વરસાદ નું નામ સાંભળતા જ મન માં કંઈક અલગ જ ઉમગ આવી જાય..........
પેહલા વરસાદ ની માટી ની સ્મેલ કોને ના ગમે?
આકશે જાણે વાદળી ની ચૂંદડી ઓઢી હોય તેવું લાગે.
ચારે બાજુ દેડકા બોલતા હોય,
સાંજ ના સમયે આકાશ માં મેખધનુષ ના સાત રંગો હોય,
ઝાડ લીલાછમ દેખાતા હોય,
ધરતી માતા એ જાણે લીલી ચૂંદડી ઓઢી હોય તેવું લાગે,
આ વાતાવરણ ની મજા જ કંઈક અલગ હોય છે..
બપોર પછી વરસાદ નું આગમન થયું,હું મારા સુકાતા કપડાં લેવા માટે અગાસી પર દોટ મૂકી ટપક ટપક વરસાદ ના છાંટા પડવા લાગ્યા! પણ ત્યાં હજુ હું કપડાં હાથ માં લેવા લાગી એ પેહલા જ બાજુ ની અગાસી પર મારી નજર પડી..
બાજુ ની અગાસી પર એક છોકરો હતો 5.7 ફુટ લંબાઈ વાળો,શરીર પણ જિમ માં જતો હોય સરખું રાખેલું,વાળ જોવો તો હિન્દી ફિલ્મ ના સલમાન ખાન જેવા કામ ના હેડફોન થી ગીત સાંભળતો હતો, જમણા હાથ માં "love u mom" નું ટેટુ હતું. હૂતો એના પર ફિદા થઈ ગઈ!😆......
પેહલા કયારે પણ અબાજુ નહતો જોયો નક્કી બાજુ વાળા રામકાકી ને ત્યાં મહેમાન આવ્યું હશે?? કોણ છે એ? એનું નામ શું છે?? ક્યાં રેહતો હશે?? હજુ એવા બધા મન માં વિચાર ચાલતા હતા ત્યાં જ મમ્મી એ બૂમ પાડી કપડાં પલી જશે હજુ તો પણ પેહલા ને જ જોતી હતી એ અગાસી પર થી નીચે ઉતરિયો હું પણ ફટાફટ દાદર ઉતરવવા લાગી, કપડાં મમ્મી ને આપી હું બારી બાજુ ગઈ એ ત્યાંતો પોતાનું સ્કૂટર લઇ ને જવા લાગ્યો.
મમ્મી ને કહીયું મમ્મી હું માર્કેટ માંથી શાકભાજી લઇ આવું😊 મમ્મી ને વિસવાસ નહતો આવતો કે હું શાકભાજી લેવા માટે એકલી જાવ એમ!!! પછી હું મારી રામ પાયરી એટલે કે મારી મેસ્તરો ની ચાવી લઈને ફટાફટ ચાલુ કરીને પેલા છોકરાં પાછળ જવા લાગી.. એમાં ભગવાને ને પણ એ મંજુર હોય એમ ધીમો ધીમો વરસાદ વરસતો હતો હું મારા દિલ ને સંભાળતી હતી ન સમજાવતી હતી થોડો સમય વાત જોઈલે હમણાં જ એ છોકરાં સાથે વાત કરવા ની છે..દિલ ધક ધક થતું હતું, હું એ છોકરાને મળીને શું કહીશ? તમને મને ગમો છો એમ?? ના એવું થોડીના કેહવાય દિલ એમ કહેવાની ના પડતું હતું, મગજ કહેકે જે હોય એ કહિદે, મેં કહીયું બન્ને ચુપ થાવ હજુ એ છોકરા ની સામે તો જવું પડેને પણ એ એનું સ્કૂટર કેટલી સ્પીડ માં ચલાવતો હતો..
પછી બસ આ રોમેન્ટિક મોસમ નો આ રસ્તો કાંઈક પણ ઉભાઓ ના રહે એવું થતું હતું, આવા રોમેન્ટિક મોસમ ની પાછળ જાણે મજનું ની પાછળ લેલા એવું અંદર થી ફિલિંગ આવતી હતી😆. ધીમી હવા,ધીમો વરસાદ એવા વાતાવરણ માં હું એની પાછળ પાછળ જતી હતી😄😄 મન માં એમ જ થતું હતું કે આ રસ્તો કયારે પણ ખતમ જ ના થઈ એની પાછળ પાછળ ચાલ્યા કરું.😘😘😘 જેમ વાદળ ગરજે એમ મારો પ્રેમ વરસે પેલા છોકરાં પર..
પછી શું? એને એનું સ્કૂટર ધીમું પાડીયું હું એની પાછળ પાછળ હતી તો મારી મેસ્તરો એની સાથે અથડાની!!!! હું પડી😢😢 પેલો છોકરો કહેકે " દીદી" તમને વાગ્યું તો નથી ને??? હા એને મને દીદી કહીયું. એની સામું જોયા વગર હું મારી મેસ્તરો લઈને ફટાફટ ઘરે પાછી આવી મમ્મી કહે શું લાવી?? મેં કહીયું મમ્મી બોવ મોટી શીખ લઈને ઘરે આવી..
ના, અફસોસ મને નથી કારણ કે એ છોકરો નહતો, છોકરા ના કપડાં માં એક એ છોકરી હતી (એટલે કે ટોમ બોય) તેની બોડી પણ છોકરા જેવી જ લાગતી હતી. બધું જ એનું છોકરા જેવું હતું એની બોલી પરથી જ ખબર પડે કે આ છોકરો ની છોકરી છે..... 😂😂😂😂
એટલી સમજ પડી કે કોઈ નું મોઢું જોયા વગર એની પાછળ ના જવાય 😂😂 કિસ્મત પણ કયારેક ધોખો આપે છે.😂😂😂
( આ સ્ટોરી કાલ્પનિક છે )