વિજય કાનાણી અને ગૌરવ મહેતા નાનપણના ખાસ મિત્રો હતા.બંને ભણવા માં ખૂબ હોશિયાર હતા. વિજય કાનાણી ભણી ને એન્જિનિયર બન્યો અને ગૌરવ PSI બન્યો.છતા બંનેની મિત્રતામા કોઈ ફકૅ નહોતો પડ્યો. ગૌરવ ની બદલી બરોડા થઈ અને બંને મિત્રો છુટા પડ્યા. છતાં વીક એન્ડ માં એકબીજા ને ઘરે જવું તથા મોબાઈલમાં રોજ વાતચીત કરવા ની. આવી હતી બંને ની મિત્રતા.
ગૌરવે સવાર ના પહોરમાં ચાની ચુસ્કી લેતાં હાથમાં છાપું લીધું.ત્યાં તેની નજર છાપાની હેડલાઈન પર ગઈ.વિજય કાનાણી તથા તેમની પત્નીનું ખુન થયું છે. ગૌરવ તો આ સમાચાર વાંચતા એકદમ આઘાત પામી ગયો કારણ હજુ રાત્રે તો બંને જણાએ મોબાઈલમાં એક કલાક સુધી વાત કરી હતી. વિજય એટલો સીધો સાદો હતો કે તેના કોઇ દુશ્મન હોઈ શકે.
ગૌરવે તુરંત અમદાવાદ ના ઇન્સ્પેક્ટર ને ફોન લગાડ્યો જે વિજય નો કેસ હેડલ કરતો હતો. તેણે પોતાની ઓળખ આપી અને વિજય નો ખાસ મિત્ર છે તેમ જણાવ્યું. અને DSP સાથે વાત ચીત કરી આ કેસ માં પોતાને રસ છે.અને વિજય મારો પરમ મિત્ર હતો તેના ખુનીને શોધી નહીં લઉં ત્યાં સુધી મને ચેન નહી પડે.જેવી DSP એ રજા આપી તેવો જરાપણ વિલંબ કયૉ વગર અમદાવાદ રવાના થઇ ગયો.
ગૌરવ અમદાવાદમાં સીધો વિજય ના બંગલે પહોંચી ગયો. ત્યાં પોલીસ ની ટીમ હાજર જ હતી. તે સીધો જ્યાં વિજય તથા તેની પત્ની ની લાશ હતી તે રૂમ માં ગયો. બારીકાઈ થી તપાસ કરતાં માલુમ પડ્યું કે ખુની એકલો નહોતો તેની સાથે બીજા ચાર પાંચ માણસો હોવા જોઇએ. કારણ સ્પે છાટીને પહેલાં બેભાન કરી અને બેભાન અવાસ્થા માં જ બંને ને ગુગળાવી ને મારી નાખવામા આવ્યાં હતા. એમના શરીર ઉપર બીજા કોઈ જખ્મ નહતા. બીજું બંગલામાં એક ચોકીદાર અને રામજી કાકા ની હાજરી હંમેશાં હોય તે બેમાંથી એકપણ દેખાતા નહતા.અને હા ગૌરવને યાદ આવ્યુ કે વિજય ની લાડલી દિકરી નુ શું થયું. તેને કોઈ એ જાણ કરી કે નહી. ઈન્સપેકટરે જણાવ્યું કે અમે તેને સવારથી કોન્ટેક્ટ કરવાની કોશીશ કરીએ છીએ પણ તેનો મોબાઇલ સ્વીચ ઑફ આવે છે .આથી પુનાની પોલીસને તેની હોસ્ટેલ માં જઈને તેને જાણ કરવાનું કહ્યું છે
થોડી વારમાં પુનાના ઇન્સ્પેક્ટર નો ફોન આવ્યો તેના કહેવા મુજબ બે પોલીસ ને હોસ્ટેલમાં મોકલ્યાં હતા. ઘણી વાર દરવાજો ખખડાવ્યા છતાં દરવાજો ન ખોલ્યો આથી દરવાજો તોડવો પડ્યો. અંદર જોયું તો રોમાની લાશ પડી હતી અને બારી ખુલ્લી હતી ખુની બારીમાથી આવી ન ખુન કરી પાછો બારી માથી ફરાર થઇ ગયો. તેને પણ ગુગળાવી ને મારી નાખવામાં આવી છે અને તેને બેભાન નહોતી કરી તેથી બહુ છટપટાણી હોવી જોઇએ તેના મોઢા ઉપર પણ ટેપ મારેલી હતી. ત્યાના ઇન્સપેક્ટરે બધા ફોટોગ્રાફ મોકલ્યા. ગૌરવ ની આંખ માથી આ જોઈ ને દડ દડ આસુ પડવા લાગ્યા. રોમા વિજય ની જેટલી લાડકી હતી તેટલી તેની વહાલી હતી.
થોડું સ્વસ્થ થઈ ને ચોકીદાર અને રામજી કાકાની તપાસ શરૂ કરી આખા બંગલા નો ખૂણે ખુણો જોઈ લીધો પણ બે માથી એક પણ નો પત્તો લાગ્યો નહીં.આથી આખા એરીયા મા તપાસ શરૂ કરી. બંગલા થી થોડે દુર નવું બિલ્ડીંગ બનતું હતું ત્યાં ખાડા ખોદેલા હતા તેમાંના એક ખાડામાં થીઆ બંને ની લાશ મળી.બંને ના હાથ પાછળથી બાધેલા હતા અને મોઢા ઉપર ટેપ લગાડેલી હતી એ બંને ને પણ ગુગળાવી ને મારી નાખવામાં આવ્યા હતા.
ગૌરવ નો તો આ બધું જોઇને પિત્તો સાતમા આસમાને પહોંચી ગયો. તે ટેબલ ઉપર જોરથી મુઠ્ઠીઓ પછાડવા લાગ્યો. આવાં પાંચ પાંચ ખુન જોઈને ભલભલા ની છાતીના પાટ્યા બેસી જાય એની આંખ માથી આસું સુકાવાનુ નામ લેતાં નહોતા. તેણે મનોમન નિર્ણય કરી લીધો ગમે તે થાય મારી નોકરી ભલે દાવ પર લાગે પણ આ હત્યારાઓ ને ક્યારેય નહીં છોડું.ગૌરવે બારીકાઈથી બંને લાશની તપાસ કરી. અને તેની આંખમાં ચમક આવી એને રામજી કાકા ની મુઠ્ઠીમાં થી એક કિચેન મળ્યું. તેને યાદ આવ્યું કે વિજય પણ આવુજ કિચેન તેની સાથે રાખતો અને કહેતો કે આ મારા દાદા ની નિશાની છે જે ઘરના દરેક જેન્ટસ સભ્યો પાસે છે.
વિજય ના મોટા ભાઈને ભાભી હતા. સૌ સાથે હળીમળીને રહેતા હતા. તેમને એક દિકરો હતો. નાનપણમાં ખુબ જ લાડકોડને હિસાબે તે ખરાબ સોબતે ચડી ગયો હતો. લગભગ બધી ખરાબ આદતો નો તે ગુલામ બની ગયો હતો. આ બધું બંગલાની બહાર થતું હતું ત્યાં સુધી ઠીક હતું ઘરના સમજાવી ને સારે માગૅ લઈ આવવા ની કોશિશ કરતા. પણ એક દિવસે તેની નફ્ફટાઈ હદ વટાવી ગઈ. બંગલામાં દારૂની બોટલ અને બાજારૂ સ્ત્રી ને લઈ ને દાખલ થયો તેવોજ તેના મોટા ભાઈએ ધક્કા મારી ને બાર કાઢી મુક્યો.અને બંગલા ના દરવાજા તેના માટે હંમેશ ને માટે બંધ કરી દીધા હતા. ક્યારેક ભાભીની મમતા નો ફાયદો ઉઠાવી તેની પાસેથી પૈસા લઈ જતો એક દિવસ જુગાર ના અડ્ડામા કોકની સાથે મારામારી દરમ્યાન તેના હાથે ખુન થઈ ગયું. તે દિવસ થી તે લાપતા થઈ ગયો હતો. બાર વષૅ થઈ ગયા તે વાત ને પણ તે નો ક્યાં ય પત્તો લાગ્યો ન હતો.બે વષૅ પહેલાં મોટા ભાઈ તથા ભાભી નુ કાર એક્સીડન્ટમા મૃત્યુ થયું ત્યારે તેની ખુબ તપાસ કરી પણ તેનો પત્તો ન લાગ્યો.
કિચેન જોઈને ગૌરવ ને ભુતકાળ યાદ આવી ગયો. અને એક ખાતરી થઈ ગઈ કે નક્કી આ હિચકારૂ કૃત્ય ભાઈના દિકરાએજ કયું હોવુ જોઇએ.ગૌરવે મોટાભાઈના રૂમમાં જઈ આખો રૂમ તપાસી જોયો પણ કેશવ નો એક પણ ફોટો હાથ ન લાગ્યો. છેવટે કંટાળી બધું પાછું મુકતો હતો ત્યા ભાભી ની સાડી ની બેવડ માથી એક ફોટો સરકીને નીચે પડ્યો જોયું તો તે કેશવ નો ફોટો હતો પણ બહુ નાનપણનો હતો. આતો ભાભી એ સંતાડીને રાખેલો હતો. બાકી કેશવ ની નાની મોટી બધી યાદી નો મોટા ભાઈએ નાશ કરી નાખ્યો હતો. આ ફોટા ઉપર થી કેશવ ને શોધવો મુશ્કેલ હતો તેણે ફોટા ને ધ્યાનથી જોયો. તેણે જોયું કેશવના ડાબા હાથ ની હથેળીમાં
રેડ કલરનુ લાખુ હતું જે એનો બથૅ માકૅ હતો. લાખા ઉપર નીશાની કરી તેની જુદી જુદી કોપી કઢાવી મુબઇ પુના ગુજરાત ના પોલીસ હેડ ક્વાર્ટર માં મોકલી દીધી. બધા સ્ટેટ ની પોલીસ કેશવની તપાસમાં લાગી ગઈ.
આજે એ વાતને પંદર દિવસ થયા છતાં કેશવનુ પગેરું મળતું નહોતું. ગૌરવ વિચારતો ક્યાં ક ખોટા માગૅ તપાસ નથી થતીને.એવામાં બંગલા માં સ્ત્રી નિકેતના કેટલાક ટ્રસ્ટીઓ વકીલ ની સાથે દાખલ થાય છે. તેના હાથમાં વિજય ની સાઈન વાળુ વીલ હોય છે. ગૌરવ બધાને બેસાડે છે અને વકીલ ને વીલ વાચી સંભળાવવાનુ કહે છે. વિલમાં લખેલું હોય છે કે જો મારી તથા મારા ઘરના ની કોઈ ની પણ હયાતી ન હોય તો આ બંગલો તથા મારી બધી માલમિલકત સ્ત્રી નિકેતન માં દાનમાં આપી દેવી. ગૌરવે કહ્યું સારૂં પણ મારી ઈચ્છા સ્ત્રી નિકેતના માલિક ને મારા હાથે અપૅણ કરવાની છે. આમ કહી બધાને રવાના કયૉ.
ગૌરવે પોતાની તપાસ હવે સ્ત્રી નિકેતનના માલિક તરફ વાળી સ્ત્રી નિકેતનના માલિક એમ એલ એ કિશન કુમાર હતા કિશન કુમાર શહેર ની નામાંકિત વ્યક્તિ હતા તેમણે બાળવિકાશ ગ્રહ માં જુદી જુદી કોલેજોમાં લેડીઝ હોસ્ટેલમાં ખુબ દાન આપેલુ હતું.ગૌરવ નુ મન ચકરાવે ચડી ગયું એક તો વિલ ની વાત થી તે સાવ અજાણ હતો. વિજય તેને નાના માં નાની વાત કહેતો તો આ વિલ વિશે શું કામ નહીં કીધું હોય. તેના મગજમાં ઝબકારો થયો તરતજ ઈનવેસ્ટીગેશનની ટીમ ને બોલાવી વીલ ઉપર જે સાઈન છે તે ક્યારની છે થોડી વારમાં રીઝલ્ટ આવી ગયું આ સાઈન તાજીજ છે અને પંદર દિવસ પહેલાં ની છે
ગૌરવ ને પોતાની તપાસ નો માગૅ તો મળી ગયો પણ બહુ સાવધાની માગી લે તેવો હતો. તેમણે ડી એસ પી, કમીશ્નર અને કલેક્ટર સાથે મિટિંગ કરી અને આખા કેશની માહિતી આપી. ચુનંદા કમાન્ડો તથા પોલીસ ફોસૅ ની માગણી કરી. થોડા પોલીસોને સ્ત્રી નિકેતનમા કોઈ ને કોઇ કામ ના બહાના હેઠળ ગોઠવી દીધા તેથી ત્યાની ગતિવિધિ ઉપર નજર રહે. કમાન્ડો અને અને થોડા પોલીસને એમ એલ એ ના બંગલામાં તથા તેની આજુબાજુ ના એરીયા માં ગોઠવી દીધા.
ધીમે ધીમે સ્ત્રી નિકેતનની માહિતી આવવા લાગી સ્ત્રી નિકેતનમા સ્ત્રી ઓની સુરક્ષા ને બદલે તેનું શોષણ થતું હતું. રીત સર સ્ત્રી ઓનો વેપાર થતો હતો સમાજ માં ઉચ્ચ સ્થાન ધરાવતા અને ધર્મ ના નામે ધતિંગ કરનારા લોકો અહીંથી સ્ત્રી ઓને ખરીદી લઈ જઈને તેના ઉપર અમાનુષી અત્યાચાર ગુજારતા. આ બધું એમ એલ એ નિગરાની હેઠળ થતુ આથી કોઈ હરફ સુધ્ધા ઉચારી શકે તેમ નહોતું. પછી તો એમ એલ એ જેટલી સંસ્થાઓ મા ડોનેશન આપ્યું હતું તે બધી સંસ્થા ઓની તપાસ શરૂ કરી બધે એક સરખી હાલત હતી બાળ વિકાસ ગૃહમાં થી બાળકો નુ શોષણ થતું હતું લેડીઝ હોસ્ટેલમાં થી છોકરીઓ ને ઉપાડી લાવી તેના ઉપર અત્યાચાર ગજારાતો.આ બધા સ્કેન્ડલ ના સચોટ પુરાવા ભેગા કરી ને ડી એસ પી કલેક્ટર તથા કમિશ્નર ને એક એક કોપી મોકલી આપી .એ લોકો તરફથી વોરંટ કાઢવાનું ફરમાન મળતા ગૌરવ પોતાની સાથે કમાન્ડો ને લઈ ને એમ એલ એ ની ધરપકડ કરવા નિકળી ગયો.
એમ એલ એ ની ધરપકડ કરવામાં આવી. હાથમાં હથકડી પહેરાવતા ગૌરવ નુ ધ્યાન તેના હાથ ઉપર ગયું. અરે આતો એવુજ લાખુ જેવું કેશવ ના હાથમાં હતું.સખ્ત ટોચૅરીગ પછી કિશનલાલે કબુલ કર્યું કે પોતે કેશવ છે. પાંચે ખુન એણેજ કરાવ્યા છે.તેને બાપદાદાની મિલકતહડપ કરી જવી હતી જો સામે થી લેવા જાય તો પોલીસ તેને પકડી લે અને પોતાની ઓળખાળ છતી થઈ જાય.
બધા સબળ પુરાવા હોવાથી કેશવ લાલને જન્મ ટીપ ની સજા થઇ અને બાકીના બધા જે સમાજ ના ઠેકદારો હતા અને જેટલા આસ્કેનડલમા ઈનવોલ્વ હતા તે બધાને સજા થઈ
સમાપ્ત