ચાલો મિત્રો..
આ વેલેન્ટાઈન મોસમ ચાલે છે તો આ વેલેન્ટાઈનરૂપી વરસાદમાં હું પણ થોડી કૂદાકૂદ કરી લવ..!!(ઇફ યુ ડોન્ટ માઈન્ડ).
આજે નવી કહાની સાથે પણ થોડી સાચી ઘટનાઓ જે મારી સાથે અથવા તો મારી આસપાસ રોજ બનતી હોય છે.
અરે હા... એક વાત તો કહેવાની જ રહી ગઈ તમને લોકોને...!! Happie Valentine Day હો..!! હા હા જાણું છું લેટ છું પણ હું એવો જ છું લેટ લતીફ..! બધા જ લોકો તરફથી તમને ખોબલે ખોબલે પ્રેમ મળે..!! ખાસ કરીને મારી જનરેશન..! તમને તમારી બકુ, દીકુ, જાનુ જે ભી નામથી બોલાવતા હોય એ તમને Febના એન્ડમાં હા કહી દે..!!
પ્રેમ..!! શબ્દ જ એવો છે જેના વિશે જેટલું કહીએ એટલું ઓછું છું...!! પેલો ડાયલોગ છે ને મેરે બારે મેં જીતના જાનોગે ઉતના કમ હૈ...! તો હું પણ આવી ગયો છું તમારી સમક્ષ થોડો પ્રેમ સમજાવવા..! જેવું તમને લાગે મારી સ્ટોરી વાંચી કહેજો જલુલ...હા હો જલૂલ..ને જલૂલ કહેજો..!!
Thank You..!!
સવારની આ ગુલાબી કડકડતી ઠંડીમાં મારા ઘર પાસે આવેલા મંદિરમાં આરતી થઈ રહી હતી અને સાથે જ મારા મોબાઈલ જાણે મને સાલ ખેંચી જગાડવા એલાર્મ વગાડી રહ્યું હતું. ત્રણ ચાર વખત એલાર્મ વાગવાથી હું સોલ બાજુમાં મુકી ઉઠ્યો અને આંખો ચોળતો ચોળતો નૈસર્ગિક પ્રક્રિયા પુરી કરવા જતો રહ્યો.
બાથરૂમમાં બ્રશ કરતા કરતા અરીસામાં વાળ સરખો કરતો.., હું... લ્યા સોરી મારા વિશે તો કહેવાનું જ ભુલી ગયો.........તો સાંભળો.....
હું એટલે કે શિવાય.. શિવાય રાવલ!! એકદમ મન મોજી મસ્તીખોર જીવ..! કોલેજના પહેલા જ વર્ષમાં એન્ટ્રી થઈ છે કેમકે 12th માંડ માંડ એટલે ડિસ્ટીકશન સાથે પાસ કર્યું છે. આમ તો થોડો સારો છું અને થોડો ખરાબ કેમકે કોઈ પરફેક્ટ તો હોતું નથી(બાકી આપણી જેવું કોઈ નહી) હવે ખુદના શું વખાણ કર્યું પણ., ભણવામાં આપણે થોડા કાચા ક્યારેક બાય મિસ્ટેક પાસ થઈ જઈએ! અને હા થોડી સાહિત્યની સમજ એટલે ક્યારેક કવિતાઓ લખી લવ! હું સાથે એક ડાયરી રાખું છું જ્યારે પણ કઈ પણ સૂઝે એટલે ઉતારી લવ છું પણ તમે અહીંયા સ્ટડી વાંચવા તો આવ્યા નહી હો! સો આવું છું યાર જલ્દી સ્ટોરી પર આવું છું...!!
હવે આ આપણા શિવાય જ્યાં સુધી ખુદના વખાણ પૂરા કરે એ પહેલા જ બહારથી તેના મમ્મી નાસ્તા માટે બૂમ મારે છે.
શિવાય :‘હા આયો મમ્મી..! શિવાય તૈયાર થઇ આવી જાય છે. ફટાફટ નાસ્તો કરી કૉલેજ જવા નીકળી પડે છે.
શિવાયની કૉલેજ તેના ગામથી થોડે દૂર હતી એટલે તેને બસનો પાસ કઢાવી લીધો હોય છે એટલે તે બસ સ્ટેન્ડ પહોંચી જાય છે. રોજની જેમ બસની રાહ જોતો શિવાય મોબાઈલમાં મેસેજ ચેક કરવા લાગે છે. થોડો સમય પસાર થયો હોય છે ત્યાં જ Rajkot–Bhavnagar બસ આવે છે અને તે ચડી જાય છે પણ બસમાં બેસવાની કોઈ જગ્યા હોતી નથી એટલે તે ઉભો રહી જાય છે અને બસ તેના ગંતવ્ય સ્થાન પર પહોંચવા પ્રયાણ કરે છે.
બસમાં તે આમથી તેમ નજર કરે છો તો તેની નજર એક નજર પર ઊભી રહી છે. એક છોકરી જે બારીમાંથી બહાર જોઈ રહી હતી. તેને બુરખો પહેર્યો હોય છે. શિવાય સતત તેની સામે જ જોઈ રહ્યો હતો કેમકે છોકરીની આંખો પરથી તેની નજર જ નહોતી હટી રહી.
છોકરી પાસે પણ બેગ હોય છે, તે પણ કૉલેજમાં સ્ટડી કરતી હશે એવું શિવાય અનુમાન લગાવે છે. તે પેલી છોકરી સામે જુએ છે, પણ પેલી છોકરીને ખબર પડી જાય છે. બંનેની નજર એક થાય છે પણ બંને નજર ફેરવી લે છે. બે ત્રણ વાર આવું બને છે પણ છોકરી કઈ ભાવ આપ્યા વિના બુકસમાં કઈક વાંચવા લાગે છે. શિવાય ફરી એના તરફ જોતા ખુદને રોકી શકતો નથી એટલે તરત જ તે એની તરફ જુએ છે. ઘણી વાર તો છોકરી ગુસ્સામાં શિવાય તરફ જુએ છે એટલે તે થોડોક ડરી પોતાની નજર હટાવી લે છે.
શિવાયના જીવનનું આ રૂટિન બની જાય છે, રાજકોટ–ભાવનગરમાં જવાનું, પેલી છોકરીની આંખો નિહાળ્યા કરવાની અને પોતાની કૉલેજમાં જતું રહેવાનું! આમ જ એક મહિનો વીતી જાય છે. શિવાય હવે તે બુરખા પાછળનો ચેહરો જોવા એકદમ તલપાપડ બની જાય છે અને તેની સાથે વાત કરવાનો મક્કમ નિર્ણય કરી બસ સ્ટેન્ડ જવા નીકળી પડે છે.
આ તરફ છોકરી પણ વિચારોમાં પડી જાય છે કે કોણ હશે આ છોકરો ? રોજ ફકત મારી સામે જુએ છે, કઈ કહેતો નથી! ફકત બસમાં મારી સામે જ જુએ છે અને જતો રહે છે. તે આ વિશે તેની મિત્ર માહિરા સાથે વાત કરે છે. તે બધું જ આ મહિના પેલા છોકરા સાથે(શિવાય) બન્યું હોય તે એને જણાવી દે છે.
માહિરા :‘પણ તે અત્યાર સુધી કઈ બોલ્યો નથી?’
છોકરી :‘નહી..! કઈ જ નહિ! ફકત મારી સામે જોયા કરે હું ગુસ્સો કરું, તો થોડા સમય નજર ફેરવી લે અને ફરીથી જોવા લાગે., તને શું લાગે છે શું કરવું જોઈએ ?’
માહિરા :‘જો આઈશા.. તારે અત્યારે તો કઈ જ કરવું ના જોઈએ! કેમકે તને એના વિશે કઈ ખબર નથી! કે તે કેવો છોકરો છે!!
આઈશા :‘તો શું કરું ?’
માહિરા :‘બસ રાહ જો કે તે કઈ બોલે છે કે નહી !'
આઈશા :‘ઓકે...!!'
આ તરફ શિવાય તો પોતાનું મન બનાવી બેઠો હોય છે કઈ પણ કરી તેની સાથે વાત તો કરવી જ છે એટલે શિવાય પણ તેના મિત્ર વિશાલ જે પણ બસમાં અપડાઉન કરતો હોય છે અને તેની સાથે જ ભણતો હોય છે એની સાથે વાત કરે છે. વિશાલ સાથે બધું જ શેર કરી દે છે અને પેલી છોકરી પણ બતાવે છે.
વિશાલ :‘ઓહ..! એવું છે ભાઈ..! પહેલા જ કીધું હોત તો યાર તને બધું જ જણાવી દીધું હોત..!!’
શિવાય :‘શું ? તુ જાણે છે એના વિશે ? પ્લીઝ.. મને કહે ને તું જે જાણતો હોય એના વિશે પ્લીઝ...ભાઈ...!’
વિશાલ :‘હા...હા મને ખબર છે ભાઈ...! તેનું નામ આઇશા છે અને તે સોનગઢથી અમારી સાથે બસમાં બેસે છે.
શિવાય :‘આઈશા...! મસ્ત નામ છે યાર...!!’
વિશાલ :‘પણ જેવી રીતે તે મને બધું કીધું અને તારા હાવભાવ પરથી તો એવું લાગી રહ્યું છે કે તને એની સાથે પ્રેમ થઇ ગયો છે!’
શિવાય :‘યાર ખબર નહી..! બટ ખબર નહિ યાર.. અત્યાર સુધી એનો ચેહરો નથી જોયો, તેની સાથે વાત નથી કરી પણ તેની આંખો એટલું બધું જણાવી દે છે! ભલે એ ના બોલતી હોય પણ તેની આંખો મારી સાથે વાતો કરે છે. મને પૂછતી હોય છે કે કેમ આ મારી સામે રોજે જુએ છે? શું ઈચ્છે છે આ વ્યક્તિ? ક્યારેક ખૂબ જ ગુસ્સામાં લાલ થઈ જાય છે તો ક્યારે ખુશીમાં ફેરવાય જાય છે બધું જ મને તેની આંખો પરથી જાણ થઈ જાય છે.
વિશાલ :‘મારા ભાઈ આ ફિલીંગને જ પ્રેમ કહેવાય! જ્યારે તમે કોઈ વ્યક્તિને ચાહવા લાગો ત્યારે જ તમે તેની આંખો પર રહેલા ભાવો વાંચી શકો!(મારી મેન્ટાલીટી આવી છે એટલે કે લેખકની હો)
શિવાય :‘હા યાર કદાચ તુ સાચો હોય શકે! મને પ્રેમ થઈ ગયો હોય..! યાર મારે તેની સાથે વાત કરવી છે પણ કઈ રીતે શરૂઆત કરું ?’
વિશાલ :‘ત્યાંથી જ શરૂઆત કર જેની સાથે તને ખુબ લગાવ છે..!! અરે એની આંખો... યાર...!!’
શિવાય :‘હા તો હું એની સાથે વાત કરીને જ રહીશ..!!
વિશાલ :‘અને સાથોસાથ તારા પ્રેમનો ઈઝહાર પણ કરી દે જે.!'
શિવાય :‘પણ યાર પહેલી મુલાકાતમાં જ..? મને નહી લાગતું કે પહેલી મુલાકાતમાં આ બધું કહેવું જોઈએ..!’
વિશાલ :‘ઓકે...પછી કહેજે..! તેની સાથે વાત તો કરી જો..!!’
To Be Continued...!
#spreadlove