગી માં ખુશીયો આવી હતી. ને અચાનક જ


મેધા હવે બાર જઈને ઉભી રે. સરલા


અચાનક જ આ શબ્દો મેધા અને રોહન ને હચમચાવી દે એવા હતા ! પણ મેધા શાંતિ થી બહાર જઈને ઉભી રઈ જાય છે ને ઘર ના દરવાજા બંધ થઈ જાય છે.


તમે બધા મારી પત્ની ને સ્વીકારી તો છે ને ? રોહન

અરે પાગલ અમારે અમારી દીકરી કેશવ નો પણ પ્રવેશ કરવાનો છે, ચલ હવે અમારી મદદ કર.


રોહન તેના પરિવાર ના આ શબ્દો સાંભળી ને એના પરિવાર ઉપર પ્રેમ આવી જાય છે. હવે એને લાગવા લાગે છે કે ખરા માયના માં મારા પરિવારે મેધા અને મારી દીકરી કેશવ ને અપનાવી છે. હવે આખો પરિવાર કેશવ ના સ્વાગત ની તૈયારી કરવા લાગે છે અને મેધા બાર જ રાહ જોઈ રહી હોય છે. આખું ઘર ફૂલો અને ફુગ્ગા ઓ થી સજાવવામાં આવે છે અને આખરે ફરી વાર મેધા માટે અનંત ખાનદાન ના દરવાજા ખૂલે છે.


જેવા જ દરવાજા ખૂલે છે કે તરત જ મેધા ચોંકી જાય છે કેમકે આખું ઘર પેલા કરતા પણ વધારે સુંદર રીતે સજાવવામાં આવ્યું હતું. આ જોઈને મેધા નું દિલ ખુશીયો ની ઉમંગ એ ઉછળી નીકળે છે.

આખો પરિવાર નાના છોકરા નો વેશ કરીને મેધા અને કેશવ નું સ્વાગત કરવા તૈયાર હતો. બધા ના હાથ માં રંગબેરંગી ફુગ્ગા હતા ને મોઢા પર નાના છોકરા જેવું ક સ્મિત હતું.

સરલા મા હવે ઘર ની બંને લક્ષ્મી ઓ મેધા અને કેશવ નું એક સાથે સ્વાગત કરે છે. કેશવ ના પગલાં ઘર માં પડાવે છે. મેધા કેશવ ને લઈને ઘર માં પ્રવેશ કરે છે તેમ તેમ એની ઉપર ગુલાબ ની પંખુડી નો વરસાવ થઈ રહ્યો હતો. મેધા બઉ ખુશ હતી કેમકે આજથી પહેલા એને પોતાના આખા જીવન માં આટલી ખુશીયો જોઈ ન હતી.


મારી બેરંગ જિંદગી માં રંગ ભરવા બદલ રોહન તમારો ખૂબખૂબ આભાર. મેધા

મેધા હવે આ આપડી જિંદગી છે તો એમાં મે કઈ જ નથી કર્યું. રોહન

હા બેટા તું તો અમારી દીકરી છે અને તારે આવું કંઈ પણ વિચારવાની જરૂર નથી. અંબા બા

હા બેટા તું અમારી દીકરી છે. સરલા

રોહન તમારા પરિવાર માં મને મારો પરિવાર મળી ગયો. ( આટલું કહીને જ મેધા રડવા લાગે છે.)


મેધા ને આમ રડતી જોઈ રોહન તેને પોતાની બાહો માં લઇ લે છે અને આખો પરિવાર આજે બહુ જ ખુશ છે. પછી આખો પરિવાર કેશવ ને એના પારણા માં સુવાડી ખુશીયો માણવા લાગે છે. થોડી વાર પછી મેધા ને હીંચકા માં બેસાડી એક હિન્દી ગીત પર બધા ડાંસ કરવા લાગે છે.


तुम हो तो गाता है दिल
तुम नहीं तो गीत कहाँ
तुम हो तो है सब हासिल
तुम नहीं तो क्या है
यहाँ

तुम हो तो है सपनों के
जैसा हसीं एक समा
जो तुम हो तो ये लगता है
के मिल गयी हर खुशी
जो तुम ना हो ये लगता है
के हर खुशी में है कमी
तुम को है मांगती
ये जिंदगी...

तुम हो तो राहें भी हैं
तुम नहीं तो रस्ते कहाँ
तुम हो तो यहाँ सब ही हैं
तुम नहीं तो कौन यहाँ
तुम हो तो है हर एक पल
मेहरबान
ये जहाँ

जो तुम हो तो हवा में भी
मोहब्बतों का रंग है
जो तुम ना हो तो फिर कोई
ना जोश ना उमंग है
तुम मिले तो मिली
ये जिंदगी...


મેધા રોહન અને કેશવ ની ખુશી ઓ સાત મા આસમાન ઉપર હતી. પણ આ ખુશીયો ને કોઈ ની નજર લાગવા માટે અનંત નગર ના દરવાજા ઉપર દસ્તક દેવા તૈયાર હતી ! જે મેધા અને રોહન ની જિંદગી માં ઝેર ભરવા તૈયાર હતું. એ બીજું કોઈ નઈ પણ રોહન ની ફોઈ ચંપા હતી.


અરે કોઈ મને પણ કહો આ શેની ખુશીયો મનાવી રહ્યા છો તમે ? ચંપાફોઈ

અરે ચંપાબેન તમે ! આવો આવો બેન ! સરલા

હા પણ ભાભી પણ આ બંને છે કોણ ? ચંપાફોઇ

આ આપડા રોહન ની પત્ની મેધા અને તેમની દીકરી કેશવ. સરલા

રોહન ના લગ્ન થયા ક્યારે ? અને દીકરી પણ ક્યાંથી આવી ગઈ. ચંપા ફોઈ

ચંપા તું શાંતિ રાખ તને ધીરે ધીરે બધું સમજાઈ જશે. અંબા બા

કેમ મા ધીરે ધીરે ? મને લગ્ન માં બોલાવવી જરૂરી ના સમજી પણ કમસે કમ મને આ વિશે જણાવવું તો હતું. ચંપા ફોઈ

બધું જલ્દી જલ્દી માં થયું એટલે તને જણાવી કે બોલાવી ના શક્યા. હવે તું શાંત થઈને આ બંને ને તારા આશીર્વાદ આપ. હરિ ભા

પણ લગ્ન ક્યારે કર્યા રોહન ના? ચંપા ફોઈ

આજે જ. સરલા

આજે લગ્ન તો દીકરી ક્યાંથી આવી ? શું આ કોઈ બીજાની દીકરીને રોહન એ અપનાવી છે? ચંપા ફોઈ

ના આ મારી જ દીકરી છે. રોહન

લગ્ન પહેલા દીકરી ! રામ રામ રામ ..... આ હું શું સાંભળી રહી છું ! ચંપા ફોઈ

ચંપા હવે વાત નું વતેશર ના કર. અંબા બા

રોહન મને તો લાગે છે નક્કી આ છોકરી કોઈક નું પાપ તારા ગળે બાંધવા માગે છે ! હે રામ.. આ જોવાની પહેલા હું મરી કેમ ના ગઈ ? ચંપા ફોઈ

ફોઈ હવે હદ પાર કરી રહ્યા છો તમે ! બસ હવે બંધ થઈ જાઓ. કેશવ મારી જ દીકરી છે. રોહન

કુલ્ટા લગ્ન પહેલા તને આ બધું કરતા જરાય પણ સરમ ના આવી.. રામ રામ રામ... ચંપા ફોઈ


ફોઈ ની આ વાત સાંભળી ને મેધા ની ખુશીયો થોડી જ વાર માં માતમ માં ફેરવાઈ ગઈ હતી. આગળ મેધા સાથે શું શું થવાનું છે એ જાણવા માટે આવતા સોમવારે આવજો જરૂર 🙏


TO BE CONTINUE ...........



હું અંકિત ચૌધરી આપનો તહે દિલ થી આભાર વ્યક્ત કરું છું ને થોડા જ સમય માં મારી નવી નવલકથા " અનહદ " આવી રહી છે. જેને કર્તવ્ય જેટલો જ સાથ અને સહકાર આપવા અપીલ છે.....


અનહદ - હિંદુ અને મુસ્લિમ ની અનોખી પ્રેમ કહાની.