Ajib Dastaan he ye - 13 in Gujarati Love Stories by Tasleem Shal books and stories PDF | અજીબ દાસ્તાન હે યે…. - 13

Featured Books
Categories
Share

અજીબ દાસ્તાન હે યે…. - 13

અજીબ દાસ્તાન હે યે….

13

પાછળ ના પાર્ટ માં જોયું કે રાહુલ ના મમ્મી પપ્પા અને પરી રાહુલ ની અંદર બે જ દિવસ માં ફેરફાર જોવે છે….અને રાહુલ ને આ વિશે પ્રશ્નો પૂછે છે…..પણ રાહુલ વાત ને બની શકે એટલી ટાળવાની કોશિશ કરે છે…..રાહુલ ખુશી સાથે જમવાનું શેર કરે છે અને ખુશી ને એના ફ્રેન્ડ્સ વિશે પૂછે છે…...હવે આગળ….

"અંકલ હું તમને કંઈક કહું.."ખુશી થોડું વિચારીને બોલી…

રાહુલ એ કહ્યું…." હા બોલ ખુશી શું વિચારે છે??"

"શું તમેં મારા ફ્રેન્ડ બનશો??"ખુશી એ વિચારીને કહ્યું….પછી ફરી બોલી…."અંકલ તમે મને ખુબ ગમો છો….તમારી સાથે વાતો કરવી ખૂબ જ ગમે છે….મારા પપ્પા પછી તમારી સાથે જ હું આટલી વાતો કરું છું…..બાકી કોઈ અજાણ્યા માણસ સાથે મને વાતો કરવી ગમે પણ નહીં….અને તમે જ કહ્યું કે ફ્રેન્ડ સારા પણ હોય અને આપણો હમેંશા સાથ આપે…..તો પ્લીઝ તમે મારા ફ્રેન્ડ બનશો??"

આ સાંભળીને રાહુલ અને એના મમ્મી પપ્પા અને ખુશી બધા એકબીજા સામે જોવા લાગ્યા….ખુશી બધા ને એકીટશે જોવા લાગી…..આ જોઈ રાહુલ બોલ્યો…."ખુશી હું તો ફ્રેન્ડ બનું પણ તારે તારી ઉંમર ના બાળકો સાથે ફ્રેન્ડશીપ કરવી જોઈએ….હું તો તારા થી ખુબજ મોટો છું ને…...."રાહુલ ખુશી ને સમજાવતા બોલ્યો….."તો શું ફ્રેન્ડ આપણા થી મોટા લોકોને ન બનાવી શકાય એવું હોય??"ખુશી એ અણસમજુ રીતે પૂછ્યું….

રાહુલ એ ફરી સમજાવા ના હેતુ થી કહ્યું….."ના એવું ન હોય…."ત્યાં જ ખુશી એ એની વાત કાપતા કહ્યું……"હા તો બસ આજ થી તમે મારા ફ્રેન્ડ…..અને હું બીજા ફ્રેન્ડ સ્કૂલ માં બનાવીશ…..અને તમારે હોસ્પિટલ થી ઘરે ગયા પછી પણ મને મળવા આવવું પડશે આવશો ને??"પહેલા તો રાહુલ મન માં જ બબડયો…."હું તો એ જ ઇચ્છું છું….કે રોજ અહીં આવું….."પછી ખુશી ને કહ્યું….."હા હું એક દમ સાજો થઈ જાવ પછી રોજ આવીશ…."અને આ સાંભળીને ખુશી ખુશ થઈ ગઈ…..

આમ ને આમ આખો દિવસ નીકળી ગયો…...ખુશી નો જ્યાં સુધી ઘરે જવાનો સમય ન થયો ત્યાં સુધી તે રાહુલ પાસે જ બેઠી રહી…..અને વાતો કરતી રહી….એને રાહુલ સાથે ખુબજ મઝા આવતી હતી….અને એને એવું પણ કોઈ મળી ગયું જેની સાથે એ બધી વાત કરી શકે…..તો રાહુલ ને પણ ખુશી ની કાલી ઘેલી સાંભળવી ખુબજ જ ગમવા લાગી…..નિયતિ ફ્રી થઈ ને રાહુલ નું ચેકઅપ કરવા આવી…..અને એક ઇન્જેક્શન મારવાનું હોવાથી તે ઇન્જેક્શન ભરવા લાગી…..આ જોઈ રાહુલ ફરી ડરી ગયો…..પણ જો એ અત્યારે ફરી નિયતિ ને કહેશે તો પોતાનું નિયતિ સામે ખરાબ ઇમ્પ્રેશન પડશે….આમ છતાં એકવાર એને નિયતિ ને રોકવા કોશિશ કરવાનું વિચાર્યું……

થોડું વિચારી રાહુલ એ નિયતિ ને કહ્યું….."ડોક્ટર નિયતિ જો ઇન્જેક્શન જરૂરી ન હોય તો હું દવા પી લઈશ…..તમે મને દવા આપી દો…."આ સાંભળીને નિયતિ એ કહ્યું……"ના મિસ્ટર રાહુલ આ ઇન્જેક્શન તો લેવું જ પડશે…..મને ખબર છે તમને ઇન્જેક્શન થી ડર લાગે છે પણ આ ઇન્જેક્શન ખુબજ જરૂરી છે….."આ સાંભળીને ખુશી જાણે હસવા જ લાગી અને બોલી……"અંકલ તમને ઇન્જેક્શન નો ડર લાગે છે??હું પણ ઇન્જેક્શન થી નથી ડરતી…..તમે આટલા મોટા થઈ ને ડરો છો…..

ખુશી ની વાત સાંભળીને રાહુલ થોડો છોભિલો પડી ગયો અને બોલ્યો…..."ના એવું નથી મને કોઈ જ વસ્તુ નો ડર નથી લાગતો…..આ તો બસ એમ જ કહું છું…..અને આ પોતાના ફ્રેન્ડ પર હસાય નહીં……"ખુશી હસતા હસતા ચૂપ થઈ ગઈ…..ત્યાં જ નિયતિ બોલી….."ખુશી તે તો ફ્રેન્ડ પણ બનાવી લીધા…..તને તો ફ્રેન્ડ બનાવવા નથી ગમતા ને??"

"હા મમ્મા મને નહતા ગમતા પણ અંકલ એ મને સમજાવ્યું કે ફ્રેન્ડસ આપણી લાઈફ માં કેટલા જરૂરી હોય એટલે મેં અંકલ ને જ ફ્રેન્ડ બનાવી લીધા…..એ ખૂબ જ સારા છે…..મમ્મા તમે પણ અંકલ ને ફ્રેન્ડ બનાવી લ્યો ને…...તમારે પણ ક્યાં કોઈ ફ્રેન્ડ છે??"ખુશી રાહુલ ના વખાણ કરતા બોલી…..તેની વાત સાંભળીને રાહુલ નિયતિ સામે જોવા લાગ્યો…..પણ નિયતિ એ ખુશી ની વાત જાણે સાંભળી જ નહોય એમ વર્તન કર્યું…..અને રાહુલ નું ચેકઅપ અને ઇન્જેક્શન આપી ખુશી ને કહ્યું….."ચાલો ખુશી હવે ઘરે જવાનું છે….તું આગળ ચાલતી થા ત્યાં હું અંકલ ને દવા આપી દવ…."

ખુશી ના જતા નિયતિ એ રાહુલ દવા આપી અને આરામ કરવાનું કહ્યું…...અને સાથે જ" thank you" પણ કહ્યું…..આ સાંભળીને રાહુલ એ પૂછ્યું…" thank you કેમ??મેં શું કર્યું??અને thank you તો મારે કહેવાની જરૂર છે કે આટલી સારી રીતે મારુ ટ્રીટમેન્ટ કર્યું….."ત્યાં જ નિયતિ બોલી….."તમે બે દિવસથી ખુશી ને જે રીતે સાચવો છો અને ખુશ રાખો છો એના માટે thank you…..ખુશી માં બે દિવસ માં ઘણા બદલાવ આવ્યા છે અને એ પણ તમારા કારણે આ બદલ તમારો આભાર….અને હું બધા ને આમ જ ટ્રીટમેન્ટ આપું છું એમાં thank you કહેવાની જરૂર નથી…..હવે તમે આરામ કરો….."

આમ કહી નિયતિ ચાલવા જ જતી હતી કે અચાનક એનો પગ લપસ્યો અને એનાથી ભૂલથી રાહુલ નો હાથ પકડાઈ ગયો…..આ જોઈ અને રાહુલ ના દિલ ના ધબકારા જ વધી ગયા…..નિયતિ "સોરી" કહીને ચાલી ગઈ…..પણ રાહુલ એને જ જોતો રહી ગયો…..ક્યાં સુધી એ નિયતિ ના હાથ નો સ્પર્શ મહેસુસ કરતો રહ્યો…...આ પહેલા રાહુલ ને આ ફીલિંગ્સ કોઈ સાથે નહતી થતી જે નિયતિ સાથે થવા લાગી હતી…...રાહુલ ધીમે ધીમે નિયતિ તરફ આકર્ષિત થતો જતો હતો…..પણ આ શું બની રહ્યું છે એનાથી એ ખુદ પણ અજાણ હતો…..

રાહુલ રાત્રે મોડે સુધી નિયતિ ના વિચારોમાં ખોવાયેલો રહે છે…..એ એજ નથી સમજી શકતો કે એને નિયતિ તરફ આટલું આકર્ષક કેમ થઈ રહ્યું છે…..અને આ આકર્ષણ માત્ર થોડા સમય નું કે થોડીવાર માટે નું નહતું…..એને નિયતિ માટે કંઈક જુદું જ ફિલ થતું હતું…...અને આ માટે એ મોડે સુધી આ બાબત સમજવાની વ્યર્થ કોશિશ કરતો રહ્યો…...નિયતિ પણ આજે ઘરે જઈને ખુશી ને સુવડાવી થોડી વાર માટે રાહુલ વિશે વિચારતી રહી…..કે માત્ર બે જ દિવસમાં રાહુલ એ ખુશી ને કેવી બદલી નાખી છે…...અને મનમાં ક્યાંક એવું પણ લાગ્યું કે ખુશી એના પપ્પા ને ખુબજ મિસ કરે છે…...અને આ જ કારણે એ કોઈ વ્યક્તિ સાથે આટલી જલ્દી હળીમળી ગઈ…..પણ આ વાત સારી રીતે જાણતી હોવા છતાં તે પોતાની આગળ ની જિંદગી કોઈ સાથે શેર કરવા નથી ઇચ્છતી…..અને એટલે જ એ બીજા લગ્ન થી દુર ભાગતી હતી….આવા વિચારો સાથે જ નિયતિ સુઈ ગઈ……

બીજા દિવસે નિયતિ જલ્દી ઉઠીને હોસ્પિટલ જાય છે…..ખુશી પણ સ્કૂલે ચાલી જાય છે…..નિયતિ હોસ્પિટલ જઇ પહેલા તો પોતાના પેશન્ટ ને જરૂરી ચેકઅપ માટે જાય છે…..બધા ના ચેકઅપ કરી ને એ રાહુલ પાસે જાય છે…..રાહુલ રાત્રે મોડે સુધી જાગ્યો હોવાથી હજી સુધી સૂતો હોય છે…..આ જોઈ નિયતિ એના પેરેન્ટ્સ ને થોડીવાર પછી આવવાનું કહી ચાલી જાય છે…..થોડીવાર માં રાહુલ ઉઠે છે….રાહુલના ઉઠતા જ નિયતિ એને ચેક કરવા માટે આવે છે…..અને જરૂરી સૂચનો આપે છે….આ સાથે રાહુલ ને જે પગ માં વાગ્યું હોય એ પગ ને હલનચલન કરવા તથા થોડું ચાલવાનું પણ કહે છે…...રાહુલ બધું સમજી લે છે અને હા કહે છે…..

થોડીવાર પછી નાસ્તો કરી ફરી નિયતિ ની રાહ જોવા લાગે છે કે એ ક્યારે આવે…..રાહુલ ને જાણે હવે નિયતિ ને જોયા વિના ચાલતું જ નથી એવું લાગવા લાગે છે…..બપોર થતા નિયતિ ફરી આવે છે આ જોઈ રાહુલ ખુશ થઈ જાય છે…...નિયતિ હજી બીજા પેશન્ટ સાથે બીઝી હોય છે ત્યાં જ રાહુલ નિયતિ ને પોતાની પાસે લાવવા એક તરકીબ વિચારે છે…..અત્યારે રાહુલ સાથે માત્ર એના પપ્પા જ હોય છે….એટલે રાહુલ જાણીજોઈને એના પપ્પા ને કહે છે કે પોતાને ચાલવું છે…..નિયતિ સવારે જ કહી ગઈ હોય છે કે બે વ્યક્તિ નો સહારો લઈ ચાલવાની કોશિશ કરવી…..આ કારણે રમેશભાઈ "ના" કહે છે…..આમ છતાં રાહુલ જીદે ચઢે છે…..જેના લીધે રમેશભાઈ એને ઉભો કરી ચલાવવા ની કોશિશ કરે છે…..

રાહુલ હજી ધીમે ધીમે ચાલવાની કોશિશ જ કરતો હોય છે ત્યારે જ નિયતિ નું ધ્યાન એના પર જાય છે…..અને એ દોડતી ત્યાં આવે છે…..અને રાહુલ ની બીજી સાઈડ એના ખભાથી એને પકડી લે છે…...આ જોઈ રાહુલ પહેલા તો એનો ધબકાર જ ચુકી જાય છે…..અને પછી એનું હૃદય જોર જોરથી ધબકવા લાગે છે…..નિયતિ આવીને ગુસ્સો કરવા લાગે છે અને કહે છે કે…"મેં તમને બે વ્યક્તિ નો સહારો લઈ ચાલવા કીધું હતું….તમે આટલા કેરલેસ કઈ રીતે બની શકો…..આ રીતે ચાલવું તમારા માટે જોખમકારક સાબીત થાત…...જો હું સમયસર ન આવી હોત અને તમે ફસડી પડ્યા હોત તો??"નિયતિ બોલ્યે જ જતી હતી પણ રાહુલ નું એની વાતો માં ધ્યાન જ નહતું…..એ તો જાણે નિયતિ ના સ્પર્શ થી ભાન જ ભૂલી ગયો હતો…..

વધુ આવતા અંકે……

શું થશે આગળ જ્યારે રાહુલ ને પોતાની ફીલિંગ્સ ની જાણ થશે??

શું તરકીબ વિચારી રાહુલ એ ચાલવાની કોશીશ કરી પોતાને જોખમમાં નાખ્યો??

જાણવા માટે વાંચતા રહો…...અજીબ દાસ્તાન હે યે…….